ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોઈ રહેલા રાજ્યના બેરોજગાર યુવાનો માટે આ એક ઉત્તમ તક સામે આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ડ્રાઈવર અને કંડક્ટરની બંને મળીને કુલ 8,917 જેટલી અધધ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે.
ડ્રાઈવર અને કંડક્ટરની થશે ભરતી
નિગમ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ મેગા ભરતીમાં કંડક્ટરની કુલ 4,318 જગ્યાઓ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જ્યારે બીજી તરફ, એસટી બસના ડ્રાઈવર માટે કુલ 4,599 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા અને જરૂરી માપદંડો પૂર્ણ કરતા ઉમેદવારો આ બંને કેડર માટે ઓનલાઈન અરજી કરી શકશે.













