ગાંધીનગર ખાતે ભાજપના ઉતર અને મધ્ય ઝોનના ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક વિશેષ અને અગત્યની બેઠક મળી હતી. જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ પણ હાજર રહ્યા હતાં. જે બેઠકમાં તેઓએ મહત્વપૂર્ણ વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ગાંધીનગર ખાતે ભાજપની ઉતર અને મધ્ય ઝોનના ચૂંટાયેલા પ્રતિનિધિઓની એક વિશેષ અને અગત્યની બેઠક ગઈકાલે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહભાગી થઈ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મયંકભાઇ દેસાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત સાથે અભિવાદન કર્યું હતું. તેમજ તેઓએ મહત્વપૂર્ણ વિષયો ઉપર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમજ બેઠક દરમિયાન વિવિધ સંગઠનાત્મક વિષયો અને આગામી આયોજનો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો