વડાપ્રધાનના 12 વર્ષના સફ્ળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે પંચમહાલ જિલ્લામાં વિકાસ અને જનસેવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી પ્રગતિ પથ યાત્રા યોજાઈ હતી. જે દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મહત્વના વિકાસલક્ષી કાર્યોની જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી રચનાત્મક સૂચનો આપ્યા હતા.


આ પ્રગતિ પથ યાત્રાનો વિધિવત શુભારંભ ગોધરાના કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતેથી મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને કરાયો હતો. આ પ્રસંગે ખેલ મહાકુંભ પર આધારિત શોર્ટ ફ્લ્મિનું નિદર્શન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વિમિંગ પૂલનું નિરીક્ષણ પણ કર્યું હતું. જે બાદ જિલ્લાના વિકાસને ગતિ આપતા મુખ્ય પ્રકલ્પોની મુલાકાત લેવાઈ હતી. જેમાં ગોધરા રેન્જ આઈજીની નવીન કચેરીના નિર્માણ કાર્યની પ્રગતિ ચકાસી હતી.નવીન આર.ટી.ઓ. કચેરી, ચંચોપા ખાતે બની રહેલી આધુનિક RTO કચેરીની મુલાકાત લેવાઈ હતી. પંચમહાલ ડેરીનો ઓટોમેટિક પ્લાન્ટ, પંચમહાલ ડેરીના અત્યાધુનિક ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લઈ તેની કાર્યપ્રણાલી નિહાળી હતી. પાનમ લિફ્ટ ઇરીગેશન યોજના શહેરાના મહેલાણ ખાતે કાર્યરત આ સિંચાઈ યોજનાના ચાલી રહેલા કાર્યોની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. મોરવા હડફ્ ખાતે આવેલ ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે જનપ્રતિનિધિઓએ શૈક્ષણિક અને માળખાકીય સુવિધાઓ અંગે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: