
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Feb 28, 2026 11:30 pm
T20 વર્લ્ડકપ: પાકિસ્તાન રેસમાંથી બહાર, હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ફાઈનલ
T20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નબળા નેટ રનરેટને કારણે પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. પાકિસ્તાન બહાર થતા જ હવે ટુર્નામેન્ટની ભવ્ય ફાઈનલ મેચ ભારતના યજમાનપદે રમાવાનું નક્કી થયું છે. ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર છે કે, આ હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ખિતાબી જંગ ખેલાવાનો હોવાથી અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Feb 28, 2026 11:16 pm
કચ્છના ખાવડામાં વિસ્ફોટક પદાર્થ ફાટતા 8 વર્ષના બાળક સહિત બે લોકો ગંભીર રીતે દાઝ્યા
કચ્છના ખાવડા પાસે આવેલા પ્રણવ નગરમાં એક ભેદી વિસ્ફોટ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘરના આંગણામાં અચાનક વિસ્ફોટક પદાર્થ ફાટતા 8 વર્ષનો માસૂમ બાળક અને એક યુવક ગંભીર રીતે દાઝી ગયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિસ્ફોટક પદાર્થ ક્યાંથી આવ્યો અને તે શું હતો, તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Feb 28, 2026 10:50 pm
તાપીના સોનગઢમાં બેંકમાંથી પૈસા ઉપાડી જતા વૃદ્ધના 45 હજારની ચીલઝડપ કરનાર 4 શખ્સો ઝડપાયા
તાપીના સોનગઢમાં બેંકમાંથી પૈસા ઉપાડી જતા એક વૃદ્ધની નજર ચૂકવી 45 હજાર રૂપિયાની ચોરી કરનાર ટોળકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. CCTV અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીઓ પૈકી યોગેશ પાટીલ અને સતનામ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂા. 3.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળ કામગીરીથી પંથકમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે.
Feb 28, 2026 10:36 pm
ઢીમા ધરણીધર ભગવાનના મંદિરે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પૂજા-આરતી: ન્યાયિક લડાઈ તેજ
વાવના ઢીમા સ્થિત સુપ્રસિદ્ધ ધરણીધર ભગવાનના મંદિરે પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂજા-આરતી સંપન્ન થઈ છે. વર્ષમાં ચાર દિવસ પૂજાના હક માટે ઢેમેચા પરિવાર અને વર્તમાન પૂજારી સેવક પરિવાર વચ્ચે ન્યાયિક લડાઈ ચાલી રહી છે. ઢેમેચા પરિવારે ચાર દિવસની પૂજાની આવકમાંથી આવતીકાલે ગૌ-દાન કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ, સેવક પરિવારે કોર્ટ કેસ ચાલતો હોવાથી મૌન સેવ્યું છે. ભક્તો આ વિવાદનો વહેલો અંત આવે અને શાંતિ જળવાય તેવી ભગવાન ધરણીધરને પ્રાર્થના કરી રહ્યા છે.
Feb 28, 2026 10:14 pm
બાવળા નગરપાલિકાના કારોબારી ચેરમેન નશાની હાલતમાં ઝડપાયા: પોલીસ સાથે કરી ઝપાઝપી
બાવળામાં નગરપાલિકાના કારોબારી ચેરમેન કીર્તિ ટોટા નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. નશામાં ધૂત ચેરમેને રસ્તા પર અન્ય વાહન ચાલક સાથે તકરાર કરી હતી. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચતા તેમણે ફરજ પરના પોલીસ કર્મચારીઓ સાથે પણ ઝપાઝપી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક જવાબદાર પદ પર હોવા છતાં જાહેર રસ્તા પર આવી વર્તણૂકને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
Feb 28, 2026 09:50 pm
બનાસકાંઠાના થરામાં રખડતા આખલાનો આતંક, બાળક અને મહિલા પર હુમલો
બનાસકાંઠાના ઓગડના થરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. બાળકને લઈને જતી એક મહિલા પર આખલાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં આખલાએ બાળકને હવામાં ઉછાળ્યો હતો, જેનો હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં મહિલા અને બાળક બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કડક પગલાંની માંગ ઉઠી છે.
Feb 28, 2026 09:36 pm
પંચમહાલ: શહેરાના અણિયાદ પાસે છકડો પલટી જતાં બે મુસાફરોના કરુણ મોત
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અણિયાદ પાસે ચાલકે છકડા પરથી કાબુ ગુમાવતા વાહન પલટી ગયું હતું, જેમાં સવાર બે મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા છે. આ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Feb 28, 2026 09:22 pm
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદની મુલાકાતે: વટવા મેગા ટર્મિનલ અને સ્ટેશન રિનોવેશનની સમીક્ષા
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. તેમણે વટવા મેગા કોચિંગ ટર્મિનલ ખાતે પહોંચીને ત્યાંની સુવિધાઓ અને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ટર્મિનલ ભવિષ્યમાં રેલવે સેવાઓને વધુ વેગ આપવા માટે મહત્વનું સાબિત થશે. વધુમાં, તેમણે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લઈને રિનોવેશનના કામની વિગતવાર સમીક્ષા કરી હતી. મંત્રીએ મુસાફરોની સુવિધા અને આધુનિકરણ પર ભાર મૂકતા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
Feb 28, 2026 09:09 pm
ડાકોરનું રણછોડજી મંદિર ફાગણોત્સવ નિમિત્તે ઝળહળી ઉઠ્યું: ભવ્ય રોશનીનો શણગાર
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણોત્સવની તૈયારીઓ વચ્ચે રણછોડજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. આગામી મહોત્સવને ધ્યાને રાખીને સમગ્ર મંદિર પરિસરને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ ડ્રોન વીડિયોમાં મંદિરના આકાશી અને અત્યંત મોહક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં મંદિરની ભવ્યતા અને રોશનીનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આ આકાશી દ્રશ્યોએ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે અને યાત્રાધામમાં ઉત્સવનો માહોલ જામ્યો છે.
Feb 28, 2026 08:50 pm
જામ ખંભાળિયા પોલીસની કડક કાર્યવાહી: પદયાત્રીઓની સુરક્ષા માટે 14 વાહનો ડિટેઈન
દ્વારકા જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી જામ ખંભાળિયા પોલીસે માર્ગો પર અડચણરૂપ વાહનો સામે લાલ આંખ કરી છે. જાહેર રોડ પર અકસ્માત સર્જાય તેવી રીતે ઉભેલા અને મોટા અવાજે ડીજે વગાડી ઘોંઘાટ કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન બોલેરો, આઈસર અને છોટા હાથી સહિત કુલ 14 વાહનો ડિટેઈન કર્યા છે. યાત્રિકોની સુવિધા અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુથી લેવાયેલા આ નિર્ણયને સ્થાનિકોએ આવકાર્યો છે.
Feb 28, 2026 08:39 pm
માઉન્ટ આબુનું નામ હવે 'આબુરાજ': ધાનેરામાં 108 દીવડાની મહાઆરતી સાથે ભવ્ય ઉજવણી
રાજસ્થાન સરકાર દ્વારા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલીને "આબુરાજ" જાહેર કરવામાં આવતા બનાસકાંઠાના ધાનેરામાં અનેરો ઉત્સવ જોવા મળ્યો હતો. આબુરાજ પર્વત પર 33 કોટી દેવી-દેવતા બિરાજમાન હોવાની અતૂટ આસ્થાને કારણે આ નિર્ણયને લોકોએ હર્ષભેર વધાવ્યો છે. આ પ્રસંગે ધાનેરાના શ્રી ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરે 108 દીવડાની મહાઆરતી અને આતસબાજી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક નામકરણથી રાજસ્થાનની સાથે સરહદી જિલ્લા બનાસકાંઠાના શ્રદ્ધાળુઓમાં પણ ભારે ખુશી વ્યાપી છે.
Feb 28, 2026 08:23 pm
અમદાવાદના પાલડીમાં ધોરણ-12ના પેપરમાં ચોરી: વિદ્યાર્થિની પાસેથી મોબાઈલ ઝડપાયો
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી અંકુર શાળા પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રસાયણ વિજ્ઞાન (Chemistry)ના પેપર દરમિયાન દામુભાઈ શુક્લ શાળાની એક વિદ્યાર્થિની મોબાઈલ સાથે ચોરી કરતા ઝડપાઈ હતી. આ મામલે DEO દ્વારા વિદ્યાર્થિની સામે કોપી કેસ નોંધવામાં આવ્યો છે. ગંભીર બેદરકારી બદલ સ્થળ પરના ખંડ નિરીક્ષકને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષામાં સુરક્ષા વ્યવસ્થા સામે આ ઘટનાએ પ્રશ્નો ઉભા કર્યા છે.
Feb 28, 2026 08:10 pm
દેવગઢબારિયામાં ભથવાડા ટોલનાકા પરથી 1.11 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો
દેવગઢબારિયાના ભથવાડા ટોલનાકા પાસે પીપલોદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી રૂ.1.01 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્લાસ્ટિકના થેલા અને વેસ્ટેજ ભૂસાની આડમાં લઈ જવાતી દારૂની 37,440 બોટલો પોલીસે જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે ઈન્દોરના ટ્રક ચાલક મહમદઈર્ષાદની ધરપકડ કરી કુલ રૂ.1.11 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Feb 28, 2026 07:56 pm
રાજકોટ-જેતપુર હાઇવે પર કામગીરીની ધીમી ગતિ: વાહનચાલકો ટ્રાફિકજામથી પરેશાન
રાજકોટ-જેતપુર હાઇવે પર પારડી કોઠારીયા ગામ પાસે સિક્સ લેન રોડના કામને કારણે ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલી ધીમી કામગીરી અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લીધે ડાયવર્ઝન યોગ્ય ન હોવાથી વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. હાલમાં માત્ર 8 બ્રિજ શરૂ થયા છે, જ્યારે 15 બ્રિજ હજુ પણ અંડર કન્સ્ટ્રક્શન છે. આગામી દોઢ થી બે વર્ષ સુધી આ કામગીરી ચાલવાની શક્યતા હોવાથી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Feb 28, 2026 07:41 pm
ચોટીલાની સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ લાલ આંખ કરી છે. PCPNDT એક્ટ હેઠળ ગંભીર ગેરરીતિઓ ઝડપાતા હોસ્પિટલનું સોનોગ્રાફી રજીસ્ટ્રેશન કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. આ મામલે સંચાલકો રાજેશ ગોજીયા, વૈશાલી જાડેજા અને તબીબો ડો. ભવદીપ ગઢવી તથા ડો. ગૌતમ ગવાણીયા સામે ચોટીલા કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવા આદેશ અપાયો છે. અગાઉ સીલ કરાયેલા સોનોગ્રાફી મશીન અને નિયમોના ઉલ્લંઘન બદલ મામલતદારને કાયદેસરની કાર્યવાહી કરવા અધિકૃત કરાયા છે.
Feb 28, 2026 07:28 pm
દાહોદમાં આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ, 'આમલી અગિયારસ'થી 18મા ઢોલ મેળાનો ભવ્ય પ્રારંભ
દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં હોળીના પર્વનું વિશેષ મહત્વ હોય છે, જેની શરુઆત 'આમલી અગિયારસ'ના પવિત્ર દિવસે યોજાતા પરંપરાગત ૧૮મા ઢોલ મેળાથી થઈ છે. ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા આયોજિત આ મેળાનું ભવ્ય ઉદ્ઘાટન દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાન આ મેળામાં ગુંજતા ઢોલના નાદ અને પરંપરાગત નૃત્યોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. હોળી પૂર્વે યોજાતા વિવિધ મેળાઓની શ્રેણીમાં આ પહેલો મેળો હોવાથી મોટી સંખ્યામાં આદિવાસી જનમેદની ઉમટી પડી હતી, જે આ વિસ્તારની આગવી ઓળખ અને વિરાસતને જીવંત રાખવાનો પ્રયાસ છે.
Feb 28, 2026 07:15 pm
સાઉદી અરેબિયામાં 54 ગુજરાતી યાત્રાળુઓ ફસાયા, વતન પરત ફરવા ભારત સરકાર પાસે માંગી મદદ!
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા ભયાનક યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિમાની સેવાઓ ખોરવાતા સાઉદી અરેબિયા ગયેલા 54 ગુજરાતીઓ ત્યાં ફસાઈ ગયા છે. પવિત્ર ઉમરાહની યાત્રા માટે ગયેલા આ શ્રદ્ધાળુઓ યુદ્ધના કારણે ફ્લાઈટ્સ રદ થતા અથવા ડાયવર્ટ થતા વતન પરત ફરી શક્યા નથી. મધ્ય પૂર્વના દેશોમાં ઉભી થયેલી તંગદિલી અને એરોસ્પેસ બંધ થવાના કારણે એરલાઈન્સમાં મોટા ઈશ્યૂ સર્જાયા છે. હાલમાં ફસાયેલા તમામ ગુજરાતીઓએ અને તેમના પરિવારોએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને હસ્તક્ષેપ કરી તેમને સુરક્ષિત રીતે ગુજરાત પરત લાવવા માટે આજીજી કરી છે.
Feb 28, 2026 07:01 pm
હોળી-ધૂળેટી પર વડોદરા કલેક્ટરનું જાહેરનામું
આગામી હોળી અને ધૂળેટીના પર્વ દરમિયાન નદીઓમાં ડૂબી જવાની સંભવિત દુર્ઘટનાઓ રોકવા માટે વડોદરા જિલ્લા કલેક્ટરે એક કડક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ, 3 અને 4 માર્ચ દરમિયાન જિલ્લાની નદીઓમાં ન્હાવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ખાસ કરીને શિનોરના નર્મદા ઘાટ જેવા સંવેદનશીલ સ્થળો પર લોકો એકત્ર ન થાય અને નિયમોનું ઉલ્લંઘન ન કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
Feb 28, 2026 07:00 pm
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા એક યુવક સાથે ગિફ્ટ સિટીમાં ગાડી ભાડે મૂકવાના બહાને મોટી છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. રિંકુ નામના ઠગબાજે ચારધામ યાત્રા માટે ગાડીઓની જરૂર હોવાનું જણાવી માત્ર 10 દિવસના કરાર પર બે ગાડીઓ ભાડે મેળવી હતી. વિશ્વાસમાં લઈને ગાડીઓ મેળવ્યા બાદ સમય મર્યાદા પૂરી થવા છતાં આરોપી ગાડીઓ પરત કરવાને બદલે બંને વાહનો લઈને ફરાર થઈ ગયો છે. આ મામલે ભોગ બનનાર યુવકે ઓઢવ પોલીસ મથકે રિંકુ વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપી અને ચોરાયેલી ગાડીઓને ટ્રેસ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Feb 28, 2026 06:41 pm
અમદાવાદમાં એક માસૂમ સગીરાને લગ્નની જાળમાં ફસાવી તેની પર દુષ્કર્મ આચરવાની શરમજનક ઘટના સામે આવી છે. આરોપી રાકેશ ઓડ નામના યુવકે સગીરાને લગ્નની લાલચ આપી તેને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી હતી. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરા બાઈક પરથી અચાનક નીચે પડી ગઈ હતી. અકસ્માતમાં તેને પેટના ભાગે ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ રાકેશ ઓડ વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Feb 28, 2026 06:40 pm
અમદાવાદ શહેર અને જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થોના ઉત્પાદકો અને વિક્રેતાઓ વિરુદ્ધ વહીવટી તંત્ર દ્વારા વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ તપાસ અભિયાન અંતર્ગત કુલ 22,473 એકમોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ શહેરમાંથી 21,969 અને જિલ્લાના 504 એકમોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન 222 એકમોમાં ગંભીર અનિયમિતતાઓ અને કાયદાનો ભંગ માલૂમ પડતા તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Feb 28, 2026 06:38 pm
સુરતના માંગરોળમાં ગૌવંશની કતલની બાતમી મળતા દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરનારા આરોપીઓને લઈને પોલીસે આજે આકરૂ વલણ અપનાવ્યું છે. પોલીસે મુખ્ય આરોપીઓને ઘટનાસ્થળ હથોડા ગામે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આ દરમિયાન આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો ડર બતાવ્યો હતો. પોલીસની તપાસમાં આરોપીઓએ છુપાવેલા 12 જેટલા ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે, જે કબજે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને પગલે પોલીસે ગુનેગારોને પાઠ ભણાવવા માટે આ કડક ઓપરેશન પાર પાડ્યું છે.
Feb 28, 2026 06:36 pm
અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક જનતાને હચમચાવી દે તેવી ઘટના બની છે, જેમાં એક મહિલાના સહકર્મીએ જ તેની માનવતા નેવે મૂકી બાળકી સાથે અડપલાં કર્યા હતા. જ્યારે બાળકીની માતા કોઈ કામ અર્થે માલસામાન લેવા માટે ગઈ હતી, ત્યારે તેની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવી ભરત ઉર્ફે ભૂપત પરમાર નામના શખ્સે બાળકી સાથે અશ્લીલ ચેનચાળા કર્યા હતા. માતાએ પરત આવીને શંકા જતાં CCTV ફૂટેજ તપાસ્યા ત્યારે સમગ્ર કાળું કરતૂત બહાર આવ્યું હતું. આ મામલે માતાએ હિંમત દાખવી નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ ભરત વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
Feb 28, 2026 06:36 pm
સાબરકાંઠાના સલાલ ગામેથી ઝડપાયેલા નકલી દૂધના નેટવર્કમાં મુખ્ય આરોપી રાકેશ પટેલ ઉર્ફે ધમાને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અસલી દૂધ એકત્ર કરતો હતો અને તેમાં ઘાતક કેમિકલ્સ તથા પાવડર ભેળવીને ચાર ગણું નકલી દૂધ તૈયાર કરી બજારમાં વેચતો હતો. ખાસ કરીને દલાલીના ધંધાની આડમાં આ આખું ગોલમાલ ચાલતું હતું. હાલ પોલીસ આ દૂધ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
Feb 28, 2026 06:34 pm
ડાંગ જિલ્લાના મુખ્ય ઉત્સવ એવા 'ડાંગ દરબાર' મેળામાં આદિવાસી સમાજનું વૈશ્વિક સ્તરે નામ રોશન કરનાર ગોલ્ડ મેડલિસ્ટ દોડવીર સરિતા ગાયકવાડની ઘોર ઉપેક્ષા કરવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર સરિતા ગાયકવાડ જ્યારે સામાન્ય નાગરિકની જેમ મેળો માણવા પહોંચ્યા, ત્યારે તેમનું દર્દ છલકાયું હતું. તેમણે જણાવ્યું કે, આટલા મોટા આદિવાસી ઉત્સવમાં જિલ્લાના જ રત્ન સમાન ખેલાડીને કોઈ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. આદિવાસી ગૌરવના અપમાન સમાન આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વહીવટી તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
Feb 28, 2026 06:20 pm
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા આનંદ મહેલ રોડ પર એક હચમચાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. ઘરકંકાસથી કંટાળીને પતિ દિપક પટેલે પોતાની પત્ની તૃપ્તિબેનના માથામાં હથોડાના ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી દિપક પટેલ છેલ્લા ઘણા સમયથી બેરોજગાર હતો અને કોઈ કામધંધો કરતો નહોતો. આ બાબતે પત્ની તેને સતત મ્હેણાં-ટોણાં મારતી હોવાથી બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ રોજબરોજના કંકાસથી ઉશ્કેરાઈને પતિએ અંતે આ ખૂની ખેલ ખેલ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Feb 28, 2026 06:18 pm
જસદણના લાખાવાડ ચિતલીયા રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બેકાબૂ બની રોડ કિનારે આવેલા વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર વીજપોલ તોડીને સીધી રોડ નીચે ઉતરી ગઈ હતી. આ સમયે કારમાં કુલ પાંચ લોકો સવાર હતા, જે તમામનો સદનસીબે આબાદ બચાવ થયો છે. તમામ પાંચેય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક અસરથી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
Feb 28, 2026 06:16 pm
આગામી ફુલ્ડોર ઉત્સવને પગલે યાત્રાધામ દ્વારકા અત્યારે સંપૂર્ણપણે ભક્તિમય રંગે રંગાયું છે, જ્યાં ભગવાન દ્વારકાધીશના દર્શનની અભિલાષા સાથે રાજ્યભરમાંથી લાખો પદયાત્રીઓનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ આગળ વધી રહ્યો છે. શ્રદ્ધાળુઓની આ અટલ આસ્થાને સત્કારવા માટે હાઇવે પર ઠેર-ઠેર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ અને સ્વાસ્થ્ય સેવાઓની સુંદર વ્યવસ્થા કરાઈ છે. 'જય દ્વારકાધીશ'ના ગુંજારવ સાથે ગુંજી ઉઠેલા આ માર્ગો પર અત્યારે એક અનોખો માનવ મહેરામણ જોવા મળી રહ્યો છે, જે ભક્તિ અને સેવાનો અદભૂત સંગમ રચે છે.
Feb 28, 2026 06:13 pm
મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન અમદાવાદના વટવા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વટવા રિંગરોડ પાસે ચાલી રહેલી કામગીરી દરમિયાન એક શ્રમિક ઊંચાઈ પરથી પટકાતા અથવા અન્ય ટેકનિકલ કારણોસર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના વટવા રિંગરોડ પર બુલેટ ટ્રેનના પિલર અને અન્ય માળખાકીય સુવિધાઓની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન અચાનક બનેલી દુર્ઘટનામાં એક શ્રમિક ભોગ બન્યો હતો. શ્રમિકને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે હાજર અન્ય કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.
Feb 28, 2026 06:00 pm
Feb 28, 2026 05:41 pm
આર્થિક કે પારિવારિક મુશ્કેલીઓ જ્યારે હદ વટાવે છે ત્યારે માણસ જીવન ટૂંકાવવાનો આત્યંતિક નિર્ણય લેતો હોય છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં આજે આવી જ એક ઘટના બની હતી, જ્યાં એક યુવતીએ ઘર કંકાસથી કંટાળી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે, નસીબજોગે પોલીસની તત્પરતાને કારણે યુવતીનો આબાદ બચાવ થયો છે.
Feb 28, 2026 05:22 pm
Feb 28, 2026 05:22 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે માઇક્રોન સેમિકન્ડક્ટર ATMP સુવિધાનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે ભારતની પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' ચીપનું ઉત્પાદન શરૂ થયું છે અને તેનું પ્રથમ શિપમેન્ટ ડેલ (Dell) ટેકનોલોજીને સુપરત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Feb 28, 2026 05:17 pm
આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના વેટ્ટલાપાલેમ ગામે આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં આજે ભયાનક વિસ્ફોટની દુર્ઘટના બની છે. આ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 20 થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા, જેમાંથી 18 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ આસપાસના 5 કિલોમીટર સુધી સંભળાયો હતો અને ફેક્ટરીનો કાટમાળ હવામાં ઉડ્યો હતો. અન્ય 6 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે કે વિસ્ફોટ કયા કારણોસર થયો હતો.
Feb 28, 2026 05:05 pm
સાણંદમાં માઈક્રોન ટેકનોલોજીના પ્લાન્ટના ઉદ્ઘાટન સમયે CEO સંજય મેહરોત્રાએ એક અત્યંત પ્રેરક અને વ્યક્તિગત કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમનો ઉછેર અને શિક્ષણ દિલ્હીની સરદાર પટેલ વિદ્યાલયમાં થયું હતું. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના મૂલ્યો અને દ્રઢ નિશ્ચયના પાઠ જે શાળામાં શીખ્યા હતા, આજે તે જ મહાપુરુષની જન્મભૂમિ ગુજરાતમાં ભારતનો પ્રથમ અદ્યતન સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપીને તેઓ પોતાને નસીબદાર માને છે. તેમણે ઉમેર્યું કે, જે રીતે સરદાર પટેલે અશક્યને શક્ય કરી બતાવ્યું હતું, તે જ વિશ્વાસ સાથે માઈક્રોને ભારતમાં આ ઐતિહાસિક સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ સુવિધા શરૂ કરી છે. તેમના માટે આ ક્ષણ એક 'પૂર્ણ વર્તુળ' (Full Circle) સમાન છે, જ્યાં શિક્ષણના સંસ્કારો આજે માતૃભૂમિના વિકાસમાં કાર્યરત થયા છે. માઈક્રોન આ ક્ષેત્રમાં પ્રણેતા બનીને ભારતને વૈશ્વિક નકશા પર અંકિત કરવા બદલ ગૌરવ અનુભવે છે.
Feb 28, 2026 04:59 pm
સાણંદમાં માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાયેલી 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026' એ વિશ્વને ભારતની વધતી જતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. તેમણે ઉમેર્યું કે, આ નવો સેમિકન્ડક્ટર પ્લાન્ટ માત્ર એક ફેક્ટરી નથી, પરંતુ ગ્લોબલ ટેકનોલોજી લીડર બનવા તરફની ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે. આ સેમિકન્ડક્ટર ચિપ્સ ભવિષ્યમાં AI અને હાઇ-પરફોર્મન્સ કોમ્પ્યુટિંગની જરૂરિયાતો પૂરી કરીને ભારતને 'આત્મનિર્ભર' બનાવશે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં દેશનું સ્થાન મજબૂત કરશે.
Feb 28, 2026 04:58 pm
સાણંદ ખાતે માઇક્રોન પ્લાન્ટની મુલાકાત દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં ઉભરતા 'ઉત્પાદક રાષ્ટ્ર' તરીકે ગણાવ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિઝનની પ્રશંસા કરતા જણાવ્યું કે, સમગ્ર ભારતમાં $19 બિલિયનના મૂલ્યના 10 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેમાં ગુજરાતનું નેતૃત્વ સમગ્ર દેશ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.
Feb 28, 2026 04:54 pm
સાણંદમાં સેમિ કન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવપૂર્વક જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશના વિકાસનું અસલી 'એન્જિન' બની રહ્યું છે. તેમણે સાણંદ અને ધોલેરાને આ ટેક્નોલોજીકલ ક્રાંતિના એપી સેન્ટર ગણાવતા ઉમેર્યું કે, દરેક ક્ષેત્રમાં સેમિ કન્ડક્ટરની અનિવાર્યતાને જોતા ભારત આ ક્ષેત્રનું વૈશ્વિક હબ બનવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો કે, સેમિ કન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે, જે PM મોદીના વિઝનને જમીન પર ઉતારવામાં મોખરે રહ્યું છે. આ પ્રોજેક્ટ 'લોકલ ટુ ગ્લોબલ' નો મજબૂત સંદેશ આપે છે. માત્ર ચિપ મેન્યુફેક્ચરિંગ જ નહીં, પરંતુ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ઇનોવેશનમાં પણ અગ્રીમ બનીને 2047 સુધીમાં ભારતને ગ્લોબલ ટેક્નોલોજી હબ બનાવવાનો સંકલ્પ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.
Feb 28, 2026 04:47 pm
જામનગર આઈ.ટી.આર.એ. સંસ્થામાં આજથી બે દિવસીય પાંડુલિપિ કૌશલ્યમ્ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં આર્યુવેદના વિધાર્થીઓને આ લિપિ વિષે અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં વિવિધ પદ્ધતિ, લેખન, શૈલી, સામગ્રી અને ઓળખ અને પ્રમાણભૂત કેમ કરવું તેનો પણ સમાવેશ કરવામાં આવશે.
Feb 28, 2026 04:45 pm
ગુજરાત વિધાનસભામાં અંદાજપત્રની ચર્ચા દરમિયાન નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાત ભારતીય અર્થતંત્રનું ચાલકબળ બન્યું છે, જેનો વિકાસ દર છેલ્લા 10 વર્ષમાં સરેરાશ 11.4 ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 19 ટકા અને નિકાસમાં 26 ટકા ના સિંહફાળો સાથે ગુજરાત દેશમાં મોખરે છે. રાજ્યની શ્રેષ્ઠ વીજ વ્યવસ્થા અને GST દરમાં થયેલા સુધારાથી જનતાને વાર્ષિક રૂ. 11,000 કરોડની વેરા બચત થઈ છે, જ્યારે GST આવકમાં પણ 12 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, ગિફ્ટ સિટીમાં 1100 થી વધુ એકમોની નોંધણી અને માસિક એક્સચેન્જ ટર્નઓવર 100 અબજ US ડોલરને પાર કરી જતાં ગુજરાત વૈશ્વિક નાણાકીય હબ તરીકે ઉભરી આવ્યું છે.
Feb 28, 2026 04:45 pm
સુરતના કારેલી ગામે આવેલી સયામજી સોસાયટીમાં નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 87 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી ગાંજાના વેચાણ અને હેરાફેરીમાં સંડોવાયેલા 3 શખ્સોની ધરપકડ કરી છે. ગાંજાના જથ્થા સહિત વાહન અને અન્ય સામગ્રી મળી કુલ રૂ. 51 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો કોઈ મોટા ગજાના સપ્લાયર દ્વારા મોકલવામાં આવ્યો હતો, જેને હાલ વોન્ટેડ જાહેર કરી પકડવા માટે ટીમો રવાના કરવામાં આવી છે. સુરત ગ્રામ્ય અને શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી ચાલુ છે, જેના ભાગરૂપે આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
Feb 28, 2026 04:44 pm
ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય મંત્રીએ રાજ્યમાં માતા મૃત્યુ દરમાં થયેલા સુધારાની વિગતો આપી હતી. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોને પરિણામે રાજ્યમાં માતા મૃત્યુ દરમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે.
Feb 28, 2026 04:41 pm
ગુજરાતના સાણંદ ખાતે ભારતના ટેકનોલોજી ક્ષેત્રના ઈતિહાસની સૌથી મોટી સિદ્ધિ સમાન માઇક્રોન સેમિ કન્ડક્ટર ATMP (Assembly, Test, Marking, and Packaging) સુવિધાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને ઉત્પાદન પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું. આ અત્યાધુનિક પ્લાન્ટ રૂ. 22,576 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ ભારતનો પ્રથમ એવો પ્લાન્ટ છે જે દેશમાં જ સેમિ કન્ડક્ટર ચીપનું ઉત્પાદન કરશે, જેનાથી ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે આયાત પરની નિર્ભરતા ઘટશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લાન્ટના પ્રારંભ સાથે જ સાણંદ હવે વૈશ્વિક ટેકનોલોજી નકશા પર એક મજબૂત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યું છે, જે લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ પૂરી પાડશે.
Feb 28, 2026 04:39 pm
જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ઇસુદાન ગઢવીએ સ્માર્ટ મીટરના મુદ્દાને મુખ્ય ચૂંટણી એજન્ડા બનાવતા જણાવ્યું કે, જો જામનગરમાં ભાજપ ફરી સત્તા પર આવશે તો દરેક ઘરમાં સ્માર્ટ મીટર નાખી દેવામાં આવશે. તેમણે આક્ષેપ કર્યો કે આ માત્ર શહેરો પૂરતું મર્યાદિત નથી, પરંતુ ખેડૂતોના ઘરે પણ સ્માર્ટ મીટર લગાવવાનું એક મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલની છબી ખરાબ કરવા માટે ખોટા કેસ કરાયા હતા, પરંતુ અંતે કોર્ટે તેમને નિર્દોષ છોડ્યા છે. 'આપ' આગામી ચૂંટણી જનતાના પાયાના પ્રશ્નો અને સમસ્યાઓ પર લડશે. ટ્રેડ ડીલના કારણે સામાન્ય જનતા અને વેપારીઓને થઈ રહેલા નુકસાન મુદ્દે પણ તેમણે સરકારને આડે હાથ લીધી હતી.
Feb 28, 2026 04:37 pm
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ (Standing Committee) ની બેઠકમાં પ્રજાહિતમાં એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, શહેરમાં જે લોકોએ ગેરકાયદે ડ્રેનેજ જોડાણો લીધા છે, તેઓ હવે નજીવી રકમ ભરીને તેને કાયદેસર કરાવી શકશે. ગેરકાયદે જોડાણને કાયદેસર કરવા માટે માત્ર રૂ. 500ની ફી નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધી ગેરકાયદે જોડાણ પકડાય તો 3 ગણો ચાર્જ વસૂલવામાં આવતો હતો, જે હવે વસૂલવામાં આવશે નહીં. આ રાહતનો લાભ 31 ડિસેમ્બર સુધી કરવામાં આવેલા જોડાણોને જ મળશે. આ નિર્ણયથી સુરતના હજારો પરિવારોને આર્થિક બોજમાંથી મુક્તિ મળશે અને મનપાના ચોપડે ડ્રેનેજ નેટવર્કની સચોટ માહિતી ઉપલબ્ધ થશે.
Feb 28, 2026 04:35 pm
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની ભયાનક અસર હવે આર્થિક બજાર પર વર્તાઈ રહી છે. સુરક્ષિત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગમાં અચાનક ઉછાળો આવતા MCXમાં ભાવ આસમાને પહોંચ્યા છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ સીધો રૂ. 21000નો વધારો ઝીંકાયો છે, જેનાથી ચાંદીનો નવો ભાવ રૂ. 29000 પ્રતિ કિલોની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. સોનાના ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામે રૂ. 7000 નો જંગી વધારો નોંધાયો છે. આ ઉછાળા સાથે સોનાનો ભાવ હવે રૂ. 171000 એ પહોંચી ગયો છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે બજારમાં હજુ પણ અનિશ્ચિતતાનો માહોલ છે, જેને પગલે સામાન્ય ગ્રાહકો અને રોકાણકારોમાં ચિંતા સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.
Feb 28, 2026 04:31 pm
મહેસાણા જિલ્લા ભાજપના એક સક્રિય નેતાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. ભાજપના બક્ષીપંચ મોરચાના મહામંત્રી દેવેન્દ્ર રાવળ એક કાર્યક્રમ કે પ્રસંગમાં ભક્તિના પ્રવાહમાં આવીને ધૂણતા જોવા મળી રહ્યા છે. શાસક પક્ષના જવાબદાર હોદ્દેદારનો આ પ્રકારે ધૂણતો વીડિયો સામે આવતા લોકોમાં અને રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ આ વિષય આસ્થાનો ગણવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિરોધીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા નેતાની આ હરકત પર વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. હાલ તો આ વાયરલ વીડિયોએ સમગ્ર મહેસાણા પંથકમાં ચર્ચા જગાડી છે.
Feb 28, 2026 04:30 pm
વિદેશમાં ટૂર કરાવી આપવાની લાલચ આપી નિર્દોષ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર એક રીઢા ગુનેગારની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી છેતરપિંડી કરવામાં એટલો માહિર હતો કે તે વારંવાર પોલીસને ચકમો આપી નાસતો-ફરતો હતો. પોલીસથી બચવા માટે તેણે અનેક પેંતરા રચ્યા હતા, પરંતુ તેની એક ભૂલ તેને ભારે પડી ગઈ. આરોપી એક વોટ્સઅપ ગ્રુપમાં સતત સક્રિય રહેતો હતો. આ બાબતની જાણ થતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વ્યૂહરચના બનાવી હતી. પોલીસ અધિકારીઓ સામાન્ય વ્યક્તિ (Common Man) બનીને એ જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા હતા અને આરોપીની દરેક ગતિવિધિઓ પર ગુપ્ત રીતે નજર રાખી રહ્યા હતા. જેવો આરોપીએ પોતાનો લોકેશનનો સંકેત આપ્યો, પોલીસે તુરંત જ છાપો મારી તેને ઝડપી લીધો હતો. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી કેટલા લોકો ભોગ બન્યા છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે.
Feb 28, 2026 04:28 pm
સુરત સાયબર સેલ અને અલથાણ પોલીસને સાયબર ફ્રોડના ગુનામાં મોટી સફળતા મળી છે. પોલીસે કાર્યવાહી કરીને આ રેકેટમાં સંડોવાયેલા 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી સાયબર ગુનેગારોને ફ્રોડના નાણાં મેળવવા માટે પોતાના અથવા અન્યના બેંક એકાઉન્ટ્સ પૂરા પાડતી હતી. તપાસ દરમિયાન પોલીસ ત્યારે ચોંકી ગઈ જ્યારે આરોપીઓના 35 બેંક એકાઉન્ટ્સમાં 11 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા. મુખ્ય આરોપીઓ રવિ ગાબાણી અને તરુણ રાઠોડે બેંક ખાતાની તમામ વિગતો ભાવિક નામના શખ્સને પૂરી પાડી હતી. પોલીસે ઘટનાસ્થળેથી બેંક પાસબુક, ચેકબુક અને અન્ય મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. આ મામલે હવે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે કે આ નાણાં ક્યાંથી આવ્યા અને કોને મોકલવામાં આવતા હતા.
Feb 28, 2026 04:28 pm
જામનગર જિલ્લાના જામજોધપુરમાં શ્રીજી દર્શન હવેલી ખાતે ભગવાનને અનેરા શણગાર કરવામાં આવ્યા છે. હોળી પૂર્વે રાળના દર્શન યોજાયા હતા. સત્સંગ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ઉપસ્થિત રહી અલભ્ય દિવ્ય લાભ લીધો હતો અને ઠાકોરજીના દર્શન ધન્યતાની અનુભૂતિ કરી હતી
Feb 28, 2026 04:27 pm
મહિલા આરોગ્ય સુરક્ષા માટે દેશવ્યાપી મહત્વપૂર્ણ પહેલ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે HPV વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટેનું આ પગલું મહિલાઓ માટે ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પણ આ અભિયાનને ઉષ્માભેર પ્રતિસાદ મળ્યો છે
Feb 28, 2026 04:26 pm
નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક પોલીસ રાત-દિવસ એક કરી રહી છે. આ તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં હત્યામાં વપરાયેલું ચપ્પુ શોધી કાઢવામાં આવ્યું છે. આરોપીએ ગુનો કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે આ ચપ્પુ તેના મિત્ર કિરણને આપ્યું હતું, જેણે તે કાલિયાવાડી વિસ્તારની ખાડીમાં ફેંકી દીધું હતું. પોલીસે સતત ચાર દિવસની જહેમત બાદ ખાડીમાંથી આ હથિયાર કબજે કર્યું છે. આ સાથે જ, હત્યામાં સીધી રીતે સામેલ ન હોવા છતાં, ગુનાહિત કૃત્યમાં મદદગારી કરવા અને પુરાવા છુપાવવા બદલ પોલીસે કિરણને પણ આરોપી બનાવી તેની ધરપકડ કરી છે. આ હથિયાર મળી આવતા હવે આરોપી વિરુદ્ધ કેસ વધુ મજબૂત બન્યો છે.
Feb 28, 2026 04:25 pm
ભચાઉ તાલુકાના નવા કટારીયા ગામે બની રહેલા બ્રિજના કામમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે બ્રિજના નિર્માણમાં અત્યંત નબળું મટિરિયલ વાપરવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા જાળવવાને બદલે રેતીની જગ્યાએ માટીનો ઉપયોગ કરવામાં આવતા લોકરોષ ફાટી નીકળ્યો હતો.
Feb 28, 2026 04:24 pm
બરોડા ડેરીની આગામી ચૂંટણીને લઈને ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન રાજકીય માહોલ ગરમાયો છે. પૂર્વ ધારાસભ્ય દિનુ મામાએ (દિનુ પટેલ) ભાસ્કર પટેલ દ્વારા કરવામાં આવેલા ચરિત્રના આરોપો સામે આકરા તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "ભાસ્કર પટેલ મારો મુખ્યમંત્રી નથી" અને તેમની કોઈ પણ પ્રકારની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે. દિનુ મામાએ ઉમેર્યું કે હાલ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. બીજી તરફ, બિનહરીફ થવાની તૈયારીમાં રહેલા જી.બી. સોલંકીએ ચૂંટણી અધિકારીની કામગીરી પર સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, 35 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આવી પારદર્શક અને ચોક્કસ કામગીરી જોવા મળી રહી છે. સોલંકીએ વધુમાં સંકેત આપ્યો હતો કે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ જ સાચો જંગ કોની વચ્ચે જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
Feb 28, 2026 04:23 pm
નવસારીના અતિ મહત્વના ગણાતા કલેક્ટર કચેરી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી એક મોટો ભુવો પડ્યો હતો. વહીવટી તંત્રની નાક નીચે જ આ જોખમી ભુવો હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નહોતી. તંત્રના આ ઉદાસીન વલણ અને બેદરકારીને કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. અંતે, તંત્ર કોઈ પગલાં લેશે તેવી આશા છોડીને, અકસ્માતની ભીતિ વચ્ચે સ્થાનિક લોકોએ સ્વખર્ચે અને મહેનતથી જાતે જ આ ભુવો પૂરી દીધો હતો. આ ઘટનાએ નવસારીના વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
Feb 28, 2026 04:12 pm
ફાગણી પૂનમના પાવન અવસરે ઠાકોરજીના દર્શને જતા લાખો પદયાત્રીઓ માટે સેવાના કેમ્પો શરૂ થઈ ગયા છે. આ વર્ષે ડાકોર માર્ગ પર ભક્તોને માત્ર પરંપરાગત ગુજરાતી ભોજન જ નહીં, પરંતુ વિદેશી વ્યંજનોનો સ્વાદ પણ માણવા મળશે. સિહુંજ નજીક ચીરીપાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓ માટે ખાસ મેક્સિકન ફૂડની વ્યવસ્થા કરવામાં આવી છે.
Feb 28, 2026 03:58 pm
વડોદરામાં 17માં માળેથી પટકાતા યુવકનું મોત થયું છે. સમાના અગોરા મોલ ખાતે આ દુર્ઘટના બની છે. ઈલેક્સ્ટ્રીશિયન શેદુલ નામના યુવાનનું મોત થયું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Feb 28, 2026 03:46 pm
ઉત્તર પ્રદેશથી ઝડપાયાવડોદરા શહેરમાં સરેઆમ પર્સ લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયેલા બે શખ્સોને પકડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગત 18 ફેબ્રુઆરીના રોજ બનેલી લૂંટની ઘટનાના તાર છેક ઉત્તર પ્રદેશ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઉત્તર પ્રદેશમાં દરોડો પાડી આરોપીઓને દબોચી લીધા છે.
Feb 28, 2026 03:44 pm
ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં બનેલી યુવકના મોતની ઘટના અકસ્માત નહીં પરંતુ હત્યા બનાવ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પ્રેમલગ્નની અદાવત રાખીને સાળાએ બનેવીને કાર ચઢાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે...હાલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
Feb 28, 2026 03:43 pm
બોત્સ્વાનાથી 9 ચિત્તા ભારત પહોંચ્યા છે. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે X પર માહિતી આપી છે. 6 માદા અને 3 નર ચિત્તાઓ મધ્યપ્રદેશ લવાયા છે. ચિત્તા મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પહોંચ્યા છે. ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા હવે 39 થઈ છે.
Feb 28, 2026 03:33 pm
પંચમહાલ SOGએ ચાંપાનેર ગામે પાડ્યા દરોડા, ગાંજાના 2 મોટા છોડ સાથે આરોપીની ધરપકડ, કુલ 13.8 કિલોગ્રામ લીલો ગાંજો જપ્ત કરાયો, ગાંજા સાથે શંકર પરમારની પોલીસે કરી ધરપકડ.
Feb 28, 2026 03:26 pm
સાણંદમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો, સેમિકંડકટર ક્ષેત્રે ભારત વધશે આગળ, સેમિકંડકટર પ્લાન્ટની પીએમ કરશે મુલાકાત.
Feb 28, 2026 03:16 pm
UAEમાં અમેરિકી બેઝ પર ઇરાનનો હુમલો
સઉદી અરબના રિયાધ પર ઇરાનનો હુમલો
જોર્ડનમાં અમેરિકા બેઝ પર ઇરાનનો હુમલો
કુવૈતમાં અમેરિકા બેઝ પર ઇરાનનો હુમલો
અબુધાબી પર ઇરાને હુમલો કર્યો
ઇરાનનો ઇઝરાયલ પર ફરીથી મિસાઇલ હુમલો
ઇરાનના હુમલા બાદ કુવૈતે એરસ્પેસ બંધ કર્યુ
Feb 28, 2026 03:04 pm
પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે X પર આપી માહિતી
6 માદા અને 3 નર ચિત્તાઓ મધ્યપ્રદેશ લવાયા
ચિત્તા મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પહોંચ્યા
ભારતમાં ચિત્તાઓની કુલ સંખ્યા હવે 39 થઈ
Feb 28, 2026 02:42 pm
02 - Gandhinagar News : ગુજરાતની આઠ સરકારી હોસ્પિટલોમાં કોંકલીયર ઈમ્પ્લાન્ટની સારવાર ઉપલબ્ધ
06 - Israel Iran conflict : આ હુમલો 'અસ્તિત્વના ખતરા'ને દૂર કરવાનો હતો : ઇઝરાયલી PM નેતન્યાહૂ
07 - Entertainment: ફિલ્મમાં હિરોઈન કેવી રીતે નક્કી થાય છે..... તાપસી પન્નુએ કર્યો ચોંકાવનારો ખુલાસો
08 - Prabhaની Spirit ફિલ્મમાં ભડકો! શૂટિંગ વચ્ચે જ વાંગા સાથે થયો પંગો અને પ્રકાશ રાજની થઈ એક્ઝિટ!
10 - Mahesana News: કડીમાં રેસ્ટોરન્ટ માલિક પર જીવલેણ હુમલો, ગલ્લામાંથી રોકડ લૂંટી 4 શખ્સો ફરાર
Feb 28, 2026 02:20 pm
૧) ટ્રેન સંખ્યા ૧૯૨૦૯ ભાવનગર–ઓખા એક્સપ્રેસ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ
૨) ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખા–ભાવનગર એક્સપ્રેસ: ૦૧.૦૩.૨૦૨૬ થી શરૂ
૩) ટ્રેન સંખ્યા ૫૯૫૫૨ ઓખા–રાજકોટ લોકલ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ
૪) ટ્રેન સંખ્યા ૫૯૫૫૧ રાજકોટ–ઓખા લોકલ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ
Feb 28, 2026 02:19 pm
રાજકોટ ડિવિઝનના લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ કાર્યને કારણે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવેલા ટ્રેનોના સ્ટોપેજ હવે તાત્કાલિક અસરથી પુનઃ શરૂ કરવામાં આવ્યા છે. એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન વિભાગ દ્વારા લાખાબાવળ સ્ટેશન પર બંને પ્લેટફોર્મ તથા ફૂટ ઓવર બ્રિજ (FOB)નું કાર્ય પૂર્ણ કરી તેને સંચાલન માટે સોંપવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ તારીખ ૨૬ ફેબ્રુઆરીથી ૫ માર્ચ, ૨૦૨૬ સુધી નીચે મુજબની ટ્રેનોના સ્ટોપેજ કામચલાઉ ધોરણે રદ કરવામાં આવ્યા હતા, જે હવે ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે.
Feb 28, 2026 02:12 pm
સંઘવીએ ઉમેર્યું હતું કે, ડ્રગ્સના દુષણ સામે લડવા માટે સરકારે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પણ માનવીય અભિગમ પણ અપનાવ્યો છે. ડ્રગ્સની આદતનો ભોગ બનેલા યુવાનોને જેલમાં મોકલવાને બદલે, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પોલીસ કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને તેમના પરિવાર સાથે મળીને કાઉન્સેલિંગ દ્વારા તેમને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. અસરગ્રસ્તોને સ્થાનિક સ્તરે જ મદદ મળી રહે તે માટે આ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
Feb 28, 2026 02:11 pm
બનાસકાંઠાના વાવ થરાદમાં SOG પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં 5 કિલોથી વધુના હેરોઇન સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. વાવ-થરાદ SOGએ મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી છે અને માદક પદાર્થોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે, હેરોઇન આપનાર ત્રણ લોકો સામે કાર્યવાહી કરાઈ છે, આ હેરોઈન કયાંથી લાવ્યા તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે. થરાદ પોલીસ મથકે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Feb 28, 2026 01:56 pm
જેના ભાગરૂપે ધાનેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન મહેકમ મુજબ વધારાના ૫ (પાંચ) તજજ્ઞો જેવા કે, બાળરોગ નિષ્ણાંત, સ્ત્રી-રોગ નિષ્ણાંત, ફિઝિશિયન, જનરલ સર્જન, એનેસ્થેશિઓલૉજીસ્ટ અને પેરામેડિકલ સ્ટાફ જેવા કે, એકસ-રે ટેકનીશીયન, લેબોરેટરી ટેકનીશીયન, સ્ટાફ નર્સ તેમજ અન્ય વર્ગ-૩ અને વર્ગ-૪ની વધારાની જગ્યાઓ મંજુર કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે અન્વયે આગામી વર્ષોમાં તબક્કાવાર તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં નવીન મહેકમ પેટર્ન મુજબ વધારાની જગ્યાઓ મંજૂર કરવા અને તે મુજબ જરૂરીયાત પ્રમાણે આનુંષાઞિક કાર્યવાહી કરવામાં આવશે.
Feb 28, 2026 01:54 pm
રાજ્યના સામૂહિક કેન્દ્રોને નવીન મહેકમ મુજબ અપગ્રેડ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ આધુનિક સારવાર મળી રહે એ માટે હયાત ૨૭ ના મહેકમ માથી કુલ ૪૦ના મહેકમ પ્રમાણે નવીન મહેકમ મુજબ સામૂહિક કેન્દ્રોને અપગ્રેડ કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે.
Feb 28, 2026 01:46 pm
ઇરાને ઇઝરાયલ પર કર્યો વળતો હુમલો
ઇરાનનો ઇઝરાયલ પર મિસાઇલથી હુમલો
ઇરાને ઇઝરાયલ પર 70 મિસાઇલો છોડી
હુમલા બાદ ઇઝરાયલમાં સાયરન વાગ્યું
Feb 28, 2026 01:39 pm
મંત્રીએ ઉમેર્યું કે છ વર્ષનો બાળક જો બોલતો કે સાંભળતું ન હોય તો તેને નજીકની સિવિલ હોસ્પિટલમાં લઈ જવું જોઈએ જ્યાં ચોક્કસ સારવાર થકી બાળકની સાંભળવાની અને બોલવાની શક્તિ ખીલશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મોંઘી સારવાર વિનામૂલ્યે પૂરી પાડવાનો છે. જેમાં સર્જરી અને ઈમ્પ્લાન્ટનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવતો હોય છે. ઓપરેશન બાદ સ્પીચ પ્રોસેસર બદલવા માટે, રાજ્ય સરકાર વાર્ષિક ₹4 લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને કુલ ખર્ચના 90% રકમ ચૂકવે છે, જ્યારે વાલીઓએ માત્ર 10% રકમ જ ચૂકવવાની રહે છે.
Feb 28, 2026 01:38 pm
મંત્રી પાનસેરીયાએ જણાવ્યું કે, રાજ્યમાં આઠ જેટલી સરકારી હોસ્પિટલોમાં જન્મજાત બહેરાશ ધરાવતા બાળકો માટે કોંકલીયર ઈમ્પ્લાન્ટની સુવિધા આપવામાં આવે છે. જેમાં સિવિલ હોસ્પિટલ, અસારવા અને જી. એમ. ઈ. આર. એસ., સોલા, અમદાવાદ, સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર, જી.જી. હોસ્પિટલ, જામનગર, પી. ડી. યુ., સિવિલ હોસ્પિટલ, રાજકોટ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત, એસ.એસ.જી હોસ્પિટલ, વડોદરા અને સર તખતસિંહજી હોસ્પિટલ, ભાવનગરનો સમાવેશ થાય છે.
Feb 28, 2026 01:38 pm
ગુજરાત વિધાનસભા ખાતે જન્મજાત બહેરાશ ધરાવતા બાળકોની સારવાર અંગે પૂછાયેલ પ્રશ્નનો જવાબ આપતા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ કહ્યું હતું કે કોંકલીયર ઈમ્પ્લાન્ટની સારવાર જન્મજાત બહેરા બાળકો માટે આશીર્વાદરૂપ છે. સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે જન્મજાત બહેરા બાળકો માટે તમામ બહેરાશની તપાસ, લોહીની તપાસ, રેડીયોલોજીકલ તપાસ, બાળકના માનસિક વિકાસ માટેની તપાસ, કોક્લીયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન અને દર્દીને બોલવાની પ્રેક્ટીસ (AVT)ની સારવાર ઉપલબ્ધ છે.
Feb 28, 2026 01:34 pm
SCના જસ્ટિસ સૂર્યકાંતના હસ્તે ખાતમુર્હુત કરાયું
CM, DyCM કાર્યક્રમમાં હાજર રહ્યા
હાઇકોર્ટ ખાતે બે દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ
આર્બિટ્રેશન સેન્ટરની નવી વેબસાઈટનું વિમોચન
ન્યૂઝલેટરનું પણ વિમોચન કરવામાં આવ્યું
લાંબી કાનૂની પ્રક્રિયામાંથી હવે છુટકારો મળશે
કોર્ટ બહાર વિવાદોનું હવે ઝડપી સમાધાન થશે
વાણિજ્યિક અને સિવિલ કેસોમાં મોટી રાહત
પક્ષકારો અને વકીલોનો સમય બચી જશે
ન્યાયિક પ્રક્રિયા વધુ પારદર્શક બનશે
Feb 28, 2026 01:20 pm
આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું મોટું નિવેદન
ભેળસેળીયાઓને છોડવામાં નહીં આવે:પાનસેરિયા
એક્શન લેવાની સુરતથી શરૂઆત થઈ ચૂકી છે
‘ભેળસેળિયા તત્વોનો હવે વરઘોડો પણ કાઢ્યો છે’
‘ભેળસેળિયા તત્વો કેન્સર જેવા રોગ માટે કારણ’
Feb 28, 2026 12:57 pm
જરુરી સામગ્રી, વસ્તુઓ 30થી 40 ટકા મોંઘી
અધર્મ ઉપર ધર્મના વિજયનું પ્રતીક છે હોલિકા દહન
સોમવારે પરંપરાગત રૂપથી થશે હોલિકા દહન
છાણાના ભાવમાં 40 ટકા તો લાકડાના ભાવ પણ વધ્યા
એક હોલિકા માટે 11 હજારથી 25 હજાર છાણાનો ઉપયોગ
સાંજે સાડા સાત વાગ્યાનું છે હોલિકા દહનનું મુર્હુત
Feb 28, 2026 12:56 pm
ઝઘડિયા GIDCમાં નવ ગીર ગાયના મોત, કેમિકલ યુક્ત પાણી પીવાથી ગાયના મોત, ગેરકાયદે કેમિકલ યુક્ત પાણી છોડાયું હતું, રામજી સિંઘવે નોંધાવી પોલીસ ફરિયાદ.
Feb 28, 2026 12:50 pm
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, એક નવું કૃષિ વીજ જોડાણ આપવા માટે થાંભલા, લાઇન અને ટ્રાન્સફોર્મર, HVDS સિસ્ટમ વગેરે મળીને સરેરાશ રૂ. ૧.૭૩ લાખનો ખર્ચ થાય છે. જેની સામે ખેડૂતોએ માત્ર લોડ પ્રમાણે નજીવો ચાર્જ આપવાનો હોય છે અને બાકીની રકમ રાજ્ય સરકાર સબસિડી પેટે સીધી વીજ કંપનીઓને ચૂકવે છે. રાજ્ય સરકારની ઉદાર નીતિના ભાગરૂપે, અનુસૂચિત જાતિ વર્ગના અને આદિજાતિ વિસ્તારના ખેડૂતોને ફિક્સ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે માત્ર રજીસ્ટ્રેશન, ડિપોઝીટ અને ટેસ્ટ રિપોર્ટ જેવા સામાન્ય ચાર્જ જ ચૂકવવાના રહે છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
Feb 28, 2026 12:50 pm
ગુજરાત સરકાર ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવા કટિબદ્ધ, છેલ્લા બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં 4555 નવા વીજ જોડાણો અપાયા. વિધાનસભા ગૃહમાં સામાન્ય કૃષિ વીજ જોડાણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત વીજળી આપવા મક્કમ છે. છેલ્લા બે વર્ષમાં માત્ર ભાવનગર જિલ્લામાં જ વિવિધ યોજનાઓ હેઠળ રૂ. ૬,૬૮૫ લાખના ખર્ચે ૪,૫૫૫ કૃષિ વીજ જોડાણો આપવામાં આવ્યા છે.
Feb 28, 2026 12:46 pm
જંગ તમે ચાલુ કરી, પૂર્ણ અમે કરીશું : ઇરાન
હવે આ યુદ્ધનો અંત અમે કરીશું : ઇરાન
આ યુદ્ધનો અંત તમારા હાથમાં નથીઃ ઇરાન
ઇઝરાયલ-અમેરિકાને ઇરાનની સીધી ધમકી
Feb 28, 2026 12:19 pm
24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે થયો રૂ.1,64,780
22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે થયો રૂ.1,51,050
22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે થયો રૂ.1,23,600
ફરી 3 લાખની નજીક પહોંચ્યો ચાંદીનો ભાવ
ચાંદીના ભાવમાં વધ્યા 10,000 રૂપિયા
પ્રતિ કિલોએ ચાંદીનો ભાવ થયો 2,95,000 રૂપિયા
Feb 28, 2026 12:19 pm
* આધુનિક સ્ટેશન બિલ્ડિંગ: સ્ટેશન પર 18,223 ચોરસ ફૂટ વિસ્તારમાં એક નવું આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં અદ્યતન બુકિંગ ઓફિસ તેમજ એર-કન્ડિશન્ડ અને નોન-એર-કન્ડિશન્ડ પ્રતીક્ષાલયની સુવિધા ઉપલબ્ધ રહેશે.
* બહેતર કનેક્ટિવિટી અને એપ્રોચ: યાત્રીઓની સુવિધા માટે 39,288 ચોરસ ફૂટ લાંબા એપ્રોચ રોડની સુધારણા અને પહોળીકરણ કરવામાં આવ્યું છે તેમજ 29,105 ચોરસ ફૂટ વિસ્તારમાં સર્ક્યુલેટિંગ એરિયા અને પાર્કિંગ નો વિકાસ થઈ ચૂક્યો છે.
* અદ્યતન પ્રતીક્ષાલય અને શૌચાલય: સ્ટેશન પર 1,582 ચોરસ ફૂટના પ્રતીક્ષાલયનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે અને કુલ 5 શૌચાલય બ્લોકમાંથી 4નું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.
* લિફ્ટ અને યાત્રી-અનુકૂળ સુવિધાઓ: તમામ પ્લેટફોર્મ પર લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ દિવ્યાંગજનો માટે વિશેષ રેમ્પ, પોર્ચ, સુગમ પ્રવેશ/નિકાસ દ્વાર, અલગ શૌચાલય અને પાર્કિંગ વિકસાવવામાં આવ્યા છે. યાત્રીઓ માટે પૂરતી સંખ્યામાં બેન્ચ પણ લગાવવામાં આવી છે.
* પાર્કિંગ અને સૌંદર્યીકરણ: પરિસરમાં ફોર વ્હીલર, ટૂ વ્હીલર અને ઓટો-રિક્ષા માટે અલગ પાર્કિંગ, પ્લેટફોર્મ શેલ્ટરનો વિસ્તાર, હરિત વિસ્તારનું વિકાસ અને સૌંદર્યીકરણનું કાર્ય અંતિમ તબક્કામાં છે.
* ભવિષ્યની ક્ષમતાનો વિસ્તરણ: હાલમાં ભીલડી સ્ટેશન પરથી દરરોજ અંદાજે 1,200 મુસાફરોની અવરજવર થાય છે અને 40થી વધુ ટ્રેનોનું આગમન-પ્રસ્થાન તથા ઠેરાવ અહીં થાય છે. આ સ્ટેશનને ભવિષ્યમાં દૈનિક 25,000 મુસાફરોની અવરજવર ક્ષમતાને અનુરૂપ રીતે વિકસાવવામાં આવી રહ્યું છે.
* આર્થિક અને વ્યૂહાત્મક મહત્વ: આ સ્ટેશન માલગાડીઓ અને ડબલ સ્ટેક કન્ટેનર ટ્રેનોના સંચાલન માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. તેનો પુનર્વિકાસ સ્થાનિક સમુદાયને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.
* સુરક્ષિત અને આધુનિક મુસાફરીનો અનુભવ: પુનર્વિકાસ પૂર્ણ થયા પછી ભીલડી સ્ટેશન યાત્રીઓને વધુ સુરક્ષિત, સુવિધાજનક અને આધુનિક અનુભવ પ્રદાન કરશે, જે પશ્ચિમ રેલવેની આધુનિકીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
Feb 28, 2026 12:18 pm
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ બદલાઈ રહી છે સ્ટેશનની સૂરત, લિફ્ટ અને દિવ્યાંગ-અનુકૂળ સુવિધાઓથી થશે સજ્જ. પશ્ચિમ રેલવેના ભીલડી રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ લગભગ ₹11.00 કરોડના અંદાજિત ખર્ચે વ્યાપક પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનું આશરે 95 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીનું કાર્ય ઝડપી ગતિએ પ્રગતિ પર છે.
Feb 28, 2026 12:10 pm
* 27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 79435/79436 સાબરમતી–પાટણ–સાબરમતી ડેમુ રદ્દ રહેશે.
* 27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 69249/69250 સાબરમતી–કાટોસણ રોડ–સાબરમતી મેમુ રદ્દ રહેશે.
Feb 28, 2026 12:10 pm
* 27 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 14821 જોધપુર–સાબરમતી એક્સપ્રેસ આબુ રોડ–સાબરમતી વચ્ચે આંશિક રદ્દ રહેશે.
* 28 ફેબ્રુઆરી 2026ની ટ્રેન સંખ્યા 14822 સાબરમતી–જોધપુર એક્સપ્રેસ સાબરમતી–આબુ રોડ વચ્ચે આંશિક રદ્દ રહેશે.
Feb 28, 2026 12:10 pm
અમદાવાદ મંડળના સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ કાર્ય અંતર્ગત પ્લેટફોર્મ નં. 01 પર એન્જિનિયરિંગ કામ માટે 27-28 ફેબ્રુઆરી 2026 દરમિયાન બ્લોક લેવામાં આવ્યો છે. ટ્રેનોના ઠેરાવ, માર્ગ અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈ તપાસ કરી શકે છે.
Feb 28, 2026 11:47 am
HCમાં કલેક્ટર સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ, કઠોર મહિલા ઉત્પાદક મંડળીની પિટિશન કોર્ટે સ્વીકારી, 21 દિવસમાં નિર્ણય ન લઇ શકતા વિવાદ વકર્યો, સત્તાધીશોની બેદરકારીથી ખેડૂતોમાં ભારે ભારે રોષ, દક્ષિણ ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો.
Feb 28, 2026 11:43 am
03 - Surat News : સુરતમાં રમત રમતમાં ટાબરિયાઓએ વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકતા પોલીસ થઈ દોડતી
05 - Weather News : ગુજરાતમાં મિશ્ર ઋતુનો અહેસાસ, બપોરના સમયે ગરમી માટે રહેજો તૈયાર
06 - IND vs WI: કોલકત્તામાં બંને ટીમનું શાનદાર પ્રદર્શન, જાણો શું કહે છે આંકડા?
07 - Ravi Shastriને મળશે મોટું સન્માન, આ ઐતિહાસિક સ્ટેડિયમમાં બનશે તેમના નામનું સ્ટેન્ડ
10 - Nepal: એર ઇન્ડિયા એક્સપ્રેસની કાઠમંડુની ફ્લાઇટ સેવા પ્રભાવિત, યાત્રીઓએ કર્યુ વિરોધ પ્રદર્શન
Feb 28, 2026 11:41 am
સમાજના ઉગ્ર વિરોધ બાદ ટ્રસ્ટે કરી પીછેહઠ, મુસ્લિમ યુવતીના હિન્દુ વિધિથી લગ્ન હવે નહીં થાય, અગાઉ હિન્દુ વિધિથી લગ્નની કરાઈ હતી જાહેરાત, 14 માર્ચના આંતરધર્મીય સમૂહ લગ્ન વિવાદના ઘેરામાં, વિવાદ બાદ લગ્ન રદ કરવાની જાહેરાત કરવામાં આવી, પરિવારની અસંમતિ છતાં યુવક-યુવતી લગ્ન માટે મક્કમ, ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના ઉલ્લંઘનનો લાગ્યો આક્ષેપ, કલેક્ટર અને પોલીસ કમિશનર સુધી પહોંચી રજૂઆત.
Feb 28, 2026 11:31 am
મિલેનિયમ માર્કેટ - 1ના બીજા માળે આગ લાગી, કેમેલા દરવાજા પાસે માર્કેટમાં ભીષણ આગ, 9 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે, આગ પર કાબૂ મેળવાના પ્રયાસ શરુ.
Feb 28, 2026 11:17 am
પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપ્યો, પોલીસે વેશ પલટો કરી 4 દિવસ રેકી કરી હતી, લાખોની છેતરપિંડીના ગુનાનો જેલ હવાલે.
Feb 28, 2026 10:54 am
શણગાર કરી સવારે 05:૩0 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાને ધાણી,ખજુર-ડાળીયા-તલના લાડું-મમરાના લાડુ-સીંગપાક વિગેરેનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.અનેક ભક્તો દ્વારા દાદાને ચઢવામાં આવી હતી. જેના દર્શન-અન્નકૂટ-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી. હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચે 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના ૫૧,૦૦૦ કિલો ઓર્ગેનિક રંગો (ગુલાબી, લાલ, પીળો, નારંગી) દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.

Feb 28, 2026 10:54 am
શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના ફુલનો દિવ્ય શણગાર કરાયો સાથે સાથે આજે શનિવાર નિમિતે ધાણી, ખજુર અને ડાળિયાનો અન્નકૂટ ધરાવાયો છે. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.28-02-2026ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના વાઘા ધરાવી દાદાના સિંહાસનને શણગાર કરાયો.

Feb 28, 2026 10:38 am
નવી 914 જગ્યાઓનો વધારો કરાયો, કુલ 7338 જગ્યાઓ પર હવે ભરતી થશે, વર્ગ 3ની સિનિયર, જુનિયર ક્લાર્કની ભરતી, ગ્રુપ Aમાં 252, ગ્રુપ બીમાં 662 જગ્યાઓ વધી, ગૌણ સેવા પસંદગી મંડળ કરે છે ભરતી.
Feb 28, 2026 10:37 am
સમાજના ઉગ્ર વિરોધ બાદ ટ્રસ્ટે કરી પીછેહઠ, મુસ્લિમ યુવતીના હિન્દુ વિધિથી લગ્ન હવે નહીં થાય, અગાઉ હિન્દુ વિધિથી લગ્નની કરાઈ હતી જાહેરાત , 14 માર્ચના આંતરધર્મીય સમૂહ લગ્ન વિવાદના ઘેરામાં, વિવાદ બાદ લગ્ન રદ કરવાની જાહેરાત કરવામાં આવી, પરિવારની અસંમતિ છતાં યુવક-યુવતી લગ્ન માટે મક્કમ, ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના ઉલ્લંઘનનો લાગ્યો આક્ષેપ, કલેક્ટર અને પોલીસ કમિશનર સુધી પહોંચી રજૂઆત.
Feb 28, 2026 10:16 am
શાક માર્કેટ વિસ્તારમાં રિક્ષામાંથી મળ્યો મૃતદેહ, રિક્ષામાં મૃતદેહ મળતા લોકોના ટોળાં ઉમટ્યા, એ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે, મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો, મહિલાની ઓળખ વિધિ માટે પોલીસની કવાયત.
Feb 28, 2026 10:07 am
પરંતુ આ સમયે તેઓને ટ્રેનની ટિકિટ નહીં મળવાના કારણે ખૂબ જ હાલાકી થતી હોય છે, તેઓ જનરલ કોચમાં જવા માટે મજબૂર થઈ જતા હોય છે અને જનરલ કોર્ટમાં બેસવા માટે પણ તેઓ 16 થી 24 કલાક ફોર્મ પર આવીને લાઈન લગાવીને બેસે છે. હોળીના પર્વ સિવાય આ સમયે અન્ય કારણોસર પોતાના વતન લોકોને પણ ભારે ભીડ હોવાના કારણે હાલાકી થતી હોય છે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન બહાર પણ ટ્રાફિક સહિતની સમસ્યાઓ ન સર્જાય તે માટે પોલીસ પણ સતત કામગીરી કરી રહી છે.
Feb 28, 2026 10:07 am
અમદાવાદમાં વસવાટ કરતા યુપી, બિહાર સહિતના રાજ્યોના હજારો લોકો આ તહેવાર ઉજવવા માટે પોતાના વતનમાં જાય છે. અત્યારથી આ પરિવારો પોતાના વતનમાં જવા માંડ્યા છે. જેમાં ગુરૂવાર બાદની અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હઉસફૂલ થઈ ગઈ છે.
Feb 28, 2026 10:06 am
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે, ભીડને પહોંચી વળવા માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે, અને હોળી-ધુળેટીના પર્વને લઈ મુસાફરોની ભીડ ઉમટી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે અને હોળી-ધુળેટીમાં વતન જવા મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે, યુપી, બિહાર તરફ જતી ટ્રેનોમાં જવા ભારે ભીડ છે અને ઉધના રેલ સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો ઉમટયા છે.
Feb 28, 2026 09:38 am
સાયબર ગઠીયાઓએ રાજેન્દ્ર ભાઈને એટલા ધમકાવ્યા હતા કે તે 60 લાખની એફડી તોડવાની વાત કરી પરંતુ રાજેન્દ્ર ભાઈએ તેનો વિરોધ કરી મિત્રને વાત કરતા તેમનો બચાવ થયો છે. મહત્વની વાત છે કે, આરોપીએ ફરિયાદીનો ફોન પણ હેક કર્યો હતો. જ્યારે પોલીસ તેમના ઘરે પહોચીં ત્યારે પણ આરોપીઓ ફોન પર વાતચિત કરતા હતા અને પોલીસે ફરિયાદીનો ફોન તોડાવી તેમની સાથે ચાલતી વાતચીત બંધ કરાવી હતી જેથી આ કિસ્સો તમામ લોકો માટે દાખલ રૂપ કિસ્સો છે અને હવે ભોગ બનનાર કહી રહ્યા છે કે, ડિજિટલ અરેસ્ટ જેવો કોઈ મામલો હોતો નથી જેથી તમામે સચેત રહેવુ જરુરી છે.
Feb 28, 2026 09:38 am
મહત્વનું છે કે બે દિવસ ડિજિટલ અરેસ્ટ રહેલા દંપતીને કોઈની સાથે વાત કરવા ન દીધી અને રાતે પણ ફોન ચાલુ રખાવ્યો હતો. સાથે જ બે દિવસ દરમિયાન વૃદ્ધની પ્રોપર્ટીની માહિતી મેળવી અને ફોન સતત ચાલુ રખાવી બેંકમાંથી એફડી તોડવા માટે દબાણ કરતા હતા આરોપીએ ડરાવીને વૃદ્ધ પાસેથી 15 લાખની એફડી તોડાવી રૂપિયા સેવિંગ ખાતામાં નખાવ્યા, મહત્વનું છે કે જ્યારે દંપતી બેંકમાં ગયુ ત્યારે પણ ફોન ચાલુ રાખ્યો હતો. જોકે સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસને જાણ થતા પોલીસે ત્યાં પહોંચીને વૃદ્ધને બચાવી લીધા અને તેમના રુપિયા પણ.
Feb 28, 2026 09:38 am
પોલીસ સ્ટેશનમાં પોલીસનો આભાર માની રહેલા આ વૃદ્ધ એનઆરઆઈ રાજેન્દ્ર શેઠ છે, રાજેન્દ્ર શેઠ છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહે છે અને બીમારીના કારણે છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં રહી રહ્યા છે, રાજેન્દ્ર શેઠને 25 ફેબ્રુઆરીના રોજ સવારે મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે કોલ આવ્યો અને નરેશ ગોયલના મની લોન્ડ્રિંગના કેસમાં તેમના આધારકાર્ડ અને બેંક અકાઉન્ટનો ઉપયોગ થયો છે. જેમાં ધરપકડ કરવાની વાત કરી બનાવટી અધિકારી અને કોર્ટ બતાવી ડરાવ્યા હતા.
Feb 28, 2026 09:36 am
અમદાવાદના સેટેલાઈટમાં વધુ એક વૃદ્ધ દંપત્તિ ડિજિટલ અરેસ્ટના શિકાર બનતા બચી ગયા છે, સેટેલાઈટ પોલીસને સમયસર જાણ થતાં પોલીસની મદદથી એનઆરઆઈ દંપતીના 15 લાખ રૂપિયા સાયબર ગઠીયાઓના હાથમાં જતા બચી ગયા છે. મહત્વનું છે કે દંપત્તિને છેલ્લા બે દિવસથી આરોપીઓએ ડિજિટલ અરેસ્ટ બનાવી 60 લાખની એફડી તોડાવવા માટે દબાણ કરી રહ્યાં હોવાનું સામે આવ્યુ છે. વર્ષ 2006 થી અમેરિકામાં રહે છે દંપતિ અને છેલ્લા 4 વર્ષથી સારવાર માટે અમદાવાદ આવ્યું છે. પોતાનો બચાવ થતાં દંપતીએ પોલીસનો આભાર માન્યો છે.
Feb 28, 2026 09:23 am
ગ્રાહક બની આવેલા શખ્સોએ લૂંટ ચલાવી, વેપારીની નજર ચૂકવી દાગીના લઈ ફરાર, ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ, બે લાખના દાગીનાની મત્તા ચોરાઈ, ગઢ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
Feb 28, 2026 09:12 am
તેની જાણ મુસાફરે રેલવે સ્ટાફને કરવામાં આવતા નજીકના સ્ટેશન પર ભેસ્તાન પાસે વંદેભારત પર પથ્થર મારવામાં આવ્યાની વાત કરવામાં આવી હતી. સુરત આરપીએફની ટીમ દ્વારા તપાસ શરુ કરી હતી. તેમાં ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યાં કેટલાક શ્રમજીવીઓ કામ કરી રહ્યા હતા. જ્યારે તેના બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન બાળકોએ ટ્રેન પર પથ્થર ફેંકયા હતા. વંદેભારતની આગળ માલગાડી પસાર થઈ ત્યારે તેના પર પથ્થર ફેંકવામાં આવ્યા ત્યારે બાળકોને મજા પડી ગઈ હોવાની પણ વાત તેઓએ કરી હતી. ત્યાર બાદ વંદેભારત પર પથ્થર મારવામાં આવ્યા પોલીસની પુછપરછમાં બાળકોએ ભુલ કરી હોવાની હકીકતો બહાર આવી હતી.
Feb 28, 2026 09:12 am
ટ્રેન પર પથ્થર મારવામાં આવે એટલે સુરક્ષામાં ચુક થઈ હોવાની ગણતરી કરીને સમગ્ર રેલવે તંત્ર દોડતું થઈ જાય છે. તેમજ તેના કારણો શોધવા માટે એડીચોટીના પ્રયાસો કરવામાં આવતા હોય છે. તેમાં પણ વંદેભારત જેવી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવે તો તેને ઘણી જ ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવતી હોય છે. આવો જ બનાવ સુરતથી મુંબઇ તરફ જતી વંદેભારત ટ્રેન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે સાંજના સમયે આ ઘટના બની હતી.
Feb 28, 2026 09:11 am
સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંક્યો હોવાની વાત સામે આવી છે અને ટાબરિયાઓ રમતા હતા તે વખતે પથ્થર ફેંકાયો હતો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતથી મુંબઈ તરફ જતી વંદેભારત ટ્રેન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે ટાબરીયાઓએ રમત રમતમાં પથ્થર ફેંકતા રેલવે તંત્ર દોડતું થયુ હતુ. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થયા બાદ પથ્થરમારો કરનાર ટાબરીયાઓ સહિત તેના મા બાપને પણ પોલીસે બોલાવીને પુછપરછ કરી હતી.
Feb 28, 2026 08:55 am
મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 1 લાખ દંડ, સગીરાને એક યુવક ભગાડી ગયો હતો, લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી, ખોટા નામો આપવા બદલ કોર્ટ લાલઘૂમ, નિર્દોષ છૂટેલા ચાર શખ્સોને વળતર મળશે.
Feb 28, 2026 08:54 am
મકરપુરા પોલોસે અક્ષય રાઠવાની કરી ધરપકડ, GIDCમાં નોકરી કરતો હતો અક્ષય રાઠવા, મહિલા નજીકની કંપનીમાં નોકરી કરતી હતી, ઘરે જતા સમયે અક્ષય રાઠવાએ પીછો કર્યો, મહિલાના ઘરમાં ચા પીવાના બહાને ઘુસ્યો, નરાધમે દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યું, મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યો.
Feb 28, 2026 08:35 am
એસીબીએ આ મામલે વિધિવત્ ગુનો નોંધ્યો હતો અને બંને ફરાર આરોપી ગણેશવાલા-પરવાનાની શોધખોળ આદરી હતી. અન્ડરગ્રાઉન્ડ થયેલા બંને આરોપી પૈકી વિપુલ ગણેશવાલા (રહે- સંકલ્પ સોસાયટી, જહાંગીરાબાદ) શુક્રવારે સવારે ૧૧-.૩૦ વાગ્યાના અરસામાં એસીબીમાં હાજર થઈ ગયો હતો. ગણેશવાલા ૮ દિવસથી ગાયબ હતો. એસીબીના અધિકારીઓએ જરૂરી પૂછપરછ સાથે પંચનામા સહિતની પ્રોસિજર પૂર્ણ કરી ગણેશવાલાની ધરપકડ કરી હતી.
Feb 28, 2026 08:35 am
મળતી વિગતો પ્રમાણે લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાએ એક બાંધકામનું ડિમોલિશન નહિ કરવા પેટે બિલ્ડર પાસે ૨૧ લાખ માંગ્યા બાદ ૧૫ લાખમાં સમાધાન થયું હતું. જે પૈકી પહેલા હપ્તાના ૪ લાખ લેવા ગણેશવાલાએ પોતાના ટાઉટ કહો કે ખાસ માણસ મહમંદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણને મોકલ્યો હતો. વર્ષોથી ટાઉટગીરી કરતા પરવાનાએ બિલ્ડરને પોતાની ઓફિસમાં નાણાં લઈ બોલાવ્યો હતો. જોકે, ભેજાબાજ પરવાનાને ભનક આવી જતા તે લાંચના ૪ લાખ લઈ નવ દૌ ગ્યારહ થઈ ગયો હતો. બીજી તરફ પોતાના પાપનો થડો ફૂટી જતા ગણેશવાલા પણ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
Feb 28, 2026 08:29 am
સુરત મનપાના અધિકારી પર લાંચ કેસમાં તપાસનો ધમધમાટ છે અને કાર્યપાલ ઈજનેર વિપુલ ગણેશ વાલા ACBમાં હાજર થયો છે, 8 દિવસ ગાયબ બાદ અચાનક હાજર થયો વિપુલ. ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન નહિ કરવા પેટે ૨૧ લાખની લાંચ માંગવાના બહુચર્ચિત પ્રકરણમાં છેલ્લાં ૮ દિવસથી નાસતા-ફરતા કહો કે ભૂગર્ભમાં ઉતરી ગયેલા લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા શુક્રવારે સવારે અચાનક એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસમાં પ્રગટ થયા હતા. એસીબીએ ગણેશવાલાની વિધિવત્ ધરપકડ કરી આગળની તપાસ આદરી હતી.
Feb 28, 2026 08:21 am
સિરિયલ કિલર મદન નાયકને આજીવન કેદની સજા, 4 હત્યામાંથી એક હત્યા કેસનો ચુકાદો, ક્રાઇમ પેટ્રોલ જોઈ હત્યાને અંજામ આપતો હતો, પૈસાની લાલચમાં હત્યા કરતો હોવાનું તપાસ ખુલ્યું, 27 જૂન 2019માં વિશાલ પટેલની હત્યા કરી હતી.
Feb 28, 2026 08:11 am
પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં બલેનો કાર લઈને ઉભો છે અને ઈઓઈમ બ્રાન્ચ પોદરા શહેર સિગારેટનું વેચાણ કરે છે તેવી ક્રાઈમ બ્રાન્ચને માહિતી સાંપડી હતી. પી.આઈ. આર.જી. જાડેજાની ટીમે વૉચ ગોઠવીને ફૈઝલ શેખને રૂ. ૧.૦૫ લાખની કિંમતની ૪૯ ઈ સિગારેટ સાથે ધરપકડ કરી હતી. મુંબઈના અમનખાન પાસેથી આ જથ્થો મંગાવતો હતો કારમાંથી કબજે કરાયેલા જથ્થા સિવાય મુંબઈથી મંગાવેલો બીજો જથ્થો અકોટાની કુરીયર કંપનીની ઓફિસમાં આવીને પડયો હતો. ત્યાંથી પણ બીજી રૂ. ૭૫ હજારની કિંમતની ૩૦ નંગ ઈ સિગારેટ ભરેલુ પાર્સલ પણ જપ્ત કરવામાં આવ્યુ હતુ. કાર મળીને કુલ રૂ. ૭.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને તલસ્પર્શી તપાસ શરુ કરવામાં આવી છે.
Feb 28, 2026 08:11 am
આ દરમિયાન આરોપીએ મુંબઈથી મંગાવેલી બીજી ૩૦ સિગારેટ અકોટા વિસ્તારની કુરીયર ઓફિસમાંથી જપ્ત કરવામાં આવી હતી. મુંબઈના સપ્લાયર અમનખાનને વોન્ટેડ દર્શાવ્યો છે. ક્રાઈમ બાન્ચે કુલ રૂ. ૭.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિદેશી બનાવટની ઈ સિગારેટ ભારતમાં વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શહેરના યાકુતપુરા તાજ સોડા ફેકટરી પાસે રહેતો ફૈઝલ સલીમ શેખ (ઉ.વ.૧૯) ઈન્સ્ટાગ્રામ ઉપર માર્કેટિંગ કરીને આ ઈ સિગારેટનું વેચાણ કરતો હતો.
Feb 28, 2026 08:10 am
વડોદરામાં ઈ-સિગારેટ વેચનાર ઝડપાયો છે અને ઇન્સ્ટા આઇડીથી સિગારેટ વેચતો હોવાની વાત સામે આવી છે, ક્રાઇમ બ્રાન્ચ ફૈઝલ શેખની કરી ધરપકડ અને 1 લાખ 80 હજારની ઈ-સિગારેટ ઝડપાઈ છે. વડોદરામાં ઈન્સ્ટાગ્રામ ઉપર માર્કેટિંગ કરીને ચાઈના બનાવટની પ્રતિબંધીત ઈ સિગારેટનું વેચાણ કરતાં યાકુતપુરાના યુવકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે, પાણીગેટ જુનીગઢી ખાતેથી ધરપકડ કરી હતી. આરોપીની બલેનો કારમાંથી ચાઈના બનાવટની રૂ. ૧.૦૫ લાખની ૪૯ ઈ સિગારેટ કબજે કરાઈ હતી.
Feb 28, 2026 07:59 am
ઉમેદવારીપત્રો ભરાઈ ગયા પરંતુ બીજા દિવસે પણ ભાજપે મેન્ડેટ આપેલા નથી. ત્યારે કાલે સ્કૂટીની છે અને એક ફોર્મ રદ થઈ જાય તો બીજુ સ્વિકારી લેવાય એ માટે કેટલાકે પોતાના નામે જ બે ફોર્મ ભરેલા છે. વડોદરા તાલુકાના ઝોન-૩માં ડેરીના ડીરેક્ટર શૈલેષ પટેલે પોતાની સાથે પોતાના પુત્ર પાર્થિક પટેલનુ ફોર્મ ભરેલુ છે. વાઘોડિયાના ઝોન-૭માં ડીરેક્ટર સતિષ મકવાણાએ પોતાની સાથે પત્ની હંસાબેન મકવાણાનુ ફોર્મ ભરેલુ છે. જે ડમી ફોર્મ હોવાની સાથે ભાજપ તેમને મેન્ટેડ ન આપે તો પત્ની કે પુત્રને ચૂંટણી લડાવી શકાય તે માટેનો અવકાશ રાખેલો છે. જ્યારે કરજણના ઝોન-૧માં ડેરીના ડીરેક્ટર સતિષ પટેલ (નિશાળીયા)એ ફોર્મ ભરતા તેમની સામે તેમના જ શિષ્ય અને કરજણ એપીએમસીના ચેરમેન જયદિપસિંહ ચૌહાણે ફોર્મ ભરતા ગુરુ-શિષ્ય સામસામે આવી ગયા છે.
Feb 28, 2026 07:58 am
જેમાં વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના ૧૩ ડિરેક્ટરો તેમજ અન્ય આગેવાનો મળીને ૪૮ આગેવાનોએ ૫૫ ફોર્મ ભર્યા હતાં. જે ફોર્મની આવતીકાલે તા.૨૮મીએ ચકાસણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરાશે. તેમજ ભરાયેલા ફોર્મની સામે વાંધાઓ પણ લેવામાં આવશે. ભૂલ-ચૂક થયેલી હશે કે વિગતો ખોટી ભરેલી હશે તો ફોર્મ રદ થઈ શકે છે. આવતીકાલે સ્કૂટીની બાદ જ કોના કોના ફોર્મ મંજૂર થાય છે તેનો ખ્યાલ આવશે. આવતીકાલે બપોરે ૧૧ કલાકથી સ્કૂટીનીની પ્રક્રિયા શરુ કરાશે. એ પછી તા. ૨જી માર્ચે માન્ય ઉમેદવારોના નામો જાહેર કરાશે. જ્યારે તા.૭મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટેની તક અપાશે.
Feb 28, 2026 07:58 am
આજે બરોડા ડેરીની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 13 બેઠક પર 55 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, હજુ સુધી પાર્ટીએ મેન્ડેટ જાહેર કર્યા નથી અને કોને મેન્ડેટ આપવું એ ભાજપ માટે પણ દુવિધા છે. બરોડા ડેરીના નિયામક મંડળમાં ડિરેક્ટરોની ૧૩ બેઠક માટેની ૧૮ માર્ચે યોજાનારી ચૂંટણીમાં ૪૮ આગેવાનોએ કુલ ૫૫ ફોર્મ ભર્યા હતાં. તે ફોર્મની આવતીકાલે ચકાસણી કરાશે. તેમજ વાંધાઓ રજૂ કરાશે. એ પછી તા.૭મીએ ફોર્મ પાછા ખેંચવાની તક અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ તા.૨૧મી ફેબ્રુઆરીથી ગઈકાલ સુધીમાં ઉમેદવારીપત્રો ભરાયા હતાં.
Feb 28, 2026 07:38 am
13 બેઠક પર 55 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, હજુ સુધી પાર્ટીએ મેન્ડેટ જાહેર કર્યા નથી, કોને મેન્ડેટ આપવું એ ભાજપ માટે પણ દુવિધા, 7 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.
Feb 28, 2026 07:25 am
વડાપ્રધાન અહીં માઈક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કરશે, જેને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. માઈક્રોનના CEO અને MD પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. માઈક્રોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત સપ્ટેમ્બર-2023માં કરવામાં આવ્યું હતું અને હવે 22,500 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થયો છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે, આ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે ગુજરાત અને સમગ્ર ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગને નવી ઊંચાઈ મળશે અને વિશ્વ બજારમાં ભારતનું પ્રભાવ વધશે. માઈક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન ચેન્નઈ માટે રવાના થશે.
Feb 28, 2026 07:24 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને 3.45 વાગ્યે PM મોદી સાણંદ પહોંચશે. સાણંદ હેલિપેડથી સભા સ્થળ સુધી યોજાશે પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો, સાણંદમાં સેમિકંડકટર યુનિટનું લોકાર્પણ કરશે PM મોદી અને માઈક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટનથી દુનિયામાં વાગશે ડંકો, કાર્યક્રમ બાદ PM મોદી ચેન્નઈ જવા રવાના થશે.
Feb 28, 2026 07:22 am
સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. SSD અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે. 5000 લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકંડકટર ક્ષેત્રે નવી ક્રાંતિનો યુગ શરૂ થશે.
Feb 28, 2026 07:22 am
વડાપ્રધાન અહીં માઈક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કરશે, જેને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. માઈક્રોનના CEO અને MD પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. માઈક્રોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત સપ્ટેમ્બર-2023માં કરવામાં આવ્યું હતું અને હવે 22,500 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થયો છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે, આ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે ગુજરાત અને સમગ્ર ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગને નવી ઊંચાઈ મળશે અને વિશ્વ બજારમાં ભારતનું પ્રભાવ વધશે. માઈક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન ચેન્નઈ માટે રવાના થશે.
Feb 28, 2026 07:22 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને 3.45 વાગ્યે PM મોદી સાણંદ પહોંચશે. સાણંદ હેલિપેડથી સભા સ્થળ સુધી યોજાશે પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો, સાણંદમાં સેમિકંડકટર યુનિટનું લોકાર્પણ કરશે PM મોદી અને માઈક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટનથી દુનિયામાં વાગશે ડંકો, કાર્યક્રમ બાદ PM મોદી ચેન્નઈ જવા રવાના થશે.
Feb 28, 2026 07:21 am
સી-130 હર્ક્યુલિસ વિમાન ક્રેશ થતા 15ના મોત, 30ને ઇજા, બોલિવિયાની રાજધાની લા પાઝ નજીક પ્લેન ક્રેશ, કાર્ગો વિમાન નવી કરન્સી નોટ લઇને જઇ રહ્યું હતું, મોત અને ઘાયલોને લઇને કોઇ આધિકારીક પુષ્ટિ નહીં, અકસ્માતના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા, વિમાન દેશના ઇન્ટિરીયર વિસ્તારમાં જઇ રહ્યું હતું.
Feb 28, 2026 07:04 am
પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો.
Feb 28, 2026 07:04 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Feb 28, 2026 07:04 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Feb 28, 2026 07:04 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Feb 28, 2026 07:03 am
પહાડી રાજ્યોમાં ફરી બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે, કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, 26 થી 28 ફેબ્રુઆરી દરમ્યાન વરસાદ પડશે અને 2 અને 3 માર્ચના રોજ વરસાદ, હિમવર્ષા થશે તો ભારતના અનેક ભાગમાં તાપમાન વધશે અને તાપમાન 3 થી 5 ડિગ્રી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
Feb 28, 2026 07:03 am
રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને પવનની દિશા બદલાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, મહતમ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે, અને રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો કંડલા અને ભુજમાં 33.6 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 32.6, ડીસામાં 32.8 ડિગ્રી, ગાંધીનગરમાં 32.7, સુરતમાં 31.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Feb 28, 2026 06:53 am
100 મિલિયન ફોલોઅર ધરાવતા વિશ્વના પ્રથમ નેતા બન્યા, PM 2014માં મેટાના ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ સાથે જોડાયા, PM મોદીના ફોલોઅરની સંખ્યા ટ્રમ્પ કરતાં બેગણી વધુ, ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર સાથે બીજા નંબરે, ઇન્ડોનેશિયાના સુબિયાન્ટો 15 મિલિયન સાથે 3જા નંબરે, બ્રાઝિલના લૂલા ડી સિલ્વાના 14.4 મિલિયન ફોલોઅર.
Feb 28, 2026 06:52 am
US યુનિવર્સિટીમાં પ્રવેશમાં 45% સુધીનો ઘટાડો, ભારતીય મેનેજમેન્ટ સંસ્થામાં વિદેશી સ્ટુડન્ટ વધ્યા, વિદેશી સ્ટુડન્ટના એડમિશનમાં 25%નો વધારો, GMACના નવા રિપોર્ટમાં વિગતો બહાર આવી, 2025માં USમાં અભ્યાસ કરવા માંગતા સ્ટુન્ડન્ટ ઘટ્યા, સ્ટુડન્ટની સંખ્યા 2019ના 57%થી ઘટી 42%થઇ, વધતી ફી, રૂપિયો નબળો પડતા અભ્યાસ મોંઘો બન્યો.
Feb 28, 2026 06:51 am
રિંકૂ સિંહ વેસ્ટઇન્ડિઝ સામે મેચ રમવા તૈયાર, ભારતનો સુપર-8માં વેસ્ટઇન્ડિઝ સામે મહત્વનો મુકાબલો, રિંકૂના પિતા ખાનચંદનું લિવર કેન્સરના કારણે થયું છે નિધન, પિતાના અંતિમ સંસ્કાર માટે રિંકૂ શુક્રવારે દિલ્હી ગયો હતો, ટીમ મેન્જમેન્ટ, ખેલાડીઓ વ્યક્ત કરી સંવેદના, જિમ્બાબ્વે સામે રિંકૂને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી નહોતી, રિંકૂ ભારત-ઝિમ્બાબ્વે મેચ પહેલા ટીમ સાથે જોડાયો હતો.
Feb 28, 2026 06:50 am
હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેમ્પશન માટે પાઠવ્યું આમંત્રણ, રશ્મિકા-વિજયે પ્રધાનમંત્રી મોદીને શાલ ભેટ કરી, ન્યુલીવેડ કપલે ગૃહમંત્રી અમિત શાહને પાઠવ્યું આમંત્રણ, 4 માર્ચના રોજ હૈદરાબાદમાં છે ગ્રાન્ડ રિસેપ્શન, 26 ફેબ્રુઆરીએ થયા હતા રશ્મિકા અને વિજયના લગ્ન, ઉદેપુરમાં થયા હતા રશ્મિકા અને વિજયના લગ્ન.
Feb 28, 2026 06:50 am
બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, 3.45 વાગ્યે PM મોદી સાણંદ પહોંચશે, સાણંદ હેલિપેડથી સભા સ્થળ સુધી યોજાશે રોડ શો, સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે PM મોદી, માઈક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટનથી દુનિયામાં વાગશે ડંકો, કાર્યક્રમ બાદ PM મોદી ચેન્નઈ જવા રવાના થશે.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!