
Surat news: શહેરમાં PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો, યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ

Nov 24, 2025 11:51 pm
જુનાગઢમાં કાર નદીમાં ખાબકતા બે યુવાનના મોત
મેંદરડાના અમરાપુર-ચંદ્રાવાળી પાસે બની ઘટના, લગ્ન પ્રસંગે કપડાની ખરીદી કરવા જતા બન્યો બનાવ, કાર ચાલકે કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી, કારમાં સવાર 5 યુવાનો પૈકી 2ના મોત, 3ને ઇજા
Nov 24, 2025 10:36 pm
છોટાઉદેપુરના બોડેલી નજીક હિટ એન્ડ રન
તાંદલજા ગામ પાસે અકસ્માતમાં 3ના મોત, 3 વ્યક્તિ બાઇક પર લગ્ન પ્રસંગમાં જતા હતા, અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર, કનુ રોહિત, બાબર વણકર, ધુરા વણકરનું મોત, પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
Nov 24, 2025 09:45 pm
વડોદરામાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ
મનપાની સ્થાયી સમિતિનાં સભ્ય બંદીશ શાહ સસ્પેન્ડ, સમિતિની બેઠકમાં સતત ગેરહાજર રહેતા કાર્યવાહી, સ્ટેન્ડિંગ ચેરમેન સામે અવાજ ઉઠાવવાની સજા મળ્યાની ચર્ચા
Nov 24, 2025 09:44 pm
બનાસકાંઠાના ઓગડમાં અકસ્માતમાં એકનું મોત
થરાના કંથેરીયા નજીક સર્જાયો અકસ્માત, દિયોદર રોડ પર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત, અકસ્માતમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત, થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી
Nov 24, 2025 08:45 pm
મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ
કુલ 15 ડિરેક્ટરો માટે 63 ઉમેદવારોએ 66 ફોર્મ ભર્યા, આજે ફોર્મ સ્વીકારવાની અંતિમ તારીખ હતી , 1 મતદાર મંડળોમાં 42 ઉમેદવારોએ ફોર્મ ભર્યા , દૂધના જથ્થા પ્રમાણેના 4 મંડળોમાં 21 ઉમેદવાર મેદાનમાં , હવે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે
Nov 24, 2025 08:44 pm
નવસારીમાં ટેક્સી ડ્રાઇવરે વૃદ્ધાના ડોલરની કરી ચોરી
LCBએ ડોલર ચોરનાર જયસિંહ પીપલોદેને ઝડપ્યો, નવસારી આવેલા વૃદ્ધાના ચોરાયા હતા કેનેડિયન ડોલર, 4500 ડોલરની ચોરી અંગે થઇ હતી પોલીસ ફરિયાદ, વૃદ્ધાએ મુંબઇ એરપોર્ટથી નવસારી આવવા ટેક્સી કરી હતી, ભાડે કરેલી ટેક્સીનો ડ્રાઇવર જ નીકળ્યો ચોર, પોલીસે આરોપી પાસેથી 3,100 ડોલર કર્યા કબજે
Nov 24, 2025 08:31 pm
ભાવનગરના પાલીતાણામાં અકસ્માત
ટ્રક પલટી મારી જતા એકનું મોત,20 ઇજાગ્રસ્ત , નીલગાયનું ટોળુ આડુ આવતા અકસ્માત , સગાઈના પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા લોકો , ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
Nov 24, 2025 08:30 pm
ખેડાના નડિયાદમાં યુવકનો આપઘાત
DD યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી, આત્મહત્યા પહેલા બનાવેલો વીડિયો વાયરલ , IC માં અભ્યાસ કરતો હતો દર્શન લાડ, રેલ્વે ટ્રેક પર પર પડતું મૂકી યુવકે કરી આત્મહત્યા, આત્મહત્યા પાછળનુ કારણ હાલ અકબંધ
Nov 24, 2025 07:40 pm
કચ્છના રાપરમાં પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા
આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી ઝડપાયા પ્રેમી પંખીડા, આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પીલર નં.1016 પાસેથી ઝડપાયા, પાકિસ્તાની નાગરિક પોપટ કુમાર તથા ગૌરીની અટકાયત, બીએસએફ દ્વારા સઘન પુછપરછ હાથ ધરાઇ, બે મહિના પહેલા પણ પાકિસ્તાની પ્રેમીઓ ઝડપાયા હતા
Nov 24, 2025 07:29 pm
રાજકોટમાં પશુ બલિ આપવા મામલે એકની અટકાયત
માતાજીના માંડવામાં 6 પશુની બલી અપાઇ હતી, 9 પશુને બચાવાયા હતા, આરોપીઓ થયા હતા ફરાર, જીવદયાના કેતન સંઘવીએ ફરિયાદ કરી હતી, એક આરોપીની અટકાયત, બાકીનાની શોધખોળ ચાલુ
Nov 24, 2025 07:28 pm
વડોદરામાં 4.92 કરોડની ઠગાઈનો આરોપી ઝડપાયો
વડોદરાના તાંદલજામાં પોલીસ, SOGના દરોડા, આરોપી ઈદ્રીશ અજમેરીની અટકાયત, સસ્તામાં સોનું આપવાના બહાને કરી હતી ઠગાઇ, 15 જેટલા ભેજાબાજોએ મહિલા સાથે કરી હતી ઠગાઈ, 15 પૈકીના એક શ્રીનીવાસન ED અધિકારી બન્યો હતો, બેંક ઓફ ચિલ્ડ્રનની દોઢ કરોડની ડુપ્લીકેટ નોટો ઝડપાઇ, 3 કિલો ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ પણ ઝડપાયા
Nov 24, 2025 07:13 pm
જામ ખંભાળીયામાં ટ્રિપલ અકસ્માતમાં 1નું મોત
ટ્રેક્ટર, બાઇક અને કાર વચ્ચે અકસ્માત, રોગ સાઈડમાં આવતા ટ્રેક્ટરને કારણે અક્સ્માત, કારની ટક્કરથી બાઇકસવારનું મોત, એકને ઇજા, અકસ્માતના CCTV આવ્યા સામે
Nov 24, 2025 07:12 pm
અમદાવાદમાં ગેરકાયદે સીમકાર્ડ વેચતા 3ની ધરપકડ
ગ્રાહકોની જાણ બહાર સીમકાર્ડ વેચતી હતી ટોળકી, કંબોડિયા અને દુબઈમાં સીમકાર્ડ મોકલતા હતા, સર્વર ડાઉન છે તેમ કહી ગ્રાહકોની ફિંગર પ્રિન્ટ લેતા, ગ્રાહકોના નામે વધારાના સીમકાર્ડ ઇશ્યૂ કરાવતા, વિજય રાવળ, શુભમ પરાડયાની ધરપકડ, કિરણ ઉર્ફે કેટી ઠક્કરની કરી ધરપકડ, વિજય છત્રી લગાવી ગ્રાહકોને સીમકાર્ડ આપતો , શુભમ અને કિરણ ડમી સીમકાર્ડ સપ્લાય કરતા હતા, 6 મોબાઈલ સહિત 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત
Nov 24, 2025 06:49 pm
અમદાવાદના ચાંદખેડામાં પરિણીતાનો આપઘાત
પરિવારજનોના સાસરી પક્ષ સામે ગંભીર આક્ષેપ, દીકરીને મારીને ફલેટમાંથી ફેંકી દીધાના આક્ષેપ, મૈત્રી કરારથી પૂર્વ પતિ સાથે રહેતી હતી મૃતક યુવતી, પ્રેમ લગ્નના કારણે સાસરિયા હેરાન કરતા હતા, યુવતીના પતિના લગ્નેતર સંબંધ હોવાના આક્ષેપ, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા પરિજનોની માગ, ચાંદખેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી
Nov 24, 2025 06:11 pm
માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
સેલવાસમાં કાર લોક થઇ જતા બાળક ફસાયું, સેલવાસ પોલીસ સ્ટેશન નજીકની ઘટના, પિતા બાળકને કારમાં મૂકી બહાર નીકળ્યા હતા, કાર લોક થઈ જતા બાળક કારમાં ફસાયું હતું, સ્થાનિકોએ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યું
Nov 24, 2025 06:09 pm
વડોદરાના કારેલીબાગમાં પેટ્રોલપંપ પર મારામારી
બોટલમાં પેટ્રોલ લેવા આવેલા લોકોએ કરી મારામારી, બોટલમાં પેટ્રોલ ન આપતા કર્મચારીને ધમકાવ્યો, બે લોકોએ કર્મચારી પર હુમલો કરી મારામારી કરી, મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ
Nov 24, 2025 06:09 pm
રાજકોટમાં પશુઓની બલી ચડાવવા મામલે ફરિયાદ
માતાજીના માંડવાનું આયોજન કરનારા સામે ફરિયાદ, રાહુલ, અરવિંદ અને પ્રતાપ ચૌહાણ સામે ફરિયાદ, ધાર્મિક વિધિના નામે 6 પશુઓની બલી ચડાવી હતી, થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
Nov 24, 2025 06:08 pm
જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ પૂર્વ કર્મચારીઓ મેદાને
પૂર્વ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની મળી બેઠક , પોલીસ અધિકારીઓ સામે નેતાઓના નિવેદનોનો વિરોધ , જરૂર પડે આવા નેતાઓ સામે ડીફર્મેશનના કેસ કરાશે
Nov 24, 2025 06:05 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
3. IND vs SA 2nd Test Day 3 : ત્રીજા દિવસની રમત સમાપ્ત, દક્ષિણ આફ્રિકાએ 314 રનની લીડ
4. Morbiમાં રેબન સિરામિક કંપનીની ઓરડીમાં ગેસ લીકેજથી આગ, એક સગીર સહિત 5 શ્રમિકો દાઝ્યા
7. Delhi Airport પર મોટી દુર્ઘટના ટળી, ફલાઇટ અલગ રનવે પર ઉતરી, કોઇ જાન હાનિ નહીં
10. Vijapurમાં બાળકીને ઇન્જેક્શન આપવાના કેસમાં ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર ધરણાં
Nov 24, 2025 05:34 pm
આંદોલનકારીઓ સામે પગલા ભરવા DYCMની સૂચના
આંદોલનકારી મર્યાદા ચૂકે તો પગલા ભરો, બંધારણનો ભંગ કરે તો કાયદેસરની કાર્યવાહી કરો, દરેક જિલ્લા પોલીસવડાને DYCM હર્ષ સંઘવીની સૂચના, આંદોલનકારીઓ પોલીસનું માન ન જાળવતા હોવાની ફરિયાદ
Nov 24, 2025 05:33 pm
મોરબીમાં સીરામીક કંપનીમાં ગેસ લીકેજથી 5 દાઝ્યા
રેબન સિરામિક ફેક્ટરીના શ્રમિક ઓરડીમાં બન્યો બનાવ, ગેસ લીકેજ બાદ શ્રમિકે દિવાસળી સળગાવતા આગ લાગી, મૂળ રાજસ્થાનના એક સગીર સહિત પાંચ દાઝ્યા, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા
Nov 24, 2025 05:32 pm
થરાદમાં શિક્ષક દારુ પીધેલી હાલતમાં ઝડપાયો
પોલીસે દારુ પીધેલા 7ની અટકાયત કરી હતી, સાત પીધેલામાંથી એક શિક્ષક નીકળ્યો, શિક્ષક BLO તરીકે પણ કામગીરી કરતો હતો, શિક્ષક લેડાઉ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, પોલીસે શિક્ષક નટવર પરમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો
Nov 24, 2025 05:31 pm
પંજાબથી રેલવેમાં ગુજરાતમાં દારુ ઘુસાડવાનો કિમીયો
SMC એસપી મયુર ચાવડાએ સમગ્ર માહિતી આપી, 22 નવેમ્બરે SMC PIને માહિતી મળી હતી, નશીલો પદાર્થ ટ્રેનમાંથી લઇ જવાની માહિતી મળી હતી, મુંદ્રામાં કન્ટેનર પહોંચ્યુ હોવાની માહિતી મળી હતી, દોઢ કરોડનો વિદેશી બનાવટનો દારુ મળ્યો, બાલાજી ટ્રેડિંગ કંપનીના નામે કન્સાઈનમેન્ટ મોકલાયુ, બીજું કન્ટેનર 23 નવેમ્બરે પકડાયું હતું, 1.42 કરોડની કિંમત નો વિદેશી દારૂ ઝડપાયો, પંજાબથી ગુજરાતમાં 7થી 8 કન્ટેનર મોકલ્યા હતા, કચ્છનો બુટલેગર અનુપસિંહના માણસો ઓપરેટ કરતા
Nov 24, 2025 05:29 pm
અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર અમિત શાહે વ્યક્ત કર્યું દુઃખ
અમિત શાહે એક્સ પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યુ , ભારતીય સિનેમા જગત માટે અપાર ક્ષતિ, પોતાની કલા દ્વારા તમામ વય જૂથના દિલ જીત્યા, પરિવાર અને ચાહકોને દુઃખ સહન કરવાની શક્તિ મળે, ઉત્કૃષ્ટ અભિનયથી દરેક નાગરિકના દિલ જીત્યા
Nov 24, 2025 04:42 pm
રાજ્યમાં 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકિંગ
ડીજીપી વિકાસ સહાયે આપી સમગ્ર માહિતી, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓનું વેરિફિકેશન, કુલ 31894 આરોપીઓનું પોલીસે વેરિફિકેશન કર્યુ, ટાડા, NDPS, આર્મ્સ જેવા ગુનાના આરોપીઓનું વેરિફિકેશન, 3744 આરોપીઓએ પોતાના સરનામા બદલી નાખ્યા, નવા સરનામા આધારે પણ પોલીસ ચેકિંગ કરશે, 4,506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના , ખાસ SOP તૈયાર કરીને સઘન કાર્યવાહી કરાશે
Nov 24, 2025 04:41 pm
જીગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારમાં આક્રોશ
પોલીસના પટ્ટા ઉતારી દેવાની મેવાણીએ આપી હતી ચીમકી, કડી પોલીસ પરિવાર દ્વારા સૂત્રોચાર સાથે આક્રોશ રેલી, પોલીસ પરિવારે કડી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું , જીગ્નેશ મેવાણી રાજીનામું આપે તેવી માગ કરી
Nov 24, 2025 04:40 pm
કોંગ્રેસના MLA જિગ્નેશ મેવાણી સામે ભયંકર રોષ
મહેસાણામાં પોલીસ પરિવારની સૂત્રોચ્ચાર સાથે રેલી, પોલીસ હેડ ક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી, પોલીસ પરિવારે રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યુ, જીગ્નેશ મેવાણી પોલીસની માફી માગે તેવી માગ
Nov 24, 2025 04:39 pm
SIRની કામગીરીમાં EFના ડિજિટાઇઝેશનના ઓર્ડર
અમદાવાદમાં ઇન્યુમરેશન ફોર્મનું ડિજિટાઇઝેશન થશે, ઓર્ડર થયેલા કર્મચારીઓને હાજર રહેવા સૂચના, કામગીરી રાઉન્ડ ધ કલોક કરવામાં આવશે, જો કોઈ કર્મચારી ગેરહાજર રહશે તો થશે કાર્યવાહી, બાપુનગર વિધાનસભા માટેના ઓર્ડરની કોપી આવી સામે
Nov 24, 2025 04:38 pm
વિજાપુરમાં બાળકીને ઇન્જેક્શન આપવાનો કેસ
પોલીસ સ્ટેશનની બહાર જ બેસી ગયો પરિવાર , ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશન બહાર ધરણા , હજુ સુધી આરોપીઓની ઓળખ નથી કરી શકી પોલીસ
Nov 24, 2025 04:20 pm
ગાંધીનગરમાં હથિયારો સાથે એક આરોપીની ધરપકડ
આરોપી પાર્લરમાં તિક્ષ્ણ હથિયાર વેચતો હતો, રામપુરી ચપ્પા, કટાર સહિતના હથિયારો કબ્જે, આરોપીની ચિલોડા પોલીસે ધરપકડ કરી
Nov 24, 2025 04:17 pm
કોંગ્રેસના MLA જિગ્નેશ મેવાણી સામે ભયંકર રોષ
હિંમતનગરમાં પોલીસ પરિવારની સૂત્રોચ્ચાર સાથે રેલી, પોલીસને પટ્ટા ઉતારવાની ધમકી આપતા રોષ, સૂત્રોચ્ચાર અને બેનર સાથે મહિલાઓએ રેલી યોજી, નિવૃત્ત પોલીસકર્મી સંગઠનની જન આક્રોશ રેલીની ચિમકી, મેવાણી માફી નહિ માગે તો જનઆક્રોશ રેલી યોજાશે
Nov 24, 2025 03:50 pm
રાજ્યમાં વધુ એક BLOનું શંકાસ્પદ મોત
સુરતના મનપામાં કામ કરતા BLOનું મોત, વરાછામાં ફરજ કરતા દિનકલ શીંગોડાવાળાનું મોત, ઘરના બાથરૂમમાં બેભાન અવસ્થામાં મળ્યા હતા, હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યા, અધિકારી SIR કામગીરીમાં BLO તરીકે નિમાયા હતા.
Nov 24, 2025 03:45 pm
મોરબીમાં પાંચ સ્થળોએ GSTના દરોડા
પ્લેટિનિયમ સીરામીક, આર્ટ ટાઇલ્સ યુનિટ પર રેડ, ધરતી ટાવરની 3 જેટલી આંગડિયા પેઢીમાં દરોડા, છેલ્લા ઘણા સમયથી જીએસટીના રડારમાં હતા, રોકડ અને અન્ય નાણાકીય વ્યવહારની આશંકા, મોટી માત્રામાં ડિજિટલ સાહિત્ય અને ડોક્યુમેન્ટ જપ્ત.
Nov 24, 2025 03:35 pm
શિયાળાના આગમન સાથે રોગચાળાએ માથું ઊંચક્યું
ઝાડા, ઉલટીના 700થી વધુ કેસો નોંધાયા, તાવ, શરદી, ઉધરસના 1 હજારથી વધુ દર્દીઓ નોંધાયા, કમળા અને ટાઈફોઈડના દર્દીઓ પણ મળી આવ્યા, પાણીજન્ય રોગચાળો અટકાવવા મનપાની સ્પેશિયલ ડ્રાઇવ, વહેલી સવારે અને રાત્રે ઠંડી, બપોરે ગરમીથી રોગચાળો વકર્યો, બેવડી ઋતુ દરમિયાન લોકોને સાવચેત રહેવા અપીલ.
Nov 24, 2025 03:25 pm
ગાંધીનગર GMERS મેડિકલ કોલેજમાં રેગિંગનો મુદ્દો
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની પ્રતિક્રિયા, રેગિંગના બનાવમાં તરત કાર્યવાહી કરીઃ પાનસેરિયા, ‘બીજા, ત્રીજા વર્ષના, વિદ્યાર્થીઓએ કર્યું રેગિંગ’, ‘પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ત્રાસ આપતા હતા’‘ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યા’,‘બાકીના વિદ્યાર્થીને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા’, ‘કોઈપણ કોલેજમાંથી ફરિયાદ આવશે તો કાર્યવાહી થશે’.
Nov 24, 2025 03:20 pm
રાજકોટમાં મહિલાની હત્યા મામલે 15 શકમંદની પૂછપરછ
પાણીપુરી ખાવા નીકળેલી મહિલાનો મૃતદેહ મળ્યો હતો, ભગવતીપરા વિસ્તારની વાડીમાંથી મળ્યો હતો મૃતદેહ, પોલીસે મહિલાના પતિ સહિત 15ની પૂછપરછ કરી, 24 કલાક બાદ પણ નથી મળ્યું આરોપીનું પગેરું.
Nov 24, 2025 03:09 pm
સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી ખાતે રૂ.70 લાખના ખર્ચે અદ્યતન ગોડાઉન ઓફિસ બિલ્ડીંગ તૈયાર
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર કોઓપરેટિવ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ (GSCSCL)ના ગોડાઉન સંકુલ માટે એક નવું અને અદ્યતન ઓફિસ બિલ્ડીંગનું બાંધકામ અંદાજિત રૂ. ૭૦.૨૯ લાખના ખર્ચે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ નવનિર્મિત ઓફિસ બિલ્ડીંગમાં આધુનિક બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર, મજબૂત બ્રિક મેશનરી અને ઉચ્ચ ગુણવત્તાનું પ્લાસ્ટરિંગ કરવામાં આવ્યું છે. બિલ્ડીંગની ફિનીશીંગની કામગીરી સહિતનું તમામ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ નવું ઓફિસ બિલ્ડીંગ GSCSCLના ગોડાઉનના સંચાલન અને વહીવટી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે.
Nov 24, 2025 03:04 pm
ગાંધીનગરમાં મહિલાએ ઝેર ગટગટાવ્યું
સ્વર્ણિમ સંકુલ-1માં મહિલાએ ઝેર ગટગટાવ્યું, મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાઇ, અનાજના પ્રશ્નને લઇ રજૂઆત કરવા આવ્યા હતા, અંકલેશ્વરની મહિલા પતિ સાથે સચિવાલય આવી હતી.
Nov 24, 2025 02:50 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
08 - ધરમથી ધર્મેન્દ્ર : લુધિયાણાના એક યુવાનની મુંબઈમાં `હી-મેન' બનવાની દિલચસ્પ સફર
Nov 24, 2025 02:41 pm
ઉત્તરાખંડમાં અકસ્માતમાં 5 ગુજરાતી શ્રદ્ધાળુના મોત
બસ ખીણમાં ખાબકતા 5 ગુજરાતીઓના મોત, શ્રદ્ધાળુઓની બસ 70 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 પુરુષ અને 1 મહિલાનું અકસ્માતમાં મોત, કુંજપુરી દર્શન માટે જઈ રહ્યા હતા ગુજરાતીઓ, દુર્ઘટનામાં 24થી શ્રદ્ધાળુઓને પહોંચી ઈજાઓ, 3 ઇજાગ્રસ્તોને ઋષિકેશ AIIMSમાં દાખલ કરાયા, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
Nov 24, 2025 02:27 pm
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો
MMCJમાં આવતીકાલનું પેપર આજે પૂછાયું, મીડિયા રિસર્ચનું પેપર કાલને બદલે આજે પૂછાયું, MMCJમાં સેમિસ્ટર-3ની ચાલે છે પરીક્ષા, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ ઉઠાવ્યા સવાલ.
Nov 24, 2025 02:26 pm
ગુજરાતના શહેરોમાં પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાઓથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હર ઘર સ્વદેશી અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે દેશના તમામ નાગરિકોને આહ્વાન કર્યું છે. ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઉર્જા મળી રહી છે.
Nov 24, 2025 02:14 pm
જન્મદિવસના 14 દિવસ પહેલાં 89 વર્ષીય ધર્મેન્દ્રનું અવસાન
હેમા માલિની-ઈશા દેઓલ સહિત પરિવાર વિલે પાર્લે સ્મશાન ઘાટ પહોંચ્યા, ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષી અને આમિર ખાન પણ આવ્યા.
Nov 24, 2025 02:00 pm
ઐતિહાસિક ધરોહર સરખેજ રોઝાની દયનીય હાલત
HCની ટકોર છતાં ગંદકીના ઢગલાનું સામ્રાજ્ય, તંત્રના કર્મીઓ સફાઈના બદલે આરામ ફરતા નજરે પડ્યા, કેમેરો જોતા કામ કરી રહ્યા છે કહી કરી દાદાગીરી, હાઇકોર્ટની ટકોર છતાં સરખેજ રોજાની દયનિય હાલત, કચરાના ઢગલા, લીલ અને ઠેર-ઠેર ગંદકી જોવા મળી, સ્વચ્છતાના નામે સફાઈ કર્મીઓ કરી રહ્યા છે દેખાડો, કર્મચારીઓને કામ કરવામાં કોઈ રસ નહીં : સ્થાનિકો.
Nov 24, 2025 01:58 pm
ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન
89 વર્ષની વયે ધર્મેન્દ્રએ લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી બિમાર હતા અભિનેતા ધર્મેન્દ્ર, થોડા દિવસ પહેલા હોસ્પિટલમાંથી થયા હતા ડિસ્ચાર્જ, બોલિવૂડના હી-મેન તરીકે જાણીતા હતા ધર્મેન્દ્ર, 65 વર્ષની કારકિર્દીમાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, સૌથી વધુ હિટ ફિલ્મોમાં અભિનય કરવાનો રેકોર્ડ, 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યૂ, 2004થી 2009 સુધી BJPમાંથી બિકાનેરના સાંસદ, 2012માં અભિનેતા ધર્મેન્દ્ર પદ્મ ભૂષણથી એનાયત, 1997માં ફિલ્મફેર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો, 1990માં ધર્મેન્દ્રએ રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો હતો, 2017માં બાબા સાહેબ આંબેડકર નોબેલ પુરસ્કાર મળ્યો હતો.
Nov 24, 2025 01:53 pm
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનને લઈ ફિલ્મ દિગ્દર્શક કરણ જોહરની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ
"આ એક યુગનો અંત છે..... એક વિશાળ મેગા સ્ટાર... મુખ્ય પ્રવાહના સિનેમામાં એક હીરોનું અવતાર... અતિ સુંદર અને સૌથી રહસ્યમય સ્ક્રીન હાજરી... તે ભારતીય સિનેમાનો એક વાસ્તવિક દંતકથા છે અને હંમેશા રહેશે... સિનેમા ઇતિહાસના પાનાઓમાં વ્યાખ્યાયિત અને સમૃદ્ધપણે હાજર છે..."
Nov 24, 2025 01:50 pm
આવતીકાલે રામ જન્મભૂમિ સંકુલમાં ઘ્વજારોહણ કાર્યક્રમ
PMના સ્વાગત માટે અયોધ્યામાં તૈયારીઓ પૂરજોશમાં ચાલુ, PM મોદી રામ મંદિરના મુખ્ય શિખર પર ધ્વજારોહણ કરશે, અયોધ્યા રામ મંદિરને ૧૦૦૦ ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું, રામ જન્મભુમિ અયોધ્યાને દુલ્હનની જેમ શણગારાયું, PM મોદીનો રામ મંદિર સુધી ભવ્ય રોડ શો યોજાશે, શાળાના બાળકો,મહિલાઓ દ્વારા PMનું સ્વાગત કરાશે, વિવિધ સમુદાયોના પ્રતિનિધિઓને આમંત્રિત કરાયા, આશરે 6000-8000 ભક્તોની યાદી તૈયાર કરવામાં આવી, સુરક્ષાને પગલે વહીવટીતંત્રે રોડ શોને આઠ ઝોનમાં વહેંચ્યો, દરેક ઝોનની જવાબદારી અલગ અલગ મહિલા જૂથોને સોંપાઈ.
Nov 24, 2025 01:26 pm
દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન
ઘણા દિવસોથી ઘર પર જ તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયામન પરિવાર વચ્ચે દેઓલ હાઉસમાં એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે. 89 વર્ષીય એક્ટરને શ્વાસ લેવામાં તકલીફ થતાં 31 ઓક્ટોબરે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 12 નવેમ્બરે તેમને રજા આપવામાં આવી તે પહેલાં તેમણે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
Nov 24, 2025 01:00 pm
સુરતમાં ચાલુ વર્ષ 2025માં કુલ 27886 ડોગ બાઈટના કેસ આવ્યા છે
શહેરમાં સ્વીમેર હોસ્પિટલમાં વર્ષ 2024માં કુલ 7013 ડોગ બાઈટના કેસ આવ્યા હતા અને હાલ ચાલુ વર્ષ 2025માં કુલ 6067માં ડોગ બાઈટના કેસ આવ્યા છે. અહીં પેહલા હડકવા અને ધનુરનું ઇન્જેક્શન બાળકોને આપવામાં આવે છે અને ત્યારબાદ ફરી બે વખત હડકવાની રસી આપવામાં આવે છે.
Nov 24, 2025 01:00 pm
સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત, ચાલુ વર્ષે શ્વાન કરડવાના 30 હજારથી વધુ કેસ નોંધાયા
સુરત શહેરમાં ચાલુ વર્ષે શ્વાન કરડવાના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે, નવી સિવિલ હોસ્પિટલમાં 27886 કેસ નોંધાયા છે અને સ્મીમેર હોસ્પિટલમાં 6047 શ્વાન બાઇટના કેસ નોંધાયા છે. સુરતમાં ડોગ બાઇટના રોજના 45 કેસ નોંધાય છે અને સિવિલમાં 2025માં કુલ 27886 ડોગ બાઇટના કેસ આવે છે, સ્મીમેર હોસ્પિટલમાં ચાલુ વર્ષે 6067 ડોગ બાઇટના કેસ નોંધાયા છે. જેમાં રોજના જુના અને નવા કુલ 100થી વધુ કેસ ડોગ બાઈટના આવી રહ્યા છે, નવી સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં કુલ 30847 ડોગ બાઈટના કેસ આવ્યા હતા.
Nov 24, 2025 12:51 pm
અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન
ડિમોલિશનને લઇ લોકોએ બળાપો ઠાલવ્યો, હજુ સુધી અમને મકાન આપ્યુ નથીઃ સ્થાનિકો, મકાન બે વર્ષ પછી મળશે અમે ક્યાં જઇએઃ સ્થાનિકો, ગરીબોને હેરાન કરવામાં આવી રહ્યા છેઃ સ્થાનિકો, આટલા સમયમાં કેવી રીતે બીજું મકાન શોધીએઃ સ્થાનિકો, અમને કેમ હટાવવામાં આવી રહ્યા છેઃ સ્થાનિકો, અમે ટેક્ષ પણ ભરીએ છીએ, બધા ડોક્યુમેન્ટ છેઃ સ્થાનિકો.
Nov 24, 2025 12:43 pm
કાઉન્સિલર દ્વારા આયોજી વુમેન્સ ક્રિકેટમાં દંગલ
આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ પણ દોડતી થઈ હતી અને આ મામલે કોઈ ફરિયાદ નોંધવામાં આવી હતી, વિવિધ વિસ્તારની મહિલા ટીમે આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં અંડર-15 વુમન મેચ યોજાઈ હતી, ત્યારબાદ મહિલાઓની બે ટીમો વચ્ચે મેદાનમાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ખેલાડીની સાથે બંને ટીમના સમર્થકોએ પણ ઝંપલાવ્યું હતું. આ મહિલા ક્રિકેટ મેચ સમયે જીતેલી ટીમના સમર્થકોએ હારેલી ટીમનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો.
Nov 24, 2025 12:43 pm
વડોદરામાં કાઉન્સિલર દ્રારા આયોજીત વુમન્સ મેચમાં ખેલાડીઓ બાખડયા, વાળ ખેંચી મહિલાઓએ એકબીજાની નીચે પાડી
વડોદરામાં વુમન્સ મેચમાં ખેલાડીઓ બાખડ્યા હોવાની વાત સામે આવી છે, હારવા આવેલી ટીમનો હુરિયો બોલાવતા બબાલ થઈ હતી અને પોલીસે સમગ્ર મામલે મામલો થાળે પાડયો હતો. વડોદરામાં વુમન્સ મેચમાં વાળ ખેંચી મહિલાઓએ એકબીજાની નીચે પાડી હતી અને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, નિઝામપુરામાં કાઉન્સિલરે કર્યુ છે ટૂર્નામેન્ટનું આયોજન અને પોલીસે દખલગીરી કરી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો, વોર્ડ નંબર 3ના કાઉન્સિલર દ્વારા આયોજીન કરાયું છે.

Nov 24, 2025 12:28 pm
પ્લાસ્ટિક મુક્ત ગામ’થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર સરકારી પ્રાથમિક શાળા- પાલજ
'કલાયમેટ ચેન્જ'ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન-ક્લાઇમેટ ચેન્જ વિભાગની સાથેસાથે વિવિધ સરકારી તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે.આ કાર્યને આગળ વધારવા ‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની પાલજ સરકારી પ્રાથમિક શાળાને તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નો રાજ્યકક્ષાનો ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી.
Nov 24, 2025 12:27 pm
ગાંધીનગર સ્થિત આઈઆઈટી ખાતે ગત જાન્યુઆરી માસમાં ‘ક્યુરિયોસિટી કાર્નિવલ ૨૦૨૫'નું આયોજન કરવામાં આવ્યું હતુ
જેમાં પ્રાચીન સિક્કા કલેકશન,સાયન્સ એક્ટિવિટી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, મોડેલ પ્રેઝન્ટેશન અને વૈજ્ઞાનિક પ્રયોગો જેવી વિવિધ સ્પર્ધાઓના નિદર્શનમાં અલગ અલગ શાળાઓને ભાગ ભાગ લીધો હતો. જેમાં પાલજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સિક્કા અને ઐતિહાસિક નોટ- ચલણના કલેકશનમાં વિદેશી તેમજ ભારતીય ચલણના ૯૦૦ જેટલા સિક્કા અને નોટો પ્રદર્શિત કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. 'નિપુણ ભારત' કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં જવાહર નવોદય વિદ્યાલય,પીએમ શ્રી વિદ્યાલય,કેન્દ્રીય વિદ્યાલય તેમજ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ અને આઇઆઇટીના વિદ્યાર્થી સહભાગી થયા હતા,જેમાં પાલજની સરકારી પ્રાથમિક શાળાએ 'કલેક્શન કેટેગરી'માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેની વૈશ્વિક કક્ષાએ 'વર્લ્ડવાઈડ બુક ઓફ રેકર્ડ'માં નોંધણી કરવામાં આવતા આ શાળાને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
Nov 24, 2025 12:27 pm
આ રહી શાળાની સિદ્ધિઓ
પાલજ ગામની આ 'સરકારી પ્રાથમિક શાળા'એ વૈશ્વિક કક્ષાએ ૯૦૦થી વધુ પ્રાચીન સિક્કા કલેક્શન બદલ'વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ'માં સ્થાન, ગાંધીનગરની પ્રતિષ્ઠિત IIT પ્રેરિત 'ક્યુરિયોસીટી કાર્નિવલ-૨૦૨૫'માં પ્રથમ ક્રમ તેમજ ચાલુ વર્ષે રાજ્યકક્ષાનો 'ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-૨૦૨૫' પ્રાપ્ત કરીને રાજ્યની અનોખી અને પ્રેરણાદાયક સરકારી પ્રાથમિક શાળામાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસી-NEP:2020' નિપુણ ભારત' અંતર્ગત આયોજિત IIT ગાંધીનગર 'ક્યુરિયોસીટી કાર્નિવલ -૨૦૨૫'માં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અને સ્પર્ધામાં પાલજ પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.
Nov 24, 2025 12:27 pm
ગાંધીનગરના પાલજમાં આવેલી સરકારી શાળાએ મેળવી અનોખી સિદ્ધી, 900થી વધુ સિક્કા કલેક્શન બદલ 'વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ'માં સ્થાન
900થી વધુ સિક્કા કલેક્શન બદલ 'વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ'માં સ્થાન, IIT પ્રેરિત 'ક્યુરિયોસીટી કાર્નિવલ-૨૦૨૫ પ્રથમ ક્રમ તેમજ રાજ્યકક્ષાનો 'ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-૨૦૨૫' પ્રાપ્ત કરનાર રાજ્યની અનોખી એવી પાલજની 'સરકારી પ્રાથમિક શાળા' શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ હંમેશા અગ્રેસર હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે... ગાંધીનગર જિલ્લાની પાલજ ગામની 'સરકારી પ્રાથમિક શાળા' ગુજરાતની 'રાજધાની' ગાંધીનગર અને સાબરમતી નદી કિનારે આવેલું 'પાલજ' ગામ 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ' આ ધ્યેય મંત્રને આ ગામની પ્રાથમિક શાળાએ આચાર્ય હિતેશ પટેલ,શિક્ષક મિત્રો,વિદ્યાર્થીઓ અને ગામજનોના સહયોગથી સાર્થક કરીને રાજ્ય,રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવા રેકોર્ડ- સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

Nov 24, 2025 12:16 pm
થરાદ SP કચેરીમાં કોંગ્રેસ MLAના હોબાળાને વખોડ્યું
પોલીસ પર ગેરકાયદે દબાણ લાવવા પ્લાનિંગ હતુ તેવું SPનું કહેવું છે, જનપ્રતિનિધિએ રજૂઆત પહેલા હકીકત જાણવી જોઇએઃ SP,MLAએ ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ ન કરવો જોઇએ, ભૂતકાળની જેમ તટસ્થ કામગીરી ચાલુ રાખવા SPનું આહ્વાન.
Nov 24, 2025 12:16 pm
Nov 24, 2025 12:16 pm
પાલનપુર કલેકટર કચેરી ખાતે એકત્રિત થયો પોલીસ પરિવાર
થરાદમાં વડગામ ધારાસભ્યના વાણી વિલાસને લઈ પોલીસ પરિવારમાં રોષ છે, ગુજરાત પોલીસ જિંદાબાદ, જીગ્નેશ મેવાણી હાય હાય ના સૂત્રોચાર સાથે લોકો પહોંચ્યા કલેક્ટર કચેરી અને બે દિવસ અગાઉ થરાદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના જોવા મળ્યા હતા આકરા તેવર, કલેકટર કચેરીના ગાર્ડનમાં એકત્રિત થયેલા મોટી સંખ્યામાં લોકો જિલ્લા કલેકટરને પાઠવશે આવેદનપત્ર.
Nov 24, 2025 12:16 pm
કોંગ્રેસના MLA જિગ્નેશ મેવાણી સામે ભયંકર રોષ
પાલનપુરમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે અને જીગ્નેશ મેવાણીના હાય હાયના નારા લગાવી રહ્યા છે, પોલીસને પટ્ટા ઉતારવાની ધમકી આપતા રોષ જોવા મળ્યો છે અને પોલીસ પરિવાર અને સમર્થકોએ કર્યો સૂત્રોચ્ચાર, જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી માગ કરી છે.
Nov 24, 2025 12:15 pm
પાટણ જીલ્લા પોલીસ પરિવાર તેમજ સમર્થકો દ્વારા નિકાળવામાં આવી રેલી
પાટણ પોલીસ હેડ કવાર્ટરથી કલેકટર કચેરી સુધી સૂત્રોચાર સાથે રેલી નિકાળવામાં આવી હતી, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયા બાદ પોલીસ પરિવારની પ્રતિક્રિયા આવી હતી, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ તંત્રને અપમાનિત કરાતા શબ્દોનો ઉપયોગ કરી લાગણી દુભાતા શબ્દોનો ઉપયોગ કરાતા પોલીસ વિભાગમાં રોષ છે, પોલીસ તંત્રને ઉશ્કેરણી જનક શબ્દો વાપરવાના મુદ્દે પાટણ કલેકટરને અપાશે આવેદનપત્ર.
Nov 24, 2025 12:15 pm
કોંગ્રેસ MLA જિગ્નેશ મેવાણીના નિવેદન સામે પોલીસ પરિવારમાં રોષ, પોલીસના પટ્ટા ઉતારવાની જાહેરમાં આપી હતી ધમકી
કોંગ્રેસ MLA જિગ્નેશ મેવાણીના નિવેદન સામે લોકોમાં અને પોલીસ પરિવારમાં રોષ છે, જીગ્નેશ મેવાણીએ બેફામ વાણીવિલાસ કર્યો હતો અને પોલીસના પટ્ટા ઉતારવાની ધમકી આપી હતી. જિગ્નેશ મેવાણીના બેફામ વાણીવિલાસથી રોષ છે અને પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકોની રેલી યોજાઈ હતી, થરાદ પોલીસને મેવાણીએ આપી હતી ધમકી અને પોલીસને અપમાનિત કરતા શબ્દોનો કર્યો હતો ઉપયોગ, જેને લઈ પોલીસ પરિવાર અને સ્થાનિકોમાં પણ રોષ છે, જીગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશનની બહાર આ ધમકી આપી હતી, તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ જીગ્નેશ મેવાણી સામે વિરોધ જોવા મળ્યો છે.
Nov 24, 2025 11:43 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
07 - Gold Price Today: 24 નવેમ્બરે સસ્તુ થયુ સોનું ! જાણી લો 24 કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ
08 - Smriti Mandhanaના પિતા પછી હવે પલાશ મુછલ પણ હોસ્પિટલમાં, અચાનક તબિયત બગડી!
09 - Petrol Diesel Price Today: સોમવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર, જાણો આજનો લેટેસ્ટ રેટ
Nov 24, 2025 11:36 am
શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા પણ હાજર રહ્યાં
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયબેન ગરસર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવીબેન ઠક્કર, ધારાસભ્ય સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, સાશક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતનભાઈ નાખવા, આગેવાન સર્વ બીનાબેન કોઠારી, પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Nov 24, 2025 11:36 am
4 લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે
જેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧,૨૦૦ થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં ૮૫૦ ટુ-વ્હીલર્સ, ૨૫૦ ફોર-વ્હીલર્સ, ૧૦૦ રીક્ષા, ૧૦૦ અન્ય અને ૨૬ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કુલ ૪ જગ્યાએ પે એન્ડ યુઝ ટોઇલેટ, ૧ લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), ૧૦ ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી, ૪ લોકેશન પર વેઇટિંગ/સીટિંગની વ્યવસ્થા અને ૪ લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.
Nov 24, 2025 11:35 am
વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે
આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે. વધુમાં, સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા (ગ્રેઇન માર્કેટ), બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે.
Nov 24, 2025 11:35 am
રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૪ એપ્રોચ સહિત ૩,૭૫૦ મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન ૧૬.૫૦ મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન ૮.૪૦ મીટરના છે. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે.
Nov 24, 2025 11:35 am
જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ, 3750 મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં 1200થી વધુ વાહનો માટે પાર્કિંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ.૨૨૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે, ૩,૭૫૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં ૧,૨૦૦ થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી, તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ.
Nov 24, 2025 11:26 am
આવનાર પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા શિક્ષણ તરફ આગળ વધવા વિનંતી : સાંસદ ગેનીબેન
સાંસદ ગેનીબેન ઠાકોરનું વધુમાં કહેવું છે કે, વધી રહેલી મોંઘવારી સામે લગ્નના ખોટા ખર્ચ બંધ કરી ખર્ચા ઓછા થાય તેવું આયોજન કરો, બંધારણનો ભંગ ના થાય તે માટે ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું કે, આ બંધારણ નથી ભાજપ આગેવાન કરતો કે નથી કોંગ્રેસ આગેવાનો કરતા આ બંધારણ સાંસદથી ગામના સભ્ય સુધી તમામ સાથે મળી કરી રહ્યાં છે, ટૂંક સમયમાં ઠાકોર સમાજના નવ તાલુકાના ગોળ નું લગ્ન ખર્ચ અને કુરિયાજો દૂર કરી ખર્ચ ઘટવા માટે મળશે મહાસંમેલન.
Nov 24, 2025 11:25 am
સુરતમાં સતત બીજા દિવસે કૂતરાઓનો આતંક
ભટારમાં 8 વર્ષના બાળક પર કૂતરાઓનો હુમલો, ઘરની બહાર રમતા બાળક પર કૂતરાઓનો હુમલો, બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો, કૂતરાઓના વધતા આતંકથી લોકોમાં ભયનો માહોલ, ગઇકાલે 8 વર્ષના બાળક પર કૂતરાઓએ હુમલો કર્યો હતો.
Nov 24, 2025 11:00 am
ઠાકોર સમાજમાં લગ્નમાં થતા ખર્ચને લઈ ગેનીબેનનું મોટું નિવેદન, કહ્યું, લગ્નમાં ખર્ચો ઘટાડી શિક્ષણમાં ખર્ચ કરો
બનાસકાંઠામાં ઠાકોર સમાજના લગ્ન ખર્ચના સુધારા માટે બેઠક યોજાઈ હતી અને તેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર હાજર રહ્યાં હતા અને ભાભરના લુણસિલ ગામે ઠાકોર સમાજની બેઠક મળી હતી. સમાજ સુધારા માટે ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, લગ્નમાં ખર્ચો ઘટાડી શિક્ષણમાં ખર્ચ કરવા વિનંતી અને લગ્ન ખર્ચ અને કુરિયાજો દૂર કરી ખર્ચ ઘટવા સંમેલન મળ્યું છે, આ સંમેલનમાં ઠાકોર સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યાં હતા અને લગ્નમાં થતા ખોટા ખર્ચા બંધ કરવામાં આવે તેવું ગેની બેનનું કહેવું છે.
Nov 24, 2025 10:48 am
જામનગરના ખેડૂતોને નથી મળી રહ્યો લીલી ડુંગળીનો સરખો ભાવ
ખેડૂતનું કહેવું છે કે હાલમાં બજારમાં ડુંગળીને માત્ર ₹50 પ્રતિ મણનો ભાવ મળી રહ્યો છે, જ્યારે એક વીઘા પાછળ અંદાજે ₹10,000થી ₹15,000 જેટલો ખર્ચો થાય છે. ખર્ચ સામે આવક ન મળતા ભારે નુકસાનીનો વારો આવ્યો છે. ડુંગળીને પણ ટેકાના ભાવે ખરીદી કરવા માગ કરી છે. જામનગર પંથકમાં પણ લીલી ડુંગળીનું સારૂ એવું ઉત્પાદ થાય છે અને આ વખતે ઉત્પાદન મબલખ પ્રમાણમાં થયું છે પણ ખેડૂતોને ભાલ મળતો નથી તેવી વાત સામે આવી છે.
Nov 24, 2025 10:47 am
જામનગરમાં ડુંગળીનો ભાવ ન મળતા ખેડૂતો હતાશ, ડુંગળીનો પ્રતિ મણ 50 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે
જામનગરના લીંબુડા ગામે ખેડૂતે ડુંગળીનો પાક ખેડી નાખ્યો છે અને ડુંગળીનો પ્રતિ મણ 50 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે પણ ખર્ચ પણ ન નીકળતા ખેડૂતે ખેતરમાં ટ્રેક્ટર ફેરવ્યું. ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતે પાક પર રોટાવેટર ફેરવી દીધુ છે અને જામનગર જોડિયા તાલુકાના લીંબુડા ગામના ખેડૂત છગનભાઈ સોરઠિયાએ પોતાના ખેતરમાં ડુંગળીની વાવણી કરી હતી. પરંતુ બજારમાં ડુંગળીના ભાવ ન મળતા તેમણે મજબૂરીમાં આખા પાક પર રોટાવેટર ફેરવી દીધું.
Nov 24, 2025 10:35 am
સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ
ઘઉં, ચોખાના જથ્થા સહિત 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત, ઘઉંના 20, ચોખાના 7, ચણાના 5 મળી 40 કટ્ટા મળ્યા, પોલીસે 6 વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી.
Nov 24, 2025 10:33 am
મહાનગરપાલિકાના અધિકારીઓ જાગે તેવી માગ
આઇકોનિક રોડ બનાવવા જતી મહાનગરપાલિકાને પહેલા પોતાના વિસ્તારમાં સ્થાનિક લોકોને નોર્મલ રોડ પણ સારા કરી આપોની માગ મહેસાણા મુખ્ય બજારથી 100 મીટર એ આવેલો એરિયા જ્યાં નથી રોડની સુવિધા નથી મીઠા પાણી પીવાની સુવિધા કે નથી, સ્વચ્છતાની સુવિધા સ્થાનિક પ્રજા ટેક્સ ભરવા માટે તૈયાર છે પરંતુ તે પહેલા મહાનગરપાલિકાના કમિશનર જાગે અને લોકોને પહેલા પ્રાથમિક સુવિધા આપે એ એવી સ્થાનિકો ની માગ ઉઠી છે.
Nov 24, 2025 10:33 am
મહેસાણાના રોડ ખરાબ બન્યા
જ્યારે પ્રજાના હામી હોવાનો ડોળ રચનાર સમાજસેવકો મુખોટાધારી નરબંકા ક્યાં? ટેક્સ લાગતા પહેલા માર્ગોની મરામત જરૂરી ખખડધજ માર્ગોને કારણે વાહનોને થતું નુકસાન આ બધી બાબતો જોતા તંત્ર પહેલાં સુવિધાઓ આપે પછી વેરા ઉઘરાવે તેવી પ્રજાની માંગ ઉઠી છે ત્યારે રાજકીય પક્ષોના પદાધિકારીઓ કેમ ચુકીદી સેવીને બેસી રહ્યા છે. મહેસાણા નગરપાલિકા હતું ત્યારે અને મહાનગરપાલિકા બને 10 માસી વધુનો સમય થઈ ગયો છે તેમ છતાં વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે.
Nov 24, 2025 10:33 am
મહેસાણા મનપામાં પ્રાથમિક સુવિધાનો અભાવ, બિસ્માર રોડથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું
મહેસાણા મનપામાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે, મનપા બન્યા બાદ પણ પ્રાથમિક સુવિધા નથી મળતી તેવો આક્ષેપ સ્થાનિકોનો છે, બિસ્માર રોડથી વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને મુખ્ય બજારનો રોડ પણ ખખડધજ બન્યો છે. મહેસાણા મહાનગરપાલિકા બને 11 માસ થયા છે શહેરને વિકસિત કરવાની ઓડમાં પાલિકા કમિશનર લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાનું ભાન ભૂલ્યા છે શહેરના માર્ગો ખખડધ બિસ્માર છે, વાહન ચાલકોને વાહન ચલાવવું પણ જોખમી બની ગયું છે નથી પાર્કિંગની સુવિધા જેને કારણે વાહન ચાલકો દંડાઈ રહ્યા છે, ત્યારે મનપાનું મન વિચલિત થઈને શહેરના વાહન ચાલકો ઉપર રોડ ટેક્સનો કોરડો વિજવા લાગે છે.
Nov 24, 2025 10:11 am
ટ્રેન નંબર 09009/09010 બાંદ્રા ટર્મિનસ-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ
01-ટ્રેન નંબર 09009 બાંદ્રા ટર્મિનસ - પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ રવિવાર, 23 નવેમ્બર, 2025 ના રોજ 19:25 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09:25 કલાકે પાલીતાણા પહોંચશે.
02-તેવી જ રીતે, ટ્રેન નંબર 09010 પાલીતાણા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, 24 નવેમ્બર, 2025 ના રોજ પાલીતાણાથી 20:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 10:45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
03-આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાઢ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને સ્લીપર કોચ હશે.
Nov 24, 2025 10:10 am
આજથી પાલીતાણાથી બાંદ્રા ટર્મિનસ સુધી "સ્પેશિયલ ટ્રેન" શરૂ, આ જિલ્લાના મુસાફરોને મળી સુવિધા
આજથી પાલીતાણાથી બાંદ્રા ટર્મિનસ સુધી દોડશે "સ્પેશિયલ ટ્રેન" અને ટિકિટનું બુકિંગ બે દિવસ અગાઉ એટલે કે 22 નવેમ્બર (શનિવાર)થી શરૂ થઈ ગયું છે. યાત્રિઓની માંગ અને તેમની સુવિધા માટે અને વધારાના ધસારાને સમાયોજિત કરવા માટે, પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને પાલીતાણા સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર "સ્પેશિયલ ટ્રેન" ચલાવશે. આ ટ્રેનનો SLRD કોચ અનારક્ષિત રહેશે, જેના માટે ટિકિટ UTS કાઉન્ટર પરથી મળશે અને આ કોચમાં સુપરફાસ્ટ મેઈલ/એક્સપ્રેસનું ભાડુ લાગશે.
Nov 24, 2025 10:04 am
પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે
હવે આ વિસ્તારમાંથી મળ, મૂત્રવાળું પાણી સીધું દામકા ગામની દક્ષિણ બાજુએ આવેલી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ખાડીનું પાણી સમુદ્રમાં પણ ઠલવાઈ રહ્યું છે. વીતેલા ૮ વર્ષથી આવી જ રીતે મળ-મૂત્રવાળું પાણી કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વગર સીધું ખાડીમાં છોડી મૂકવામાં આવે છે. જેને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. જોકે, હવે તો પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. ઓક્સિજન ઘટી જતાં રવિવારે સવારે કેટલીક માછલીઓના મોત થયા હતા. મૃત માછલોએ તણાઈને કિનારે આવી જતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ બોર્ડને પણ ફરિયાદ કરી છે. લોકોના આરોગ્ય સામે પણ ગંભીર જોખમ હોવાથી તાત્કાલિક અસરથી પગલાં ભરવા માંગણી કરાઈ છે.
Nov 24, 2025 10:04 am
ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પરપ્રાંતીયોની વસ્તી ખૂબ મોટી છે
ચોર્યાસી તાલુકાના હજીરા અને મોરા ગામની આસપાસથી પસાર થતી ખાડીમાં મળ-મૂળવાળું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર બારોબાર છોડી દેવાતું બારોબાર છોડી હોવાની ફરિયાદ ઊઠી હતી. આ ફરિયાદને પગલે કોંગ્રેસી દર્શન નાયકે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતને ફરિયાદ કરી હતી. ખાસ કરીને મોરા વિસ્તારમાં અંદાજિત ઔધોગિક એકમો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર સીવેજનું પાણી છોડાતું હોવાની રાવ છે અને ૨૫,૦૦૦ લોકોની વસ્તી છે. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી પરપ્રાંતીયોની વસ્તી ખૂબ મોટી છે.
Nov 24, 2025 10:04 am
પાણી છોડાતા દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં પણ અસંતોષની લાગણી જોવા મળી
સુરતના હજીરાના મોરા-દામકા વિસ્તારની ખાડીમાં સીવેજનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું જ જ છોડી દેવાતા માછલીઓના ટપોટપ મોત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. મળ-મૂત્રવાળું પાણી સીધું જ ખાડીમાં છોડી દેવાતા ખાડીના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે. પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટી જતાં રોજેરોજ માછલીના મોત થઈ રહ્યા છે. આ મૃત માછલી તણાઈને કિનારે આવી રહી છે. ખાડીમાં ટ્રીટમેન્ટ વગરનું પાણી છોડાતા દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં પણ અસંતોષની લાગણી જોવા મળી રહી છે.
Nov 24, 2025 10:03 am
સુરતના હજીરામાં તળાવમાં મૃત માછલીઓ મળતા સ્થાનિકોમાં રોષ, પાણીમાં ઓક્સિજન લેવલ ઘટતા મોતનું અનુમાન
સુરતના હજીરામાં મૃત માછલીઓ મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, મોરા-દામકાની મૃત માછલીઓ મળતા સ્થાનિકોમાં રોષ છે અને પાણીમાં ઓક્સિજન લેવલ ઘટતા મોતનું અનુમાન છે. સુરતના હજીરાના મોરા-દામકાની મોટી સંખ્યામાં મૃત માછલી મળી આવી છે અને મૃત માછલી મળી આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે, ઔદ્યોગિક એકમો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર સીવીજનું પાણી છોડવામાં આવતું હોવાની વાત છે, પાણીમાં ઓકસિજન લેવલ ઘટી જતા આ ઘટના બની હોવાની વાત પ્રાથમિક રીતે સામે આવી છે.
Nov 24, 2025 09:57 am
પાકિસ્તાનના પેશાવરમાં બે બ્લાસ્ટ
ફ્રંટિયર કોર મુખ્યાલય પર બ્લાસ્ટ, વિસ્તારમાં સતત ગોળીઓનો અવાજ.
Nov 24, 2025 09:51 am
આ ઉપરાંત વિદેશી વક્તાઓની હાજરીએ મહોત્સવને વૈશ્વિક સ્પર્શ આપ્યો હતો
ચિલે, સ્પેન, ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકામાંથી આવેલા વિચારકોએ ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સાથે સંબંધિત વિષયો પર વિશેષ સત્રો લીધા હતા. એટલું જ નહીં મેઇન સ્ટેજ પર દરરોજ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર મહોત્સવને જીવંત રાખ્યો હતો. આ મહોત્સવનું આયોજન સુવ્યવસ્થિતતા અને સુવિધાઓને કારણે પણ ખૂબ વખાણાયુ હતું. સ્વચ્છ કેમ્પસ, વિશાળ ફૂડ કોર્ટ, સ્ટાર્ટઅપ ઝોન, વીઆર ગેમિંગનું અનોખું સ્ટેમ્પ પ્રદર્શન અને વાંચન માટે અનુકૂળ વાતાવરણના કારણે અનેક પરિવારોને અહીં લાંબા સમય સુધી સમય વિતાવવાનો આનંદ મળ્યો હતો. આમ, આયોજકોએ કરેલી મહેનતને સ્મરણિય સફળતા મળતાં અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ને ‘જ્ઞાનનો મહાકુંભ’ તરીકે ઓળખ મળી છે.
Nov 24, 2025 09:50 am
વર્કશોપ્સે પણ મહોત્સવની ધમાકેદાર સફળતામાં મોટો ફાળો આપ્યો હતો
આ બુક ફેસ્ટિવલમાં બાળકોના વર્કશોપ્સ, વાર્તાવાચન કાર્યક્રમો, કલા-હસ્તકલા, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલે વિશેષ લોકપ્રિયતા મેળવી હતી. સ્કૂલ બોર્ડના શતાબ્દી મહોત્સવના ભાગરૂપે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં હજારો વિદ્યાર્થીઓને ઇનામો આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુવાનો માટેના ‘જ્ઞાન ગંગા’ વર્કશોપ્સે પણ મહોત્સવની ધમાકેદાર સફળતામાં મોટો ફાળો આપ્યો હતો. કાવ્ય લેખન, નાટક, ફિલ્મ સ્ક્રિપ્ટિંગ અને બુક ડિઝાઇન સહિતના સર્જનાત્મક વર્કશોપ્સ અને વિવિધ બુક લોન્ચ સત્રોએ વિદ્યાર્થીઓ, લેખકો અને સર્જકોને એકસાથે લાવ્યા હતા.
Nov 24, 2025 09:50 am
ફિલ્મ ફેસ્ટિવલ જેવી પ્રવૃત્તિઓ સતત પ્રેક્ષકોને આકર્ષિત કરતી રહી હતી
વંદે માતરમના સમૂહગાન અને સ્વદેશી પ્રચાર પ્રતિજ્ઞાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ‘બેરિસ્ટર મિસ્ટર પટેલ’ સહિત અનેક પુસ્તકોનું લોન્ચિંગ પણ થયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લગભગ 1 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તૈયાર કરાયેલ આ મહોત્સવમાં 300થી વધુ પ્રકાશકોએ ભાગ લીધો હતો. શહેરના દરેક વય જૂથ માટે ત્રણ વિશિષ્ટ ઝોન બનાવવામાં આવ્યા હતા, જેમાં બાળ સાહિત્ય, સર્જનાત્મક સત્રો, કાવ્ય-વાચન, લેખકો સાથેની ચર્ચાઓ, વર્કશોપ્સ અને ફિલ્મ ફેસ્ટિવલ જેવી પ્રવૃત્તિઓ સતત પ્રેક્ષકોને આકર્ષિત કરતી રહી હતી.
Nov 24, 2025 09:50 am
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં 11 દિવસમાં 8.21 લાખથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 થી 23 નવેમ્બર સુધી યોજાયેલ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025એ આ વખતે લોકપ્રિયતાનો નવો ઇતિહાસ રચ્યો છે. ‘વાંચે ગુજરાત 2.0’ અભિયાન સાથે જોડાયેલ આ 11-દિવસીય મહોત્સવમાં કુલ 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ હાજરી આપી, જેને કારણે આ સાહિત્યિક મહોત્સવ રાજ્યમાં જ નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું બુક ફેસ્ટિવલ બની ગયો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું 13 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થયું હતું.
Nov 24, 2025 09:31 am
AMCએ ડિમોલિશન માટે અલગ અલગ 8 ટીમ બનાવી
અમદાવાદ મ્યુ.કોર્પોરેશનને આ બાબતે જાણ હતી અને પ્લાનિંગ કર્યા બાદ ડિમોલિશનની કામગીરી હાથધરી હતી, AMCના ચાર ઝોનની એસ્ટેટની ટીમ કામે લાગી છે અને અગાઉ પણ આ મકાનધારકોને નોટિસ આપવામાં આવી હતી પણ મકાન ખાલી કરતા ન હતા અને તળાવની જમીન પર મકાન બાંધી દીધા હતા.
Nov 24, 2025 09:31 am
અમદાવાદના ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન
અમદાવાદમાં ચંડોળા બાદ વધુ એક તળાવ પર ગેરકાયદેસર કબ્જા મામલે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, ઇસનપુર તળાવ પર બંધાયેલા 918 જેટલા પાકા મકાનો દૂર કરવાની કામગીરી કરાઈ છે અને 15થી વધુ JCB અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેન્ડ બાય કરાઈ છે, ચંડોળા તળાવમાં જેમ લોકો મકાન બાંધીને રહેતા હતા તેવી રીતે ઈસનપુરના આ તળાવમાં પણ 1000થી વધુ લોકો રહેતા હોવાની વાત સામે આવી છે, જેને લઈ આજે વહેલી સવારથી કોર્પોરેશન દબાણ દૂર કરવા માટે પહોંચી હતી.
Nov 24, 2025 09:31 am
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ કોર્પોરેશનનું ઈસનપુરમાં મેગા ડિમોલિશન, રામવાડી તળાવ ખાતે ગેરકાયદેસર 918 જેટલા કાચા-પાકા મકાનોને દૂર કરાયા
અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન સામે આવ્યું છે, ઈસનપુરના રામવાડી તળાવ ખાતે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે, જેમાં 918 જેટલા કાચા-પાકા મકાનોને દૂર કરવા કામગીરી કરાઈ છે. અમદાવાદમાં ફરી કોર્પોરેશને મેગા ડિમોલિશન હાથધર્યુ છે જેમાં 15થી વધુ JCB, ડમ્પર સહિતની મશીનરીથી કામગીરી કરવામાં આવી રહી છે, 500થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે અને 50 કરતા વધુ વર્ષથી ગેરકાયદે દબાણ કરેલા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે, સમગ્ર ઘટનામાં પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે છે.
Nov 24, 2025 09:14 am
કડીમાં ચા પીવા ઉભેલા યુવક પર 3 દિવસ અગાઉ હુમલો થયો
ડી કસબાના ભાગત વાળામાં રહેતા અનીશ અબ્દુલરશીદ દોલાણી તેમના મિત્ર સાથે ચા પીવા ગયા હતા. તે સમયે કડી કસબાના સિંધી વાળામાં રહેતો ઈદ્રીશ ઉર્ફે ઘઉ મહેબુબભાઇ ત્યાં આવી પહોંચ્યો હતો. ઈદ્રીશે અનીશને કહ્યું કે થોડા દિવસો પહેલા બનાસકાંઠા સોસાયટીમાં થયેલા ઝઘડામાં તેના ભાઈનો હાથ હતો. અનીશે આ અંગે અજાણ હોવાનું જણાવી તેના ભાઈ તોફીક સાથે વાત કરવાનું કહ્યું. આ સાંભળી ઈદ્રીશ ઉશ્કેરાઈ ગયો હતો.
Nov 24, 2025 09:14 am
મહેસાણાના છઠીયાડા ગામે યુવક પર હુમલો
મહેસાણના છઠીયાડા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો છે જેને લઈ પોલીસ પણ દોડતી થઈ છે, યુવક ઉભો હતો અને 3 લોકો પાઈપો સાથે ત્યાં પહોંચે છે અને તેને માર મારે છે અને માથાના ભાગે પાઈપ પણ મારે છે, યુવકને છોડવવા અન્ય લોકો પણ વચ્ચે પડે છે તેમ છત્તા હુમલાખોરો માર મારતા જ રહ્યા અને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, યુવકના નિવેદનના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે અને હુમલાખોરોને શોધવા માટે ટીમ બનાવી છે.
Nov 24, 2025 09:13 am
મહેસાણાના છઠીયાડા ગામે 3 લોકોએ પાઈપથી યુવક પર કર્યો હુમલો, પ્રેમપ્રકરણમાં હુમલો થયો હોવાની આશંકા
મહેસાણાના છઠીયાડા ગામે યુવક પર હુમલો કરવામાં આવ્યો છે, અને 3 લોકોએ ભેગા થઈને યુવક પર હુમલો કર્યો છે, ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મહેસાણાના છઠીયાડા ગામે એક યુવક પર હુમલાની ઘટના બની છે જેમાં ત્રણ લોકોએ પાઇપ વડે હુમલો કરતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે અને પ્રેમ પ્રકરણમાં હુમલો કર્યો હોવાનું કારણ સામે આવ્યું છે, સમગ્ર ઘટનાને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, માથાના ભાગે પાઇપ મારતા યુવકને થઈ ગંભીર ઇજાઓ અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Nov 24, 2025 09:02 am
ટ્રમ્પ ફાશીવાદીના નિવેદન પર મેયર મમદાની અડગ
વ્હાઈટ હાઉસમાં બેઠક બાદ ન્યુયોર્કના મેયર મક્કમ, મેયર મમદાની ટ્રમ્પ ફાસીવાદીના નિવેદન પર રહ્યા અડગ, ડોનાલ્ડ ટ્રમ્પ ફાશીવાદી અને સરમુખત્યાર શાસક: મમદાની.
Nov 24, 2025 08:50 am
વડોદરામાં મોપેડ સળગાવનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ
કોન્સ્ટેબલે યુવકને માર મારી લાંચ માગી હતી, તપાસ બાદ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા સસ્પેન્ડ, કોન્સ્ટેબલે લાંચ માગી યુવકને માર માર્યો હતો, યુવક નવલખી મેદાનમાં મહિલા સાથે બેઠો હતો.
Nov 24, 2025 08:43 am
કોપર ગ્રીન વિલા નજીક પત્નીનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો
દરમ્યાન સવારે કોપર ગ્રીન વિલા નજીક અવાવરૂ સ્થળ પર સ્નેહાબેનને માથામા તિક્ષણ હથીયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક મહિલા ત્રણ બહેનો અને એક ભાઈમાં વચેટ હોવાનુ અને તેના ત્રણ વર્ષ પુર્વે ગ્રીનલેન્ડ ચોકડી પાસે લુહારી કામનુ કારખાનુ ચલાવતા હિતેશભાઈ સાથે લગ્ન થયા હતા અને તેને સંતાનમાં બે વર્ષનો પુત્ર હોવાનુ પરીવારે જણાવ્યુ હતું.
Nov 24, 2025 08:43 am
પતિએ પણ પત્નીની શોધખોળ શરૂ કરી હતી
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભગવતી પરા નજીક બેડી ચોકડી પાસેના કોપર ગ્રીન વિલામાં રહેતા સ્નેહાબેન દિનેશભાઈ આસોડીયા (ઉ.૩૩) શનીવારે સાંજે તેના પતિને ફોન કરી પાણીપુરી ખાવા જવાનુ અને તેને ઘેર આવતી વેળાએ રસ્તા પરથી તેડી જવાની વાત કરી હતી. બાદમાં તેના પતિ ઘેર આવવા નિકળ્યા હતા પરંતુ રસ્તામાં પત્ની નહી મળતા ઘરે ચાલી ગયાની શંકાએ ઘરે આવ્યા હતા. પરંતુ ઘેર લાઈટો ચાલુ હોય અને પત્નીનો મોબાઈલ પણ ચાર્જમાં પડયો હતો જેથી તેને ફોન કરી પરીવારને જાણ કરી શોધખોળ કરી હતી.
Nov 24, 2025 08:43 am
પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા ફોરેન્સિકની મદદ લીધી
રાજકોટમાં ગુનાખોરી વધી હોય તેમ વધુ એક મહિલાની હત્યા થઈ છે. ભગવતી પરા નજીક બેડી ચોકડી પાસે કોપર ગ્રીન વિલામાં રહેતી મહિલા શનીવારે સાંજે ઘેરથી પાણીપુરી ખાવા નિકળ્યા બાદ લાપતા મહિલાની તેના ઘેર નજીક અવાવરૂ જગ્યા પર કાન,નાક પર છરીના ઘા તેમજ માથુ છુંદેલી હાલતમાં લાશ મળી આવતા વિસતારમાં ગભરાટ વ્યાપી ગયો છે.બનાવની જાણ થતા પોલીસ કમીશનર સહીતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરતા મહિલાના દાગીના ગાયબ હોય પોલીસે લુંટના ઈરાદે હત્યા થયાની શંકાએ તપાસ હાથ ધરી છે.
Nov 24, 2025 08:43 am
રાજકોટમાં પરિણીતાની રહસ્યમય હત્યા, મહિલાનો ફોન કેમ ઘરમાં મળ્યો તે સૌથી મોટો સવાલ
રાજકોટના ભગવતીપરામાં પરિણીતાની હત્યામાં તપાસનો ધમધમાટ પોલીસ કરી રહી છે, મૃતદેહ પાણીપુરીની લારીથી દોઢ કિમી દૂરથી મળ્યો હતો અને પરિણીતાની હત્યા ઘટનાસ્થળે જ કરવામાં આવી હતી. પરિચિત સાથે ઘટનાસ્થળે પહોંચ્યાનું પોલીસને અનુમાન છે અને મહિલાનો ફોન કેમ ઘરમાં મળ્યો તે સૌથી મોટો સવાલ છે, પાણીપુરીની લારીથી અવાવરું સ્થળે કેમ ગઈ તેને લઈ તપાસ ચાલી રહી છે, અવાવરું સ્થળે કોની સાથે ગયા એ પણ પોલીસ તપાસ કરી રહી છે, મૃતક ઘરેથી નીકળી હોય તેવા CCTV આવ્યા હતા સામે.
Nov 24, 2025 08:30 am
22 દુકાનદાર સિવાય અન્ય વેપારીઓના રૂપિયા ભરાઈ ગયા છે
આ અંગે સુરત ટેક્સ્ટાઈલ માર્કેટના પ્રમુખ રાજેન્દ્ર ઓરડિયાએ જણાવ્યું હતું કે, કમિટીની મળેલી વાર્ષિક સભામાં બે વખત લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા વેપારીઓની દુકાન સીલ કરવા માટે પ્રસ્તાવ પાસ કરાયો છે. ૨૨ દુકાનદારો સિવાય બીજા તમામ દુકાનદારોના નાણાં આવી ગયા છે. નાણાં જમા કરાવવા માટે ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં વેપારીઓએ નાણાં જમા નહીં કરાવતા માર્કેટ કમિટીના ઠરાવના આધારે રવિવારે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. દુકાનદારોએ બોર્ડ ઓફ નોમિનીમા નાણાં ભરવાના નિર્ણયને પડકાર્યો હતો. પરંતુ તેઓનો દાવો નામંજૂર કરી પૈસા ભરવા માટે બોર્ડ ઓફ નોમિનીએ હુમક કર્યો હતો. ત્યારબાદ ટ્રિબ્યૂનલ અપીલમાં પણ તેઓનો દાવો મંજૂર રાખવામાં આવ્યો નથી.
Nov 24, 2025 08:30 am
સુરત ટેક્સટાઇલ માર્કેટની 22 દુકાન સીલ, વેપારીઓએ લીઝના નાણાં જમા ન કરાવતા કાર્યવાહી
સુરત ટેક્સટાઇલ માર્કેટની 22 દુકાન સીલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે, વેપારીઓએ લીઝના નાણાં જમા ન કરાવતા કાર્યવાહી કરવામાં આવી છે, 3 વખત નોટિસ આપવા છતાં નાણાં ભર્યા હોવાની વાત છે. દુકાનને સીલ મારી દેતા વેપારીઓમાં ભારે રોષ છે. સુરત રિંગરોડ સ્થિત સુરત ટેક્સ્ટાઈલ માર્કેટમાં લીઝના નાણાંને લઈ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે રવિવારે સિક્યુરિટી દ્વારા સીલિંગની કાર્યવાહી કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી અને મામલો સલાબતપુરા પોલીસ સુધી પહોંચ્યો હતો. બીજી બાજુ માર્કેટ કમિટીએ લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા ૨૨ જેટલા દુકાનદારો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Nov 24, 2025 08:17 am
રાજ્યમાં ખળભળાટ મચાવે તેવો અંધશ્રદ્ધાનો કિસ્સો
રાજકોટમાં માતાજીના માંડવામાં 6 પશુની બલી અપાઇ, ગ્રીનલેન્ડ ચોકડી નજીક ચૌહાણ પરિવારે કર્યું હતું આયોજન, ખાનગી ફાઉન્ડેશને રેડ કરતા હકીકત સામે આવી, 9 જીવતા પશુને બચાવાયા, આરોપીઓ સ્થળ પરથી ફરાર, થોરાળા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો.
Nov 24, 2025 08:12 am
મૃતદેહને બહાર કાઢી પીએમ કરવામાં આવ્યું
આ બનાવ અંગે પરિવારે ગઈકાલે તા. ૨૨મીએ જે.પી. રોડ પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરી રવિવારે સવારે આખરી મંઝીલ કબ્રસ્તાનમાં દફન ઈર્શાદનો મૃતદેહ બહાર કઢાવ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડયો હતો. પ્રાથમિક કારણમાં ઈર્શાદને ગળે ટૂંપો દઈ હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ શરૂ કરી હતી.
Nov 24, 2025 08:12 am
જે.પી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
બીજી તરફ, પતિના મોત બાદ પત્નીની શંકાસ્પદ હરકતોએ પરિવારનું ધ્યાન ખેંચ્યું હતું. દરમિયાન મામી પર શંકા જતા ભાણીયા સાથે પરિવારના બીજા સભ્યોએ ફોનની તપાસ કરી હતી. જેમાં તોસીફઅલી (રહે.મુંબઈ)ના ઊપરા-છાપરી કોલ હતા. જેથી ગુલબાનો પર શંકા વધુ પ્રબળ બનતા પરિવારે વિશ્વાસમાં લઈ તેની પૂછપરછ કરી હતી. જેમાં આખરે પત્ની ભાંગી પડી અને તા.૧૯મીની મોડી રાતે શું બન્યું? તેની સિલસિલાબદ્ધ વિગતો જણાવતા પરિવાર ચોંકી ઉઠયો હતો.
Nov 24, 2025 08:12 am
પત્નીએ હાર્ટ એટેકેથી નિધન થયું હોવાનું જણાવ્યું હતુ
શહેરના તાંલદજામાં ચોતરાવાળા ફળીયામાં રહેતો ઈર્શાદ અબ્દુલકરીમ બંજારા (ઉ.૩૨)નું નિકાહ આઠથી નવ વર્ષ અગાઉ ઉત્તરપ્રદેશની ગુલબાનો સાથે થયા હતાં. ઈર્શાદ બે વર્ષની બાળકી સહિત ત્રણ સંતાનનો પિતા હતો. ગત તા.૧૯મીએ મોડી રાતે ઈર્શાદનું મોત થયું હતું. પત્નીએ મધરાતે સ્વજનોને બોલાવી ઈર્શાદના મોતનું કારણે હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું. જુવાનજોધ દિકરાના મોતના માઠા સમાચારથી પરિવારને આઘાત લાગ્યો હતો. ઈર્શાદની પત્ની ગુલબાનોએ જણાવેલી હકિકત એક તબક્કે સ્વિકારી પરિવારે ઈર્શાદની દફનવિધી કરી હતી.
Nov 24, 2025 08:11 am
પીએમ રિપોર્ટના આધારે હવે પોલીસ નોંધશે હત્યાનો ગુનો
શહેરના તાંદલજામાં પત્નીએ મુંબઈના પ્રેમી સાથે મળીને પતિની કરેલી હત્યાની હકિકત પરથી ચાર દિવસ બાદ પડદો ઉચકાતા ખળભળાટ મચી ગયો હતો. પતિના મૃતદેહની દફનવિધિ બાદ પત્નીએ એટેકથી મોતની સ્ટોરી પર ઉપજાવી હતી. જોકે, પરિવારને દાળમાં કંઇક કાળુ લાગતા પત્નીની પૂછપરછ કરી, જેમાં તે ભાંગી પડતા હત્યાનો ઘટસ્ફોટ થયો હતો. આજે રવિવારે ચાર દિવસ બાદ કબસ્તાનમાં દફન કરાયેલા મૃતદેહને પોલીસે બહાર કાઢી તપાસ શરૂ કરી છે.

Nov 24, 2025 08:11 am
વડોદરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, ગળું દબાવી હત્યા કરી હોવાનો ખુલાસો
વડોદરામાં પત્નીએ પતિની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે જેમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યાનું ખુલ્યું છે, 5 દિવસે દફન કરાયેલી લાશને બહાર કાઢી પીએમ કરાયું છે. વડોદરામાં પત્નીએ પ્રેમીની હત્યા કરી છે અને પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ થયો છે, પત્નીએ પ્રેમી સાથે મળી પતિનું ગળું દબાવી હત્યા કરી છે અને મૃતકના ભાઈને ભાભી સામે શંકા જતા કર્યા હતા આક્ષેપ અને ઈર્શાદના મૃતદેહને બહાર કાઢી કરાયું હતું પોસ્ટમોર્ટમ, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવતા પોલીસ આવી હરકતમાં.
Nov 24, 2025 07:48 am
ઉત્તર ભારત માટે તીવ્ર ઠંડીની IMDની ચેતવણી
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
Nov 24, 2025 07:48 am
હિમાચલ પ્રદેશ-જમ્મૂ કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. તાબાનું તાપમાન માઇનસ 5.3, કુકુમસેરી માઇનસ 4.1, કેલાંગ માઇનસ 3.6 અને કલ્પા 0.4 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યુ છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આવનારા દિવસોમાં હવામાન સાફ રહેશે.જોકે રાત્રિના સમયે ઠંડી વધુ વધી શકે છે. આનાથી વિપરીત ઉનામાં ગઇ કાલે 28.2 ડિગ્રી સેલ્સિયસની સાથએ સૌથી વધારે તાપમાન જોવા મળ્યુ છે.
Nov 24, 2025 07:48 am
24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઉંચાઇ વાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.
Nov 24, 2025 07:47 am
ગુજરાતમાં આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું
નલિયા 10.4 ડિગ્રી તાપમાન, કંડલામાં 13.7 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, અમદાવાદમાં 15.1, ગાંધીનગરમાં 15 ડિગ્રી, ડીસામાં 14.3 ડિગ્રી, કેશોદમાં 14.5 ડિગ્રી, રાજકોટમાં 14.9, પોરબંદરમાં 15.8 ડિગ્રી, મહુવામાં 15.9 ડિગ્રી, ભુજમાં 16.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16.5, વડોદરામાં 16.6 ડિગ્રી, સુરતમાં 18.2 ડિગ્રી, દીવમાં 17.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 16.6 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 18, વેરાવળમાં 19.2 ડિગ્રી, દાહોદમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Nov 24, 2025 07:47 am
ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 10.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું
રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, મોટાભાગના જિલ્લામાં તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાયું છે અને 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. રાજ્યમાં માંડ ઠંડીનો માહોલ જામ્યો હતો ત્યાં ફરી તાપમાનનો પારો ઊચકાતા ઠંડીનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાયો છે. આગામી બે દિવસમાં હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની હવામાન દ્વારા આગાહી કરવામાં આવી છે.
Nov 24, 2025 07:33 am
અમદાવાદના બાવળામાં રૂ.3 લાખ રોકડની ચોરી
રૂ. 3 લાખ ભરેલો થેલો લઇ ગઠીયા થયા ફરાર, વેપારી સ્પેર વ્હીલ બદલતા હતા તે સમયે બન્યો બનાવ, વેપારીનું ધ્યાન ભટકાવી ગઠીયાઓએ કર્યો હાથ ફેરો, ચોરીની સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ..
Nov 24, 2025 07:33 am
વડોદરામાં SIRની કામગીરીમાં અરજદાર ઢળી પડ્યો
ખેંચ આવતા અરજદાર વ્યક્તિ આચનક ઢળી પડ્યો, જમીન પર પટકાતા માથાના ભાગે પહોચી ઇજા, લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેતા તબિયત લથડી, અરજદારને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો.
Nov 24, 2025 07:32 am
અમરેલીમાં ખાનગી ટ્રાવેલ્સ બસે પલટી મારી
ઈશ્વરીયા-વરસડા વચ્ચે ખાનગી બસે પલટી મારી, બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો.
Nov 24, 2025 07:32 am
વડોદરાના પાદરામાં ટ્રક ચાલકને મરાયો માર
ગોવિંદપુરા પોલીસ ચોકીની સામે જ માર્યો માર, કાર ચાલક અને તેના પરિવારે યુવકને જાહેરમાં ફટકાર્યો, પોલીસની ચોકીની સામે જ કાયદો લીધો હાથમાં, ટ્રક ચાલકને જાહેરમાં માર મારતો વીડિયો વાયરલ, ટ્રક ચાલકને માર મારવા પાછળનું કારણ અકબંધ.
Nov 24, 2025 07:31 am
જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા CJI તરીકે શપથ લેશે
શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં યોજાશે, 7 દેશના મુખ્ય ન્યાયાધીશ શપથ ગ્રહણમાં હાજર રહેશે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો શપથ ગ્રહણમાં હાજર રહેશે, ન્યાયાધીશ સૂર્યકાંતની 45 વર્ષની પ્રશંસનીય કારકિર્દી, સૂર્યકાંતનો કાનૂની ક્ષેત્રમાં પ્રવેશ 1970ના દાયકામાં થયો, વર્ષ 2019માં તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા.

Surat news: શહેરમાં PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો, યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ

Dahod News: ઇન્દોર હાઇવે નજીક ખેતરના કૂવામાંથી મળ્યો મૃતદેહ

Patan News: નગરપાલિકાએ ખાનગી માલિકીની જમીન પર 20 લાખના ખર્ચે રોડ બનાવી દીધો

Gondal News: વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેન નીચે ઝંપલાવી 25 વર્ષીય અજાણ્યા યુવકે કર્યો આપઘાત

Amreli News: લુવારિયા વીડીમાં બીમારીને કારણે સગર્ભા સિંહણનું મોત

Virat kohliએ પીડા વચ્ચે રમીને RCBને બનાવ્યું ચેમ્પિયન, સ્કેનથી થયો ચોંકાવનારો ખુલાસો

Punjabમાં ભગવંત સિંહ માન સરકારનું ઐતિહાસિક પગલું, શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્યનું શિક્ષણ અપાશે

Delhi Hotel Fire Case : સાકેત કોર્ટે મુખ્ય આરોપી લવકેશ બજાજની 4 દિવસની પોલીસ કસ્ટડી કરી મંજૂર

Sri Lanka Gas Cylinder Blast: વૃદ્ધાશ્રમમાં ભીષણ આગ લાગતા 11ના મોત, 7 ઘાયલ અને 3 લોકો થયા ગુમ

Summerમાં તરબૂચ કેમ બને છે ફૂડ પોઇઝનિંગનું કારણ, જાણો શું કહે છે ડોક્ટર

Surat news: શહેરમાં PM મોદીના કાર્યક્રમ સ્થળ નજીક ભુવો પડયો, યુદ્ધના ધોરણે ભુવો પૂરવાની કામગીરી શરૂ કરાઈ