ગાંધીનગર ખાતે રાજ્ય શાળા સંચાલક મહામંડળ, ગુજરાત પ્રદેશની રાજ્ય કારોબારી અને સંસદની બેઠક યોજાઈ હતી. જેમાં 26 જિલ્લાના કુલ 257 શાળા સંચાલકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રાજ્ય પ્રમુખ શંકરસિંહ રાણા, અધ્યક્ષ ભાસ્કર પટેલ, ઉપપ્રમુખ, મહામંત્રીઓ તથા રાજ્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. વડોદરાના મહામંત્રી આર.સી. પટેલે ઉપસ્થિત સંચાલકોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રિયવદન કોરાટે શાળા સંચાલકોની સમસ્યાઓનો સરકાર દ્વારા અગ્રતાના ધોરણે ઉકેલ લાવવા અપીલ કરી હતી. બેઠકમાં SMCની રચના, ફાયર સેફ્ટીના નિયમો, સ્વનિર્ભર શાળાઓમાં FRCની ચર્ચા તથા સમયસર સ્ટાફ્ ભરતી સહિતના પડતર પ્રશ્નો અંગે ચચર થઈ હતી. રાજ્ય પ્રમુખ શંકરસિંહ રાણાએ તમામ પ્રશ્નો આગામી છ માસમાં ઉકેલવાની ખાતરી આપી હતી. મહીસાગર જિલ્લાના એસ.કે. પટેલ, કનુભાઈ પટેલ, નરેન્દ્રસિંહ સિસોદિયા અને મહેન્દ્રભાઈ વી. પટેલ સહિતના હોદ્દેદારોએ હાજરી આપી હતી.
