
Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Feb 19, 2026 11:51 pm
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં મોટાપાયે બદલી અને બઢતીનો ગંજીપો ચીપાયો છે. રાજ્ય સરકારે 129 હેડ નર્સને આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટ તરીકે બઢતી આપી છે. આ સાથે જ વહીવટી કારણોસર 22 આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રીટેન્ડેન્ટની તેમની વિનંતીના આધારે તાત્કાલિક બદલી કરવામાં આવી છે. સરકારના આ ઓચિંતા નિર્ણયથી આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં ભારે ફફડાટ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
Feb 19, 2026 11:37 pm
ગુજરાત સરકાર લગ્ન નોંધણી પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે. આવતીકાલે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવા નિયમોની મહત્વની જાહેરાત કરશે. આ નવા બદલાવથી રાજ્યભરમાં લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ કડક અથવા સરળ બની શકે છે. ખાસ કરીને સામાજિક સુરક્ષાને ધ્યાને રાખીને આ નવા નિયમો લાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા છે, જેના પર સૌની નજર ટકેલી છે.
Feb 19, 2026 11:26 pm
વડોદરાના વાઘોડિયા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ પડેલા ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આકાશી આફતને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વરસાદને પગલે માર્ગો ભીંજાયા હતા અને લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી હતી.
Feb 19, 2026 11:11 pm
કચ્છના ગાંધીધામમાં કરોડોના સાયબર કૌભાંડમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. સાયબર ક્રાઈમ પોલીસે આ કેસમાં વધુ એક આરોપી યુવરાજ સિંહ જાડેજાની ધરપકડ કરી છે. આ ટોળકીએ દેશભરમાં જાળ બિછાવી કુલ 182 કરોડનું આર્થિક કૌભાંડ આચર્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સાયબર માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Feb 19, 2026 10:45 pm
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 50 થી વધુ PG સીલ કરવામાં આવતા ભારે રોષ ફાટ્યો છે. નોકરીએથી પરત ફરેલા 150 થી વધુ યુવક-યુવતીઓએ આશ્રય છીનવાતા પ્રેમચંદનગરથી બોડકદેવ કચેરી સુધી રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો. રહેવાની વ્યવસ્થા ન હોવાથી પીજી સંચાલકો અને વિદ્યાર્થીઓએ આજે રાત્રે એએમસી કચેરી ખાતે જ રાત્રિ રોકાણ કરવાનું એલાન કર્યું છે. તંત્રની આ ઓચિંતી કાર્યવાહીથી અનેક લોકો અટવાયા છે.
Feb 19, 2026 10:25 pm
બોટાદની કે.એમ. દોશી ખાનગી શાળાના આચાર્ય દિનેશ ભૂવાને વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપમાં શાળામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આચાર્ય ઓફિસમાં વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરતો હોવાની વાલીઓએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પોક્સો (POCSO) અને જાતીય અપમાનિત કરવા બદલ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. શાળાના ટ્રસ્ટીઓએ આ કડક નિર્ણયની પુષ્ટિ કરી છે.
Feb 19, 2026 10:12 pm
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026નું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 329 જગ્યાઓ ભરાશે, જેમાં વર્ગ 1-2ની 100 અને ઇજનેરી સેવાની 70 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત TPEOની 43 અને વન સંરક્ષકની 26 જગ્યાઓ માટે એપ્રિલથી જૂન દરમિયાન જાહેરાત આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં આ જાહેરાતથી ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Feb 19, 2026 09:36 pm
અમદાવાદમાં દીપ અને કામેશ્વર ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગના દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારોનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન 17 કરોડની રોકડ અને 35 કરોડના દાગીના મળી આવ્યા છે. હજુ પણ 10 લોકર ખોલવાના બાકી હોવાથી બેનામી મિલકતો અને ગુપ્ત દસ્તાવેજોનો આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા છે. આ દરોડાથી શહેરના બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Feb 19, 2026 09:26 pm
બગસરા તાલુકાના નવા જાનજરીયા ગામની 'પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના' હેઠળ પસંદગી કરવામાં આવી છે. આ નિમિત્તે અમરેલી લીડ બેંક અને બેંક ઓફ બરોડા દ્વારા ગ્રામજનો માટે વિશેષ કેમ્પ યોજાયો હતો. જેમાં ટીડીઓ ચાવડા સાહેબ અને પીયૂષભાઈ શાહે સરકારી યોજનાઓ તથા સાયબર ફ્રોડથી બચવાની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Feb 19, 2026 08:44 pm
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગરમાં સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ યોજાયો હતો. નવી પેઢીને સંસ્કૃત ભાષાના અમૂલ્ય વારસા સાથે જોડવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં રાજ્યની 223 સંસ્થાઓ જોડાઈ હતી અને સંસ્કૃતના પ્રચાર-પ્રસારમાં જોડાયેલા 476 શિક્ષણસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. નવી પેઢી માટે સંસ્કૃત જ્ઞાન અનિવાર્ય હોવાનું મંચ પરથી જણાવાયું હતું.
Feb 19, 2026 08:05 pm
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કુબેરનગરની આદર્શ સ્કૂલ પાસેથી રાજસ્થાનના કુખ્યાત આરોપી દીપક બજરંગની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા દોઢ વર્ષથી રાજસ્થાનમાં લૂંટના ગુનામાં નાસતો ફરતો હતો. તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ પોલીસે પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે રાજસ્થાનના કોતવાલી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Feb 19, 2026 07:53 pm
વડોદરાના વારસીયા વિસ્તારમાં વગર વરસાદે રસ્તાઓ પાણી-પાણી થયા છે. મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દુર્ઘટનાને કારણે હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ થયો છે. સ્થાનિક રહીશોમાં તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. હાલ સમારકામની કામગીરી હાથ ધરવા માંગ ઉઠી છે.
Feb 19, 2026 07:33 pm
જૂનાગઢના માંગરોળમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની શરમજનક ઘટના સામે આવી છે. બામણવાડા ગામના એક શિક્ષકે સામાન્ય બાબતે ધોરણ-8 માં ભણતા 13 વર્ષના વિદ્યાર્થીને એટલી હદે નિર્દયતાથી માર્યો કે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાને પગલે વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા વાલીઓએ જવાબદાર શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. હાલ આ મામલે શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર છે.
Feb 19, 2026 07:24 pm
સુરતના કડોદરાના અંત્રોલીમાં બુટલેગરોનો આતંક, ગેંગવોરમાં 4 કાર ફૂંકી મારી
સુરતના કડોદરાના
અંત્રોલી ગામમાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગર ઈશ્વર અને તેના સાગરીતોએ અન્ય
બુટલેગર પ્રવીણના ઘર પાસે પાર્ક કરેલી 4 કારમાં આગ લગાવી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને
પગલે ગામમાં ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં કડોદરા પોલીસે ગુનો નોંધી
સમગ્ર આતંક પાછળના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Feb 19, 2026 07:16 pm
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્થાપના થયાને અંદાજે એક વર્ષ થયો છે, પરંતુ લોકોને સુખાકારી આપવામાં જાણે મન પણ અધિકારીઓને કાંઈ પડી ન હોય તેવો ઘાટ સર્જાયો છે. છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓ છે અને ભૂગર્ભ ગટર રોડ રસ્તા દિવાબત્તી જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ ઉપર આવેલ સંત સવૈયાનાથ ટાઉનશિપમાં અંદાજે 340 મકાન આવેલ છે. આ ટાઉનશિપમાં આજથી ત્રણ મહિના પહેલા વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્રારા ભુગર્ભ ગટનનું ખાતમુર્હુત તો કરી નાખ્યું, પરંતુ ખાતમુર્હુત કર્યા બાદ આ વિસ્તારને ભુર્ગભ ગટરની સુવિધાઓ આપવાની હતી તે ભૂલી ગઈ હોય, તેમ ત્રણ મહિના સુધી ભૂગર્ભ ગટરના પાઇપ નાખવા માટે ખાડાઓ ખોદી અને એમને તે મૂકી દીધેલ છે. જેથી કરીને આ વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Feb 19, 2026 06:52 pm
વાલિયા તાલુકાના શીર, દોલતપુર અને નવાનગર ગામના 70થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લા ચાર - પાંચ મહિનાથી શાળાએ જવા માટે દરરોજ પાંચ કિલોમીટર સુધી ચાલવા મજબુર બન્યા છે. ગામ સુધી એસટી બસની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે.
Feb 19, 2026 06:51 pm
અમરેલીમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જે કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. શારીરિક સંબંધ બાંધી ફોટો પાડી આપી ધમકી હતી. ફોટો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. બે આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. અતુલ અમલીયા અને સાગર સોલંકી નામના બે યુવકો સામે ફરિયાદ નોંધાઈ છે.
Feb 19, 2026 06:33 pm
વડોદરાની પાયોનિયર કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીનું નિવેદન સામે આવ્યું છે. પ્રોફેસર દેસાઈ દંપતી હેરાન કરતા હોવાના આરોપ આત્મહત્યા કરનાર વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યો છે.
Feb 19, 2026 06:31 pm
ગુજરાત સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના ઉમદા હેતુથી ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આયોજિત આ “સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ” માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ 2048 લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ.461.04 કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય ઉદ્યોગ સાહસિકોને વચેટિયાઓ વગર સીધી અને સરળ રીતે સહાય પહોંચાડવાનો છે.
Feb 19, 2026 06:27 pm
સુરત શહેરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આનંદીબેન પટેલે ગુજરાતના વર્તમાન સામાજિક માળખા અને ખાસ કરીને પાટીદાર સમાજમાં જોવા મળતા ભાગલા પર ખુલીને વાત કરી હતી. તેમણે સમાજને એકતાનો સંદેશ આપતા ‘પટેલવાદ’ પર આકરા પ્રહાર કર્યા હતા. આનંદીબેન પટેલે મંચ પરથી પ્રશ્ન કર્યો હતો કે, "આપણે ક્યાં સુધી કડવા અને લેઉવા પાટીદારના નામે વહેંચાયેલા રહીશું?" તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમાજમાં ઉભી થયેલી આ વહેંચણી પ્રગતિમાં બાધક છે.
Feb 19, 2026 06:26 pm
Feb 19, 2026 06:25 pm
સુરતના રાંદેશ વિસ્તારમાં 35 લાખની લૂંટની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ કરવામાં આવી છે. ટૂ-વ્હીલર પર આવેલા લોકોએ લૂંટ ચલાવી છે. રાંદેરના મોરા ભાગળમાં જાહેર રોડ પર લૂંટ થઈ હતી. કારના કાચ તોડીને નાણાં લઇ થયા ફરાર છે. ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ઘટના સ્થળે છે.
Feb 19, 2026 06:06 pm
મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાંસદાના ટેક્નિકલ આસિસ્ટન્ટ ડિસમિસ કરવામાં આવ્યા છે. ટેક્નિકલ આસિસ્ટન્ટ રવિન્દ્ર થારોટે ફરજમુક્ત કરાયા છે. સિંગાડમાં મનરેગાની કામગીરીમાં ભ્રષ્ટાચાર કર્યો હતો. ગ્રામ વિકાસ એજન્સી નિયામકે કાર્યવાહી કરી છે. વાંસદા TDOના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.
Feb 19, 2026 06:02 pm
અમદાવાદ મનપાની બેઠકમાં કોંગ્રેસનો હોબાળો થયો છે. વી.એસ.હોસ્પિટલ બજેટ પર હોબાળો થયો છે. કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે વોકઆઉટ કર્યું છે. ઇકબાલ શેખને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીના આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજશ્રીએ જણાવ્યું કે, ‘વી.એસ.હોસ્પિટલમાં સૌથી વધુ કૌભાંડ થયા’.
Feb 19, 2026 06:00 pm
Feb 19, 2026 06:00 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
Feb 19, 2026 05:52 pm
Feb 19, 2026 05:34 pm
વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજા ગૃહ કાર્યવાહી જોવા પહોંચ્યા છે. પુત્રી સાથે પહોંચ્યા રવિન્દ્રસિંહ જાડેજા વિધાનસભા ગૃૃહમાં પહોંચ્યા હતા. રિવાબા જાડેજાએ પ્રાથમિક શિક્ષણના જવાબ આપ્યા હતા.
Feb 19, 2026 05:32 pm
રાજ્યમાં હવે ગરમીનો રાઉન્ડ શરુ થશે. ગુજરાતવાસીઓ ગરમીથી શેકવા તૈયાર રહો. 24 કલાકમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય છે. સિસ્ટમ સક્રિય થતાં તાપમાનમાં વધારો થશે. 34.3 ડિગ્રી સાથે ડીસમાં સૌથી ઉંચુ તાપમાન નોંધાયું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી છે.
Feb 19, 2026 05:27 pm
પંચમહાલમાં પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. લાકડાના ફટકા મારીને પત્નીએ પતિની હત્યા કરી હતી. પતિની હત્યા કરી આરોપી પત્ની ફરાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી. સારવાર દરમિયાન 25 વર્ષિય પતિ ટીના નાયકનું મોત થયું હતું. આ ઘટના ઘોઘંબા તાલુકાના ભોજપુરા ગામની છે.
Feb 19, 2026 05:21 pm
ગુજરાત ચૂંટણીઓને લઇ દિલ્હીમાં કોંગ્રેસની બેઠક યોજાઈ છે. અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે. રાહુલ ગાંધી સહિત નેતાઓ બેઠકમાં હાજર રહ્યા છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક બેઠકમાં હાજર રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ બેઠકમાં હાજર રહ્યા છે.
Feb 19, 2026 05:20 pm
Feb 19, 2026 05:19 pm
Feb 19, 2026 05:19 pm
અરવલ્લી મેઘરજમાં મહિલા સાથે દુષ્કર્મ,કૌટુંબિક શખ્સે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ,અલગ-અલગ સ્થળો પર લઇ જઇ હવસનો ભોગ બનાવી,મૌન રહેવા માટે મહિલાને ધમકી આપ્યાનો આક્ષેપ,મહિલાએ પતિને જાણ કરતા ફરિયાદ નોંધાવી,આરોપીની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી.
Feb 19, 2026 04:46 pm
વડોદરામાં વોર્ડ નં-12માં ખરાબ રોડની સમસ્યા,સારા રોડ બતાવનારને ઇનામ જાહેર કરાયું,કોંગ્રેસ નેતા રાકેશ ઠાકોરે 1 હજારનું ઇનામ જાહેર કર્યું,તૂટેલા રોડના બેનર લગાવી ઇનામની જાહેરાત કરી,સળંગ એક થી દોઢ કિમીનો રસ્તા બતાવશે તેને ઇનામ.
Feb 19, 2026 04:46 pm
સુરતના તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી થવા મુદ્દે ખુલાસો,આરોપીઓએ સોઇલ રિપોર્ટ ન કર્યો હોવાનો ખુલાસો,અગાઉના હરિયાલ ગામના પ્રોજેક્ટના આંકડા મેન્શન કર્યા,આરોપીઓએ અન્ય ટાંકીના ફોટા બતાવ્યા હતા,અન્ય ફોટો બતાવીને નાણાં પાસ કરાવ્યા હતા,ઊંડાઇમાં પણ ગેરરીતિ કરી નાણાંની ઉચાપત કરી,આરોપીએ ડુપ્લીકેટ નક્શો બનાવ્યો હોવાનો આક્ષેપ,પોલીસે સેસન્સ કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું,અલગ-અલગ 19 મુદ્દાઓ ટાંકવામાં આવ્યા.
Feb 19, 2026 04:39 pm
ડાંગ જિલ્લા વનવિભાગ અને પોલીસનું સંયુક્ત ઓપરેશન,ડાંગ જિલ્લા ઉત્તર વનવિભાગ વિસ્તારમાં સાગના લાકડા ભરેલ xuv કાર પકડાઈ,ફોરેસ્ટ અધિકારીઓને મળેલ બાતમી મુજબ એલસીબી ને સાથે રાખી તપાસ કરતાં લાકડા ભરેલ કાર ઝડપાઇ,ચીકટીયા ગામ નજીક પસેન્જર કારમાં ખીચોખીચ ભરેલા 1,650 ઘનમીટર સાગ ના લાકડા નંગ 9 મૂકી તસ્કરો ફરાર,લાકડાની કિંમત રૂપિયા 59,750 અને કારની કિંમત રૂપિયા 2,70,000 મળી કુલ 3,29,730 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે,અંધારાનો લાભ લઈ ફરાર તસ્કરોને પકડી પાડવા વનવિભાગે ચક્રો ગતિમાન કર્યા.
Feb 19, 2026 04:39 pm
દિલ્હી ખાતે UCC સમિતિની મહત્વની બેઠક યોજાઈ,જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને બેઠક,બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટના હાલના પાસા ચર્ચાયા,સમાનતા આધારિત કાયદાકીય માળખું તૈયાર થશે,અત્યાર સુધી તૈયાર કરેલા કાયદાના મુસદ્દાની સમીક્ષા,લગ્ન, છૂટાછેડા, વારસા હક્ક જેવા વિષયો પર ભાર મુક્યો,સામાજિક-ધાર્મિક સંગઠનો સાથે ચર્ચા બાદ મુસદ્દો તૈયાર થયો.
Feb 19, 2026 04:28 pm
બ્રિટેનના કિંગ ચાર્લ્સના ભાઇની ધરપકડ,થેમ્સ વેલી પોલીસે એન્ડ્રયુની ધરપકડ,એન્ડ્રયુ માઉન્ટબેટન વિંડસરની ધરપકડ,એન્ડ્રયુ પર પદનો દુરુપયોગનો આક્ષેપ.
Feb 19, 2026 04:28 pm
પટેલ સમાજમાં વિખવાદ મુદ્દે આનંદી પટેલની ટકોર,ક્યાં સુધી કડવા-લેઉવાના નામે વહેચાયેલા રહીશું?,‘હું પણ પટેલ છું, મારામાં ક્યાંય પટેલવાદ નથી’,મને પટેલ હોવાનો ગર્વ છેઃ આનંદીબેન પટેલ,‘નેતૃત્વ અને સેવા સાથે જોડાયેલા હોવાનો ગર્વ છે’,સુરત પ્રવાસ દરમિયાન આનંદીબેન પટેલે કરી વાત.
Feb 19, 2026 04:27 pm
પંચમહાલ પોલીસની મોટી કાર્યવાહી, 20 વર્ષથી ફરાર આરોપી જેલના સળિયા પાછળ,શહેરા પોલીસ મથકના ૨૦ વર્ષ જૂના ગુનામાં નાસતો-ફરતો આરોપી ખેડાથી ઝડપાયો,અપહરણ-બળાત્કારનો આરોપીને પેરોલ ફલો સ્કોવોર્ડની ટીમે ઝડપી પાડ્યો,આરોપી ભોપત ઉર્ફે ભુપતભાઈ અમરાભાઇ રાઠોડ ને ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વજેવાલ ગામે થી ઝડપી પાડ્યો,૨૦ વર્ષ જૂના અપહરણ અને દુષ્કર્મનો વોન્ટેડ આરોપી આખરે જેલના સળિયા પાછળ.
Feb 19, 2026 04:16 pm
જામ ખંભાળીયામાં નગરપાલિકા વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ.રાવળ પાડા રહેણાંક વિસ્તારમાં સતત ઉભરાતી ગટરોના પગલે ગંદકીથી ખદબદી ઊઠ્યો.મુખ્ય માર્ગ પર ભરાયેલા રહેતા ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહનચાલકો મજબૂર.
Feb 19, 2026 03:57 pm
અમરેલીના વડિયામાંથી બિન અધિકૃત અનાજ ઝડપાયું,ઢૂંઢિયા પીપળીયા નાકા પાસેથી અનાજ ઝડપાયું,રીક્ષામાંથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો,સરકારી અનાજ સગેવગે કરવાનું ચાલી રહ્યું હતું કૌભાંડ.
Feb 19, 2026 03:56 pm
બોટાદના શિક્ષણ જગતમાં લાંચન લગાવતી ઘટના, આચાર્યએ વિદ્યાર્થિનીઓની છેડતી કરતા ફરિયાદ,ઓફિસમાં આવેલી વિદ્યાર્થિનીઓની કરી હતી છેડતી,વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા હતા,વિદ્યાર્થિનીએ ઘરે જઇ પિતાને વાત કરતા ફરિયાદ,આચાર્યએ વાલીઓને જાતી વિષેયક અપમાનીત કર્યા,પોક્સો સહિતની કમલ હેઠળ આચાર્યની અટકાયત કરી.
Feb 19, 2026 03:42 pm
ગાંધીનગરમાં ભાજપના MLA કસરત કરતા જોવા મળ્યા, નવા ધારાસભ્ય નિવાસસ્થાને જીમ સુવિધાનો લાભ,ભગા બારડ, મુકેશ પટેલે જિમમાં પરસેવો પાડ્યો,પ્રવિણ ઘોઘારીએ જિમમાં પરસેવો પાડ્યો,ધારાસભ્યનો જિમ કરતો વીડિયો વાયરલ.
Feb 19, 2026 03:42 pm
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,બોર્ડ-કોર્પો.ને જમીન ફાળવણીની 23 દરખાસ્ત મંજૂર,પાણી પુરવઠા બોર્ડ, જેટકોને જમીન ફાળવી,ગુજરાત મેરીટાઇમ બોર્ડને જમીન ફાળવી,ગુજરાત પાવર કોર્પોરેશનને જમીન ફાળવી,કુલ 1.22 કરોડ ચો.મીટરથી વધુ જમીનની ફાળવણી,GPCLને બનાસકાંઠાના રાધાનેસડામાં જમીન ફાળવી,1.20 કરોડ ચો.મી.થી વધુ જમીન ફાળવી,આ જમીનો પર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ કાર્યરત થશે.
Feb 19, 2026 03:41 pm
ગોધરામાં દુકાનમાંથી 16,500ના ડ્રેસની ચોરી,ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ,બગીચા રોડ પરની દુકાનમાં ચોરીની ઘટના,4 મહિલાઓએ ડ્રેસ લેવાના બહાને કરી ચોરી,ચેન્જિંગ રુમમાં જઇ 22 ડ્રેસની ચોરી કરી ફરાર,દુકાન માલિકે સ્ટોક ચેક કરતા ચોરીનો ભાંડો ફૂટ્યો.
Feb 19, 2026 03:32 pm
સુપ્રીમ કોર્ટે CAA પર સુનાવણીની તારીખ નક્કી કરી,5 મેથી સુપ્રીમ કોર્ટ CAA પર કરશે સુનાવણી,CAA વિરુદ્ધ 237 અરજીઓ SCમાં દાખલ,અરજીમાં CAAને મુસ્લિમ વિરોધી ગણાવી,CAAમાં મુસ્લિમ સમુદાય સાથે ભેદભાવનો આરોપ,અરજીમાં મુસ્લિમ સમાજ સાથે ભેદભાવનો આરોપ,અરજી પર CJI બેંચ કરશે સુનાવણી.
Feb 19, 2026 03:32 pm
વાપી–દમણ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં મોટી સફળતા, ગુજરાત ATSને મળી મોટી સફળતા,મુખ્ય આરોપી મેહુલ ઠાકુર UPમાંથી ઝડપાયો,ATSના ACP એસ.એલ.ચૌધરીનું નિવેદન,રેડ સમયે મેહુલ નેપાળ ભાગી ગયો હતો,મેહુલ અને વિવેક નેપાળમાં રહેતા હતા,વારાણસી આવતા માહિતીના આધારે ઝડપાયો,આ કેસમાં અગાઉ 3 આરોપીની ધરપકડ,મોહન, સોનુ ભારદ્વાજ, નિલેશ પાંડેની ધરપકડ,મેહુલે ડ્રગ્સ બનાવવા નાણાં અને જગ્યાની વ્યવસ્થા કરી,આરોપીના 25 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મજૂંર થયા.મેહુલ અગાઉ સલીમ મેમણના હત્યાના ગુનામાં ઝડપાયો,આ કેસમાં વોન્ટેડ વિવેક રાય હજુ ફરાર.
Feb 19, 2026 03:18 pm
અમદાવાદમાં ચાલતા PG પર AMCની લાલ આંખ,બોડકદેવ વોર્ડમાં ચાલતા 25 પીજી સીલ કરાયા,પ્રેમચંદ નગરમાં ચાલતા પીજીને સીલ કરાયા,નિયમોનું પાલન, નોટિસનો જવાબ ન આપતા કાર્યવાહી,કડક કાર્યવાહીને લઇ PG સંચાલકોમાં ફફડાટ.
Feb 19, 2026 03:18 pm
સુરતમાં કરોડોની છેતરપિંડી કરનાર ઝડપાયો,પોલીસે આરોપી સાહિલ શાહને ઝડપી પાડ્યો,ત્રણ વેપારી પાસેથી હીરા મેળવી છેતરપિંડી કરી,હીરા વેચી પૈસા વેપારીઓને ન આપી ફરાર થયો હતો,જુગારમાં પૈસા હારી જતા છેતરપિંડીને અંજામ આપતો.
Feb 19, 2026 03:06 pm
ટંકારાના હમીરપર ગામના પાટિયા નજીક અકસ્માત, પંચ ગાડી અને વેગનઆર કાર વચ્ચે સર્જાયો અક્મસત,અકસ્માતમાં ૬ લોકોને ઇજા થતા પડધરી સારવાર માટે ખસેડવામાં આવ્યા,ધટનાની જાણ બાદ ટંકારા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ.
Feb 19, 2026 03:05 pm
3.AI Impact Summit 2026: મુકેશ અંબાણીએ કહ્યું, ભારત વિશ્વની અગ્રણી AI શક્તિઓમાંની એક તરીકે ઉભરી આવશે
4. Kheda News: નરાધમ શિક્ષકની હેવાનિયત, 9મા ધોરણની વિદ્યાર્થિને બનાવી હવસનો શિકાર
5.Navsari: જય ભેરુનાથ ટાવરના 9મા માળેથી છલાંગ લગાવી મહિલાનો આપઘાત
6.Allahabad High Courtનું લિવ-ઇન સંબંધો અંગે સામે આવ્યું સૌથો મોટું નિવેદન
8.Surat: એરપોર્ટ પર કસ્ટમ્સનું મેગા ઓપરેશન, બેંગકોકથી લાવવામાં આવેલો 3.20 કરોડનો ગાંજો ઝડપાયો
9.Chandra Grahan 2026 In India: હોળી પર થશે ચંદ્રગ્રહણ, જાણો કઇ રાશિના જાતકોએ સાચવવુ ?
10.યુદ્ધના તણાવ વચ્ચે Iran માં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા, કોઇ જાનહાનિ નહીં
Feb 19, 2026 02:52 pm
હોળી-ધૂળેટી દરમિયાન STની વધુ 1,300 બસ દોડશે,એસટી નિગમ 7,500 ટ્રીપનું સંચાલન કરશે,મુસાફરોની સુવિધા વધારવા નિર્ણય,દ્વારકા - ડાકોર જતાં દર્શનાર્થીઓ માટે ખાસ સુવિધા,એસટી નિગમે વધારાની 450 બસ ફાળવી,27 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન સેવામાં વધારો.
Feb 19, 2026 02:52 pm
જુનાગઢના ભવનાથમાં સાધુઓ વચ્ચે સંગ્રામ,ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો,અમરગિરી બાપુનું વિવાદ મુદ્દે મોટું નિવેદન,‘મૃગીકુંડમાં ગૃહસ્થોના સ્નાનનો વિવાદ વકર્યો’,‘સાધુઓ વચ્ચેનો વિવાદ જરાય શોભનીય નથી’,‘કલેક્ટર તાત્કાલિક મહંતની નિમણૂક જાહેર કરે’,‘ભાજપને બદનામ કરવાનું મોટું ષડયંત્ર ચાલે છે’,‘દીકરીઓ સાથેના વર્તન મામલે રોષ ઠાલવ્યો’,‘આશ્રમમાં નશાના વ્યવસાયનો ગંભીર આક્ષેપ કર્યો’,‘રમેશગીરીના ખૂન કેસમાં હાથ હોવાનો આક્ષેપ’,‘ગુંડાતત્વો સામે સરકાર કડક કાર્યવાહી કરે’,ભવનાથ પચાવી પાડવાના પ્રયત્નોનો ખુલાસો.
Feb 19, 2026 02:37 pm
હિંમતનગરમાં કારમાંથી નશીલો પ્રદાર્થ ઝડપાયો
હિંમતનગરના આરટીઓ સર્કલ પાસેથી કારમાંથી હાઈબ્રિડ ગાંજો અને ચરસ જથ્થો.ગ્રામ્ય પોલીસ વિસ્તાર માંથી ઝડપાયો લાખો નો નશીલો પ્રદાર્થ.એસઓજીએ કારની તલાશી લેતા કારમાંથી ત્રણ અલગ અલગ પાર્સલમાંથી માદક પદાર્થ ઝડપાયો.કારમાંથી ૧.૭૮ લાખનો ૪૮ ગ્રામ હાઈબ્રિડ ગાંજો, ૪૦ ગ્રામ ચરસ અને ૭૨૦ ગ્રામ ગાંજો ઝડપાયો.એસઓજીએ માદક પદાર્થ સાથે બે આરોપીઓની ધરપકડ કરી.
Feb 19, 2026 02:24 pm
અમરેલીના રાજુલામાં રિક્ષા પલટી જતા અકસ્માત,ભાવનગર-સોમનાથ હાઇવે પર અકસ્માતની ઘટના,રિક્ષાની બ્રેક ફેલ થતા પલટી મારી જતા અકસ્માત,રિક્ષામાં સવાર આઠ જેટલા પેસેન્જરોને ગંભીર ઇજા,ઇજાગ્રસ્તોને રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા,ધારાસભ્ય હીરા સોલંકી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા.
Feb 19, 2026 02:06 pm
આસારામ આશ્રમ પર ફરશે તંત્રનું બુલડોઝર,હાઇકોર્ટની ડબલ બેંચે આપી લીલી ઝંડી,સિંગલ જજના હુકમને ડબલ બેંચે માન્ય ગણાવ્યો,આસારામની અરજી HCની ડબલ બેંચે ફગાવી,આશ્રમ ન તોડવા HCમાં આસારામની માંગ હતી.
Feb 19, 2026 02:06 pm
જંબુસર ST ડેપો મેનેજરને સસ્પેન્ડ કરાયા,ડેપો મેનેજર એન સી રાઠોડને સસ્પેન્ડ કરાયા,સીટ ડેમેજ, ઓઇલ લીકેજ જેવા મુદ્દે કાર્યવાહી,વારંવાર સૂચના છતા બેદરકારી રાખતા કાર્યવાહી,વિભાગીય નિયામક એસ.એચ.જોશીએ કરી કાર્યવાહી.
Feb 19, 2026 01:59 pm
ખેડામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના,શિક્ષકનું ધોરણ 9ની વિદ્યાર્થિની પર દુષ્કર્મ,ઠાસરા તાલુકાના ગામની ઘટના, શિક્ષક શૈલેષ રાઠવા વિદ્યાર્થિનીને હેરાન કરતો,શિક્ષકથી કંટાળી વિદ્યાર્થિની સાવલી ભણવા ગઇ,સાવલી ગયા બાદ પણ શિક્ષકે પીછો ના છોડ્યો,શિક્ષક વિરુધ્ધ પોક્સો હેઠળ ફરિયાદ.
Feb 19, 2026 01:57 pm
નવસારીમાં મહિલાની 9મા માળેથી મોતની છલાંગ,બીલીમોરા ખાતે અગમ્ય કારણોસર આપઘાત કર્યો,જય ભેરુનાથ ટાવરમાં 9મા માળેથી છલાંગ લગાવી,મહિલાની આત્મહત્યાને લઇ પોલીસની તપાસ.
Feb 19, 2026 01:56 pm
લાલકિલ્લા પાસેથી એક સંદિગ્ધની ધરપકડ,સંદિગ્ધ કાશ્મીરના પુલવામાનો રહેવાસી,વ્યક્તિનું ઓળખકાર્ડ નકલી નીકળ્યું,પૂછપરછમાં પોતાને NIA ઓફિસર ગણાવ્યો,આરોપીની સાથે એક સગીર છોકરો પણ હતો,તપાસમાં આરોપી ઠગ નીકળ્યો,નોકરી આપવાની લાલચે કરતો ઠગાઇસગીર પણ આરોપીની છેતરપિંડીની શિકાર.
Feb 19, 2026 01:30 pm
GMC સામાન્ય સભા પર મેયર મીરા પટેલનું નિવેદન,1918 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયુ : મેયર,ભવિષ્યને ધ્યાનમાં રાખી બજેટ બનાવાયું : મેયર,કોંગ્રેસ કાર્યકરોની અટકાયત પર મેયરનું નિવેદન,હું સભામાં હતી મને ઘટનાની જાણ નથીઃ મેયર,કોંગ્રેસનું કામ ખાલી વિરોધ કરવાનું છેઃ મેયર,અમે લોકોની સુવિધાઓમાં વધારો કર્યોઃ મેયર,અમારા કોર્પોરેટર સેવાઓ આપે છેઃ મેયર.
Feb 19, 2026 01:29 pm
AI સમિટમાં PM મોદીનું સંબોધન,AIનો ઉપયોગ માનવ કલ્યાણમાં કરાયઃ PM,AI આપણા કામને સ્માર્ટ અને ઝડપી બનાવે છેઃ PM,AI માનવતાની ભલાઇ માટેઃ PM,AIના એથિકલ ઉપયોગને પ્રોત્સાહન મળેઃ PM,AIને યોગ્ય દિશા આપવી જરુરીઃ PM,ભારત AIનું નેચરલ હબ બની રહ્યું છેઃ PM,AI ટ્રેનિંગ માટે ડેટા ફ્રેમવર્ક બનેઃ PM,પાવર નહીં એમ્પાવર કરવાનું છેઃ PM,AI સુરક્ષા નિયમ સ્પષ્ટ અને પારદર્શી બનેઃ PM,કોરોના કાળમાં ટેકનિકની તાકાત જોઇઃ PM.
Feb 19, 2026 01:26 pm
જંગલેશ્વર દબાણને લઇ કમિશનર તુષાર સુમેરાનું નિવેદન,1,400થી વધારે લોકોને નોટિસ અપાઇઃ સુમેરા,23 તારીખથી ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે,નદીકાંઠા પર આવેલા મકાનો તોડી પડાશે,ટીપી રોડ પરના ગેરકાયદેસર બાંધકામ દૂર કરાશે,સાત ઝોનમાં કામગીરી હાથ ધરાશે.
Feb 19, 2026 01:25 pm
સામાજીક કાર્યકર શૈલેષ અમીનના આક્ષેપ
7,600 કરોડનું બજેટ છતાં ભરતીમાં ઉદાસીનતા
ઝોનના ડે.કમિશનર, સિટી એન્જિનિયરની પોસ્ટ ચાર્જમાં
વિવિધ વિભાગના કાર્યપાલક ઈજનેરો પણ ચાર્જમાં
ટાઉન પ્લાનિંગના HOD, TDO પણ એક જ
ફૂડ સેફ્ટી ઓફિસરોની જગ્યાઓ ખાલી
વિકાસના કામો પર પડી રહી છે સીધી અસર
શાસકપક્ષ મહેકમ મુજબ ભરતી કરવામાં ઉદાસીન
Feb 19, 2026 12:50 pm
41 લાખ ની 8724 બોટલ ઝડપાઈ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર lcb વોચમાં હતી, બાતમીને આધારે આઈસર રોકી, દારૂ નો જથ્થો મોરબી પહોંચાડવાનો હતો, રાજસ્થાનના વિરારામ જાટની ધરપકડ.
Feb 19, 2026 12:46 pm
RTO નિયમોની થઇ રહી છે ખુલ્લેઆમ અવગણના, મેચ બાદ રિક્ષામાં ખીચોખીચ બાળકોને બેસાડ્યા, નિયમ કરતા વધુ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યા, જીવના જોખમે વિદ્યાર્થીઓને કરાવી મુસાફરી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
Feb 19, 2026 12:35 pm
ભારતમાં દુનિયાના સૌથી યુવાન લોકોઃ PM
દુનિયાના 100થી વધુ દેશોનું પ્રેઝન્ટેશનઃ PM
ભારત નવી ટેક્નોલોજી બનાવે છે, અપનાવે છેઃ PM
સમિટ ગ્લોબલ સાઉથ માટે ગર્વનો વિષયઃ PM
દુનિયાની સૌથી મોટી ઐતિહાસિક AI સમિટઃ PM
યુવાનોની ઉપસ્થિતિ નવો ભરોસો પેદા કરે છેઃ PM
ટેક ટેલેન્ટનું કેન્દ્ર છે ભારતઃ PM
યુવાનો ઝડપથી AIને અપનાવી રહ્યા છેઃ PM
AI ટ્રાન્સફોર્મેટિવ પાવર છેઃ PM
AIને મશીન સેન્ટ્રિકથી હ્યુમન સેન્ટ્રિક બનાવવાનું છે: PM
સર્વજન સુખાય, સર્વજન હિતાયનો ઉદ્દેશઃ PM
AIને ઓપન સ્કાય આપી, કમાન્ડ આપણા હાથમાં રાખવાનો છેઃ PM
AI માટે MANAV વિઝન પ્રસ્તુત કરું છું: PM
AIને માનવ કેન્દ્રીય બનાવવાનો હેતુઃ PM
AI એક મોટો ફેરફાર લાવનારી શક્તિઃ PM
AIના ભવિષ્ય કરતા વર્તમાન પર સવાલઃ PM
Feb 19, 2026 12:21 pm
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને 203 કિલોગ્રામ શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઇરાનના કોનારક બંદરથી મોકલવામાં આવેલ આ ડ્રગ્સનો જથ્થો ભારતીય બોટમાં ડિલિવરી કરીને પંજાબમાં મોકલવાનો હતો. એટીએસએ બોટમાં રહેલા બે શખ્સોને પણ ઝડપી લીધા છે, જ્યારે સમગ્ર મામલે એફએસએલની મદદ લઈને વધુ તપાસ શરૂ કરી છે.
Feb 19, 2026 12:20 pm
પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી કેમિકલ ઝડપવાનો મુદ્દો, 2 ઇરાની શખ્સોની કરી હતી ધરપકડ અને સુરક્ષા એજન્સીઓએ 2 શખ્સને કોર્ટમાં રજૂ કર્યા હતા. ઇરાની શખ્સોના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ નહીં પણ કેમિકલ સામે આવ્યું છે, કેમિકલનો જથ્થો હવે ફોરેન્સિક લેબમાં મોકલાયો છે અને રિમાન્ડ દરમિયાન થશે અનેક મોટા ખુલાસા.
Feb 19, 2026 12:20 pm
મનપાના અધિકારીઓની જંગલેશ્વર પહોંચ્યા, ઘરે ઘરે જઈને સમજાવી રહ્યા છે અધિકારીઓ, ગાર્ડન સ્મશાનથી ચિસ્તીયા ચોક સુધી ટીમો ઉતારી, લોકોને કિંમતી સમાન ખસેડી લેવા તાકીદ.
Feb 19, 2026 12:17 pm
મહાશિવરાત્રીના પર્વ દરમિયાન જૂનાગઢના ગિરનાર સ્થિત મૃગીકુંડમાં નહાવાના વિવાદ બાદ હવે આ મામલો વધુ ગરમાયો છે. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે આ કુંડમાંથી બહાર કાઢવામાં આવતા, સીધો ઇન્દ્રભારતી બાપુ પર નિશાન સાધ્યું છે અને તેમના પર ગંભીર આક્ષેપો કર્યા છે. કીર્તિ પટેલે દાવો કર્યો છે કે તેમને ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે તેમના પોતાના શિષ્યો ત્યાં સ્નાન કરી રહ્યા હતા.
Feb 19, 2026 12:08 pm
જૂનાગઢના મેળામાં સ્નાનનો વિવાદ વકર્યો છે અને ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ પત્રિકા થઇ વાયરલ જે પત્રમાં ઇન્દ્રભારતી બાપુ સામે લગાવાયા છે આક્ષેપ. પત્ની અને પુત્રીઓ અંગે સત્ય છૂપાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ઇન્દ્રભારતી બાપુની સંપત્તિ અંગે પણ પત્રમાં આક્ષેપ કરાયો છે અને ઇન્દ્રભારતી બાપુ સામે તપાસની માગ કરાઇ છે, જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મૃગી કુંડમાં વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી લગાવી હતી.
Feb 19, 2026 12:08 pm
AMCમાં કોર્પોરેટરો સૂઇ ન જાય તે માટે વ્યવસ્થા, તમામ કોર્પોરેટરોના ટેબલ પર ગોઠવાઇ ચોકલેટ, કોર્પોરેટરો અનેક વાર ઊંઘતા ઝડપાયા છે, ફરી કરાયો ચોકલેટ ખાઇ ઊંઘ ઉડાડવાનો પ્રયોગ, ગયા વર્ષે પણ કરાયો હતો ચોકલેટનો પ્રયોગ.
Feb 19, 2026 12:01 pm
પુલ, રસ્તા, મકાનોની દેખરેખ માટે મહત્વનો નિર્ણય
જાહેર સંપત્તિની દેખરેખ માટે પોર્ટલ શરૂ કરાશે
ઓનલાઈન પોર્ટલ થકી જાહેર સંપત્તિ પર નજર રખાશે
રસ્તાઓ, પુલોની સ્થિતિની પોર્ટલ થકી જાણકારી લેવાશે
અસેટ સેફ્ટી પોર્ટલ અંગે રાજ્ય સરકારનો વિસ્તૃત પરિપત્ર
જાહેર સંપત્તિના કામો, ફોટા અપલોડ કરવા પડશે
અધિકારીઓએ ઇન્સ્પેક્શનની વિગતો પોર્ટલ પર મુકવી પડશે
જાહેર સંપત્તિની યુનિક આઈડી બનાવી તેની વિગતો મુકાશે
Feb 19, 2026 11:41 am
ભાજપ-કોંગ્રેસના એકબીજા પર આરોપ
ભાજપની નીતિ ભાગલા પાડો, રાજ કરોઃ કોંગ્રેસ
ભાજપના કોર્પોરેટર મહાદેવ દેસાઇનું નિવેદન
‘તમારા સમયમાં અમારા સમર્થનથી ચેરમેન બનતા’
‘દલિત સમાજના વ્યક્તિને અમે ચેરમેન બનાવ્યા’
Feb 19, 2026 11:39 am
પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથા ઓડેદરાના આક્ષેપ, કેબીનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પર ગંભીર આક્ષેપ, પહેલા કોંગ્રેસ હવે ચેમ્બર ઑફ કોમર્સ સાફ કરીઃ કોંગ્રેસ, મોઢવાડિયાને જીગ્નેશ કારિયા સાથે વર્ષોથી વાંધો, તક મળતા બધાને ઘર ભેગા કરી દીધા, પોતાના જુના સાથીદારોને પાછા બેસાડ્યા, ચેમ્બરની સત્તા માટે છેલ્લા 5 દિવસથી ઘમસાણ.
Feb 19, 2026 11:32 am
01 - Kheda News : ખેડાના ડાકોરમાં ચાલુ કારે નબીરાઓએ પીધુ બિયર, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો
Feb 19, 2026 11:30 am
પ્રગતિ-ઉન્નતિના આયામો સર કરવા પ્રયાસઃ વિશ્વકર્મા
દેશમાં ગુજરાત મોખરે, GYAN કેન્દ્રમાં રાખ્યું : વિશ્વકર્મા
અદાવાદમાં રિસર્ચ પાર્ક બનશેઃ વિશ્વકર્મા
‘રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટ સ્થપાશે’
‘આદિવાસી વિસ્તાર માટે 35 હજાર કરોડની રકમ’
સરકાર હંમેશા ખેડૂતો સાથે રહી છેઃ વિશ્વકર્મા
‘ગ્રીન ગુજરાત માટે તમામ આયામો ઉપયોગી બનશે’
‘અમદાવાદમાં કોમનવેલ્થ માટે 1200 કરોડની ફાળવણી’
સોમનાથને ગ્લોબલ ડેસ્ટીનેશન બનાવાશેઃ વિશ્વકર્મા
Feb 19, 2026 11:21 am
ગણા ગામમાં સારવાર દરમિયાન મહિલાનું મોત, પ્રસૂતિ બાદ મહિલાને શ્વાસની તકલીફ થઇ હતી, સારવાર મળે તે પહેલા જ સગર્ભા મહિલાનું મોત, માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Feb 19, 2026 11:20 am
પોલીસ, સિક્યુરિટી, ફાયર ટીમ સાથે ઘર્ષણ, ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો, કોંગ્રેસી કાર્યકરોને રોકવા પાણીનો મારો ચલાવ્યો.
Feb 19, 2026 11:20 am
રીઢા ઘરફોડ આરોપી ભરત પંચાલની કરી ધરપકડ, દમણથી વડોદરા આવતા આરોપી ભરત ઝડપાયો, 2024માં વડોદરામાં બે ઘરફોડ ચોરી કરી હતી, 23 ઘરફોડ કરી ચૂક્યો છે આરોપી ભરત પંચાલ.
Feb 19, 2026 10:56 am
ત્રણ આરોપીઓની પોલીસે કરી ધરપકડ, અગાઉની ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કર્યુ હતુ, ફતેવાડીમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ, વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Feb 19, 2026 10:44 am
દુનિયાની સૌથી મોટી AI ઇમ્પેક્ટ સમિટમાં આપનું સ્વાગત
ભારત યુવા આબાદીનો સૌથી મોટો દેશ
ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને અપનાવે પણ છે
AIનું ભારતમાં હોવું ગ્લોબલ સાઉથ માટે ગર્વનો વિષય
દુનિયાના 100થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ
દુનિયાની યુવાપેઢી ઝડપથી AIને સ્વીકારી રહી છે
AI માનવ સામર્થ્યને અનેક ગણી વધારી રહી છે
AI નો પ્રભાવ ઝડપથી નજર આવી રહ્યો છે
AI માનવ ઇતિહાસનું સૌથી મોટું પરિવર્તન
ભારત ટેક અને ટેલેન્ટનું કેન્દ્ર છે
Feb 19, 2026 10:43 am
ચકલાસી પોલીસે મહોળેલ ગામની ઇન્દિરાનગરીમાંથી વિદેશી દારૂની 23 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે વડતાલ પોલીસે કંજરીમાં ભાડાના મકાનમાં વિદેશી દારૂ સંતાડી હેરાફેરી કરતાં શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી પાડયો હતો. આ બંને બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Feb 19, 2026 10:41 am
ખેડાના ઠાસરાના ડાકોરમાં ચાલુ કારે દારૂની મહેફીલનો વીડિયો વાયરલ થયો છે અને ઠાસરાના નેશ ગામનો આ વીડિયો વાયરલ થયો હોવાની વાત સામે આવી છે, ઠાસરાના આ પીધેલાઓએ દારૂબંધીની પોલ ખોલી નાખી છે અને એક નાગરિકે આ વીડિયો વાયરલ કર્યો છે, ખુલ્લે આમ વેચાતા અને પીવાતા દારૂથી પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ અને ડાકોર પોલીસની રહેમનજર હેઠળ બુટલેગરો અને દારૂડીયાઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે.
Feb 19, 2026 10:41 am
ખેડાના ડાકોરમાં ચાલુ કારે નબીરાઓએ મહેફિલ માણી હતી અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, આ મામલે પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી. ખેડાના ડાકોરમાં ચાલુ કારે દારુની મહેફિલ માણી હોવાની વાત સામે આવી છે, હાથમાં નબીરો બિયરનું ટીન લઈને કારમાં બેઠો હતો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ડાકોરના નેશ ગામનો આ વીડિયો છે જેમાં ચાલુ કારે દારુની મહેફિલ નબીરાઓએ માણી હોવાની વાત સામે આવી છે.
Feb 19, 2026 10:40 am
ફૂટપાથના પેવર બ્લોક બદલી નાખતા વિવાદ, નવી ડિઝાઇના પેવર બ્લોક નાખતા ઉભો થયો વિવાદ, એડવોકેટ અને સામાજિક કાર્યકર શૈલેષ અમીનના સવાલો, ‘ભ્રષ્ટાચાર અને કૌભાંડો કરવા બદલાયા પેવર બ્લોક’, ‘લોકોના ટેક્સના નાણાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે’, પેવર બ્લોક ભ્રષ્ટાચારનું સૌથી મોટું સાધનઃ વકીલ, કચરાની નવી હાથ લારીઓ પણ ભંગારમાં પડીઃ વકીલ, ‘કોર્પોરેશનની વોર્ડ ઓફિસો બની ભંગારનું ગોડાઉન’.
Feb 19, 2026 10:19 am
કતારગામના લોકો PMને લખશે પોસ્ટકાર્ડ, પ્રભાવિત લોકો PMને 1 લાખ પોસ્ટકાર્ડ લખશે, વારંવારની રજૂઆતો છતાં માત્ર આશ્વાસન, પીડીતો 28 ફેબ્રુઆરીએ હનુમાન ચાલીસા કરશે, 1 અને 2 માર્ચના રોજ સામૂહિક ઉપવાસ પર ઉતરશે, 5 પાંચ માર્ચના 1 લાખ લોકો PMને પોસ્ટકાર્ડ લખશે.
Feb 19, 2026 10:19 am
ડૉ. કે.એલ.એન.રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં તૈનાત મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસશે. આ ઉપરાંત, દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના મનોબળને વધારવા માટે તેમની સાથે સીધો સંવાદ કરશે અને તેમના કલ્યાણ માટેની સુવિધાઓની સમીક્ષા કરશે.
Feb 19, 2026 10:18 am
બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસ વડા ભુજ ખાતે એક મહત્વપૂર્ણ 'ક્રાઈમ કોન્ફરન્સ'ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત કોઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવશે.
Feb 19, 2026 10:18 am
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી 21 અને 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે.
Feb 19, 2026 10:18 am
રાજકોટ પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના સરકારી નાણાની ઉચાપાત અને છેતરપિંડી કેસમાં કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન કિરીટ મુળશંકર પાઠક, પૂર્વ શાસનાધિકારી ભાલચંદ્ર ભાનુશંકર વ્યાસ તથા એકાઉન્ટન્ટ જગદીશચંદ્ર વાસુદેવ દવેને દોષિત ઠેરવી સજાનો હુકમ કરાયો છે. કોર્ટે કિરીટ પાઠક તથા ભાલચંદ્ર વ્યાસને 2-2 વર્ષની કેદ અને જગદીશચંદ્ર દવેને 4 વર્ષની કેદની સજાફટકારી છે.
Feb 19, 2026 10:01 am
રાજકોટમાં ઉચાપત કેસમાં 3 આરોપીને સજા ફટકારી છે, 1.36 કરોડના ઉચાપત કેસમાં કોર્ટે ફટકારી સજા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન કિરીટ પાઠકને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. પૂર્વ ચેરમેન કિરીટ પાઠકને બે વર્ષની સજા અને પૂર્વ અધિકારી બળભદ્ર વ્યાસને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે, એકાઉન્ટન્ટ જગદીશચંદ્રને 4 વર્ષની સજા અને એક આરોપી ધર્મિષ્ઠાબેન પંડ્યા હજુ ફરાર છે. શિક્ષણ સમિતિના 20 વર્ષ જૂના ઉચાપત કેસમાં ચુકાદો આવ્યો છે અને રાજકોટ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
Feb 19, 2026 10:01 am
પોલીસે મોહમ્મદ મુમતાઝ શેખને ઝડપ્યો, ભેસ્તાન પોલીસે સગીરાને કરાવી મુક્ત, આરોપીનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું, કચરો નાખવાનું કહી સગીરા ઘરેથી નીકળી હતી, ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા.
Feb 19, 2026 09:46 am
ધમકી વચ્ચે કેનેડામાં પુત્રીને કચડી નાખવાની કોશિશ, કોઈનું ખરાબ કરશો તો દીકરીનું ખરાબ કરવાની ધમકી, છેલ્લા બે વર્ષથી કોર્પોરેટરના પતિને મળતી હતી ધમકી, કોર્પોરેટર હેમલતા રાવતકાના પતિને મળતી હતી ધમકી, માનસિક યાતના બાદ દંપતીએ પોલીસ ફરિયાદ કરી, પૂર્વ કોર્પોરેટર નઇમના પુત્ર અશફાકની સંડોવણીની આશંકા, સાયબર ક્રાઇમે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી.
Feb 19, 2026 09:45 am
અને આ તમામ રકમ હોંગકોગમાં રહેતા પોતાના ભત્રીજા રાકેશ ગજેરાને હવાલા મારફતે મોકલી આપી હતી. કંપનીના રાજીનામાના લેટરપેડ ઉપર પ્રવિણભાઈ અને તેમના પરિવારની બોગસ સહીઓ કર્યા બાદ ડિજીટલી પણ બોગસ સહીઓ કરીને તેઓનો હિસ્સો ૪૩ ટકામાંથી માત્ર ૪ ટકા જ કરી દેવાયો હતો. જ્યારે તેમના ભાગનો હિસ્સો રાકેશ ગજેરાને આપીને તેને ડિરેક્ટરસ્પદ આપી દેવાયું હતું. આ સમગ્ર બાબતે ફરિયાદી પ્રવિણ અગ્રવાલે સુરતના પોલીસ કમિશનરને સંબોધીને ફરિયાદ કરી હતી પરંતુ જે તે સમયે ગુનો દાખલ નહીં થતા પ્રવિણભાઈએ એડવોકેટ ડો. શૈલેષ પટેલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ પીટિશન દાખલ કરીને ગુનો નોંધવા માટેની દાદ મંગાઇ હતી.
Feb 19, 2026 09:42 am
શાંતિ રેસિડેન્સી પ્રા.લી. નામની કંપનીમાં પીપલોદમાં સીઝન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણ દેવકીનંદન અગ્રવાલ ઉપરાંત લક્ષ્મી સૂપના કતારગામ વૃશાલ નગરમાં રહેતા વસંત હરીભાઈ ગજેરા, બકુલ હરીભાઇ ગજેરા અને રાકેશ ગીરધરલાલ ગજેરા, અઠવાલાઈન્સના આદર્શ નગરમાં રહેતા ચુની હરીભાઇ ગજેરા તેમજ મુંબઇ ના વાલ્કેશ્વર બી.જી.ખેર માર્ગ ઉપર કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા અશોક હરીભાઈ ગજેરા પણ ભાગીદાર છે. તેઓની પ્રા.લી. કંપનીમાં પ્રવિણભાઈ અને તેમના પરિવારના ખાતે ૪૩ ટકા હિસ્સો હતો અને તેઓ મિલકતના માલિક હતા. પ્રવિણભાઈનો આ હિસ્સો પચાવી પાડવા માટે વસંત ગજેરાએ કૌભાંડ કર્યું હતું. જેમાં વસંત ગજેરાએ પ્રવિણભાઇના હિસ્સાની મિલકતોને વેચીને તેમાંથી માત્ર સાત ટકા એટલે કે જંત્રી પ્રમાણેની રકમ દર્શાવીને બાકીની તમામ રકમ રોકડેથી મેળવી હતી.
Feb 19, 2026 09:42 am
ટેક્સટાઇલ માર્કેટ બનાવતી શાંતિ રેસિડેન્સી નામની ભાગીદારી પેઢીના ભાગીદાર પ્રવીણ અગ્રવાલનો ૪૩ ટકા હિસ્સો પચાવી પાડવા માટે કૌભાંડ કરનારા વસંત ગજેરા તેમજ તેના પરિવારના અન્ય સભ્યોની સામે ગુનો નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુરત પોલીસ કમિશનરને આદેશ કરાયો છે. વસંત ગજેરાએ તેના જ પરિવારના સભ્ય અને પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના ભાગીદાર રાકેશ ગજેરાની સાથે મળીને આ સમગ્ર કૌભાંડ આચયું હતું.
Feb 19, 2026 09:42 am
સુરતમાં ગજેરા બંધુઓ સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને ગજેરા બંધુઓ વિરુદ્ધ તાત્કાલિક FIR કરવા હુકમ કર્યો છે, હાઈકોર્ટે સુરત પોલીસ કમિશનરને કર્યો હુકમ છે. PNB કૌભાંડના મેહુલ ચોક્સી સાથે સાંઠગાંઠનો આરોપ પણ કરવામાં આવ્યો છે અને નાણાકીય સાંઠગાંઠનો ગજેરા બંધુઓ પર આરોપ છે, હવાલા મારફતે હોંગકોંગ નાણાં મોકલ્યાનો આરોપ છે અને હોંગકોંગથી નાણા ભારત લાવી મની લોન્ડરિંગ કર્યું હતુ અને ફરિયાદીની બોગસ સહીઓ કરી તેમનો હિસ્સો ઘટાડ્યો હતો.
Feb 19, 2026 09:41 am
DGGI ની તપાસમાં GST ચોરી બહાર આવી, 4 જ્વેલર્સે બિલ વગર 575 કરોડનો વેપાર કર્યો હતો, GST બાદ હવે ઇન્કમટેક્સ વિભાગની પણ તપાસ, જ્વેલર્સના છેલ્લા 3 વર્ષના રિટર્નની ચકાસણી થશે, બિલ વગરના દાગીના ખરીદનાર ITના રડારમાં, 4 જ્વેલર્સને IT વિભાગ દ્વારા નોટિસ અપાશે.
Feb 19, 2026 09:31 am
અમદાવાદમાં સ્કૂલોને ધમકી મુદ્દે નિર્ણય, ધમકી મળે તો તુરંત સ્કૂલ ખાલી નહીં થાય, ગંભીરતા જાણ્યા પછી જ લેવાશે નિર્ણય, શાળા અને પોલીસ નોડલ અધિકારી નિમશે, બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય, સચિવ, કલેક્ટર, પોલીસ સાથે બેઠક, 26 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષા શરૂ થાય છે.
Feb 19, 2026 09:16 am
સુરતમાં ફરી ગાંજો ઝડપાયો છે અને ગાંધીધામ એક્સપ્રેસમાંથી ગાંજો ઝડપાયો છે, સુરત રેલવે પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડી અજાણ્યા શખ્સ વિરુદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે, 20.975 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે જેની કિંમત રૂપિયા 10,48,750 છે. સુરતમાં ટ્રેનમાંથી અવાર-નવાર ગાંજાનો જથ્થો મળી આવે છે અને પોલીસ આ મામલે તપાસ કરી ગુનો પણ નોંધે છે.
Feb 19, 2026 09:15 am
સુરતમાં ફરી ગાંજો ઝડપાયો છે અને ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં ગાંજો ઝડપાતા પોલીસે ગુનો નોંધ્યો છે, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો છે. સુરતમાં ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે અને ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો છે, રેલવે પોલીસે 10 લાખથી વધુનો ગાંજો ઝડપ્યો છે અને પોલીસે 20.975 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, અજાણ્યા યુવક વિરુદ્ધ NDPS હેઠળ ફરિયાદ નોંધાઈ છે, પોલીસ ટ્રેનમાં ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન આ ગાંજો ઝડપાયો છે.
Feb 19, 2026 09:14 am
પ્રથમ 1 કલાક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ યોજાશે, મહત્વના 4 બિન-સરકારી વિધેયકો રજૂ થશે.
Feb 19, 2026 09:02 am
26 દિવસ સુધી વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા, ડિજિટલ એરેસ્ટ કરી 1.48 કરોડ પડાવ્યા, હિંદુ ધર્મ વિરુદ્ધ મેસેજના નામે ફસાવ્યા, ભાગ બનનારની સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ.
Feb 19, 2026 08:57 am
મહિલા સાથે 24.51 લાખની છેતરપિંડી, મહિલાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ, બબીતાબેન નામની મહિલાએ નોંધાવી ફરિયાદ.
Feb 19, 2026 08:39 am
કેસ નોંધનારને પણ તાલીમની જરૂર હોય તેવી સ્થિતિ સામે આવી રહી છે. ગૃહ વિભાગ પછી મહેસૂલમાં ભષ્ટાચાર વધારે છે. મહેસૂલ વિભાગના ૨૭ કર્મચારી, અધિકારી લાંચ લેતાં પકડાયા હતા. આ ઉપરાંત ત્રીજા ક્રમે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ આવે છે, જેના ૧૭ અધિકારીઓ, કર્મચારીઓને લાંચ લેતાં એસીબીએ પકડ્યા હતા. ગુજરાત વિધાનસભામાં સરકારે ૩૧મી ડિસેમ્બર ૨૦૨૫ની સ્થિતિની આ માહિતી રજૂ કરી છે.
Feb 19, 2026 08:33 am
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં લાંચ રૂશ્વતના આરોપસર 187 સરકારી અધિકારી, કર્મચારીઓ સામે એસીબીમાં ગુના નોંધાયા છે, જેમાં સૌથી વધુ એકલા ગૃહ વિભાગના 63 અધિકારી, કર્મચારીઓ સામેલ છે. છેલ્લા એક વર્ષમાં લાંચ રૂશ્વતના ૩૭ કેસમાં ગુના સાબિત થયા છે જયારે ૧૦૧ સરકારી કર્મચારી, અધિકારી નિર્દોષ જાહેર થયા છે. એકંદરે ગુજરાતમાં એસીબીના કેસમાં સજાનો દર મામૂલી છે, ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે રાજ્યના ગૃહ વિભાગે લેખિત સવાલના જવાબમાં આ આંકડાકીય માહિતી આપી છે. ગુજરાતમાં લાંચ રૂશ્વતના મોટા ભાગના કેસમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ છૂટી જાય છે, જેના કારણે એસીબીની તપાસ સામે પણ સવાલો ઊભા થાય છે.
Feb 19, 2026 08:32 am
કપડાનો ઓર્ડર કરી રૂપિયા ન ચૂકવી કરી ઠગાઇ, સુરતના વેપારીએ ઓર્ડરના 25.58 લાખ ન ચૂકવ્યા, શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.
Feb 19, 2026 08:21 am
ભારત ક્યારે પાછો ફરીશ તે ન કહી શકું: માલ્યા, બ્રિટનની કોર્ટે મારી પર પ્રતિબંધો લગાવ્યાઃ માલ્યા, દેશ છોડીને જવા પર પ્રતિબંધ લગાવ્યાનો દાવો, માલ્યાએ વકીલ મારફતે બોમ્બે હાઇકોર્ટને જણાવ્યું, મારો પાસપોર્ટ રદ કરી દેવાયો છેઃ વિજય માલ્યા, મારી પાસે પ્રવાસ માટે જરુરી દસ્તાવેજ નથીઃ માલ્યા, માલ્યા સામે ભારતમાં છેતરપિંડી, મની લોન્ડરિંગના કેસ, વિજય માલ્યાનો 2016થી બ્રિટનમાં નિવાસ.
Feb 19, 2026 08:01 am
જે જગ્યા પર આ માથાકૂટ થઈ હતી તે જગ્યાએ હાલ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસની એક ટીમ સ્થળ પર છે, હાલ શાંતિપૂર્ણ માહોલ હોવાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Feb 19, 2026 07:45 am
ભાવનગરના ખેડૂતવાસમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ છે અને પથ્થરમારનો વીડિયો પણ વાયરલ થયો છે, નજીવી બાબતે પથ્થરમારો થયો છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, તો ઘોઘારોડ પોલીસ મથકમાં બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે, પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે, આટલા બધા પથ્થર એક સાથે કયાંથી આવ્યા, શું પથ્થરમારો કરવાનો પ્લાન પહેલેથી જ હતો કે શું ! ત્યારે સમગ્ર ઘટનમાં હાલ પોલીસની એક ટીમ સ્થળ પર છે.
Feb 19, 2026 07:45 am
ભાવનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને ખેડૂતવાસમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની વાત સામે આવી છે, નજીવી બાબતે મારામારી થઈ હોવાની વાત સામે આવી છે. ભાવનગરના ખેડૂતવાસમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની વાત સામે આવી છે, અને સામસામે પથ્થરમારો થતા પોલીસ પણ દોડતી થઈ હતી, સમગ્ર ઘટનામાં સામસામે ગુનો નોંધાયો છે અને તપાસ શરૂ કરાઈ છે. પોલીસે પથ્થરમારો કરનારની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
Feb 19, 2026 07:45 am
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી અટકાયત, છેલ્લા 3 મહિનામાં 3 વખત આપી ધમકી, છત્તીસગઢથી આરોપીની અટકાયત કરાઇ, બીજાનું ઈન્ટરનેટ હેક કરી કર્યા હતા મેઈલ, ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી.
Feb 19, 2026 07:26 am
સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત ઓનલાઇન મળશે, હવે જિલ્લા કલેક્ટર કચેરીમાં જ અરજી કરી શકાશે, વિવિધ સત્તાધિકારી આવક સર્ટિફિકેટ આપતા હતા, હવે જિલ્લા કલેક્ટર કચેરી રહેશે મુખ્ય સત્તાધિકારી, નવા નિયમ મુજબ શહેરી વિસ્તારમાં મામલતદારને સત્તા, ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીને સત્તા, ઓનલાઇન પ્રક્રિયા તરફ વધુ એક પગલું.
Feb 19, 2026 07:25 am
ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ પત્રિકા થઇ વાયરલ, પત્રમાં ઇન્દ્રભારતી બાપુ સામે લગાવાયા આક્ષેપ, પત્ની અને પુત્રીઓ અંગે સત્ય છૂપાવવાનો આક્ષેપ, ઇન્દ્રભારતી બાપુની સંપત્તિ અંગે પણ પત્રમાં આક્ષેપ, ઇન્દ્રભારતી બાપુુ સામે તપાસની માગ કરાઇ.
Feb 19, 2026 07:20 am
પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો.
Feb 19, 2026 07:03 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Feb 19, 2026 07:02 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Feb 19, 2026 07:02 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Feb 19, 2026 07:02 am
રાજ્યમાં આજે કમોસમી માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને 2 સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી માવઠાની આગાહી કરવામાં આવી છે અને સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ખેડૂતો ખુલ્લામાં તેમનો પાક રાખે નહી તેવી સૂચના પણ હવામાન વિભાગે આપી છે.
Feb 19, 2026 07:02 am
ઈવા સુરભી મોલ સહિત 4 જગ્યા પર દરોડા પાડ્યા, સ્પાના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો, 7 યુવતી અને 2 ગ્રાહકો ઝડપાયા, પોલીસની કડક તવાઈથી સંચાલકોમાં ફફડાટ.
Feb 19, 2026 06:48 am
300 લોકોના ટોળા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, પથ્થરમારો કરી સરકારી વાહનોમાં તોડફોડ કરી હતી, 9 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા, પોલીસે 33 આરોપીઓની ધરપકડ કરી, શ્રમિકના આપઘાત બાદ મામલો ઉગ્ર બન્યો હતો.
Feb 19, 2026 06:47 am
રુ.29 કરોડ 84 લાખ 84,374નો નિભાવ ખર્ચ કર્યો, હેલિકોપ્ટર સંચાલન, નિભાવ, જાળવણી માટે ખર્ચ્યા, વર્ષ 2025-26માં સરકારે કરી હતી બજેટ ફાળવણી, 37 કરોડ 96 લાખ રૂપિયાનું ફાળવ્યું હતું બજેટ, ધારાસભ્ય દિનેશ ઠાકોરના સવાલનો ગૃહમાં જવાબ.
Feb 19, 2026 06:47 am
આદિજાતિ વિસ્તાર માટે સરકારી ગ્રાન્ટ વપરાઈ જ નહીં, સરકારી ઉદાસીનતાથી 6,663.95 લાખની ગ્રાન્ટ પડી રહી, આદિજાતિ વિકાસ માટે કેન્દ્ર સરકારે ફાળવી હતી ગ્રાન્ટ, વર્ષ 2024-25 માટે ફાળવી હતી 2,727.27 લાખની ગ્રાન્ટ, વર્ષ 2025-26 માટે ફાળવી હતી 3,936.28 લાખની ગ્રાન્ટ.
Feb 19, 2026 06:46 am
Feb 19, 2026 06:46 am
પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આગ લાગતા કુલ 15 ફાયર ફાઇટર ઘટનાસ્થળે, અમદાવાદ, નડિયાદ, ધોળકા ફાયર વિભાગ પહોંચ્યું, બારેજા ફાયર બ્રિગેડનો કાફલો પણ ઘટના સ્થળે.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો