ગોધરા : સાંપ્રત સમયની માંગ મુજબ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર હેતુસર લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં તેમજ ભારત સહિત વિદેશમાં 9 દેશમાં 105 સેન્ટર ઉપર ગઈકાલે તા.9ના રવિવારના રોજ ધાર્મિક, આદ્યાત્મિક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 4500 કરતા વધુ હરિભક્તોએ આ પરીક્ષા આપી હતી. જે અંતર્ગત ગોધરાના વૃતાલય વિહારમ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આ પરીક્ષા સ્વામીનારાયણ ટેકનો સ્કૂલ ખાતે યોજાઈ હતી. જેમાં 5 વર્ષના બાળકોથી માંડી 60 વર્ષ સુધીના મોટેરાઓ મળી કુલ 212 પરીક્ષાર્થીઓએ ધાર્મિક જ્ઞાનની પરીક્ષા આપી હતી. પરીક્ષામાં સનાતન ધર્મના શાસ્ત્રો, શ્રીમદ્દ ભગવદ્દ ગીતા, વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન જેવા ગ્રંથોના અનુસંધાને MCQ પધ્ધતિથી પ્રશ્ન પૂછાયા હતાં. રવિવારે કામિકા એકાદશી હોવાથી પરિક્ષાર્થીઓ માટે લસ્સી અને કેળા તેમજ ફ્રાળી ચેવડાનો પ્રસાદ યોજાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો