
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Feb 22, 2026 10:55 pm
અમરેલીના સાવરકુંડલામાં રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો છે. દેતડ ગામના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. દારૂના બેફામ વેચાણ મુદ્દે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ રજૂઆત કરી હતી. દારૂનું વેચાણ તાત્કાલિક બંધ કરાવવા લોકોએ માંગ કરી હતી.
Feb 22, 2026 10:42 pm
જૂનાગઢના વિસાવદરમાં રાત્રે અચાનક માવઠુ થયું છે. વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઘઉં, ચણા અને તુવેરના પાકને નુકસાન થવાની ભિતી છે. કુદરતી આફતથી જગતનો તાત ચિંતિત
Feb 22, 2026 10:31 pm
રાજકોટમાં કારમાંથી મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મવડી પાળ રોડ પર પાર્ક કરેલી કારમાંથી મૃતદેહ મળી આવ્યો છે. બે દિવસથી કાર રોડ પર પાર્ક કરેલી હતી. દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. ઝેરી દવા પીધી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
Feb 22, 2026 09:44 pm
પોલીસે રાજસ્થાનથી કીર્તિ પટેલની ધરપકડ કરીને જૂનાગઢ લાવવામાં આવી હતી. જ્યાં તેની મેડિકલ તપાસ બાદ તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી.જૂનાગઢ કોર્ટમાં પોલીસે તેના પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતાં. જેની સામે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આ કેસમાં હજુ અન્ય શખ્સો ફરાર હોવાથી તેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ કસ્ટડીમાં રહેલી કીર્તી પટેલને જાણે કાયદાનો ડર જ ના હોય તેમ તે પોલીસ કસ્ટડીમાં પણ હસતી અને બેફિકર જોવા મળી હતી.
Feb 22, 2026 09:19 pm
સુરતના ગજેરા બંધુઓ સામે ગુનો દાખલ કરાયો,ઇકો સેલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો, રૂપિયા 1900 કરોડથી વધુ રકમની ઉચાપત, ગજેરા બંધુઓ સહિત કુલ 8 લોકો સામે ગુનો દાખલ, શાંતી રેસીડેન્સીમાં કરોડોના કૌભાંડ કેસમાં ગુનો દાખલ, ઉચાપત અને ફોર્જરી મામલે ઇકો સેલની મોટી કાર્યવાહી, ખોટી સહીઓ કરી આચર્યુ હતુ કૌભાંડ, ફરિયાદ કરે તો જાનથી મારવાની આપી હતી ધમકી
Feb 22, 2026 08:53 pm
સુરતમાં પત્નીના ત્રાસથી યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. પાલના સુમન મુદ્દા આવાસમાં રિક્ષા ચાલકે પત્નીથી કંટાળી શરીરે આગ ચાંપી હતી. યુવકે પેટ્રોલ છાંટીને જાત જલાવી હતી. ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પત્નીની વારંવારની પૈસાની માંગણીથી કંટાળી યુવકે અંતિમ પગલું ભર્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
Feb 22, 2026 08:20 pm
જેતપુર રાપર રોડ પર કાર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતાં. મોરબી મહેન્દ્રનગરના બંને યુવાનો કાર લઈને જતા હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. કાર પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. સ્થાનિક લોકોએ બંને યુવાનો કારમાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. જ્યાં ફરજ પરના તબિબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. પોલીસે સમગ્ર અકસ્માત કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
Feb 22, 2026 08:04 pm
કચ્છમાં ચાર કરોડ રૂપિયાનો દારુ પકડાવાના કેસમાં બે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. કેસના 23 વોન્ટેડ આરોપીની શોધખોળ ચાલુ કરાઈ છે.
Feb 22, 2026 07:46 pm
દમણ પોલીસનું ઓવરનાઈટ ઓપરેશન સફળ થયું છે. બિહારનો મોસ્ટ વોન્ટેડ નકસલવાદી આરોપી ઝડપાયો છે. મોડી રાત્રે દાભેલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. હત્યા અને ગંભીર ગુનાઓમાં આરોપી વોન્ટેડ હતો. 100 જેટલી રૂમોમાં પોલીસે તપાસ કરી હતી. મનોજ હાંસદા નામનો કુખ્યાત આરોપી પકડાયો હતો. બિહાર એસએસબીની બાતમીતી પોલીસને સફળતા મળી હતી. જમુઈ જિલ્લામાં નકસલવાદી પ્રવૃત્તિમાં સામેલ હતો. દમણ પોલીસે બિહાર પોલીસને આરોપી સોંપ્યો હતો. ગઈકાલે રાત્રે હાથ ધરાયું હતું મોટું ઓપરેશન
Feb 22, 2026 07:33 pm
કીર્તી પટેલની ધરપકડને લઈને ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે કહ્યું હતું કે, કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ત્રણ ફરિયાદો નોંધાઈ છે. પોલીસે તેની રાજસ્થાનથી ધરપકડ કરી છે. કોર્ટમાં રજૂ કરીને તેના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. હજુ ચાર આરોપીઓની શોધખોળ ચાલુ છે. 20 લાખની ખંડણી માગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અફઝલ સીડા નામના વ્યક્તિ પાસે તેણે ખંડણી માગી હતી અને ત્યાર બાદ આ વ્યક્તિએ કીર્તિ પટેલ સામે ગંભીર આક્ષેપ કરીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
Feb 22, 2026 07:15 pm
મોરબીના લીલાપુરમાં મચ્છુ 2 નદી પર એક ટ્રક પલટી મારી ગયો હતો. આ પુલ પર રહેલા વળાંકને કારણે અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે. અગાઉ પણ આ જ જગ્યાએ એક રિક્ષા પલટી મારી ગઈ હતી. એક સપ્તામાં આ સ્થળે અકસ્માતની બીજી ઘટના સામે આવી છે.
Feb 22, 2026 06:50 pm
સુરતમા ડાયમંડ કારખાનામાં છેડતી બાબતે મારામારીનો વીડિયો વાયરલ થયો છે. સુમુલ ડેરી વિસ્તારમાં આવેલી ડાયમંડ ઓફિસની ઘટના સામે આવી છે. યુવતીની છેડતી કરનાર શખ્સને ધોલાઈ કરવામાં આવી છે. હીરા ઓફિસમાં યુવતીની છેડતી કરનાર યુવકને યુવતીઓએ માર માર્યો હતો.
Feb 22, 2026 06:44 pm
પોરબંદર દ્વારકા હાઈવે પર વિસાવાડા ગામ નજીક એક કાર ખાડામાં ખાબકી હતી. રાજસ્થાનના પરિવારને અહીં અકસ્માત નડ્યો હતો. કાર ખાડામાં ખાબકતાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં એક જણનું મોત નિપજ્યું હતું.
Feb 22, 2026 06:27 pm
અમરેલીના રાજુલામાં ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાઈ, વાહન ચેકિંગ વખતે બાઈકચાલકે ધમકી આપતા ફરિયાદ, બાઈકચાલક પાસે ડોક્યુમેન્ટ માંગતા વિવાદ સર્જાયો હતો, PSIએ બાઈક ડિટેઈન કરવાનું કહેતા ધમકી આપી હતી, વકીલ અરવિંદ ખુમાણ, પત્ની, પુત્રી સામે પણ ફરિયાદ, PSIએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
Feb 22, 2026 06:14 pm
અમદાવાદ મનપાના ખાડામાં ખુદ મનપાનો ટ્રક ફસાઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. સીટીએમ પાસે એએમસીનો ટ્રક ફસાયો હતો. કામગીરી પછી માત્ર માટી નાંખીને પુરાણ કરી દેવાયું હતું. ગુણવત્તા વિનાના કામને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
Feb 22, 2026 06:04 pm
જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રીના દિવસે ભગવા કપડાં પહેરીના નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી મારનાર કીર્તિ પટેલ સામે કાયદાનો ગાળિયો કસાયો છે. કીર્તિ પટેલ સામે સાત દિવસમાં ત્રણ ફરિયાદો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. તેને રાજસ્થાનથી પકડીને જૂનાગઢ લાવવામાં આવી છે. પોલીસે મીડિયાને જોઈને ગાડી ભગાવી મુકી હતી.
Feb 22, 2026 05:58 pm
1. Gujarat News: શહેરી વિકાસ વિભાગે પૂર્ણ થયેલા અને હાલમાં ચાલુ વિકાસ કામોનો હિસાબ માંગ્યો
3. India Vs South Africa Live Score: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટક્કર, કોણ મારશે બાજી?
4. T20 World Cup 2026: 60 બોલમાં મપાઈ ગયું ટીમ ઈન્ડિયાનું પાણી, જાણો નબળાઈ અને કારણ
5. Anand News: સોજીત્રામાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
6. Vadodara News: બેંક મેનેજરની સતર્કતાથી પાંચ દિવસ ડિજિટલ એરેસ્ટ રહેલા વૃદ્ધના 20 લાખ બચી ગયા
7. Rajkot જંગલેશ્વર ડિમોલિશન: 700 મકાનો ખાલી, 64 જેસીબી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર સજ્જ
8. Surendranagar News: મુળી તાલુકામાં રાજુ કરપડાના સમર્થનમાં આવતીકાલે યોજાશે કિસાન ક્રાંતિ સભા
9. Rajkot News: જંગલેશ્વરમાં આજી નદીના કાંઠે આવતીકાલે મેગા ડિમોલિશન
Feb 22, 2026 05:38 pm
રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન મામલે ઝોન ડીસીપી હેતલ પટેલે કહ્યું હતું કે, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. સાત અલગ અલગ ઝોન બનાવવામાં આવ્યા છે. તમામ ઝોનમાં એક સાથે ડિમોલિશન કરાશે. ડ્રોન વડે સરવેલન્સ કરવામાં આવશે. ખોટી અફવા નહીં ફેલાવવા પોલીસે અપીલ કરી છે
Feb 22, 2026 05:27 pm
અમદાવાદ શહેરના બહેરામપુરા વિસ્તારમાં શનિવાર મોડી સાંજે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ચાલીના ઓટલા પર બેસવા બાબતે થયેલ ઝઘડાની અદાવતમાં એક સગીર સહીત બે લોકોએ યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. જો કે હત્યા માટે આરોપી ચોટીલાથી છરી ખરીદી હોવાનો ખુલાસો થયો.છે . હત્યા કર્યા બાદ આરોપીઓ ફરાર થવાની ફિરાકમાં હતાં. પરંતુ ક્રાઇમબ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ આરોપીઓેને ઝડપી લીધા છે.
Feb 22, 2026 04:51 pm
ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી પહેલા સરકાર વિકાસ કામો પૂર્ણ કરવા માટે તત્પર બની છે. રાજ્યનો શહેરી વિકાસ વિભાગ ચૂંટણી પહેલા એક્શનમાં આવ્યો છે. એક પરિપત્ર જાહેર કરીને હાલમાં પૂર્ણ થયેલા અને ચાલુ રહેલા કામોનો હિસાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે. કેટલા કામો થયા અને કેટલા કામ ચાલુ છે તેનો હિસાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે.
Feb 22, 2026 04:31 pm
આવતીકાલે સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના સમર્થનમાં કિસાન ક્રાંતિ સભા યોજાશે. મુળી તાલુકાના ગઢાદ ગામમાં કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ફરીવાર મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહે તેવી શક્યતાઓ છે. આ સભા સ્વયંભૂ રીતે ખેડૂતોનો ફાળો એકત્ર કરીને યોજાઈ રહી છે. આ સભામાં હજારો ખેડૂતો હાજર રહે તેવી સંભાવના છે.
Feb 22, 2026 04:16 pm
ભરૂચના જંબુસરમાં ટ્રકમાં અચાનક ભયાનક આગ લાગી હતી. આગની ચપેટમાં આવતા ચાર ઈસમો દાઝી ગયા હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ
Feb 22, 2026 04:00 pm
જેતપુર શહેરના ખોડપરા વિસ્તારમાં હિન્દુઓના વિસ્તારમાં એક મકાન હિન્દુએ જ એક વિધર્મીને વેંચતા સ્થાનિકોમાં ઉહાપોહ મચી ગયો છે. અને આ મકાનનો દસ્તાવેજ રદ કરી આ વિસ્તારમાં અન્ય કોઈ આસામીઓ વિધર્મીઓને મકાન ન વેચે તે માટે ખોડપરા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાની સ્થાનિકોએ કલેકટર પાસે માંગ કરી છે
Feb 22, 2026 03:48 pm
સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના સમર્થનમાં મહાસભાનું આયોજન કરાયું છે. આવતીકાલે સુરેન્દ્રનગરમાં કિસાન ક્રાંતિ સભા યોજાશે. મુળી તાલુકાના ગઢાદ ગામે આ સભા યોજવામાં આવશે.
Feb 22, 2026 03:36 pm
અમદાવાદમાં મેટ્રો ટ્રેન કાર્યરત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ શહેરની લાઈફ લાઈન તરીકે પ્રસ્થાપિત થઈ છે. બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ હવે પૂર્ણતાને આરે આવીને ઉભો છે. ત્યારે શહેરમાં વધુ એક પરિવહનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં વોટર મેટ્રો કાર્યરત થાય તો નવાઈ નહીં. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી નદીમાં વોટર મેટ્રો દોડાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.
Feb 22, 2026 03:32 pm
કોપર પાઇપના સ્લિવના જથ્થામાં આગથી દોડધામ, લગ્ન પ્રસંગમાં આવેલા લોકોને તાત્કાલિક બહાર કઢાયા, ફાયર વિભાગે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી.
Feb 22, 2026 03:28 pm
બેંક મેનેજરની સતર્કતાથી બચ્યા સિનિયર સિટીઝન, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે આવ્યો હતો કોલ, સીમ, બેંક એકાઉન્ટ ફ્રોડમાં ઉપયોગ થયાનું કહ્યું, 5 દિવસ સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરાયા, ડિજિટલ એરેસ્ટ કરી રુ. 20 લાખ મોકલવા કહ્યું, FD તોડી સિનિયર સિટીઝન બેંકમાં ગયા હતા, બેંક મેનેજરે પોલીસને જાણ કરતા સમજાવ્યા.
Feb 22, 2026 03:15 pm
આજી નદી કાંઠા વિસ્તારમાં ડિમોલિશન, 1487 મકાનો, દુકાન પર થશે ડિમોલિશન, ગેરકાયદે દબાણના આકાશી દ્રશ્યો આવ્યા સામે, 87 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી થશે.
Feb 22, 2026 02:59 pm
રાજાશાહી સમયમાં આ બગીચો શહેરની શોભા સમાન હતો અગાઉ તળાવમાં બોટિંગ , ગાર્ડનમાં ઝૂલતો બ્રિજ , ફુવારા સહિતના આકર્ષણો હતા હાલમાં ઝૂલતો બ્રિજ દયનિય સ્થિતિમાં અને ફુવારા ગાયબ થઈ ગયા છે, અહીંયા લગાડવામાં આવેલા વૃક્ષો અત્યારે સુકાઈ ગયા છે, રાજેન્દ્ર બાગ આજે ઉજ્જડ અને વેરાન બની ગયો છે, પાલિકા દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવે અથવા બગીચાને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવે તેવી માગ ઉઠી છે, રાજેન્દ્ર પાર્કની જાળવણી કરવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું છે, પાલિકા દ્વારા રાજેન્દ્ર પાર્કનું ખરા અર્થમાં નવીનીકરણ કરવામાં આવેતો ભુજ વાસીઓ નજરાણું બની શકે તેમ છે.
Feb 22, 2026 02:58 pm
ભુજના હમીરસર તળાવ મધ્યે આવેલા રાજેન્દ્ર પાર્ક જાળવણીના અભાવે દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે, પાલિકા દ્વારા થોડા સમય પહેલા અદાજીત એક કરોડ રૂપિયાના ખર્ચે રાજેન્દ્ર પાર્કનું નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોન્ટ્રાકટર દ્વારા બગીચાના કામ ગેરરીતિ અને નબળી ગુણવતાનું કામ થતું હોવાની ફરિયાદ ઉઠી હતી જેના આધારે પાલિકાએ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી કામ બંધ કરાવ્યું હતું ત્યારબાદ કોઈપણ કામગીરી કરવામાં આવી નથી.
Feb 22, 2026 02:58 pm
ભુજ શહેરની મધ્યમાં આવેલો રાજેન્દ્ર પાર્ક દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે, રાજાશાહી સમયનો ઐતિહાસિક બગીચો જાળવણીના અભાવે ઉજ્જડ અને વેરાન બન્યો છે. પાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચે બગીચાનું નવીનીકરણ જાહેરાત બાદ પણ બગીચાની હાલતમાં કોઈ સુધારો થયો નથી, ભુજ શહેરમાં આવેલા રાજાશાહી સમયના બાગ બગીચા આજે ઉજ્જડ અને વેરાન જોવા મળી રહ્યા છે, ભુજ નગરપાલિકા બગીચાની જાળવણી કરવામાં નિષ્ફળ સાબિત થઇ છે.
Feb 22, 2026 02:40 pm
કોંગ્રેસે વૈશ્વિક આયોજનને રાજનીતિનો અખાડો બનાવ્યોઃ PM
ઘણા પક્ષોને દેશનો વિકાસ પચતો નથીઃ PM
કોંગ્રેસે ગંદી રાજનીતિ કરીઃ PM
AI સમિટ પર આખા દેશને ગર્વ થયોઃ PM
વિદેશી મહેમાનો સામે કપડા ઉતાર્યાઃ PM
કોંગ્રેસના લોકો મારી કબર ખોદવા માગે છેઃ PM
કોંગ્રેસે મારી માતાને પણ અપશબ્દો કહ્યાઃ PM
AI સમિટ દેશનો કાર્યક્રમ હતોઃ PM
કોંગ્રેસ NDAનો પણ વિરોધ કરે છેઃ PM
આ દેશના સન્માનનો કાર્યક્રમ હતોઃ PM
કોંગ્રેસે તમામ મર્યાદાઓ તોડી છેઃ PM
કોંગ્રેસની નીતિ પર હવે થૂ - થૂ થઇ રહ્યું છેઃ PM
કોંગ્રેસ સતત આવી હરકતો કરી રહી છેઃ PM
કોંગ્રેસના સાથી પક્ષો પણ સમજી ગયા છેઃ PM
મને નફરત કરે છે કોંગ્રેસઃ PM
વિપક્ષી દળો પણ હવે કોંગ્રેસને સમજી ગયા છેઃ PM
કોંગ્રેસ દેશ માટે બોજ બની ગઇ છેઃ PM
કોંગ્રેસના સાથી દળોએ પણ કોંગ્રેસની ટીકા કરીઃ PM
માતાઓ - બહેનોને આગળ કરવાની શું મજબૂરી છેઃ PM
PMની સીટ ઉપર બેસવું હોય તો જનતાનું દિલ જીતોઃ PM
કોંગ્રેસના બેલગામ નેતા દેશને નષ્ટ કરવામાં લાગ્યા છેઃ PM
Feb 22, 2026 02:40 pm
PMએ મેટ્રો ટ્રેન, નમો ટ્રેનને લીલીઝંડી આપી
12930 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરાયું
82.15 કિલી લાંબો હાઇ - સ્પીડ કોરિડોર તૈયાર
દિલ્હી - મેરઠ નમો ભારત કોરિડોર ખુલ્લો મુકાયો
કોરિડોર ખુલ્લો મુકતા મુસાફરોને મોટો ફાયદો થશે
કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
આજે નવી ક્રાંતિને ઊર્જા મળી છેઃ PM
આ વિકસિત ભારતની ઝલક છેઃ PM
આધુનિક ટ્રેનથી વિકાસને ગતિઃ PM
હવે યોજનાઓ લટકતી - ભટકતી નથીઃ PM
મેરઠની ક્રાંતિ ધરાને નમનઃ PM
ક્રાંતિ ધરાને નવી ગતિ મળી રહી છેઃ PM
સુરક્ષિત યાત્રાને નવું માધ્યમ મળ્યું છેઃ PM
દેશનો વિકાસ અમારી પ્રાથમિકતાઃ PM
વિપક્ષે ઝેરવાળું રાજકારણ ન બદલ્યું : PM
ભાજપે કદી વિકાસનો રસ્તો નથી છોડ્યોઃ PM
લોકોને સારી સુવિધા મળે તે અમારી પ્રાથમિકતાઃ PM
ભારતમાં દુનિયાનું ત્રીજું મોટું મેટ્રો નેટવર્કઃ PM
દેશવાસીઓને સુવિધા આપવા માગીએ છીએઃ PM
ઘણા શહેરોમાં મેટ્રોનું કામ ચાલુઃ PM
પશ્ચિમી ઉત્તરપ્રદેશના લોકોનું જીવન સરળ બન્યું : PM
કોંગ્રેસ - સપા સરકારમાં આવો વિકાસ શક્ય નથીઃ PM
નમો ભારત - મેટ્રો એક સ્ટેશન પર દોડશેઃ PM
ભારત પ્રત્યે દુનિયામાં સન્માન વધ્યુ : PM
અત્યારે દેશના 25 શહેરોમાં મેટ્રો સેવાઃ PM
ભાજપનું ધ્યાન ફક્ત વિકાસ પરઃ PM
ભાજપ સરકાર જનતાને સુવિધા આપવા માગે છેઃ PM
કોંગ્રેસે વૈશ્વિક આયોજનને રાજનીતિનો અખાડો બનાવ્યોઃ PM
ઘણા પક્ષોને દેશનો વિકાસ પચતો નથીઃ PM
કોંગ્રેસે ગંદી રાજનીતિ કરીઃ PM
AI સમિટ પર આખા દેશને ગર્વ થયોઃ PM
વિદેશી મહેમાનો સામે કપડા ઉતાર્યાઃ PM
કોંગ્રેસના લોકો મારી કબર ખોદવા માગે છેઃ PM
કોંગ્રેસે મારી માતાને પણ અપશબ્દો કહ્યાઃ PM
AI સમિટ દેશનો કાર્યક્રમ હતોઃ PM
કોંગ્રેસ NDAનો પણ વિરોધ કરે છેઃ PM
આ દેશના સન્માનનો કાર્યક્રમ હતોઃ PM
કોંગ્રેસે તમામ મર્યાદાઓ તોડી છેઃ PM
કોંગ્રેસની નીતિ પર હવે થૂ - થૂ થઇ રહ્યું છેઃ PM
કોંગ્રેસ સતત આવી હરકતો કરી રહી છેઃ PM
કોંગ્રેસના સાથી પક્ષો પણ સમજી ગયા છેઃ PM
મને નફરત કરે છે કોંગ્રેસઃ PM
વિપક્ષી દળો પણ હવે કોંગ્રેસને સમજી ગયા છેઃ PM
કોંગ્રેસ દેશ માટે બોજ બની ગઇ છેઃ PM
કોંગ્રેસના સાથી દળોએ પણ કોંગ્રેસની ટીકા કરીઃ PM
માતાઓ - બહેનોને આગળ કરવાની શું મજબૂરી છેઃ PM
PMની સીટ ઉપર બેસવું હોય તો જનતાનું દિલ જીતોઃ PM
કોંગ્રેસના બેલગામ નેતા દેશને નષ્ટ કરવામાં લાગ્યા છેઃ PM
Feb 22, 2026 02:39 pm
આગામી તા. ૧૪ માર્ચ, ૨૦૨૬ના રોજ પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, બરવાળા ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિથી સમાધાન કરાવી વિવાદોનો ઝડપી અને સુખદ નિકાલ લાવવાનો છે. લોક અદાલતમાં વિવિધ પ્રકારનાં સમાધાનલાયક કેસોનો સમાવેશ કરવામાં આવશે.
Feb 22, 2026 02:23 pm
06 - T20 વર્લ્ડકપમાં આજે ભારત સહિત આ 4 ટીમો વચ્ચે ટક્કર
07 - Iran US tension : ઈરાન સામે હુમલો કે સંયમ? ટ્રમ્પ વહીવટીતંત્રમાં ગંભીર મતભેદો
09 - Americaમાં ફરી એકવાર બદલાઇ રહ્યો છે મૌસમનો મિજાજ, વાવાઝોડા સહિત ભારે વરસાદની આગાહી
10 - Afghanistan Pakistan conflict : ફતવો કેમ બન્યો અફઘાન–પાકિસ્તાન સંઘર્ષનું મૂળ કારણ?
Feb 22, 2026 02:11 pm
દર્શન પટેલ, ભાર્ગવ પટેલ, નિકુંજ કાત્રોડીયા, વિવેક આહીર, રાકેશ જાલોંધરાની સામે નોંધાઇ પોલીસ ફરિયાદ, પોલીસ તમામના મેડિકલ રીપોર્ટ પણ કઢાવ્યા છે અને જામીન પર મુકત કરવામાં આવ્યા છે, પરંતુ અહીંયા ચર્ચા એ પણ ચાલી રહી છે કે, ડોકટર થઈને આવી રીતે જાહેરમાં દારૂ પીવો કેટલો યોગ્ય કહેવાય ? ડોકટરો પણ મિડીયાને જોઈ પોતાનું મો સંતાડીને ઉભા હતા પરંતુ કાયદો હાથમાં ના લેવો જોઈએ તે સબક પોલીસે ડોકટરોને શીખવી દીધી હતી.
Feb 22, 2026 02:11 pm
ભાવનગરમાં દારુ પીતા તબીબો ઝડપાયા છે અને એક તબીબના ભાઇના લગ્નમાં દારુ પાર્ટી યોજાઈ હતી, જેમાં જાનમાં આવેલા 5 ડોકટર દારૂની મહેફિલ માણીને આવ્યા હતા અને ઝડપાઈ ગયા છે. ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં જાનમાં આવેલા 5 ડોકટર પીધેલી હાલતમાં ઝડપાયા છે અને શિવધારા પાર્ટી પ્લોટ બહારથી ઝડપી પાડ્યા છે પોલીસે, તબીબો સુરતથી ભાવનગર લગ્નમાં આવ્યા હતા અને દારૂની મજા માણીને બહાર આવતા પોલીસે ઝડપ્યા છે અને પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો છે.
Feb 22, 2026 02:02 pm
ચેખલા પે કેન્દ્ર શાળામાંથી ટેમ્પો રવાના થતા ચકચાર, શાળાના સમય વિરુદ્ધ ખુરશીઓ લઇ જવાતા સવાલ, સરકારી મિલકત મોડી રાત્રે લઇ જતા હોબાળો થયો, શિક્ષણ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવા માગ ઉઠી.
Feb 22, 2026 01:40 pm
દિવ્યા સાવલાણીએ ફિનાઈલ પીધા પહેલાં વીડિયો બનાવી જણાવ્યું કે, જિદ્દી બોય (અબજલ સીડા) દ્વારા જે રીતે મને માનસિક ટોર્ચર કરવામાં આવે છે. મેં એને કઈ કીધુ પણ નથી છતાં પણ મારા પર જે પોલીસ તંત્ર દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે, તો કયા બેજ પર મારા પર ગુનો નોંધવામાં આવ્યો છે? હું અને કીર્તિ જ તમને દેખાઈ? જિદ્દીએ ફિનાઈલ શું કામ પીધી અને શું પુરાવા છે કે મારા પર ગુનો નોંધવામાં આવ્યો છે. એની આગળપાછળ ભલે કોઈ ન હોય પણ મારી પાછળ તો મારો પરિવાર, મારા બે બાળકો અને ઘણા લોકો છે.
Feb 22, 2026 01:39 pm
મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ કિર્તી પટેલનો વિવાદ વધ્યો હતો અને યુ ટયૂબરે લાઈવ કર્યુ હતુ અને કિર્તી પટેલે ખંડણી માગી ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી જેને લઈ યુ ટયૂબરે ફિનાઈલ પીધુ હતુ અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, મહત્ત્વનું છે કે કીર્તિ પટેલ સામે છેલ્લા સાત દિવસમાં જૂનાગઢમાં આ ત્રીજો ગુનો નોંધાયો હતો.
Feb 22, 2026 01:39 pm
જૂનાગઢ પોલીસે લેડી ડોન કિર્તી પટેલની રાજસ્થાનથી ધરપકડ કરી હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે જેમાં કિર્તી પટેલને લઈ પોલીસ નીકળી છે અને સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરશે. જૂનાગઢમાં સાત દિવસમાં કિર્તી સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢના યુ ટ્યૂબર યુવકે કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતાં કીર્તિ, દિવ્યા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
Feb 22, 2026 01:28 pm
હવામાન વિભાગની આગાહી, બપોરે મહતમ તાપમાન 33 થી 34 ડિગ્રી રહેશે, રાત્રે લઘુતમ તાપમાન 19 થી 20 ડિગ્રી રહેશે, ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાયા. ગરમ પવનોને લીધે રહેશે મિશ્ર ઋતુ.
Feb 22, 2026 01:07 pm
દ્વારકાથી 115 NM દૂર ઇરાની બોટ ઝડપાઈ, અલ મુખ્તાર બોટમાં 200 કાર્ટન સિગારેટ મળ્યા, સિગારેટની કિંમત અઢીથી 5 કરોડ હોવાનો અંદાજ, ચાર ઇરાની ક્રૂ મેમ્બરને કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા, બોટ અને આરોપીઓ પોરબંદર લાવવામાં આવશે.
Feb 22, 2026 12:53 pm
લવ જેહાદ મુદ્દે બનેલી ‘બેહદ’ ફિલ્મ સામે મુસ્લિમ સમાજના કેટલાક આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ફિલ્મથી લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે પ્રોડ્યુસર ફિલ્મને જાગૃતિ માટે બનાવાઈ હોવાનું કહે છે. લવ જેહાદના મુદ્દા પર આધારિત ફિલ્મ ‘બેહદ’ રિલીઝ થયા બાદ કેટલાક વિસ્તારોમાં વિરોધની લહેર જોવા મળી રહી છે. ફિલ્મ ખાસ એક સમાજને નિશાન બનાવી રજૂ કરવામાં આવી હોવાનું કહી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે.
Feb 22, 2026 12:52 pm
જૂનાગઢમાં બેહદ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઈમ્તિયાઝ પઠાણનું ઉગ્ર નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, ખાસ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને બેહદ પિક્ચર એકતા માટે ખતરારૂપ છે. આ બેહદ પિકચરમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ફિલ્મના દ્રશ્યોથી ધાર્મિક લાગણી દુભાઈ છે અને ફિલ્મને લઇ મુસ્લિમ સમાજમાં ભારે રોષ છે અને ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરાઈ છે.
Feb 22, 2026 12:32 pm
મહેસાણા એસપીએ નિયમ પાલનની શરૂઆત પોતાના જિલ્લાના પોલીસ કર્મીઓ સામે કરી છે, મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીઓની કારના કાળા કાચ દૂર કરાયા છે અને નંબર પ્લેટ વગરની ગાડી સામે પણ કાર્યવાહી કરી છે, ટ્રાફિક નિયમનના પાલન માટે શરૂઆત હેડક્વાર્ટરથી કરી છે જેથી અન્ય વાહનચાલકોને એમ ના થાય કે પોલીસની સામે તો કોઈ કાર્યવાહી કરી નથી, ત્યારે વહેલી સવારથી પોલીસે પોલીસની સામે જ કાર્યવાહી કરી છે.
Feb 22, 2026 12:31 pm
મહેસાણા જિલ્લા પોલીસની કાર્યવાહી સામે આવી છે, જેમાં પોલીસે પોલીસને જ દંડ ફટકાર્યો છે અને નંબર પ્લેટ અને કાળા કાચ વાળી કારમાંથી બ્લેક ફિલ્મ દૂર કરી છે. મહેસાણામાં કાર પરથી કાળા કાચ દૂર કરાયા છે અને આ કાર્યવાહી પોલીસની કાર હોય તેની સામે કરવામાં આવી છે, હેડક્વાર્ટરમાં પોલીસકર્મીઓએ કાળા કાચ દૂર કર્યા છે અને નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, કાળા કાચ, નંબર પ્લેટ વગરની 30 કાર સામે કાર્યવાહી કરાઈ છે.
Feb 22, 2026 12:17 pm
આ સાથે જ E-Cooperative Portal (https://ecooperative.gujarat.gov.in) પર જરૂરી આધાર પુરાવા સાથે રજિસ્ટ્રેશન તાજું અથવા રીન્યુ કરવા માટે અરજી કરવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં ખુલાસો કે અરજી રજુ કરવામાં કસુર કરનાર શાહુકારો સામે કડક વલણ અપનાવવામાં આવશે. જો રજુ કરાયેલ ખુલાસો અસંતોષકારક જણાશે અથવા સમય મર્યાદામાં જવાબ નહિ મળે, તો ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ ની જોગવાઈ મુજબ એકતરફી રીતે રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Feb 22, 2026 12:16 pm
ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-2011 અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં શાહુકારો દ્વારા કાયદેસર રજિસ્ટ્રેશન અને નિયમોનું ચુસ્ત પાલન થાય તે હેતુસર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા જિલ્લાના 80 જેટલા શાહુકારોને તેમનો પરવાનો રીન્યુ ન કરાવવા બદલ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર કોમલ કે. ચૌધરી અને સહકારી અધિકારી (ધિરધાર) નિકુલગીરી એન. ગોસ્વામી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી આ નોટીસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, નોટીસ મળ્યાના ૧૫ દિવસની અંદર સંબંધિત શાહુકારોએ લેખિત અથવા મૌખિક ખુલાસો કચેરી સમક્ષ રજુ કરવાનો રહેશે.
Feb 22, 2026 12:00 pm
મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન
દિલ્હીમાં AI સમિટનું આયોજન કરાયું : PM
વર્લ્ડ લીડરને મળવાનો અવસર મળ્યોઃ PM
ગ્લોબલ AI સમિટમાં દેશની તાકાત જોવા મળીઃ PM
AI જાનવરોના ઇલાજ માટે મદદરુપઃ PM
AI શક્તિના ઉપયોગ અંગે ચર્ચાઃ PM
AI સમિટ ભારત માટે સૌથી મોટી ઉપલબ્ધિઃ PM
AI સમટિથી દુનિયાને ફાયદો થશેઃ PM
AI સમિટ દુનિયા માટે ટર્નિંગ પોઇન્ટઃ PM
અનેક દેશોના નેતાઓ AI સમિટમાં આવ્યાઃ PM
કેનેડા ટીમમાં ભારતીય મૂળના સૌથી વધુ ખેલાડીઃ PM
ખેલ જોડે છે, જે રમે છે તે ખીલે છેઃ PM
અમેરિકા ટીમમાં ઘણા ભારતીય ચહેરાઃ PM
અમેરિકા ક્રિકેટ ટીમનો કેપ્ટન ભારતીયઃ PM
ભારતીય ખેલાડીઓ દેશનું ગૌરવ વધારી રહ્યા છેઃ PM
ઓમાનની ટીમમાં ઘણા ભારતીય ચહેરાઃ PM
અંગદાન પર જાગરુકતા વધીઃ PM
નિર્દોષ લોકો ડિજિટલ ફ્રોડનો શિકારઃ PM
ડિજિટલ એરેસ્ટથી સતર્ક રહેવું જોઇએઃ PM
ડિજિટલ એરેસ્ટને લઇ જાગરુકતા વધીઃ PM
ડિજિટલ એરેસ્ટમાં કેટલાક લોકો છેતરાયાઃ PM
KYC તમારા બેન્ક ખાતાની સુરક્ષા માટેઃ PM
OTP, આધાર, બેન્કની માહિતી શેયર ન કરોઃ PM
બાળકો એક્ઝામ વોરિયર છેઃ PM
તમારું મૂલ્યાંકન માર્કશીટથી નથી થતું : PM
આપણા ખેડૂતો ફક્ત અન્નદાતા નથીઃ PM
આજનો ખેડૂત પરંપરા, ટેકનોલોજી સાથે ચાલે છેઃ PM
ખેડૂત ધરતીના સાચા સાધન છેઃ PM
ભારતીય કૃષિ ઉત્પાદન વિદેશ પહોંચે છેઃ PM
થોડા દિવસ પછી હોળીનો પર્વ આવશેઃ PM
દેશવાસીઓને તહેવારો માટે શુભકામનાઓઃ PM
Feb 22, 2026 11:59 am
6ની તમિલનાડુ અને 2ની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ, ઝડપાયેલા આતંકીઓ ISIના ઇશારે કામ કરતા હતા, શંકાસ્પદોમાં એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ, 12થી વધુ મોબાઇલ ફોન અને 16 સિમ કાર્ડ મળ્યા, આતંકી સંગઠનોના સમર્થનમાં પોસ્ટ પણ કરી હતી, તમામ પર આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ.
Feb 22, 2026 11:58 am
23 ફેબ્રુઆરી યોજાશે કોમનવેલ્થ કનેક્ટ ફોરમ, CM અને DyCM કાર્યક્રમમાં હાજર રહેશે, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજન.
Feb 22, 2026 11:37 am
06 - Amitabh Bachchanને કારણે રાજપાલ યાદવ ફસાયા મુસીબતમાં! વિવાદ વધારે વકર્યો?
07 - PM Modi Mann ki Baat: AI સમિટમાં જોવા મળી ભારતની તાકાત, મનકી બાતમાં બોલ્યા PM મોદી
08 - Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવીનતમ ભાવ જાહેર, જાણો તમારા શહેરનો લેટેસ્ટ ભાવ
09 - Delhi : ભારતમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ , તમિલનાડુથી 6 શંકાસ્પદ ઝડપાયા
10 - Odisha road accident : ઓડિશામાં ભયાનક માર્ગ અકસ્માત, 5 પોલીસકર્મીઓના મોત
Feb 22, 2026 11:27 am
વડોદરાના તરસાલી બળીયાદેવ મંદિર નજીક ડમ્પરની અડફેટે એકનું મોત થયું છે, અને એક્ટિવા સવારને યુવકને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તરસાલી બળીયાદેવ મંદિર પાસેના માર્ગ પરથી એક યુવક એક્ટિવા પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવતા બેફામ ડમ્પરના ચાલકે તેને ટક્કર મારી હતી અને યુવક ડમ્પરના ટાયર નીચે આવી ગયો હતો.
Feb 22, 2026 11:27 am
વડોદરામાં બેફામ ડમ્પર ચાલકે યુવકનો જીવ લીધો છે અને ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને લીધો અડફેટ જેના કારણે એકિટવા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. વડોદરાના તરસાલી બળીયાદેવ પાસે અકસ્માતમાં યુવકનું મોત થયું છે. બેફામ દોડતા ડમ્પરે એકિટવા ચાલકને અડફેટે લીધો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડમ્પર ચાલકની અટકાયત કરી હતી, ,સ્થાનિકોનો આક્ષેપ છે કે ડમ્પરો વારંવાર અકસ્માત સર્જતા હોય છે.
Feb 22, 2026 11:09 am
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે ‘મિશન જીરો સ્ક્રેપ’ અંતર્ગત નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરતાં નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન અત્યાર સુધી ₹61.53 કરોડ મૂલ્યની સ્ક્રેપ સામગ્રીનું નિપટાન કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ ‘મિશન જીરો સ્ક્રેપ’ હેઠળ અમદાવાદ મંડળની તેની તમામ સ્થાપનાઓ અને એકમોને સ્ક્રેપ-મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ દર્શાવે છે.રેલવે પ્રશાસન દ્વારા બિનઉપયોગી, પરિત્યક્ત અને અપ્રચલિત સામગ્રીના સુવ્યવસ્થિત નિપટાન દ્વારા માત્ર આવક જ પ્રાપ્ત કરવામાં આવી રહી નથી, પરંતુ સંપત્તિઓનું અસરકારક સંચાલન તેમજ સ્વચ્છ પરિસર પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
Feb 22, 2026 11:09 am
01-તા. 19.02.2026ની 19032 યોગનગરી ઋષિકેશ સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા – આંબલિયાસણ – કલોલના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા – કટોસણ રોડ – કલોલના રસ્તે ચાલશે.
02-તા. 19.02.2026ની 19412 દૌલતપુર ચોક – સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા – આંબલિયાસણ – કલોલના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા – કટોસણ રોડ – કલોલના રસ્તે ચાલશે.
Feb 22, 2026 11:09 am
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મહેસાણા–જગુદણ સ્ટેશનો વચ્ચે બ્રિજ નં. 976 ના પુનર્નિમાણ સંબંધિત એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. રેલ મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે. મુસાફરો ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકે છે.
Feb 22, 2026 10:39 am
મેચને લઇ અમદાવાદ ટ્રાફિલ પોલીસનું જાહેરનામું, જનપથ ટી જંક્શનથી મોટેરા સ્ટેડિયમ સુધીનો માર્ગ બંધ, બપોરે 3 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી રસ્તો બંધ રહેશે, સ્ટેડિયમ અંદર 531 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.
Feb 22, 2026 10:30 am
સામાન રહી જવું અથવા સહપ્રવાસી રહી જવા જેવી પરિસ્થિતિઓ મુખ્યરૂપે નોંધાઈ હતી. આ કારણોને ધ્યાનમાં રાખીને આરપીએફ દ્વારા મુસાફરોને જાગૃત કરવા માટે નિયમિત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે તેમજ રેલવે કર્મચારીઓ સાથે વધુ સારું સમન્વય સ્થાપિત કરવામાં આવ્યું છે. તે ઉપરાંત આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, અલા હજરત એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ અને લોકશક્તિ એક્સપ્રેસ જેવી કેટલીક ટ્રેનોમાં એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હતી, જેના પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. રેલવે પ્રશાસન તથા આરપીએફ મુસાફરોને અપીલ કરે છે કે એલાર્મ ચેનનો ઉપયોગ માત્ર આપાતકાલીન પરિસ્થિતિમાં જ કરે. અનાવશ્યક એલાર્મ ચેન પુલિંગ ન માત્ર ટ્રેન પરિચાલનમાં વિક્ષેપ ઉભો કરે છે, પરંતુ અન્ય મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પણ અસર કરે છે.
Feb 22, 2026 10:29 am
અમદાવાદ મંડળનું રેલવે સુરક્ષા દળ (RPF) યાત્રીઓની સુરક્ષા, રેલવે સંપત્તિની રક્ષા તથા સ્ટેશનો પર સુરક્ષિત વાતાવરણ જાળવી રાખવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કાર્ય કરી રહ્યું છે. વર્ષ 2026 દરમિયાન એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ પર કડક નજર રાખતાં RPFએ સતર્કતા, ત્વરિત કાર્યવાહી અને અસરકારક સમન્વય દ્વારા નોંધપાત્ર નિયંત્રણ સ્થાપિત કર્યું છે, જેથી ટ્રેનોની સમયપાલનતા અને અવરોધરહિત રેલ પરિચાલન સુનિશ્ચિત થઈ શકે. સ્ટેશન સ્તરે અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, વિરમગામ અને ગાંધીધામ ખાતે એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ તુલનાત્મક રીતે વધુ નોંધાઈ હતી. જ્યારે સેક્શન સ્તરે ગેરતપુર–અમદાવાદ, અમદાવાદ–વિરમગામ, ઉંઝા–પાલનપુર, સામાખ્યાલી–ભુજ તેમજ અમદાવાદ–સાબરમતી ખંડોમાં વધુ ઘટનાઓ સામે આવી હતી, જ્યાં આરપીએફ દ્વારા વધારાની દેખરેખ તથા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યા હતા.
Feb 22, 2026 10:29 am
અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ જેમાં 449 કેસોમાં કેસ નોંધવામાં આવ્યા છે તેમજ ₹48,700નો દંડ વસૂલવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન કુલ 484 એલાર્મ ચેન પુલિંગ (ACP) ની ઘટનાઓ નોંધાઈ હતી. તેમાંથી 449 કેસોમાં નિયમિત રીતે કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે બાકીના કેસોમાં પ્રાથમિક તપાસ બાદ કાનૂની કારણોસર કેસ નોંધવામાં આવ્યા નહોતા.આ કેસોમાં કાર્યવાહી કરતાં રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા 408 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ₹48,700નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
Feb 22, 2026 10:16 am
પોલીસના ધાડેધાડા ઉતારીને તંત્રએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે દબાણકારીઓ સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહી સાથે ડ્રોન કેમેરા વડે પણ નજર રાખવાં આવી રહી છે હવે જોવાનું એ રહેશે કે સોમવારે આખરે ડિમોલેશન થશે તો શું પરિસ્થિતિ જોવા મળશે ડિમોલેશન પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ દ્વારા ઘરે ઘરે જઈ સમજાવવામાં આવી રહ્યા છે, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે, રેપીડેક્શન ફોર્સ, SRP,RAF સહિતના જવાનો તૈનાત રહેશે, અલગ અલગ જિલ્લાઓમાંથી વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા.
Feb 22, 2026 10:15 am
એક તરફ તંત્ર કાયદેસરની કાર્યવાહી પર અડગ છે, તો બીજી તરફ પોતાના આશિયાના બચાવવા માટે સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ અને PGVCLની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોના વિરોધ વચ્ચે તંત્ર અને પોલીસ કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને જગ્યા રવિવાર સુધીમાં ખાલી કરી દેવા સમજાવી રહ્યા છે, આ મામલે મ્યુન્સિપલ કમિશનર એ તંત્રની તૈયારી અંગે વિગતો પણ જણાવ્યુ કે, "જે લોકો સ્વેચ્છાએ દબાણ હટાવશે તેમને તંત્ર પૂરો સહયોગ આપશે, પરંતુ ગેરકાયદે બાંધકામ ચલાવી લેવામાં આવશે નહીં."
Feb 22, 2026 10:15 am
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે વહેલી સવારથી જ ભારે તંગદિલી વચ્ચે મનપા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, વર્ષો જૂના ગેરકાયદે દબાણો લોકો જાતે જ દૂર કરે તે માટે તંત્ર મેદાનમાં ઉતર્યું છે અને આજે સવારથી જ આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ છે. મનપા કમિશનર તુષાર સુમેરાના આદેશ બાદ, તંત્રએ ગેરકાયદે મકાનો અને દુકાનો વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરી છે, મનપાએ ડિમોલિશનને લઈને એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
Feb 22, 2026 10:15 am
રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે મેગા ડિમોલિશન કરાશે અને મેગા ડિમોલિશનને લઇ સ્થાનિક તંત્ર સજ્જ છે, 1500 પોલીસ અને મનપાનો 1200થી વધુ સ્ટાફ ખડેપગે છે, 7 ફાયરની ટીમ અને PGVCLની ટીમ ખડેપગે છે. મેગા ડિમોલિશનને લઇ કંટ્રોલ રુમ બનાવાયો છે અને સ્વૈચ્છિક દબાણ દૂર કરનારને મનપા કરી રહી છે મદદ જેમાં 7 જેટલી ટીમ 14 શેરીમાં ડિમોલિશન કરશે અને 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો છે, 1487 અસરગ્રસ્તોને નોટિસ ફટાકારાઇ છે અને 87,700 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.
Feb 22, 2026 09:57 am
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે અને મુસાફર પેટમાં ગોલ્ડ કેપ્સ્યુલ છુપાવીને લાવ્યો હતો અને કસ્ટમ વિભાગ દ્વારા તપાસ કરાતા ભાંડો ફૂટયો હતો, હાલમાં મુસાફરની અટકાયત કરવામાં આવી છે, અને તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પરથી અવાર-નવાર ઝડપાય છે સોનું.
Feb 22, 2026 09:57 am
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરી ઝડપાઇ છે અને અબુધાબીથી આવેલા મુસાફર પાસેથી સોનું મળ્યું છે, 3 ગોલ્ડ કેપ્સ્યુલ પેટમાં છુપાવી લાવ્યો હતો મુસાફર. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી ઝડપાઈ છે અને અબુ ધાબીથી આવેલા મુસાફર પાસેથી 21.89 લાખનું સોનું ઝડપાયું છે, સોનાની કેપ્સ્યુલ બનાવી શરીરમાં છુપાવી લાવ્યો હતો મુસાફર અને એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા મુસાફર પાસેથી 135.200 ગ્રામ સોનું ઝડપાયું છે.
Feb 22, 2026 09:39 am
01-બાંદ્રા ટર્મિનસથી પાલીતાણા જતી બાંદ્રા–પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09023) તા. 27 ફેબ્રુઆરી 2026 (શુક્રવાર)ના રોજ બાંદ્રા ટર્મિનસથી રાત્રે 21.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 12.00 વાગ્યે પાલીતાણા પહોંચશે.
02-તે જ રીતે પરત ફરતી પાલીતાણા–બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09024) તા. 01 માર્ચ 2026 (રવિવાર)ના રોજ પાલીતાણાથી રાત્રે 20.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે બપોરે 12.00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
03-આ ટ્રેન બંને દિશામાં સિહોર (ગુજરાત), સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે. યાત્રિયોની સુવિધા માટે ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ તેમજ જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે.
Feb 22, 2026 09:39 am
યાત્રિયોની સુવિધા તેમજ “ફાગણ ફેરી”ના અવસરે પાલીતાણા જૈન મંદિર ખાતે આવનારા શ્રદ્ધાળુઓની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર પાલીતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09023 અને 09024 માટે બુકિંગ તા. 21 ફેબ્રુઆરી 2026 (શનિવાર)થી તમામ મુસાફર આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસીની આધિકારિક વેબસાઈટ પર શરૂ થઈ છે. મુસાફરો ટ્રેનના સંચાલન સમય, ઠેરાવ તથા સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈ માહિતી મેળવી શકે છે.
Feb 22, 2026 09:26 am
1.ટ્રેન નં. 12905/12906 પોરબંદર–શાલીમાર–પોરબંદર એક્સપ્રેસમાં સુધારેલ સંરચના મુજબ જનરલ કોચોની સંખ્યા 3 થી વધારીને 4 કરવામાં આવશે. આ કોચો પોરબંદરથી 29 એપ્રિલ 2026થી તથા શાલીમારથી 01 મે 2026થી અમલમાં આવશે.
2.ટ્રેન નં. 20968/20967 પોરબંદર–સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસની ટ્રેન સંરચનામાં ફેરફાર કરીને સામાન્ય શ્રેણીના કોચોની સંખ્યા 3 થી વધારીને 4 કરવામાં આવશે. આ કોચો પોરબંદરથી 28 એપ્રિલ 2026થી તથા સિકંદરાબાદથી 29 એપ્રિલ 2026થી અમલમાં આવશે.
3.ટ્રેન નં. 12949/12950 પોરબંદર–સાંતરાગાછી–પોરબંદર એક્સપ્રેસમાં સુધારેલ સંરચના મુજબ સામાન્ય શ્રેણીના કોચોની સંખ્યા 2 થી વધારીને 4 કરવામાં આવશે. આ કોચો પોરબંદરથી 01 મે 2026થી તથા સાંતરાગાછીથી 03 મે 2026થી અમલમાં આવશે.
Feb 22, 2026 09:26 am
યાત્રિયોની સુવિધા તેમજ રેલવે બોર્ડના દિશા-નિર્દેશોને અનુરૂપ દરેક મેલ/એક્સપ્રેસ ટ્રેનમાં ઓછામાં ઓછા 04 સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ કરાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી ટ્રેનોની સંરચનામાં સામાન્ય શ્રેણીના કોચોમાં કાયમી વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
Feb 22, 2026 09:26 am
જૂનાગઢથી ચલાલા જતી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 10:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 14:10 વાગ્યે ચલાલા સ્ટેશન પહોંચશે. વાપસીમાં ચલાલાથી જૂનાગઢ જતી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન ચલાલાથી બપોરે 14:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 17:35 વાગ્યે જૂનાગઢ સ્ટેશન પહોંચશે.આ ટ્રેન માર્ગમાં તોરણિયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર અને ધારી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
Feb 22, 2026 09:25 am
યાત્રિયોની સુવિધા માટે ભાવનગર મંડળના મીટરગેજ સેક્શનમાં 23 ફેબ્રુઆરીથી જૂનાગઢ–ચલાલા વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન દોડશે. યાત્રિયોની સુવિધા તથા તેમની માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં વિશેષ ભાડા પર જૂનાગઢ અને ચલાલા સ્ટેશનો વચ્ચે 23 ફેબ્રુઆરી, 2026 (સોમવાર)થી દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી દરમિયાન ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લઈ સુરક્ષિત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે.
Feb 22, 2026 09:13 am
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ચંડોળા તળાવમાં પુરાણ કરીને ફાર્મહાઉસ અને ઝુંપડા વગેરે બનાવી બાંગ્લાદેશીઓને આશરો આપનારા લલ્લા બિહારીનાં ગેરકાયદે દબાણો નેસ્તનાબૂદ કરી નાખ્યા બાદ હવે બાકીનાં ગેરકાયદે ઝૂંપડા દૂર કરી તળાવને દબાણમુક્ત બનાવવા માટે બીજા તબક્કાની કાર્યવાહી અંતર્ગત ઝુંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે EWS હેઠળ બનતાં મકાનો ફાળવવાનો નિર્ણય લેવાયો છે. રૂ. ૩ લાખની આવક ધરાવતા ઝૂંપડાવાસીઓને શહેરના સાતેય ઝોનમાં EWS હેઠળ બની રહેલા મકાનામાં વિકલ્પ અધાશે. DYMC રિધેશ રાવલે જણાવ્યું હતું કે, ચંડોળાને ઝુંપડામુક્ત કરવા માટે AMC અને કલેક્ટર કચેરી દ્વારા ડીમાર્કેશનની કામગીરી હાથ ધરાઈ છે.ચંડોળા તળાવમાંથી ૧.૫૦ ચો.મી. જમીનમાંથી દબાણો હટાવાયા છે.
Feb 22, 2026 09:13 am
ચંડોળા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવામાં આવશે જેથી લોકો અહીં હરવા ફરવા માટે આવી શકે અને તેમાંથી પણ આવક મેળવી શકાય. અમદાવાદ મનપા દ્વારા દાણીલીમડામાં ચંડોળા તળાવ 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથીયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવીને તળાવની રોકન વધારવામાં આવશે. આ સાથે સાથે તળાવની ફરતે આખી દિવાલ પણ ઊભી કરવામાં આવશે.
Feb 22, 2026 09:13 am
ચંડોળા તળાવને ઝુંપડપટ્ટી મુક્ત કરવા માટે ઝુંપડાવાસીઓને EWS મકાનો ફાળવવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાયેલા ઠરાવમાં ૧-૧૨-૨૦૧૦ અગાઉ ચંડોળા તળાવ વિસ્તારમાં રહેનારાઓને જ આ યોજનાનો લાભ મળશે તેવી મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે. તાજેતરનાં વર્ષોમાં ચંડોળાનાં કિનારે ઝુંપડા બનાવીને રહેતાં હશે તેમને આવાસ મળશે નહિ અને તેમને ત્યાંથી ખસેડવામાં આવશે. આ ઠરાવ મંજૂર કરીને તે અંગે રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવશે. ડ્રોન મારફતે સર્વે કરાવો છે અને ચંડોળા તળાવ અને તળાવની ફરતે આશરે ૨.૫૦ લાખ ચો.મી. જમીનમાં દબાણો હોવાનું જોવા મળ્યું હતુ.
Feb 22, 2026 09:12 am
અમદાવાદ શહેરને મળશે નવું રિક્રિએશન અને ચંડોળા તળાવ બનશે મીની કાંકરિયા જેમાં કામગીરીનો પ્રથમ ફેઝ પૂર્ણ થવાના આરે છે અને 36 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ પૂર્ણ થવાના આરે છે. તળાવમાં ગેઝેબો અને વોક-વેનું કામ ચાલુ છે અને તળાવમાં 19 કુવા બનાવ્યા છે, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે આકર્ષકનું કેન્દ્ર અને તળાવમાં લેક પાસે ઓપન જિમ બનશે અને અપ્પર પ્રોમેનાડ અને જંગલ થીમ ઝોન તૈયાર કરાયું છે.
Feb 22, 2026 09:06 am
બહેરામપુરા પોલીસ ચોકી પાસે યુવકની હત્યા, યુવાનોમાં અંદરો અંદર બબાલ થતા કરી હત્યા, હિમેશ પરમાર નામના યુવાનની કરાઇ હત્યા, મૃતદેહને LG હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો, યુવકની ઉંમર 19 વર્ષ હોવાની પ્રાથમિક માહિતી, પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Feb 22, 2026 09:00 am
રાજકોટ ગ્રામ્ય LCB,SOG,ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતુ અને મોટી માત્રામાં ગામમાં ગુનેગારોના ઘરે સર્ચ ઓપરેશન કરાયું હતુ, હત્યા સહિતના અનેક અલગ-અલગ મોટા ગુનામાં સંડોવા આરોપીને ત્યાં વીજ કનેક્શન પણ કપાવમાં આવ્યું છે, મોટા માત્રા ગામમાં 74 બિન કાયદેસર વીજ જોડાણ મળી આવ્યા છે અને ગામમાંથી અલગ અલગ જગ્યાઓ પરથી 12500 હજાર મીટર કેબલ પણ મળી આવ્યો છે, જસદણ Pgvcl દ્વારા વીજ ચોરી કરનારને 68.6 લાખનો દંડ ફટકારાયો છે.
Feb 22, 2026 09:00 am
રાજકોટ ગ્રામ્ય જિલ્લા એસપીની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં પોલીસે વિંછીંયા ગામે મોટા ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન કર્યુ હતુ. રાજકોટ ગ્રામ્ય જિલ્લા SPની મોટી કાર્યવાહી સામે આવી છે, વિંછીયાના મોટા માત્રા ગામે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતુ અને ગુનેગારોના રહેણાંક મકાનમાં પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ, આ સર્ચ દરમિયાન 74 ગેરકાયદે વીજ જોડાણ ગામમાંથી ઝડપાયા હતા અને PGVCL દ્વારા વીજ ચોરી કરનારને 68.6 લાખનો દંડ ફટકાર્યો હતો.
Feb 22, 2026 08:47 am
CISF જવાને એન્ટ્રી પાસ માગતા યુવકે લાફો માર્યો, મહમદ ઝાકીર શેખ રખિયાલનો હોવાનું સામે આવ્યું, એરપોર્ટ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
Feb 22, 2026 08:26 am
82.15 કિલી લાંબો હાઇ-સ્પીડ કોરિડોર તૈયાર, દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોર ખુલ્લો મુકાશે, કોરિડોર ખુલ્લો મુકતા મુસાફરોને મોટો ફાયદો થશે.
Feb 22, 2026 08:13 am
વડોદરાના અલગ-અલગ વિસ્તારમાંથી કોર્પોરેશનના ફૂડ વિભાગે તેલ, ઘી, તુવેરદાળ, ગોળ સહિતની ચીજવસ્તુઓના નમૂના ચકાસવા માટે લીધા હતી અને નમૂનાઓને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જે પૈકી 25 નમૂનાઓ ફેલ જાહેર થયા હતા. છેલ્લા કેટલાક સમયથી નકલી ચીજ વસ્તુઓ તેમજ અખાદ્ય ચીજવસ્તુઓ થકી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરી નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
Feb 22, 2026 08:13 am
વડોદરા કોર્પોરેશનના ફૂડ વિભાગે લીધેલા 25 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, છેલ્લા બે માસમાં ફૂડ વિભાગે લીધા હતા નમૂના અને એક્સપ્રેસ હોટલ, કુમકુમ રેસ્ટોરન્ટના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. વડોદરા કોર્પોરેશના ફૂડ વિભાગે લીધા 25 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, ગાયનું ઘી, પનીર, ગોળના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, ફૂડ વિભાગ તમામ વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરશે અને લેબોરેટરીમાં મોકલ્યા બાદ તમામ નમૂના ફેલ થયા છે. ખોરાક શાખાએ હોટલ, રેસ્ટોરન્ટ અને વિક્રેતાઓને ત્યાંથી ખાદ્ય પદાર્થના લીધા હતા નમૂના.
Feb 22, 2026 08:01 am
પોલીસે આરોપી દિલશાન ડોડીયારને ઝડપ્યો, આરોપી બાળકીનું અપહરણ કરી લઇ ગયો હતો, પોલીસે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી.
Feb 22, 2026 07:52 am
ગંભીર રીતે દાઝી ગયેલા 75 વર્ષીય વૃદ્ધાનું મોત, હુસેનાબેન અબ્દુલ ભાઈ બાજરાણીનું મોત, જૂનાગઢ ખાતે સારવારમાં ખસેડાયા હતા, સારવાર દરમિયાન મોડી રાતે થયુ મોત, વારસાઈની જમીન મુદ્દે પરિવાર બાખડ્યા હતા, હુમલાખોરોએ પેટ્રોલ બોમ્બથી ઘર સળગાવ્યુ હતુ, 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યુ હતુ, ઘટનાના 24 કલાક બાદ પણ આરોપીઓ હજુ ફરાર.
Feb 22, 2026 07:50 am
ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટી પડયા હતા, અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે, ચાર રસ્તા પર સર્કલ બનાવવામાં આવે જેના કારણે અકસ્માત ઘટી શકે, તો તંત્ર સ્થાનિકોની માગ પ્રમાણે સર્કલ બનાવે તે જરૂરી બન્યું છે.
Feb 22, 2026 07:49 am
વાવ થરાદ જીલ્લાના વાવ- સુઈગામ હાઈવે ચાર રસ્તા વિશ્રામ ગૃહ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં સ્પીડમાં આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા હતા અને કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો હતો, સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને જે કારનો ચાલક છે તેને શોધવા માટે તપાસ શરૂ કરી છે, વાવ ચાર રસ્તાથી ચાંદરવા તરફ જતા એક બાઇક ચાલકને સ્વીફ્ટ ગાડીએ અડફેટે લેતા આ ઘટના બની છે, લક્ષ્મણભાઈ રૂપરામ ભાઈ ગામોટ ઉ.વ.55 વર્ષ રહે. ચાંદરવા નામના વૃદ્ધનું મોત થયું છે.
Feb 22, 2026 07:49 am
બનાસકાંઠાના વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનમાં એકનું મોત થયું છે, અજાણ્યા કારના ચાલકે વૃદ્ધને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે. બનાસકાંઠાના વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે અને કારે બાઇક ચાલકને અડફેટે લેતા વૃદ્ધનું મોત થયું છે, મૃતક બાઇક લઇને ચાંદરવા જઇ રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી, અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને વાવ ચાર રસ્તે સર્કલ બનાવવા સ્થાનિકોની માગ છે.
Feb 22, 2026 07:34 am
મન કી બાતનો આજે 130મો એપિસોડ, મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરશે, દેશહિત, વિકાસના વિષય પર કરશે વાત, જનભાગીદારી જેવા વિષયો પર કરશે વાત.
Feb 22, 2026 07:29 am
236 વર્ષ જુની SCOTUS સંસ્થા પર આરોપ, વિદેશી હિતોથી પ્રભાવત હોવાના આક્ષેપ, ભારત સાથે સંબંધ રાખનારી કંપની પર આક્ષેપ, અમેરિકન કંપનીઓ અને વકીલો પર આક્ષેપ, ટ્રમ્પના ટેરિફને પડકારનાર નીલ કાત્યાલ સામે રોષ, નીલ કાત્યાલ મૂળ ભારતીય અમેરિકન એટર્ની.
Feb 22, 2026 07:19 am
3 માર્ચે હોળીએ ચંદ્રગહણ હોવાથી દર્શનનો સમય બદલાયો, મહાકાળી માતાના મંદિરના દર્શનના સમયમાં ફેરફાર, 3 માર્ચે સવારે 5 વાગ્યે આરતી બાદ 6 વાગ્યાથી દર્શન બંધ, 4 માર્ચથી નિત્યક્રમ મુજબ ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે, 2 માર્ચના રોજ સાંજે 6 કલાકે પરિસરમાં હોળી પ્રગટાવાશે.
Feb 22, 2026 07:08 am
પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો.
Feb 22, 2026 07:08 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Feb 22, 2026 07:07 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Feb 22, 2026 07:07 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Feb 22, 2026 07:07 am
રાજયમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને આજે અમદાવાદમાં 34 ડિગ્રી તાપમાન રહી શકે છે, ઉત્તર પૂર્વના ગરમ પવનો ફૂંકાશે અને મહતમ તાપમાન 33 થી 34 ડિગ્રી રહી શકે છે. સૌથી વધુ રાજકોટમાં 36 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 35.5 ડિગ્રી, મહુવામાં 35.6 ડિગ્રી, કેશોદ 35.2 ડિગ્રી, અમદાવાદમાં 34 ડિગ્રી, ડીસામાં 34.2 ડિગ્રી, ગાંધીનગરમાં 33.5 ડિગ્રી, વડોદરામાં 35.4 ડિગ્રી, નલિયામાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Feb 22, 2026 06:47 am
અકસ્માતમાં 4 લોકોના મોત, 17 લોકો ઇજાગ્રસ્ત, રાજધાની સેંટિયાગોમાં ગેસ ટેન્કર પલટતા અકસ્માત, ટ્રક પલટતા ધુમાડો થયો અને બ્લાસ્ટ થતા આગ લાગી, ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત, અકસ્માતમાં ટેન્કર ચાલકનું પણ ઘટના સ્થળે મોત.
Feb 22, 2026 06:46 am
ક્રિટિકલ મિનરલ્સ, રેર અર્થ એલિમેન્ટ્સ મુદ્દે કરાર, ભારતીયો માટે બિઝનેસ વિઝામાં 10 વર્ષનો વધારો, 5 વર્ષમાં દ્ધિપક્ષિય વેપાર 20 અબજ ડોલરથી વધુ કરાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા વચ્ચે વાતચીત, ટ્રેડ, એનર્જી, ડિફેન્સ, ખેતી, AIમાં ભાગીદારી વધારાશે.
Feb 22, 2026 06:46 am
TTPના 7 આતંકી અડ્ડાઓને બનાવ્યું નિશાન, પાકિસ્તાને આતંકીઓને ટાર્ગેટ બનાવવાનો દાવો કર્યો, અફઘાનિસ્તાનના પક્તિકામાં મદરસા પર હુમલો, નંગરહાર પ્રાંતના ખોગયાની જિલ્લામાં પણ કાર્યવાહી, બહસૂદ, ગની ખેલ જિલ્લામાં અનેક હવાઇ હુમલા, પાકિસ્તાન પર આત્મઘાતી હુમલા બાદ કાર્યવાહી, આત્મઘાતી હુમલામાં 11 પાક સૈનિકોના મોત થયા હતા.
Feb 22, 2026 06:45 am
SIR બાદ ગુજરાતમાં સૌથી વધુ 68 લાખ વોટર કપાયા, ગુજરાતમાં મતદારોની સંખ્યામાં 13.40 ટકાનો ઘટાડો, મધ્યપ્રદેશમાં 34 લાખ મતદાતાનો ઘટાડો થયો, રાજસ્થાનમાં 31 લાખ, છત્તીસગઢમાં 25 લાખ વોટર કપાયા, કેરળમાં 8 લાખ, ગોવામાં વોટર્સની સંખ્યા 1.27 લાખ ઘટી.
Feb 22, 2026 06:45 am
કાયદામાં ફેરફારની માગ સાથે મહેસાણાથી ઊંઝા પદયાત્રા, ભાગેડુ પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં સુધારા માટે માગ, સંસ્કૃતિ અને સમાજની આબરુ બચાવવા આહ્વાન કરાયું, મોઢેરા રોડ પરથી પદયાત્રા ઊંઝા તરફ પ્રસ્થાન થશે, તમામ જ્ઞાતિ સમાજ, ધાર્મિક સંસ્થાઓ, યુવાનો જોડાશે.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!