ગોધરા સબ જેલ ખાતે જેલોના વડા ડી.જી.પી. ડૉ.કે.એલ.એન.રાવ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી (વડોદરા ઝોન) તથા જીલ્લા કાનુની સેવા સતામંડળ, ગોધરાના ચેરમેન સી.કે.ચૌહાણના માર્ગદર્શન મુજબ તા.9 ઓગસ્ટ રવિવાર ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ગોધરા સબ જેલના જેલ અધિક્ષક આર.બી મકવાણા, જિલ્લા કાનુની સેવા સતા મંડળના સભ્યો તથા જેલ સ્ટાફ્ના કર્મચારીઓ તેમજ જેલના બંદીવાન ભાઇઓએ ભાગ લીધો હતો.
