ગોધરા શહેરના નાગરિકોને તેમજ શહેરમાં આવતાં-જતાં રાહદારીઓને સરળતાથી આરોગ્યપ્રદ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી નગરપાલિકા અને પ્રથમેશ એન્ટરપ્રાઇઝ, નાસિકના સંયુક્ત ઉપક્રમે પ્રથમ સાર્વજનિક આલ્કલાઇન વોટર એટીએમ પ્રોજેક્ટ શહેરમાં શરૂ કરાયો છે.


જેનું આજે શહેરના અટલ ઉદ્યાન ખાતે ધારાસભ્ય સી.કે રાઉલજીની અધ્યક્ષતામાં લોકાર્પણ કરાયું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના છ જેટલા વિવિધ વિસ્તારોમાં આલ્કલાઇન વોટર એટીએમ સ્થાપિત કરાયા છે. આ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં બે ખાસ વાહનો દ્વારા ડોર ટુ ડોર આલ્કલાઇન પાણી વિતરણની વ્યવસ્થા પણ કરાઈ છે. આલ્કલાઇન પાણી સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: