
Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Jan 20, 2026 11:31 pm
અરવલ્લીમાં ઘાંટી ગામ પાસે ઈન્દ્રાસી નદીમાં ટ્રક ખાબકતા અકસ્માત સર્જાયો હતો. ભિલોડા ઈડર બ્રિજ પરથી ટ્રક પલટી હતી. જેમાં એકનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Jan 20, 2026 11:08 pm
રાજકોટના ધોરાજીમાં ગટરનું પાણી નદીમાં ઠાલવતા રોષ ફેલાયો છે. સરકારી ગાડીમાંથી દૂષિત પાણી ઠાલવતો વીડિયો વાયરલ થયો હતો. આ પાણીને કારણે પર્યાવરણ અને સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. લોકોએ આ બાબતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તપાસ કરે તેવી માગ કરી છે.
Jan 20, 2026 11:00 pm
પોલીસે દરોડા દરમિયાન સફેદ કલરની ક્રેટા કારમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ 1,238 નંગ જથ્થો રિકવર કર્યો છે. વિદેશી દારૂ તથા બીયર (1,238 નંગ) કિંમત ₹ 6,08,592/-,સફેદ ક્રેટા કાર કિંમત ₹ 10,00,000/- મોબાઇલ ફોન અને નંબર પ્લેટ, કિંમત ₹ 10,000/-કુલ મુદ્દામાલ: ₹ 16,18,592 જપ્ત કર્યો છે.પોલીસે સ્થળ પરથી એક શખ્સની ધરપકડ કરી છે, જેનું નામ વિક્કી ઉર્ફે વિક્રમ લક્ષ્મણભાઇ પરીહાર (ઉંમર 35 વર્ષ, રહે. ધરતીનગર સોસાયટી, ત્રાગડ રોડ, સાબરમતી) છે. તે વ્યવસાયે ડ્રાઈવિંગ કરે છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા સોનુભાઇ ઉર્ફે ભુંકપ અને લાલ કલરની એસ્ટીલો ગાડીમાં પાયલોટીંગ કરનાર બે અજાણ્યા શખ્સો અન્ય ત્રણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.
Jan 20, 2026 10:33 pm
વડોદરાના ભાયલીના તળાવમાં ગટરનું પાણી ઠાલવતા રોષ ફેલાયો છે. વિમલેશ્વર તળાવમાં ગટરનું ગંદુ પાણી ઠાલવતા નારાજગી ફેલાઈ છે. સ્થાનિકોની તળાવમાં ગંદુ પાણી બંધ કરવા માંગ છે. પૂર્વ સરપંચે વિરોધના બેનર લગાવ્યા
Jan 20, 2026 10:22 pm
ભરૂચની આમોદ નગરપાલિકાની ઊંચી પાણીની ટાંકી કેસમાં પાલિકાના માજી પ્રમુખ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.કલમ 70 હેઠળ જવાબદારી નક્કી કરી 37.99 લાખ રૂપિયાની વસૂલાતનો હુકમ કરવામાં આવ્યો છે. આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આદેશ આપવામાં આવ્યો છે કે, હુકમની તારીખથી તત્કાલીન પ્રમુખ પાસેથી ઉપરોક્ત રકમ તાત્કાલિક વસૂલ કરવામાં આવે.
Jan 20, 2026 10:03 pm
ગુજરાતમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગંભીર ગુનાઓ ધરાવતા આરોપીઓ સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કોર્પોરેટર સામે આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનાઓ છે.
Jan 20, 2026 09:25 pm
ગુજરાતમાં છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યાં છે. પોરબંદરમાં એક મહિલા સાથે 1.42 કરોડ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. માથા ભારે શખ્સોએ મહિલા સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે. જમીનની વારસાઈના નામે સહીઓ કરાવી રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે સાત શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
Jan 20, 2026 08:46 pm
રાજકોટની ઓડિયા ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ઓડિયા ગેંગ સામે ખૂન, લૂંટ સહિત 34 પ્રકારના ગુના છે.અવેશ ઓડિયા ઓડિયા ગેંગ ચલાવી રહ્યો છે.ગેંગના 9ની ધરપકડ કરી ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.તમામ આરોપીની ગેરકાયદે મિલકત ટાંચમાં લેવાશે.તમામ સભ્યોને રાજ્યની જુદીજુદી જેલમાં ધકેલાશે
Jan 20, 2026 08:23 pm
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાણપુર તાલુકાના ઉમરાળા ગામ પાસે એક વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની છે. અમુબેન જીવણભાઈ મકવાણા નામના વૃદ્ધાને બાઈક પર બેસાડ્યા હતાં અને તેમના બંને કાનમાંથી બાઈક ચાલકે સોનાની બુટ્ટી લૂંટી લીધી હતી. અમુબેન મકવાણા બોડી ગામે તેમના સંબંધીના ઘરે ગયા હતા અને ત્યાંથી ઉમરાળા ગામે જવાનું હતું.અમુબેને એક બાઈક ચાલકને ઉમરાળા સુધી લઈ જવાનુ કહેતા બાઈક ચાલકે તેમને બેસાડ્યા હતાં. ઉમરાળા ગામની હદ આવતા બાઈક ચાલકે બાઈકને રોડથી નીચે ઉતારી બાવળની કાંટમા લઈ ગયો હતો. અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધાના બંને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી ખેંચી હતી અને ફરાર થઈ ગયો હતો. વૃદ્ધા થોડી વાર માટે બેભાન થઈ ગયા હતાં અને ત્યાર બાદ તેમણે બુમો પાડતા લોકો ભેગા થઈ ગયા હતાં. વૃદ્ધાને બંને કાનમાં ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Jan 20, 2026 08:00 pm
કેન્દ્ર સરકારે ટેક્સટાઈલ પોલિસી 2024માં સુધારો કર્યો છે. હવે આ સુધારા પ્રમાણે મહાનગરોમાં નોન પોલ્યુટિંગ નાના એકમોને મંજૂરી મળશે. મંજૂરી મળવાના કારણે સરકારની યોજનાઓનો લાભ મળશે. પોલ્યુશન આધારે વેપારીઓને પ્રતિબંધની ભિતી હતી. સરકારના નિર્ણયના કારણે આ ભિતી દૂર થઈ છે.
Jan 20, 2026 07:42 pm
ભાવનગરમાં પોલીસ કર્મી જ સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. ભાવનગર પોલીસ હેડ ક્વાટર્સમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ ખુમાણ સાથે સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. આજથી છ એક મહિના પહેલા ફરિયાદી પોલીસ કર્મીનો મોબાઈલ હેક કરીને 1.10 લાખ રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી હતી. બિહારના માધીપુર જિલ્લાના છતાપુરના સચિનકમાર દાસ સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ પ્રમાણે ઘટનાના સમયે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર અરજી કરી હોવાથી તપાસ ચાલુ હતી અને એ કારણે ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
Jan 20, 2026 07:33 pm
ભાવનગરના વલ્લભીપુરમાં થોડા મહિના પહેલા જ શરૂ થયેલું જનસેવા કેન્દ્ર ભાજપના ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયાએ બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્યનું મદદ કાર્યાલય હોવા છતાં નારાજ થયેલા કાર્યકરોએ ખોલેલું જનસેવા કેન્દ્ર બંધ કરાવવા પ્રદેશ ભાજપમાં ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારી યોજનાઓના ફોર્મ સહિતના કામ આ કાર્યાલયમાં મફતમાં થતા હોવાથી તે બંધ થતાં લોકોમાં પણ ધારાસભ્ય પ્રત્યે રોષ ફેલાયો છે. ભાજપના ધારાસભ્ય એ જ વડાપ્રધાનના નામનું કાર્યાલય બંધ કરતા વલ્લભીપુર તાલુકા ભાજપમાં ભડકો થયો છે.
Jan 20, 2026 07:03 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરી-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા.22મી જાન્યુઆરીએ યોજવામાં આવશે.વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.તદઅનુસાર જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો નાગરિકો ગુરૂવાર, તા. 22મી જાન્યુઆરીના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.
Jan 20, 2026 06:50 pm
રાજકોટ મહાનગર પાલિકામાં સફાઈ કર્મચારીઓ દ્વારા ખોટી હાજરી પૂરવાનું કૌભાંડ સામે આવ્યું છે. મનપાના ફેસ રીડિંગ મશીનમાં સફાઈ કર્મચારીઓ મોબાઈલમાં ફોટા પાડીને મશીનમાં હાજરી પૂરે છે. આ પ્રકારે ડમી હાજરી પૂરનારાને સસ્પેન્ડ કરવા માગ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવતા અન્ય કર્મચારીઓમાં પણ અનેક પ્રકારના સવાલો ઉભા થયાં છે. કામદાર યુનિયન પ્રમુખે આ પ્રકારે હાજરી પૂરનારાને સસ્પેન્ડ કરવા માગ કરી છે.
Jan 20, 2026 06:36 pm
સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગના દરોડા દરમિયાન ચોરવીરામાંથી ગેરકાયદે ખોદકામ ઝડપાયું છે. 43 કૂવાઓ ખોદીને ખનીજ ચોરી થતી હતી. ખનન માફિયાઓ કોલસાનું ખનન કરતા હતાં. ચરખીઓ, પાઇપો, બકેટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Jan 20, 2026 06:23 pm
અમદાવાદ ફાયર વિભાગની પરીક્ષા રદ કરવામાં આવી છે. સહાયક સ્ટેશન ઓફિસર માટે રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પરીક્ષા યોજાઈ હતી. જેમાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષામાં 8 પોસ્ટ માટે 29 લોકો જોડાયા હતા.આગામી 11 ફેબ્રુઆરીએ ફરી યોજાશે પરીક્ષા
Jan 20, 2026 05:57 pm
2. Team Indiaની નવી T20I સિરીઝની જાહેરાત, 5 મેચ માટે આ દેશનો કરશે પ્રવાસ
3.Budget 2026: સૌથી નાનું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ કોના નામે? માત્ર 800 શબ્દોમાં જ બજેટ
4. BBL Fire : Babar Azam સ્ટેડિયમમાં હતો હાજર, અને અચાનક લાગી આગ, જુઓ VIDEO
5.Gir Gadhada માં હૃદયદ્રાવક ઘટના, પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે ગળી ઝેરી દવા
8.Casper Rudd ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટમાંથી નામ પાછું લેશે, સામે આવ્યું મોટું કારણ
9.Vadodara News : પાદરા તાલુકામાં સ્થિત જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષકે દારુ પીને ધમાલ કરી
Jan 20, 2026 05:31 pm
ગીર ગઢડામાં એક યુવકે પત્ની અને સાસરિયા પક્ષના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે પોતાની આપવીતી વર્ણવી હતી. યુવકના જણાવ્યા અનુસાર, તેની પત્ની સાથે અણબનાવ થતા તે પિયર જતી રહી હતી અને ત્યારબાદ તેની સામે ભરણપોષણનો કેસ પણ કરવામાં આવ્યો હતો. યુવકે વીડિયોમાં ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓ તેને સતત પરેશાન કરી રહ્યા હતા અને છૂટાછેડા આપવાના બદલામાં તેની પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી.
Jan 20, 2026 05:06 pm
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા દબાણ મુદ્દે મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે. ગંગાજળિયા તળાવમાં દબાણો હટાવાયા હતાં. સીટી બસ પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. આડેધડ પાર્ક કરેલા વાહનોને દંડ ફટકારાયો હતો. રિક્ષાઓને લોક મારી દેવાયા હતાં. રિક્ષા ચાલકોએ દબાણ ટીમ સાથે માથાકૂટ કરી હતી.
Jan 20, 2026 04:53 pm
સુરતના માંડવીમાં તડકેશ્વર ગામમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થઈ હતી. ટાંકીના ટેસ્ટીંગ દરમિયાન થયેલી દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોને ઈજા પહોંચી હતી. આ ટાંકીમાંથી લાખો લીટર પાણી વહી જતાં ગામમાં વરસાદી પાણી ભરાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં રાજ્ય સરકારે તાત્કાલિક એક્શન લીધા છે. સરકારે અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ નાયબ કાર્યપાલક અને કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરાયા છે.
Jan 20, 2026 04:42 pm
સુરેન્દ્રનગરના મુળીના સરા ગામે જનતા રેડનો બનાવ સામે આવ્યો છે. બુટલેગર દેશી દારુની હેરાફેરી કરતો હોવાનો આરોપ લગાવાયો છે. સ્કૂલ બેગમાં દારૂની હેરાફેરી થતી હોવાનો આરોપ લગાવાયો છે. બાળક પાસે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. સ્થાનિક યુવકોએ સ્કૂલ બેગમાંથી દારુ ઝડપ્યો હતો. દારુ વેચતી મહિલા બુટલેગર સામે કાર્યવાહી કરવા માગ કરાઈ છે. સ્થાનિકોનો પોલીસ આઉટ પોસ્ટ બહાર વિરોધ જોવા મળ્યો છે.
Jan 20, 2026 04:22 pm
અમદાવાદમાં નેશનલ સ્કૂલ બહાર થયેલી માથાકૂટમાં પોલીસે એકની ધરપકડ કરી છે. ઘાટલોડિયા પોલીસે દેવ વણઝારાની ધરપકડ કરી છે. દેવ વણઝારાનો ભાઈ નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. દેવના ભાઈની માથાકૂટ થતાં તેણે મારામારી કરી હતી. સ્કૂલ બહાર ચાર વિદ્યાર્થી અને ત્રણ લોકોએ સગીરને માર્યો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિની હાલત હાલમાં સ્થિર છે. સગીર સહિત આઠ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરાશે.
Jan 20, 2026 03:50 pm
બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તળાજાના ધારાસભ્ય ગૌતમ પરમારે કહ્યું હતું કે, SITની રચના થઈ છે અને તપાસ ચાલુ છે. ભોગ બનનારનો જયરાજ આહિર પર આરોપ છે. મારી વિરૂદ્ધ ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં વાત કરનારા આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા છે. પબ્લિસિટી માટે મારી ખોટી વાત ઉડાવી છે.
Jan 20, 2026 03:41 pm
21 થી 24 અને 28, 29 જાન્યુઆરીએ યોજાશે પરીક્ષા, પરીક્ષાને લઈ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું , પ્રથમ શિફ્ટમાં સવારે 9 થી 12 સુધી યોજાશે પરીક્ષા , બીજી શિફ્ટમાં બપોરે 3 થી 6 સુધી યોજાશે પરીક્ષા, 29 જાન્યુઆરીએ સવારે 9:00 થી 12:30 સુધી પરીક્ષા
Jan 20, 2026 03:37 pm
ચૂંટણીમાં EWS અનામત મુદ્દે સવર્ણ સમાજની બેઠક, પાટીદાર, ક્ષત્રિય, બ્રહ્મ સમાજ સહિતના સવર્ણ વર્ગની બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ, 109 જાતિઓની એક કમિટી બનાવવાનું નક્કી કરાયું, કમિટીમાં દરેક સમાજના આગેવાનને સ્થાન અપાશે, ઝવેરી પંચની ભલામણોને લાગુ કરવા પણ રજૂઆત, ઝવેરી પંચની ભલામણો લાગુ કરવામાં પણ ગેરરીતિનો આક્ષેપ
Jan 20, 2026 03:22 pm
કોલમ પર સેન્ટિગ કામ દરમિયાન અકસ્માત, 10 ફૂટ ઊંચાઈથી પટકાતા શ્રમિક યુવકને ગંભીર ઈજા, ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે વડોદરા ખસેડાયો, કન્સ્ટ્રક્શન સાઇટ પર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન, હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ વિના કરાઈ હતું છે કામ, કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી આવી સામે , ઘટનામાં બિહારના જુલફર ખાન નામ ના શ્રમિક યુવાનને પહોંચી ગંભીર ઇજાઓ
Jan 20, 2026 03:19 pm
એક ઘરના ત્રીજા માળે દીપડો ઘૂસ્યો, દીપડો ઘરમાં ઘૂસતા લોકોમાં ભયનો માહોલ, દીપડાને પકડવા વન વિભાગની મદદ લેવાઇ, પોલીસે 1 કિમી સુધી અવરજવર બંધ કરાવી, દમણ અને વલસાડ વન વિભાગની સંયુક્ત કામગીરી
Jan 20, 2026 02:53 pm
Jan 20, 2026 02:52 pm
નકલી આઇકાર્ડ, સરકારી સિક્કા ઝડપાયા, આરોપી મોબિન ઇકબાલ સૌદાગરની ધરપકડ, નંબર પ્લેટ વગરની કારમાં ફરતો હતો, PSIનું આઇકાર્ડ બનાવી તોડ કરતો હતો, ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ પણ બનાવતો હતો, મકાનમાંથી નંબર પ્લેટ વગરની 2 કાર મળી, કુલ 26 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
Jan 20, 2026 02:49 pm
ટેકનિકલ સર્વેલન્સના આધારે તમામ આરોપી ઝડપાયા, સાયબર માફિયાને બેંક ખાતા, ડોક્યુમેન્ટ ભાડે આપતા, આરોપીઓ એક ખાતાના 30 થી 50 હજાર વસુલતા, 212.87 કરોડના કૌભાંડનો મુખ્ય સુત્રધાર પ્રવિણ રાદડિયા
Jan 20, 2026 02:15 pm
લાજપોર જેલમાંથી જામીન પર છૂટેલા શ્રવણ જોશીને પાસા, શ્રવણ જોશી વતી ખંડણી લેનાર સંપત ચૌધરી પણ પાસા, રેશનિંગના દુકાનદાર પાસે શ્રવણે માંગી હતી ખંડણી, શ્રવણ જોશી અને સંપત ચૌધરી પર ખંડણીનો આરોપ
Jan 20, 2026 02:03 pm
કુખ્યાત અઝહર કિટલીની LCBએ કરી ધરપકડ, 15 લાખથી વધુ રોકડ, 2 મોબાઈલ, 1 કાર કબ્જે, આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો, જુહાપુરા વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ, આરોપી સામે ખંડણી અને ગુજસીટોકના 21 ગુના, આરોપી સ્થાનિકોને ડરાવીને ખંડણી માંગતો હતો, આરોપી પર હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધાયેલો છે
Jan 20, 2026 01:47 pm
અમરાપર ગામે કૃષ્ણ ગૌશાળા લાભાર્થે ડ્રો યોજાયો હતો, ડ્રોના નામે 3.9 કરોડથી વધુ ખંખેરી લીધાનો આરોપ , છેતરપિંડી કરનારા 7માંથી 5 લોકોને ઝડપી લેવાયા, રામદાસ બાપુ, લગધીર કારેલીયાની ધરપકડ, સુરેશ ઝરવરીયા, મેરા ડાભી, નરેશ સોલંકીની ધરપકડ, આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મંજૂર, બે આરોપી રમેશ જેજરીયા, હીરા ગ્રામભાડિયા ફરાર
Jan 20, 2026 01:40 pm
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ, હાલ ગુજરાતમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો મિશ્ર અનુભવ થશે. આગામી દિવસોમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. ખાસ કરીને 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના કારણે ઠંડીના અહેસાસમાં વધારો થશે, જેનાથી વાતાવરણમાં ચમકારો અનુભવાશે.
Jan 20, 2026 01:40 pm
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 19 વર્ષથી નાસતા-ફરતા બે રીઢા ગુનેગારોને ચિખોદરા ચોકડી પાસેથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ દિનેશ ઉર્ફે દિનુ શેતાન અને બદીયા કાળા નિનામા (બંને રહે. જાંબુઆ) એ વર્ષ 2007 માં વઘાસીના ભૂતનાથ મહાદેવ મંદિરમાં ધાડ પાડી હતી અને ત્યારથી તેઓ પોલીસને હંફાવી રહ્યા હતા. એલ.સી.બી. એ બાતમીના આધારે વોચ ગોઠવી આ બંને શખ્સોને દબોચી લીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેમને આણંદ રૂરલ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે.
Jan 20, 2026 01:39 pm
વર્ષ 2019માં લખનઉમાં થયેલી કમલેશ તિવારીની ચકચારી હત્યાના કેસના આરોપી યુસુફ પઠાણને સુરત પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસના કડક વલણ સામે આરોપીની શાન ઠેકાણે આવી હતી અને તેની પાસે જાહેર સ્થળે હાથ જોડાવી માફી મંગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, યુસુફ વિરુદ્ધ હાલમાં ખંડણી અને લુણાવાડા પોલીસમાં છેતરપિંડીના ગંભીર ગુનાઓ પણ નોંધાયેલા છે. ગુનાહિત માનસ ધરાવતા આ આરોપીને કાયદાનો પાઠ ભણાવવા માટે પોલીસે તેને જે તે સ્થળે લઈ જઈ તપાસનો દોર તેજ કર્યો છે.
Jan 20, 2026 01:39 pm
કરોડો રૂપિયાના બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સી હેરફેર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રૂ. 240 કરોડથી વધુના આ કૌભાંડમાં તપાસનો સકંજો કસતા EDએ મુખ્ય સૂત્રધાર શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાના સંબંધી સંજય કોટડીયાની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓને EDની ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તપાસ અર્થે તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મની લોન્ડરિંગના આ હાઈપ્રોફાઇલ કેસમાં થયેલી આ ધરપકડોથી આગામી દિવસોમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.
Jan 20, 2026 01:39 pm
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવાના વાનર વટ તળાવ ખાતે 450થી વધુ કાચા-પાકા મકાનો અને દુકાનો પર બુલડોઝર ફેરવી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. વાનર વટ, મહાલક્ષ્મી અને રોપડા તળાવના ઇન્ટર લિંકિંગ પ્રોજેક્ટને ગતિ આપવા માટે 10 હિટાચી અને 5 જેસીબીની મદદથી આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોલીસની 10 અને એએમસીની 8 ટીમો તૈનાત રહી હતી. અગાઉ 3 જાન્યુઆરીએ થનારું આ ડિમોલિશન સ્થાનિકોની 10 દિવસની મહોલત બાદ આજે અમલી બન્યું હતું, જેમાં 2010 પહેલા વસતા પાત્રતા ધરાવતા લોકો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક આવાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ચંડોળા અને ઈસનપુર બાદ વટવામાં હાથ ધરાયેલી આ કડક કાર્યવાહીથી તળાવ બ્યુટીફિકેશનના માર્ગમાં આવતા તમામ અવરોધો દૂર થયા છે.
Jan 20, 2026 01:39 pm
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 10% EWS રાજકીય અનામતની માંગ સાથે વડોદરાના સર્કિટ હાઉસમાં સવર્ણ સમાજની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ ચિંતન શિબિરમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિતના વિવિધ સવર્ણ સંગઠનોના અગ્રણીઓ એકમંચ પર આવ્યા હતા. બેઠકમાં દિનેશ બાંભણીયા, અલ્પેશ કથેરીયા, ધાર્મિક માલવીયા, વરુણ પટેલ, મનોજ પનારા અને રમજુભા જાડેજા જેવા આગેવાનોએ હાજરી આપી આગામી ચૂંટણીઓમાં આર્થિક રીતે નબળા વર્ગને અનામતનો લાભ આપવા રજૂઆત કરી હતી. સવર્ણ સમાજના આગેવાનોએ એકસૂરે માંગ કરી છે કે શિક્ષણ અને નોકરીની જેમ જ રાજકારણમાં પણ EWS અનામતનો અમલ કરવામાં આવે.
Jan 20, 2026 01:39 pm
વડોદરાના સરસિયા તળાવ પાસે આવેલા મગર સ્વામી આશ્રમ વિસ્તારમાં આજે વહેલી સવારથી કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં બફર ઝોનમાં આવેલા ઝૂંપડાં અને શેડ સહિત કુલ 38 પૈકીના 50% જેટલા કોમર્શિયલ દબાણો તોડી પાડવામાં આવ્યા છે. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે DCP, ACP અને PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સરકારી બિન નંબરી જમીનને ખુલ્લી કરાવવા માટે તંત્ર દ્વારા આ કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
Jan 20, 2026 01:39 pm
બનાસકાંઠાના જગાણામાં આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં ખરાબ ભોજનના કારણે 38 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 'સંદેશ ન્યૂઝ'ના રિયાલિટી ચેકમાં શાળાની ગંભીર લાલિયાવાડી સામે આવી છે, જેમાં બાળકો જાતે ભોજન પીરસતા જોવા મળ્યા હતા અને વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને ફ્રૂટ આપવામાં આવતું નથી તેમજ ભોજનની ગુણવત્તા અત્યંત ખરાબ હોય છે. અનેક વિદ્યાર્થીઓએ હોસ્ટેલ અને શાળામાં જ સારવાર લેવી પડી હતી, જે દર્શાવે છે કે બાળકોના સ્વાસ્થ્ય સાથે અહીં ગંભીર ચેડાં થઈ રહ્યા છે.
Jan 20, 2026 01:06 pm
યુનિવર્સિટીના કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે જનતા રેડ, રેડમાં લીલો ગાંજો, ગાંજો ભરેલી સિગારેટ મળી, મોટા પ્રમાણમાં ખાલી બોટલો પણ ઝડપાઇ, ગોગો પેપરના કાગળો પણ મળી આવ્યા, વિદ્યાર્થીઓ ગેરકાયદે કામ કરતા જોવા મળ્યા, પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા
Jan 20, 2026 01:04 pm
સરસિયા તળાવના મગર સ્વામી આશ્રમ પાસે ડિમોલિશન, 38માંથી 50% જેટલા કોમર્શિયલ દબાણ કરાયા દૂર, વહેલી સવારથી દબાણની કામગીરી હાથ ધરાઇ, બફર ઝોનમાંથી ઝૂંપડાં-શેડ તોડાયા, DCP, ACP, PI સહિતના પોલીસ અધિકારીઓ હાજર, દબાણ શાખાની ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી
Jan 20, 2026 01:02 pm
કલેક્ટર કચેરીના વધુ બે કર્મચારીઓની ધરપકડ , વહેલી સવારે EDએ બે કર્મચારીઓની કરી હતી પૂછપરછ, પૂરછપરછ બાદ બે કર્મચારીઓની ધરપકડ કરાઇ, બંને કર્મચારીઓને રિમાંડ માટે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાશે, બંને કર્મચારીઓ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી
Jan 20, 2026 01:01 pm
રાજકોટ મનપાની સામાન્ય સભામાં શાબ્દિક યુદ્ધ, ભાજપ કોર્પોરેટર વિનુ ધવાએ પીતો ગુમાવ્યો, વિપક્ષી નેતાને અભદ્ર શબ્દ કહી શાંતિથી બેસવા કહ્યું, સામાન્ય સભામાં કુલ 14 કોર્પોરેટરોએ 31 પ્રશ્નો મૂક્યા , કોંગ્રેસના 9 અને ભાજપના 22 પ્રશ્નો સામેલ હતા , વિપક્ષનો ટીપી કામગીરી, ફ્લાવર બેડ સહિતના મુદે વિરોધ
Jan 20, 2026 12:59 pm
વિદ્યાર્થીઓ પર સુરક્ષાની માગ સાથે ABVPના દેખાવો, ABVPએ સ્કૂલ પ્રિન્સિપાલને આપ્યું આવેદનપત્ર, શાળામાં બાઉન્સર, CCTV રાખવાની માગ, વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે કાઉન્સેલર રાખવા માગ, માંગણી ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
શાળા ડમી હોવાનો ABVPનો આરોપ , શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રમેશ અમિનનું નિવેદન, શાળામાં સુરક્ષા એજન્સી રાખવામાં આવશે, શાળામાં શિસ્ત સમિતિની નિમણૂંક થઇ છે
Jan 20, 2026 12:58 pm
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે પોતાનાથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ, ભાજપના દરેક કાર્યકર્તાના આ સંસ્કાર છે, દેશ સામે સૌથી મોટો પડકારો ઘુસણખોરોનો છે, વિશ્વભરમાં ઘુસણખોરોને દેશો બહાર કાઢે છે, કોઈ પોતાના દેશમાં ઘુસણખોરોને સ્વીકાર નથી કરતા, કોઈ દેશમાં ઘુસણખોરો સામે કાર્યવાહી પર સવાલ નથી થતા, અર્બન નક્સલો પણ દેશ સામે સૌથી મોટો પડકાર, અર્બન નક્સલીઓને હરાવવા પડશે
Jan 20, 2026 12:55 pm
અગાઉ હું ગુજરાતના ધંધુકામાં રોકાયો હતો, અગાઉ ધંધુકામાં પાણીની મોટી સમસ્યા હતી, પાણી ન હોવાથી લોકો મને રોકાવવાની ના પાડતા, આજે પાણીની સમસ્યાઓ દૂર થઈ ગઈ, સમાજનું કલ્યાણ એ અમારા સંસ્કાર, આદિવાસીઓ પ્રત્યેની અમારી સંવેદનમાં કોઈ કમી નથી, કોંગ્રેસની સરકારોએ આદિવાસીઓને ઉપેક્ષિત રાખ્યા, 100થી વધુ જિલ્લાનો ઉપયોગ પનિશમેન્ટ પોસ્ટિંગ માટે થતો, આવા જિલ્લાઓને પ્રાથમિકતા આપી, વિકાસ કર્યો, ભાજપનો મંત્ર છે છેવાડાના લોકોને પ્રાથમિકતા, જેને કોઈ પૂછતું નથી તેના પર અમે ફોકસ કર્યુ, ગરીબોને સમાન અવસર આપનારી કાર્યસંસ્કૃતિ, એક દાયકામાં 25 કરોડ લોકોએ ગરીબીને મ્હાત આપી, દલિત, પછાત, આદિવાસી પરિવારો ગરીબીમાંથી બહાર આવ્યા, રિફોર્મની યાત્રા હવે રિફોર્મ એક્સપ્રેસ બની ગઈ
Jan 20, 2026 12:51 pm
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે ભાજપમાં અધ્યક્ષ બદલાય છે પણ ભાજપ નથી બદલાતુ, નેતૃત્વ બદલાય પણ દિશા નથી બદલાતી, અમારા મૂળ જમીનની નીચે મજબૂત છે, નીતિન નબીન ભારતની વિરાસતને આગળ વધારશે, દેશના લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે, રાજનીતિમાં શરૂઆત કરનારને ભાજપ સુરક્ષિત, ઉત્તમ લાગે છે, ભાજપની યાત્રા જનવિશ્વાસ મેળવવાની અદભૂત યાત્રા રહી છે, જનતાનો વિશ્વાસ ભાજપ પર છે, ચૂંટણીઓમાં ભાજપનો સ્ટ્રાઈક રેટ ખૂબ ઊંચો રહ્યો
Jan 20, 2026 12:43 pm
PM મોદીએ સંબોધનમાં જણાવ્યું કે ભાજપની પ્રાથમિકતા કાર્યકર્તાના નિર્માણની પણ છે, હું કાર્યકર્તા છું, નીતિન નબીનજી મારા બોસ છે, રાજનાથસિંહના નેતૃત્વમાં સૌથી પહેલા પૂર્ણ બહુમત, કેન્દ્રમાં સતત ત્રીજી વખત બીજેપી અને NDAની સરકાર બની, નીતિન નબીને દરેક વખત પોતાને સાબિત કર્યા છે, નીતિનજીની સરળતાની ચર્ચા દરેક વ્યક્તિ કરે છે
Jan 20, 2026 12:42 pm
PM મોદીએ કહ્યું કે ભાજપના નવા અધ્યક્ષ નીતિન નબીનને શુભેચ્છા, સૌથી મોટા રાજકીય પક્ષના અધ્યક્ષ બનવા બદલ અભિનંદન, સંગઠન પર્વ BJPના લોકતાંત્રિક વિચારનું પ્રતીક, ભાજપે શૂન્યથી શિખર સુધીની સફર જોઇ છે, અનેક સાથીઓએ સંગઠનનો વિસ્તાર કર્યો છે, જનસેવા, રાષ્ટ્રસેવાના ભાવથી આગળ વધે છે BJP, BJP પંચાયતથી પાર્લામેન્ટ સુધી મજબૂત થઇ
Jan 20, 2026 12:35 pm
સમય મર્યાદા પૂર્ણ થઈ જવા છતાં નથી શરૂ થયો બ્રિજ, મેયરના વચનો અને કડક સૂચના છતાં બ્રિજ શરૂ ન થયો , અગાઉ મેયર દક્ષેશ માવાણીએ આપી હતી સૂચના, અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરને આપી હતી સૂચના , અધિકારીઓએ 7 જાન્યુઆરીની તારીખ આપી હતી, બ્રિજ શરૂ કરવાની બાંહેધરી છતાં શરૂ ન થયો બ્રિજ , દોઢ વરસથી મંથરગતિએ ચાલી રહ્યું છે કામ , બ્રિજનો એક તરફનો રેમ્પ તૈયાર થઇ જવાના આરે, ઉત્તરાયણ પછી શરૂ કરવાની આપી હતી બાંહેધરી , ઉત્તરાયણ પૂર્ણ થવા છતાં નથી શું નથી મળ્યું મૂહુર્ત? , બ્રિજ બંધ રહેતા વાહન ચાલકોને ભારે પરેશાની , મોટી સંખ્યામાં બ્રિજને કારણે થઈ રહ્યો છે ટ્રાફિક
Jan 20, 2026 12:22 pm
થરાદ ચાર રસ્તા પાસે થી રોયલ્ટી ની ચોરી કરતા બે ડમ્પર ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યા, ડમ્પરમાં રોયલ્ટીની ચોરી કરેલ કપસી ઝડપાઈ, બે ડમ્પર સહિત 80લાખ નો મુદ્દામાલ ઝડપી પોલીસ સ્ટેશનમાં સોંપ્યા,ખનીજ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
Jan 20, 2026 12:20 pm
Jan 20, 2026 12:10 pm
જેતલપુર અંડરપાસમાં ગટરના પાણી ફરી વળ્યા, અંડરપાસમાં ગટરના પાણીથી વાહનચાલકો પરેશાન, ગટરના પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ
Jan 20, 2026 12:09 pm
સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે બોલાચાલી, વિનુ ઘવા અને વશરામ સાગઠીયા વચ્ચે બોલાચાલી, બે નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ બેઠકમાં હોબાળો, સ્ટેન્ડિંગ ચેરમેને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો
Jan 20, 2026 11:35 am
કૌભાંડમાં સામેલ વાસ્મોના 4 અધિકારીની ધરપકડ , ગીરીશ વાળંદ અને નાથા ડામોરની કરી ધરપકડ , મહેન્દ્ર રાઠોડ અને જનાર્દન પટેલની ધરપકડ , CID ક્રાઈમે ચારેય કર્મચારીઓની ધરપકડ કરી , જિલ્લામાં રૂ.123.22 કરોડના કૌભાંડની ફરિયાદ
Jan 20, 2026 11:33 am
પ્રેક્ટિકલ બાદ થિયરીકલ પરીક્ષા ન યોજતા આક્રોશ, 11 મહિના પહેલા લેવાઈ હતી પ્રેક્ટીકલ પરીક્ષા , 20થી વધુ ઉમેદવારો મનપા કમિશનર કચેરી પહોંચ્યા, સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છે નોકરી વાંચ્છું ઉમેદવારો, 11 મહિના વિત્યા છતા પરીક્ષા નહીં લેવાતા રોષ
Jan 20, 2026 11:22 am
ધોકા અને લાકડીઓ વડે જાહેરમાં મારામારી, મારામારીનો વીડિયો વીડિયો થયો વાયરલ
Jan 20, 2026 11:21 am
બિલ્ડરો-નેતાઓની સાંઠગાઠના આક્ષેપ સાથે વિરોધ, ફ્લાવર બેડ મુદ્દે વશરામ સાગઠીયાએ કર્યો વિરોધ, હાથમાં પોસ્ટર સાથે કોંગ્રેસ નગરસેવકો દ્વારા વિરોધ, કોર્પોરેશને ટેક્સ પેટે કરોડો રૂપિયા વસૂલવાના બાકી, કોર્પોરેશને લોન લેવા માટે દોડવું પડે છે
Jan 20, 2026 11:20 am
ખોટી ID બનાવી લગ્ન સમયના ન્યૂડ ફોટા વાયરલ કર્યા, પોલીસે IT એક્ટના 2 ગુનામાં આરોપીની કરી ધરપકડ, સુખપર રેલવે ફાટક પાસેથી આરોપીને ઝડપી પાડ્યો
Jan 20, 2026 11:19 am
વાનર વટ તળાવ પાસે થોડીવાર માટે ડિમોલિશન સ્થગિત, ઘરમાં સામાજિક પ્રસંગ હોવાથી ડિમોલિશન સ્થગિત કર્યું, અન્ય સ્થળોએ ડિમોલિશનની કામગીરી યથાવત્ રખાઈ
Jan 20, 2026 10:54 am
Jan 20, 2026 10:53 am
અસરગ્રસ્ત માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ, વાનર વટ તળાવના રહીશો માટે આશ્રય ગૃહ , ઘર વિહોણાને આશ્રય ગૃહમાં અપાશે આશરો, 5 માળનું આશ્રય ગૃહ તૈયાર કરવામાં આવ્યું, દરેક ફ્લોર પર 3 કોમન રૂમ, 3 ફેમિલી રૂમ , ફાયર સેફટી, ખાણીપીણી સહિત વ્યવસ્થા
Jan 20, 2026 10:20 am
એકલવ્ય મોડલ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ, હાલ તમામ 33 વિદ્યાર્થીઓની હાલત સુધારા પર, ગઈકાલે ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલ ખસેડ્યા, રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થીઓને અપાશે ડિસ્ચાર્જ, ભોજન આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ
Jan 20, 2026 09:57 am
સવજી કોરાટ તાપીના બ્રિજ પરથી પડતું મૂક્યું, નદીમાંથી કપલની શોધખોળ હાથ ધરાઈ, શોધખોળ માટે બોટની પણ મદદ લેવાઈ
Jan 20, 2026 09:46 am
કામેશ્વર ગ્રુપ, દીપ બિલ્ડર્સના ત્યાં IT વિભાગના દરોડા, કામેશ્વર ગ્રુપના દીપેન પટેલની ઓફિસ, ઘરે તપાસ, નિકુંજ પટેલની ઓફિસ તેમજ નિવાસસ્થાને પણ તપાસ, દીપ ગ્રુપના દિનેશ પટેલ, અન્ય ભાગીદારોને ત્યાં પણ દરોડા, અલગ અલગ 30થી વધુ જગ્યાએ IT વિભાગના દરોડા
Jan 20, 2026 09:45 am
ફૂટ ઓવરબ્રિજ પર બેરોકટોક વાહનોની અવર જવર, આલીપોરમાં NH 48 બનાવ્યો છે ફૂટ ઓવરબ્રિજ , ફૂટ ઓવરબ્રિજ પર વાહનોથી અકસ્માતની ભીતિ, જાગૃત નાગરિકે વીડિયો સો. મીડિયામાં કર્યો વાયરલ
Jan 20, 2026 09:34 am
પડધરીના ખોખરીમાં વોકળામાં ડૂબી જતા મોત , 6 વર્ષીય અરુણ અને 27 વર્ષીય રાજેશ ડાવરનું મોત , 16 જાન્યુઆરીએ પિતા-પુત્ર થયા હતા ગુમ, તપાસ દરમિયાન વોકળામાંથી મૃતદેહ મળી આવ્યા , પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે, પડધરી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી
Jan 20, 2026 09:33 am
નાનીધારી ગામે મકાનમાં દીપડો ઘુસતા અફરાતફરી , વન વિભાગની ટીમે દીપડો પહોંચીને રેસ્ક્યુ કર્યુ , ટ્રેન્ક્યુલાઇઝ કરી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું , દીપડોનું રેસ્ક્યુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો
Jan 20, 2026 09:32 am
વાનર વટ તળાવે ડિમોલિશન કરતા સ્થાનિકોમાં રોષ, પાણી ભરાય, ખાડા પડે ત્યારે નથી આવતા, વર્ષોથી રહેતા હતા ઘર સામે ઘર આપવું જોઈએ, આંખોમાં આંસુ સાથે અન્ય સ્થળે જવા માટે મજબૂર, આંસુ લઈને ઘર વિહોણા જઈ રહ્યા છે અન્ય સ્થળે, બસમાં તમામને AMCના આશ્રય હોમ ખસેડ્યા, 200 લોકોને બસો દ્વારા શિફ્ટ કરવામાં આવ્યા , હાલ તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા આપી, તંત્ર ઘર સામે ઘર આપે તે જરૂરી
Jan 20, 2026 09:31 am
બસ અને ઓક્સિજન ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત, ખીજડીયા બાયપાસ પાસે અકસ્માત સર્જાયો, અકસ્માતના કારણે બસ રોડની નીચે ઉતરી ગઈ, બસમાં સવાર 36 પેસેન્જરને સુરક્ષિત બહાર કાઢ્યા, અડાલજથી જામનગર તરફ જઈ રહી હતી બસ , અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની નહીં
Jan 20, 2026 09:30 am
પ્રોપર્ટી ટેક્સ નહીં ભરતા વેપારીઓ સામે કાર્યવાહી, વારંવાર નોટિસ બાદ ટેક્સ નહીં ભરતા કાર્યવાહી, પાલિકાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ, 205 વેપારીઓએ તાત્કાલિક સ્થળ પર ટેક્સ ભર્યો, પાલિકાએ સ્થળ પર રૂ. 1.52 કરોડનો ટેક્સ વસૂલ્યો
Jan 20, 2026 09:27 am
રાજકોટ જિલ્લા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, પોલીસે બેરલ તોડી દારૂની બોટલો ઝડપી પાડી, પોલીસે દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો, 9 લાખથી વધુનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો
Jan 20, 2026 09:27 am
યુવક પાસેથી પોલીસનું ડુપ્લીકેટ ID અને વર્દી જપ્ત, SOG ટીમની તાંદલજા વિસ્તારમાં મોટી કાર્યવાહી, અલકબીર બંગ્લોઝમાં મકાન નં. 3 પર SOG ત્રાટકી , ઈસમ છેલ્લા 6થી 7 મહિનાથી મકાનમાં રહેતો હતો, ઝડપાયેલા યુવકના મકાનમાંથી મુદ્દામાલ પણ જપ્ત
Jan 20, 2026 09:26 am
UPSCના વિદ્યાર્થીઓને ફી લઈને થયા રફુચક્કર, વેસુમાં કેરિયર ફર્સ્ટ ક્લાસીસ સંચાલકો ફરાર, વિદ્યાર્થી પાસેથી લાખો રૂપિયા લીધાનો આક્ષેપ, બદલાયેલા માલિકે કારસ્તાન કર્યાનો આક્ષેપ
Jan 20, 2026 09:21 am
નિવૃત્તિના 5 વર્ષ બાકી હોય તેમને ટેટમાંથી મુક્તિ અપાશે, ટેટ પાસ ન હોય તેવા 2011 પહેલાના શિક્ષકોની યાદી મંગાવી, 2011 પછી લાગ્યા હોય અને ટેટ પાસ ન હોય તે યાદી મંગાવી, શિક્ષણ વિભાગે આવા શિક્ષકોની યાદી મંગાવી
Jan 20, 2026 08:51 am
આંબરડી ગામે પરિવારના સભ્યો વચ્ચે મારામારી, ધારીયા અને પથ્થર વડે એકબીજા પર હુમલો કરાયો, મારામારીમાં 3 મહિલા સહિત 8 લોકો ઈજાગ્રસ્ત, ખેતીની જમીન બબાતે બોલાચાલી બાદ મારામારી, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Jan 20, 2026 08:26 am
શાહીબાગ અંડરપાસ 6 દિવસ માટે બંધ કરાશે, 23થી 28 જાન્યુઆરી સુધી વાહનવ્યવહાર બંધ , બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે બંધ રખાશે
Jan 20, 2026 08:21 am
ગોળ, ઘી તેમજ દહીંના 6 જગ્યાના સેમ્પલ ફેલ, સફેદ ગોળમાં કલર મિક્સ કરતા હોવાનું ખૂલ્યું, તપાસમાં દહીંમાં ફેટની માત્રા ઓછી નીકળી, નજીવા રૂપિયા કમાવા માટે ભેળસેળિયા બેફામ, શુદ્ધ ઘીમાં વનસ્પતિ ઘી મિક્સ કરીને પધરાવતા, જ્યોતિ ફૂડ પ્રોડ્કટ, અક્ષર ઘીના નમૂના ફેલ, આકાશ મોટેલ્સ પ્રા.લીના નૂમના પણ ફેલ થયા, ન્યુ લક્ષ્મી કિરાણા, ક્રિષ્ના સુપર સ્ટોરના નમૂના ફેલ, તિરૂપતિ ઈન્ટરનેશનલ હોટેલના નમૂના પણ ફેલ
Jan 20, 2026 08:19 am
10 ટીમ બનાવી એક સાથે 10 જગ્યા પર સાથે ડીમોલેશન , પોલીસ, એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ સહિત 10 ટીમ બનાવી ડીમોલેશન
Jan 20, 2026 08:06 am
વટવાના વાનર વટ તળાવના રહીશો રખડી ન પડે માટે એએમસીએ કરી વિશેષ વ્યવસ્થા, રહીશોને અન્ય સ્થળે રહેવા માટે એએમટીએસ બસ રખાઈ સ્ટેન્ડ બાય, ઘર વિહોણા લોકોને આશ્રયગૃહ મળી રહે માટે એએમટીએસ બસમાં બેસાડી અન્ય સ્થળે લઈ જવાશે
Jan 20, 2026 07:59 am
દાદર વિસ્તારમાં ખનીજ માફિયાઓ થયા બેફામ, સરકારી સંપત્તિ લૂંટતા ભૂમાફિયાઓના કાળા કારોબારનો પર્દાફાશ, તંત્રની લાલ આંખથી ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ફફડાટ, રૂપિયા ૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કડક કાર્યવાહી, એક જેસીબી મશીન અને ચાર ટ્રેક્ટરો કરાયા સીઝ, પરવાનગી વગર માટી અને મોરમનું થતું હતું ખનન, ભૂમાફિયાઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા ઉઠી માંગ
Jan 20, 2026 07:57 am
સુરતની પાંડેસરા પોલીસે 5 આરોપીઓને પકડ્યા, ખાસ ઇન્ડસ્ટ્રી વિસ્તારના લોકોને કરતા હતા ટાર્ગેટ, પોલીસે આરોપી પાસેથી રૂ. 57 હજાર રિકવર કર્યા, તમામ પાસેથી 150 જેટલા ATM કાર્ડ પણ કબ્જે
Jan 20, 2026 07:54 am
પોલીસે આરોપી સાગર મોરબીયાને ઝડપી પાડ્યો, મગફળી મિલમાંથી સગીરાનું અપહરણ કર્યું હતું, કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, તપાસ દરમિયાન આરોપી સગીરા સાથે મળ્યો, તપાસમાં સગીરાએ દુષ્કર્મ થયાનો ખુલાસો કર્યો, પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી
Jan 20, 2026 07:53 am
કેદી પરવેઝ ઉર્ફે પરેશ અનવરઅલી શેખ પકડાયો, વરાછા પોલીસે ઝડપી લાજપોર જેલમાં મોકલ્યો, વર્ષ 2025માં આરોપી 15 દિવસના જામીન પર હતો, કેદી જામીન પર છૂટ્યા બાદ હાજર નહોતો થયો, પોતાની 7 વર્ષની દિકરી પર આચર્યું હતું દુષ્કર્મ, વર્ષ 2020માં દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી હતી , વર્ષ 2023માં કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી
Jan 20, 2026 07:32 am
વટવાના વાનર વટ તળાવને કરાશે ખાલી, 100થી વધુ કાચા પાકા બાંધકામને તોડી પડાશે, કેટલાક લોકોએ સ્વૈચ્છીક બાંધકામ દૂર કર્યા હતા, 500 પોલીસકર્મી, 300 મનપા કર્મીઓની તૈનાત, અગાઉ 3 જાન્યુઆરીએ કરવાના હતા ડિમોલિશન, સ્થાનિકોએ 10 દિવસની મહોલત માંગી હતી, સમય માંગતા ડિમોલિશન મોકૂફ રાખ્યું હતું, અગાઉ ચંડોળા, ઈશનપુરમાં કર્યું હતું ડિમોલિશન
Jan 20, 2026 07:31 am
લો વિઝિબિલિટીમાં ફ્લાઇટ ઉડાનને મળશે મંજૂરી, લો વિઝિબિલિટીના લીધે ફ્લાઇટ મોડી નહીં પડે, 350 મીટર રન-વે વિઝ્યુઅલ રેન્જમાં ઉડાન ભરશે, 22 જાન્યુઆરીથી ફ્લાઈટ ઉડાનની મંજૂરી અપાશે, હાલમાં 550 મીટર વિઝ્યુઅલ રેન્જ નિયમ લાગુ છે , એરપોર્ટ ઓથોરિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
Jan 20, 2026 07:19 am
નવનીત બાલધિયા કેસમાં વધુ 1 આરોપી ઝડપાયો, કોદિયા ગામના દિનેશ સોલંકીની ધરપકડ , તપાસના 15 દિવસમાં કુલ 11 આરોપીઓ પકડાયા, આરોપીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લવાયો, સમગ્ર વિસ્તારમાં પોલીસના કડક વલણથી ફફડાટ
Jan 20, 2026 07:18 am
લોકરક્ષક દળની 12,733 જગ્યા ભરતી , 22 જાન્યુ.થી ભરતી માટે શારીરિક કસોટી , 15 સ્થળે યોજાશે શારીરિક કસોટી , 10 લાખથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી , શારીરિક કસોટીની પ્રકિયા CCTV હેઠળ થશે , તમામ ગ્રાઉન્ડની મોનીટરીંગ માટે કંટ્રોલરૂમ કાર્યરત
Jan 20, 2026 07:17 am
CA ની પરીક્ષાના લીધે B-COM સેમ-1ની 23મીથી, CA ફાઉન્ડેશનો તા.18,20 અને 22મી પરીક્ષા જાહેર , માત્ર 22 જાન્યુ.નું પેપર 2 ફેબ્રુઆરીએ લેવાશે , ગુજ. યુનિના આ કાર્યક્રમના લીધે વિવાદ થયો હતો
Jan 20, 2026 07:16 am
બેંક સાથે કરોડોની ઠગાઈ કરતા કાર્યવાહી, EDએ 3 કંપનીની રુ.4.5 કરોડની મિલકત જપ્ત કરી, ઠગાઈના કેસમાં 4 માસ પહેલા દરોડા પાડયા હતા , ઓમ ફેબ,બાબા ટેકસ્ટાઈલ,લક્ષ્મી ફેબની મિલકતો જપ્ત
Jan 20, 2026 07:03 am
ગુજરાતના ધોલેરામાં સૌથી મોટું રોકાણ થશે, દિલ્હીમાં બંને દેશો વચ્ચે કરારો થયા , આંતરરાષ્ટ્રીય એરપોર્ટ,પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ખુલશે
પરમાણુ ઊર્જા અને અવકાશ ક્ષેત્રે પણ ભાગીદારી, ભારતનો મોટો વ્યૂહાત્મક અને ઊર્જા ભાગીદાર બનશે, વિદેશ સચિવે તેને "મેગા પાર્ટનરશિપ" તરીકે વર્ણવ્યું, UAE ધોલેરામાં સ્પેશિયલ ભાગીદારી કરશે , બંને પક્ષોએ ભાગીદારી પર વિચાર કરવાનો નિર્ણય લીધો
Jan 20, 2026 07:02 am
ચૂંટણીમાં EWSની માગને ગાંધીનગરમાં બેઠક મળશે, ગાંધીનગર સર્કીટ હાઉસમાં બપોરે 1 વાગ્યે બેઠક મળશે, 10 % EWSની જેમ ચૂંટણીમાં અનામત આપવા માગ , દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો રહેશે હાજર, વરુણ પટેલ, અલ્પેશ કથીરીયા પણ હાજર રહેશે, ક્ષત્રિય સંકલન સમિતિ, બ્રહ્મ સમાજ રહેશે હાજર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહેશે, હેમાંગ રાવલ સહિત આગેવાનો બેઠકમાં હાજર રહેશે
Jan 20, 2026 06:58 am
પોલીસે સગીર સહિત 9 લોકોને રાઉન્ડ અપ કર્યા, પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી, વિદ્યાર્થીઓ વચ્ચે તકરારમાં વિદ્યાર્થી પર હુમલો , ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો, વિદ્યાર્થી પર હુમલાની શિક્ષણમંત્રીએ લીધી ગંભીર નોંધ, સ્કૂલના વિદ્યાર્થી પર હુમલાની વિગતો માંગવામાં આવી
Jan 20, 2026 06:55 am
અમરેલીમાં 9.6 ડિગ્રી, નલિયામાં 11.2 ડિગ્રી, ડીસામાં 12.3 ડિગ્રી, દીવમાં 12.2 ડિગ્રી, અમદાવાદમાં 14.1, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, કંડલામાં 15.5 ડિગ્રી, રાજકોટમાં 13 ડિગ્રી, પોરબંદરમાં 12.8 ડિગ્રી, સુરતમાં 15.2 ડિગ્રી

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા