ગોંડલનાં ઉમવાડા ચોકડીથી રામદ્વાર વચ્ચેનાં નૅશનલ હાઇવેનાં સર્વિસ રોડ નીચેથી પસાર થતી ભાદર પાઇપ લાઇનમાં ભંગાણ પડતા ડામર રોડ તોડીને પાણીનો અંદાજે ચાલીસ ફુટ ઉંચો ફુવારો છુટયો હતો.પાણી સાથે રોડની કાંકરીઓ અને ધુળ પણ ઉંચે ઉડી હતી.અચાનક પાણીનો ફુવારો ઉડતા વાહનચાલકોએ પોતાનાં વાહનો થંભાવી દીધા હતાં.કેટલાક ચાલકો ભિંજાય ગયા હતા.લાઇનમાં કોઈ ફોલ્ટ સર્જાતા અચાનક પ્રેશર વધ્યુ હતુ અને પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ હતું.બાદમાં પ્રેશર ઓછુ કરાતા પાણી ઘટતા પૂર્વવત બન્યુ હતું.

તાલાલાનાં રમળેચી ગામે ગૌમાતાને પીવાના પાણીના અવેડા માટે 2.21લાખનું દાન અર્પણ









