ભાદર ડેમથી રાજકોટ પાણી પંહોચાડતી મુખ્ય પાઈપલાઇનમાં ત્રણ દિવસ પહેલા ગોંડલ પાસે ભંગાણ સર્જાયુ હતું. ફરિ પાછું ગત રાત્રે ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણીનો વેડફાટ થવા પામ્યો હતો.મોડી રાતે RMCની ટીમ દોડી જઇ તુટેલી પાઇપલાઇનનું રીપેરીંગ હાથ ધર્યુ હતું. ગત રાતે ગોંડલ નેશનલ હાઇવે ઉમવાડા ચોકડી નજીક બાપા સીતારામ હોટલ પાસેથી પસાર થતી ભાદર પાઇપલાઇનમાં લીકેજ સાથે ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણી વેડફાઈ ને સર્વીસ રોડ પરથી નજીકની વાડીઓમાં પંહોચ્યું હતું.વગર વરસાદે ચારેબાજુ પાણી ભરાયા હતાં.ખેડુતો અને વાહનચાલકો પરેશાન બન્યાં હતાં.બનાવ અંગે તંત્રને જાણ થતા જ ટીમ દોડાવી લીકેજનું રીપેરીંગ હાથ ધરાયું હતું.માત્ર ત્રણ દિવસમાં પાઇપલાઇનમાં બબ્બે ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો હતો.

નિઝરના ભીલજાંબોલી ગ્રૂપ ગ્રામ પંચાયતની શાળાઓમાં પ્રવેશોત્સવ









