ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા તાલુકાના પઢિયાર, મેહલોલ,સુખીયાપુરી, વેગનપુર,વાવડી, છકડીયા,સામલી સહિતના આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ વરસ્યો હતો.વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે આ વરસાદી ઝાપટાંથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સતત અસહ્ય ઉકળાટ અને ગરમીથી તોબા પોકારી ગયેલા લોકોને પણ મોટી રાહત મળી છે. ગોધરા અને તેના ગ્રામ્ય પંથકમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હાલમાં પણ આ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે ગોધરા તાલુકામાં તો વરસાદ વરસ્યો પણ ગોધરા શહેરને મેઘરાજાએ તેઓની અમી દ્રષ્ટિ રૂપ વરસાદ થી બાકાત રાખ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો