ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સભા અને સેવા જ્યોતિ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જીલ્લા વહીવટી તંત્ર આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. દરમિયાન વિવિધ ક્ષેત્રો માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનપત્રથી સન્માનિત કરાયા હતા. ગોધરા હેડ ક્વાર્ટરથી પદાધિકારીઓ અને અધિકારીઓની અઘ્યક્ષતામાં સેવા જ્યોતિ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે યાત્રા સ્વરૂપે કલાલ દરવાજા જ્યોત સર્કલ ખાતે પહોંચ્યો હતો.
જનસેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ નિમિત્તે ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સભા તેમજે સેવા જ્યોતિ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી અને પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને ઉક્ત કાર્યક્રમના વક્તા ગીતાબેન રાઠવા, પ્રભારી હર્ષદભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, સાંસદ ડૉ જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય ફ્તેસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, સી.કે રાઉલજી, જિલ્લા કલેકટર, ડીડીઓ અન્ય મહાનુભાવો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિભિન્ન ક્ષેત્રો માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનપત્ર અર્પણ કર્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. ત્યારબાદ દેશના વિકાસ માટે સામુહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સેવા જ્યોત યાત્રા માટે જ્યોત પ્રગટાવી યાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. જ્યોત યાત્રા નિર્ધારિત રૂટ પર થઈ ગોધરા કલાલ દરવાજા સર્કલ ખાતે પહોંચી હતી. જ્યાં મહાનુભાવોના હસ્તે જ્યોત પ્રજ્વલિત કરી ભારતમાતાની પ્રતિમાની પૂજા કરાઈ હતી.
