નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ચોરી, લૂંટ સહિતના અનિચ્છનીય બનાવો અટકાવી શકાય તેહેતુથી પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના અનુસંધાને ગોધરા એસ.ઓ.જી. પોલીસ દ્વારા બેંક મેનેજરો, સોના-ચાંદીના જવેલર્સ તથા આંગડિયા પેઢીના સંચાલકો સાથે મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી.
SOG પો.ઈ. એમ.એ. વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલીબેઠકમાં તહેવારો દરમિયાન વધતી નાણાકીય લેવડદેવડને ધ્યાનમાં રાખીને બેંકો, એટીએમ, જવેલર્સની દુકાનો અને આંગડિયા પેઢીઓની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા ચર્ચા કરાઈ હતી. વેપારીઓ અને સંચાલકોને વ્યવસાયિક સ્થળોએ લગાવેલા સીસીટીવી કેમેરા સતત કાર્યરત રાખવા તેમજ સારી ગુણવત્તા અને નાઇટ વિઝન કેમેરા લગાવવા, જવેલર્સ અને આંગડિયા પેઢીઓમાં હાઈટેક એલાર્મ સિસ્ટમની વ્યવસ્થા કરવા તથા કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફ્કિેશન કરાવવા પર ભાર મૂક્યો હતો. મોટી રકમની કે સોના-ચાંદીના દાગીનાની હેરફેર કરતી વખતે સાવચેતી રાખવા અને પોલીસ વિભાગનો સહયોગ લેવા અપીલ કરી હતી.
