ગોધરા ખાતે પાંચ કેન્દ્રોમાં રી-નીટ (યુજી)ની પરીક્ષા યોજાઇ હતી જેમાં જિલ્લાના 2200 વિદ્યાર્થીઓએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા આપી હતી,


ભારતમાં મેડિકલ ક્ષેત્રે અતિ મહત્વની ગણાતી NEET UGની પરીક્ષા ગત તા.3 મે 2026ના રોજવિધાર્થીઓ દ્વારા આપ્યા બાદ તે પરીક્ષાના પેપર લિંક થયું હોવાની વિગતો બહાર આવી હતી.જેના પરિણામે તે પરીક્ષા રદ કરાઇ હતી. NTA દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરાઇ હતી. જેમાં તા.21-6-26ને રવિવારના રોજ RE-NEET(UG) ની પરીક્ષા યોજાઈ હતી. જે પરીક્ષા માટે NTAની સાથે વહીવટી તંત્ર, પોલીસ પણ આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ વગર શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે કામે લાગ્યું હતું. ત્યારે પંચમહાલ જીલ્લામાં RE-NEETની પરીક્ષા માટે 4 સરકારીપરીક્ષા કેન્દ્ર અને 1 ખાનગી પરીક્ષા કેન્દ્ર ફળવાયું હતું. ગોધરામાં સરકારી ઇજનેરી કોલેજ, સરકારી પોલીટેકનિક કોલેજ, પી. એમ. કેન્દ્રીય વિધાલય, એમ.એન્ડ એમ. મહેતા હાઇસ્કુલ અને વેજલપુર ખાતે પી.એમ.જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર ખાતે પરીક્ષા યોજાઇ હતી. જેમાં કુલ 2200 જેટલા વિદ્યાર્થીઓએ મેડિકલ ક્ષેત્રે મહત્વની ગણાતી RE-NEET (UG)ની પરીક્ષા આપી હતી. તમામ પરીક્ષા કેન્દ્રો બહાર વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.જેમાં આ પરીક્ષા દરમિયાન વિધાર્થીઓને કોઈપણ પ્રકારની ખલેલ કે અસુવિધા ના પડે તે માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક જાહેરનામું બહાર પાડયું હતું. જેનો કડક અમલવારી કરાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: