ગોધરા : ગોધરા શહેરની અમન ડે સ્કૂલના કે.જી. વિભાગમાં પર્પલ ડે ની આનંદમય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ જાંબલી રંગના સુંદર વસ્ત્રોમાં શાળાએ આવ્યા હતા. વર્ગખંડને જાંબલી રંગની વિવિધ શૈક્ષણિક સામગ્રી અને સજાવટથી આકર્ષક બનાવાયો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને જાંબલી રંગનું મહત્વ સમજાવ્યું તેમજ જાંબલી રંગની વિવિધ વસ્તુઓની ઓળખ કરાવી. વિવિધ પ્રવૃત્તિઓ, રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ આનંદ સાથે નવી બાબતો શીખી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રંગોની ઓળખ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનો વિકાસ કરવાનો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો