રાજકોટ રીજીયોનલ ફાયર ઓફિસરની સૂચનાના પગલે ગોંડલ નગરપાલિકાના ફાયર ઓફિસર દ્વારા ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા મુખ્ય સરકારી અને જાહેર સ્થળોને નોટિસ પાઠવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ કાર્યવાહી ખાસ કરીને એવા સ્થળો પર કેન્દ્રિત કરવામાં આવી છે, જ્યાં લોકોની વધુ પડતી અવરજવર રહે છે અને સુરક્ષાનો અભાવ જોવા મળે છે.
ગોંડલ નગરપાલિકામાં ફાયર સેફ્ટી મુદ્દે નોટીસ
નોટિસ ફટકારવામાં આવેલી મહત્ત્વની ઇમારતો અને કચેરીઓમાં ગોંડલ બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, પી.જી.વી.સી.એલ. કચેરી અને માર્કેટ યાર્ડનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોને 7 દિવસની સમય મર્યાદામાં ફાયર સેફ્ટીની જોગવાઈઓનું પાલન કરીને તેના પુરાવા રજૂ કરવા આદેશ અપાયો છે.નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ મોટી ઇમારતોમાં લોકોની સુરક્ષાનો અભાવ છે અને ફાયર સેફ્ટીના જરૂરી સાધનો ઉપલબ્ધ નથી, જે ગંભીર બેદરકારી સૂચવે છે. રાજ્યની હાઈકોર્ટમાં પી.આઈ.એલ. (જાહેર હિતની અરજી) દાખલ થતાં જ તંત્ર સફાળું જાગ્યું હોય અને દોડતું થયું હોય તેવું ચિત્ર સામે આવ્યું છે.










