ગોધરા : સ્વ. કુંદનલાલ રમણલાલ સોની (ગોકુલ જ્વેલર્સ)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમની પવિત્ર સ્મૃતિને ચિરંજીવ રાખવાના ઉમદા હેતુ સાથે તેમના પરિવાર દ્વારા શુક્રવાર, તા. 13 નવેમ્બર, 2026ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ગોધરા ખાતે સિવિલ હોસ્પિટલ પાસે, જિલ્લા પંચાયતની સામે આવેલી રેડક્રોસ સોસાયટી ખાતે યોજાયેલી આ રક્તદાન શિબિરમાં સોની સમાજના સભ્યો તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક 57 બોટલ જેટલું રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે, રક્તદાન દ્વારા કોઈ જરૂરિયાતમંદ દર્દીનેનવજીવન મળી શકે અને કોઈ પરિવારના જીવનમાં આશાનું કિરણ પ્રગટી શકે તેવા ઉમદા આશયથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો