ગોધરા : પંચમહાલ જિલ્લા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હરસનપુર પ્રાથમિક શાળાના શિક્ષકને કરવામાં આવેલ ફરજમુક્તિ અને અન્યત્ર બદલીના હુકમની આપવામાં આવેલી ચાર્જશીટના આદેશની પુનઃવિચારણા કરી, બંને હુકમો રદ કરવા તથા શિક્ષકને મૂળ ફ્રજના સ્થળે પુનઃસ્થાપિત કરવા માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત કેરળ સ્વાતંર્ત્યવીર વિનાયક દામોદર સાવરકર અને શિક્ષકોની શૈક્ષણિક સ્વતંત્રતાના રક્ષણ સંબંધિત પ્રશ્નો પૂછવા બદલ કેરળના શિક્ષક શ્રી ગુરુ પ્રસાદનું સસ્પેન્શન તાત્કાલિક પરત ખેંચવા માંગણી કરતું વડાપ્રધાન અને રાજ્યપાલને ઉદ્દેશી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ પ્રસંગે .ગુજરાત રાજ્ય પ્રાથમિક શૈક્ષીક મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી અને પંચમહાલ જિલ્લા શૈક્ષીક મહાસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો