
Panchmahal: ગુજરાતનો પ્રથમ રાજવાસણા રબર ડેમ અંતિમ ચરણમાં

Nov 25, 2025 11:46 pm
અમદાવાદ: દધીચી બ્રિજ પરથી આપઘાતનો પ્રયાસ કરતા યુવકનો દિલધડક બચાવ
અમદાવાદના દધીચી બ્રિજ પરથી એક યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન ત્યાં હાજર રહેલા બે યુવાનોએ હિંમત દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ બંને યુવાનોએ સમયસૂચકતા અને બહાદુરી વાપરીને યુવકનો જીવ બચાવ્યો, જેના કારણે આ આપઘાતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
Nov 25, 2025 10:31 pm
વડોદરાના પાદરામાં બેફામ ડમ્પરચાલક: બાઇકચાલકનું મોત
વડોદરા જિલ્લાના પાદરામાં સરદાર પટેલ સર્કલ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં બેફામ ડમ્પરચાલકે એક બાઇકચાલકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પાદરા પોલીસે આ બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Nov 25, 2025 10:31 pm
ગોંડલ અમિત ખૂંટ આપઘાત કેસ, અનિરુદ્ધસિંહ જાડેજાના જામીન કોર્ટે ફગાવ્યા
ગોંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ કેસમાં ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટ દ્વારા જામીન નકારાતા હવે અનિરુદ્ધસિંહ આ નિર્ણયને પડકારવા માટે હાઇકોર્ટના દ્વાર ખટખટાવશે.
Nov 25, 2025 10:16 pm
ગરબાડા પોલીસની મોટી કાર્યવાહી, ગાડીઓમાંથી વિદેશી દારૂ ઝડપ્યો, રૂપિયા 13.94 લાખનો મુદ્દામાલ જપ્ત
દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં PI એસ.એમ. રાદડિયા અને તેમની ટીમે દારૂબંધીના કાયદાના અમલ માટે એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ગુપ્ત બાતમીના આધારે પોલીસે ગરબાડા તરફથી આવતી વર્ના કાર અને નીમચ તરફથી આવતી ઝાયલો કાર પર વોચ ગોઠવી હતી. બંને કારને અટકાવીને તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂપિયા 3,80,592 આંકવામાં આવી છે.
Nov 25, 2025 10:01 pm
અનાજ વિતરણમાં ફેરફાર, રેશનિંગની દુકાનો પર તુવર દાળ પેકિંગમાં આપવા વિચારણા
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબોને કરવામાં આવતા અનાજ વિતરણની પ્રક્રિયામાં મહત્વના ફેરફારો કરવા અંગે વિચારણા ચાલી રહી છે. રેશનિંગની દુકાનો પર તુવર દાળની ગુણવત્તા જાળવી રાખવા માટે તેને પેકિંગમાં આપવા અંગે વિચારણા ચાલી રહી છે. જોકે, પેકિંગના ખર્ચ અંગે ચર્ચા કર્યા બાદ સરકાર આખરી નિર્ણય લેશે. આ ઉપરાંત, અનાજ વિતરણને વધુ સરળ બનાવવા માટે અન્ય જિલ્લાઓમાં પણ એટીએમ (ઓટોમેટેડ ટેલર મશીન) મૂકવા અંગે કાર્યવાહી કરવામાં આવશે.
Nov 25, 2025 08:34 pm
જૂનાગઢમાં રખડતા ઢોરનો વધુ એક ભોગ: આખલાની લડાઈમાં યુવકનું મોત
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રખડતા ઢોરના કારણે વધુ એક કરૂણ ઘટના બની છે. લીમડા ચોક વિસ્તારમાં બે આખલાની લડાઈ ચાલી રહી હતી, જેની અડફેટે બાઇકસવાર એક યુવક આવી ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે કોંગ્રેસે રખડતા ઢોરને પકડવામાં પાલિકા નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
Nov 25, 2025 08:33 pm
અમીરગઢમાં ખેરના ગેરકાયદેસર લાકડાં ઝડપાયાં, વન વિભાગની કાર્યવાહી
બનાસકાંઠાના અમીરગઢ વન વિભાગે ખજૂરિયા ગામમાં એક ખેતરમાંથી ખેરના લાકડાંનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો છે. ખેતરના માલિક દ્વારા પોતાની માલિકીના ખેતરમાં બિન-અધિકૃત રીતે ખેરના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. બાતમીના આધારે તપાસ કરતાં વન વિભાગને આ સફળતા મળી છે, અને તેમણે આશરે 60 મણ ખેરના લાકડાં જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
Nov 25, 2025 08:33 pm
જૂનાગઢની જાવિયા સ્કૂલની બેદરકારી અંગે તપાસના આદેશ
જૂનાગઢની જાવિયા સ્કૂલમાં ગઈકાલે ધોરણ 1 નો વિદ્યાર્થી સંચાલકોની જાણ બહાર સ્કૂલમાંથી નીકળી ગયો હોવાના કેસમાં શાળાની બેદરકારી અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ બાળ સુરક્ષા વિભાગની ટીમ સ્કૂલે પહોંચી હતી અને શાળા સંચાલકોના નિવેદન લેવામાં આવ્યા હતા. જોકે, સંચાલકોએ પોતે બેદરકાર ન હોવાનું નિવેદન આપ્યું છે. આ દરમિયાન, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) લતા ઉપાધ્યાય પણ સ્થળ પર હાજર રહ્યા હતા અને તેમણે આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
Nov 25, 2025 07:53 pm
T-20 વર્લ્ડ કપ કાર્યક્રમની જાહેરાત, ભારત-પાકિસ્તાન કોલંબોમાં ટકરાશે
આગામી T-20 વર્લ્ડ કપ મેચોના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જે 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ વચ્ચે રમાશે. આ વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે, જેમને 4 ગ્રુપમાં 5-5 ટીમોમાં વહેંચવામાં આવી છે. ટુર્નામેન્ટની મેચો ભારત અને શ્રીલંકામાં યોજાશે, જેમાં ભારતમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. રસપ્રદ બાબત એ છે કે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, અને તેમની બહુપ્રતિક્ષિત મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબો ખાતે રમાશે. પાકિસ્તાનની બધી મેચો શ્રીલંકામાં યોજવાનું નક્કી કરાયું છે.
Nov 25, 2025 07:53 pm
RTI દ્વારા TRP અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયાએ RMC પાસે માંગી માહિતી
રાજકોટ TRP અગ્નિકાંડ કેસના આરોપી અને તત્કાલીન TPO મનસુખ સાગઠીયાએ હવે માહિતી અધિકાર કાયદા (RTI) હેઠળ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) પાસે ગેરકાયદે બાંધકામો અંગેની માહિતી માંગી છે. સાગઠીયાએ RMC પાસેથી વર્ષ 2006થી અત્યાર સુધીમાં ગેરકાયદે બાંધકામોને આપવામાં આવેલી નોટિસ સંદર્ભે સંપૂર્ણ માહિતી માંગી છે. આરોપી દ્વારા આ માહિતી માંગવામાં આવતા RMCના અધિકારીઓ દોડતા થયા છે અને આ RTIએ કેસમાં અનેક નવા સવાલો ઊભા કર્યા છે.
Nov 25, 2025 07:52 pm
નવસારીમાં કાર્યક્રમ બાદ CM ભૂપેન્દ્ર પટેલે વૃદ્ધ મહિલાના ખબર અંતર પૂછ્યા
નવસારીમાં એક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વૃદ્ધ મહિલા સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ સહજભાવે આ વૃદ્ધ મહિલાના ખબર અંતર પૂછીને તેમની સાથે વાતચીત કરી હતી.
Nov 25, 2025 07:24 pm
પાલીતાણામાં સગીરા પર દુષ્કર્મ કેસ, અપહરણ અને મદદ કરનાર મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ
પાલીતાણામાં એક સગીરાનું અપહરણ કરીને તેની પર દુષ્કર્મ આચરવા બદલ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં દુષ્કર્મ કરનાર અશ્વિન અને નટુ ચૌહાણ, મહેશ ચુડાસમા અને આ કૃત્યમાં મદદ કરનાર એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે અને પોલીસે તેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
Nov 25, 2025 06:52 pm
અમરેલીના બગસરામાં સિંહણે બાળકને ફાડી ખાધું, વન વિભાગ દ્વારા સિંહણને પકડવાની કવાયત શરૂ
અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા હામાપુર ગામે એક અત્યંત કરુણ ઘટના બની છે, જ્યાં શ્રમિક પરિવારના એક બાળકને સિંહણે ફાડી ખાધું છે. બાળક વાડીમાં રમી રહ્યું હતું ત્યારે સિંહણ તેને ઉઠાવી ગઈ હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ વન વિભાગે આ સિંહણને પકડી પાડવા માટે તાત્કાલિક ધોરણે કવાયત શરૂ કરી દીધી છે.
Nov 25, 2025 06:16 pm
રાજકોટ સિવિલમાં બાળકના મોતના આક્ષેપ બાદ તપાસ, RMOએ કમિટી બનાવવાની જાહેરાત કરી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 18 માસના બાળકના મોત મામલે હોસ્પિટલ સ્ટાફની બેદરકારી અને તાત્કાલિક સારવાર ન મળવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વિવાદ બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. હોસ્પિટલના RMOએ જણાવ્યું છે કે બાળકના મોત અને તેને અપાયેલી સારવાર અંગે તપાસ કરવા માટે નિષ્ણાત ડોક્ટરોની એક કમિટી બનાવવામાં આવશે. RMOએ ખાતરી આપી છે કે તપાસમાં કોઈ બેદરકારી જણાશે તો દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ સ્ટાફને દર્દીઓ સાથે યોગ્ય વર્તન કરવા સૂચના આપવામાં આવી છે.
Nov 25, 2025 06:16 pm
મહેસાણા પોલીસ બેડામાં ફરી હડકંપ, પાંચ PIની અચાનક બદલી
મહેસાણા જિલ્લા પોલીસમાં ફરી એકવાર મોટા ફેરફારો થતાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. થોડા દિવસો પહેલાં જ જિલ્લા પોલીસ વડાએ 749 પોલીસકર્મીઓની બદલી કરી હતી, અને હવે અચાનક વધુ પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની બદલી કરી દેવામાં આવી છે. જે PIની વિવિધ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે તેમાં કે.કે. ચૌધરી, વી.આર. ચાવડા, ડી.આર. રામ, એસ.જી. શ્રીપાલ અને એમ.એમ. વીરચંદનો સમાવેશ થાય છે.
Nov 25, 2025 06:16 pm
ગાંધીનગર: ચિલોડા-હાઇવે પર ઘર પાસેથી બુલેટની ચોરી, CCTV ફૂટેજ આવ્યા સામે
ગાંધીનગરમાં ચિલોડા-ગાંધીનગર હાઇવે પર આવેલા એક ઘર પાસેથી બુલેટ મોટરસાયકલની ચોરીની ઘટના સામે આવી છે. આ ચોરીની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ મળી આવ્યા છે. પોલીસે આ ફૂટેજના આધારે બુલેટ ચોરી કરનાર શખ્સોને શોધવાની અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Nov 25, 2025 06:15 pm
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયમાં SIRને લઈને બેઠક, બી.એલ. સંતોષની હાજરીમાં કામગીરી ઝડપી બનાવવા ચર્ચા
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયમાં SIR (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ)ની કામગીરીને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધારાસભ્યો, સાંસદો અને વિધાનસભા પ્રભારીઓ સાથે SIRની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે અંગે ચર્ચા કરી હતી અને કાર્યકરો આ કામગીરીમાં જોડાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
Nov 25, 2025 06:01 pm
વાંચો બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર
01. Ahmedabad ની સેવન્થ ડે સ્કૂલનો પ્લૉટ પરત લેવાશે, 3 નોટિસ છતાં ડોક્યુમેન્ટ રજૂ ન થતાં કાર્યવાહી
02. Ahmedabad News: ઠંડીની સિઝનમાં રોગચાળો વકર્યો, મેલેરિયાના 103 અને ઝાડા-ઉલ્ટીના 210 કેસ નોંધાયા
08. Rajkot News : રાજકોટ સિવિલ સ્ટાફની બેદરકારીથી 18 માસના બાળકનું મોત, વાયરલ ઓડિયોથી ખુલ્યો ભાંડો
Nov 25, 2025 05:37 pm
IAS અધિકારી સંતોષ વર્માનું અનામત પર વિવાદિત નિવેદન, 'બ્રાહ્મણ પુત્રી ન મળે ત્યાં સુધી અનામત રહેવું'
IAS અધિકારી સંતોષ વર્મા અનામત વ્યવસ્થા પર આપેલા એક વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં તેમણે કથિત રીતે કહ્યું છે કે, 'બ્રાહ્મણ વહુ ન મળે ત્યાં સુધી અનામત રહેવું જોઇએ' અને પુત્રને બ્રાહ્મણ પુત્રી મળે તેવું નિવેદન આપ્યું હતું. જોકે, વિવાદ વધતાં સંતોષ વર્માએ ખુલાસો કર્યો છે કે તેમના નિવેદનને તોડી-મરોડીને વાયરલ કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે સંબોધનમાં તેમણે કન્યાદાન વિશે વાત કરી હતી અને આર્થિક તથા સામાજિક આધાર પર અનામતની વાત કરી હતી.
Nov 25, 2025 05:37 pm
અમરેલીમાં રિક્ષામાંથી 1177 કિલો શંકાસ્પદ ઘઉંનો જથ્થો ઝડપાયો
અમરેલીમાં વડિયા મામલતદાર દ્વારા અમરનગર રોડ પર એક રેડ પાડવામાં આવી હતી, જેમાં એક રિક્ષામાંથી શંકાસ્પદ 1,177 કિલો ઘઉંનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ ઘઉંના કટ્ટા રિક્ષામાં ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા. વડિયા મામલતદારે આ ગેરકાયદેસર જથ્થાના સંદર્ભમાં બે વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Nov 25, 2025 05:37 pm
અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલનો પ્લૉટ AMC પરત લેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સેવન્થ ડે સ્કૂલના પ્લૉટને પરત લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સ્કૂલને જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માટે ત્રણ વાર નોટિસ આપવામાં આવી હતી, પરંતુ 21 તારીખની અંતિમ ડેડલાઇન પૂરી થવા છતાં સ્કૂલ તરફથી કોઈ જવાબ કે ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા નથી. આથી, AMC હવે આ પ્લૉટ પરત લેવા માટે કાયદેસરની કાર્યવાહી કરશે.
Nov 25, 2025 05:36 pm
સુરતમાં મોંઘવારીનો માર, કમોસમી વરસાદથી શાકભાજીના ભાવ રૂપિયા 100ને પાર
સુરતમાં શિયાળાની શરૂઆત થતા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેનું મુખ્ય કારણ કમોસમી વરસાદને લીધે આવકમાં થયેલો ઘટાડો છે. સામાન્ય રીતે રૂપિયા 40 પ્રતિ કિલો મળતા શાકભાજીના ભાવ રૂપિયા 100ને વટાવી ગયા છે. લીલા શાકભાજીમાં પણ જબરદસ્ત વધારો થયો છે: મેથી, કોથમીર અને લીલી ડુંગળી રૂપિયા 60 થી રૂપિયા 80 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે લીલું લસણ રૂપિયા 160 અને રીંગણ રૂપિયા 120 પ્રતિ કિલોના ભાવે પહોંચ્યા છે, અને ગવાર, ચોળી, ટીંડોળા, ભીંડા જેવા અન્ય શાકભાજી રૂપિયા 120 થી રૂપિયા 140 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
Nov 25, 2025 05:36 pm
અમદાવાદમાં ઠંડીની શરૂઆત છતાં રોગચાળો યથાવત, નવેમ્બરમાં મેલેરિયા અને ટાઈફોઈડના કેસોમાં વધારો
અમદાવાદમાં ઠંડીની મોસમની શરૂઆત થઈ હોવા છતાં રોગચાળો વકર્યો છે. નવેમ્બર મહિનામાં મેલેરિયાના 103 અને ટાઇફોઇડના 164 કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 99 અને ડેન્ગ્યુના 62 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, ઝાડા-ઉલટીના 210 કેસ નોંધાયા છે. પાણીના નમૂનાઓની તપાસમાં પણ બેદરકારી સામે આવી છે, જેમાં ક્લોરિનના 35,546 નમૂનાઓમાંથી 15 ફેલ થયા છે અને બેક્ટેરિયલ તપાસ માટેના 25 નમૂના પણ ફેલ જાહેર થયા છે.
Nov 25, 2025 05:36 pm
ઊંઝામાં ઊમિયા માતાજીના ગાંખ મંદિરની શોભાયાત્રા, 3-દિવસીય મહોત્સવનો પ્રારંભ
ઊંઝા ખાતે શ્રી ઊમિયા માતાજીના મૂળ સ્થાનક ગાંખ મંદિરના ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભ રૂપે આજે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આવતીકાલથી ત્રણ દિવસ સુધી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Nov 25, 2025 05:36 pm
રાજકોટની જનાના હોસ્પિટલ ફરી વિવાદમાં, પ્રસૂતિ બાદ કર્મચારી દ્વારા ઉઘરાણાનો વીડિયો વાયરલ
રાજકોટની જનાના હોસ્પિટલ ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે, જ્યાં પ્રસૂતિ બાદ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા પરિવારજનો પાસેથી રૂપિયા 100 થી રૂપિયા 200નું ઉઘરાણું કરવામાં આવતું હોવાનો વીડિયો સામે આવ્યો છે. પરિવારજનોએ આ બાબતે આક્ષેપ કર્યા છે. આ વીડિયો વાયરલ થતાં હોસ્પિટલના RMO (રજીસ્ટ્રાર મેડિકલ ઓફિસર) એ નિવેદન આપ્યું છે કે આ મામલે જવાબદાર એજન્સી સામે કડક પગલાં ભરવામાં આવશે.
Nov 25, 2025 05:09 pm
જિગ્નેશ મેવાણીને DGPનો સ્પષ્ટ જવાબ, 'બહારના વ્યક્તિની ટિપ્પણી સહન નહીં કરાય'
કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવેલા કથિત નિવેદનોના સંદર્ભમાં ગુજરાતના DGP (પોલીસ મહાનિર્દેશક) દ્વારા સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો છે. DGPએ કહ્યું કે, જો કોઈ અધિકારી કે કર્મચારી ભૂલ કરે તો અમે કાર્યવાહી કરવા માટે હાજર છીએ, પરંતુ બહારનો કોઈ વ્યક્તિ બોલી જાય તેને સહન (ટોલરેટ) કરવાની જરૂર નથી.
Nov 25, 2025 05:09 pm
સિંગર ઝુબીન ગર્ગનું મોત 'હત્યા', આસામના CMનો વિધાનસભામાં ઘટસ્ફોટ
સિંગાપોરના દરિયામાં તરતી વખતે શંકાસ્પદ સંજોગોમાં થયેલા જાણીતા સિંગર ઝુબીન ગર્ગના મોત અંગે આસામના મુખ્યમંત્રી હેમંતા બિશ્વા શર્માએ આસામ વિધાનસભામાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે નિવેદન આપ્યું છે કે ઝુબીનનું મોત દુર્ઘટના નહીં પણ હત્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પોલીસે 252 સાક્ષીઓની પૂછપરછ કરીને 29 વસ્તુઓ જપ્ત કરી છે. CMએ જણાવ્યું કે SIR (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ)ના વિરોધમાં બાણગાંવમાં રેલીને સંબોધતા તેમણે કેન્દ્ર સરકાર અને ભાજપ પર પ્રહારો કર્યા હતા અને ધમકી આપી હતી કે "હું આખા દેશમાં ભાજપનો પાયો હચમચાવી નાખીશ."
Nov 25, 2025 05:09 pm
રાજકોટ સિવિલમાં 18 માસના બાળકના મોતમાં 'બેદરકારી', સ્ટાફની સંવેદનહીનતાનો ઓડિયો વાયરલ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાઝી ગયેલા 18 માસના બાળકનું સારવાર ન મળવાથી મોત નીપજ્યું હોવાનો તેના પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારનો દાવો છે કે બાળકના પિતાએ વારંવાર રજૂઆત કરવા છતાં સ્ટાફે સારવાર આપી નહોતી. વળી, હોસ્પિટલ સ્ટાફની બેદરકારી અને અસંવેદનશીલતા દર્શાવતો એક ઓડિયો પણ વાયરલ થયો છે, જેમાં સ્ટાફ "આ સિવિલ છે, અહીં તો મરી પણ જાય" અને "તમે કહો ત્યારે નહીં, મન થશે ત્યારે આવીશું" જેવા સંવેદનહીન શબ્દોનો પ્રયોગ કરતા સંભળાય છે.
Nov 25, 2025 05:09 pm
અમરેલીમાં પાક નુકસાની અને સુરક્ષા માટે 1000 ખેતમજૂરોની રેલી
અમરેલીમાં કમોસમી માવઠાથી થયેલા પાક નુકસાનીના વળતર સહિત કુલ 6 મુદ્દાઓની માગણી સાથે અંદાજે 1000 ખેતમજૂરોએ રેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનમાં ખાસ કરીને ખેતમજૂરોને અન્યાય વિરુદ્ધ કાર્યવાહી, ભાગિયાઓને બંધુઆ મજૂરીમાંથી મુક્તિ અને ખેતરોમાં કામ કરતી મહિલાઓની સુરક્ષાની ખાતરી આપવાની પ્રમુખ માગણીઓ કરવામાં આવી હતી.
Nov 25, 2025 05:08 pm
SIR વિરોધી રેલીમાં મમતા બેનર્જીની લલકાર, 'ભાજપનો પાયો હચમચાવી નાખીશ'
પશ્ચિમ બંગાળના બાણગાંવમાં SIR (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ) વિરોધી રેલીને સંબોધતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચેતવણી આપતા જણાવ્યું હતું કે "હું આખા દેશમાં ભાજપનો પાયો હચમચાવી નાખીશ." મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે SIRના નામે બંગાળના લોકોને ડરાવવામાં આવે છે અને સાથે જ ચૂંટણી પંચને નિષ્પક્ષ રહેવાની સલાહ આપી હતી.
Nov 25, 2025 05:08 pm
ઊંઝામાં શ્રી ઉમિયા માતાજીના મૂળ સ્થાનકનો ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજીના મૂળ સ્થાનક ગાંખ મંદિરનો ત્રિ-દિવસીય ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ ભવ્ય શોભાયાત્રા સાથે શરૂ થયો છે. આ મહોત્સવ 26 નવેમ્બરથી 28 નવેમ્બર દરમિયાન ખજુરીપોળ ચોક, ઊંઝા ખાતે યોજાશે, જેમાં ધાર્મિક કાર્યક્રમો, યજ્ઞ અને સાંજે ભજન-રાસગરબાનું આયોજન કરાયું છે. 28 નવેમ્બરના રોજ બપોરે 12:39 કલાકે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે. ગુજરાતના મુખ્યમંત્રી સહિત અગ્રણી રાજકીય આગેવાનો આ મંગલકારી કાર્યક્રમોમાં હાજરી આપશે.
Nov 25, 2025 05:08 pm
મેઘાણીનગરમાં યુવકની હત્યા, લૂંટના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 25 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તબીબોએ બેદરકારી દાખવી હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો છે. મૃતકના પિતાએ આ હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે, જેના પગલે મેઘાણીનગર પોલીસે 4 લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Nov 25, 2025 04:48 pm
કેબિનટ બેઠક બાદ જીતુ વાઘાણીનું નિવેદન
SIRની કામગીરી બાબતે મંત્રીઓને સૂચના, સમયમર્યાદામાં કામગીરીની CMએ આપી સૂચના, ખાલી જગ્યાઓ પર ભરતી કરવા મુખ્ય સચિવને સૂચના, ધરમપુરમાં ચિંતન શિબિરના આયોજનને લઇ ચર્ચા, 27, 28, 29 નવેમ્બરે ચિંતન શિબિર યોજાશે, સામૂહિક વિકાસની થીમ પર શિબિર યોજાશે, શિબિર બાદ ભલામણોના આધારે રોડમેપ તૈયાર થશે, 26મીએ સરદાર પટેલની 150મી જયંતિ નિમિતે માર્ચ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓનલાઇન જોડાશે, CM ભુપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા જોડાશે, કેવડિયામાં સમાપનમાં ઉપરાષ્ટ્રપતિ હાજર રહેશે, મનસુખ માંડવીયા પદયાત્રી તરીકે જોડાશે
Nov 25, 2025 04:46 pm
ટેકાના ભાવે ખરીદીને લઇ જીતુ વાઘાણીનું નિવેદન
1.22 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી થઇ, 2.76 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી થઇ, 100.84 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાયા, માવઠાથી નુકસાની અંગે 21.70 લાખ અરજી મળી, 1.38 લાખ અરજી મંજૂર કરી સહાયની પ્રક્રિયા હાથ ધરાઇ, 5 જિલ્લામાં 2 લાખમાંથી 32 હજાર અરજી મંજૂર કરી
Nov 25, 2025 04:42 pm
BLOની આત્મહત્યા મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન
કોઇપણ પ્રકારનું દબાણ ન કરવા કલેક્ટરોને સૂચના, કોઇપણ BLOનું મૃત્યુ દુઃખદાયક છે, વધુ કામ છે ત્યાં અન્ય કર્મચારીઓની મદદ લેવા કહ્યું , શિક્ષણને અસર થતી હશે તો અન્ય કર્મીઓને સોંપાશે કામ, BLOનું કામ શિક્ષક સિવાયના અન્ય કર્મચારીઓને સોંપાશે
Nov 25, 2025 04:41 pm
અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આગ
પંચ ભાઈની પોળ પાસે કાપડની દુકાનમાં આગ , ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ , દુકાનમાં કાપડ હોવાથી આગ ઝડપથી પ્રસરી , 4 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે
Nov 25, 2025 04:40 pm
દાહોદમાં બે કરોડથી વધુનો વિદેશી દારુ ઝડપાયો
3 જુદીજુદી ટ્રકમાંથી વિદેશી દારુ ઝડપાયો, ટ્રક સહિત અઢી કરોડનો મુદ્દામાલ કબજે , એક ટ્રકમાં રમકડાની આડમાં દારુ લવાતો હતો, બીજી ટ્રકોમાં પશુદાણની આડમાં દારુ ભર્યો હતો, ટ્રકચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરાઇ
Nov 25, 2025 04:39 pm
જામનગરના જામજોધપુરમાં મહિલાની હત્યા
પરપ્રાંતીય શ્રમિક મહિલાની કરાઇ હત્યા, પતિએ જ હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ , શ્રમિક મહિલાને તેના પતિએ માર્યો હતો માર , ઇજા થતા મહિલાને હોસ્પિટલમાં ખસેડાઇ , હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત , પોલીસે પતિ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી
Nov 25, 2025 04:38 pm
અમદાવાદના મેઘાણીનગરમાં 25 વર્ષીય યુવકની હત્યા
યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, લૂંટના ઇરાદે હત્યા કરાઈ હોવાનો પિતાનો આક્ષેપ, ઇજાગ્રસ્ત યુવકને સિવિલમાં દાખલ કારાયો હતો, તબીબોએ બેદરકારી દાખવી હોવાનો પરિજનોનો આક્ષેપ, મેઘાણીનગર પોલીસે 4 લોકો સામે ગુનો નોંધ્યો
Nov 25, 2025 03:54 pm
ગાંધીનગરમાં મહિલા ઘરઘાટીની ધરપકડ
ઘરફોડ ચોરીના કિસ્સામાં કરાઇ ધરપકડ, 34.69 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ, મહિલાએ મકાન માલિકના ઘરમાં કરી હતી ચોરી, 33.75 લાખના સોના-ચાંદીના દાગીના કરાયા જપ્ત, 94,500 રૂપિયાની રોકડ પણ પોલીસે કરી જપ્ત
Nov 25, 2025 03:36 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત
5થી 7 ડિસેમ્બર અમિત શાહ ગુજરાત મુલાકાતે, 7 ડિસેમ્બરે અમદાવાદના ગોતામાં જાહેરસભા સંબોધશે, AMCના વિવિધ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ કરશે, 1500 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ થશે, વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વસ્ત્રાપુર તળાવનું કરશે લોકાર્પણ
Nov 25, 2025 03:36 pm
થરાદમાં OBC સમાજનું અનામત મુદ્દે આવેદનપત્ર
વસતી પ્રમાણે હિસ્સેદારી આપવા કરી માગ, OBC સમાજને 54% અનામત આપવાની માગ, 18 જેટલી માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યુ, વિવિધ માગને લઇ પ્રાંત ઓફિસરને આવેદનપત્ર
Nov 25, 2025 03:35 pm
અમદાવાદના વાસણામાં ટ્રક-એક્ટિવા વચ્ચે અકસ્માત
ટ્રકની ટક્કરથી એક્ટિવા સવાર મહિલાનું મોત, ટ્રકચાલકે 35 મીટર સુધી એક્ટિવાને ઘસડ્યું, ટ્રકચાલકને સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપ્યો, ટ્રાફિક પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી
Nov 25, 2025 03:34 pm
સુરતના અમરોલીમાં અકસ્માતમાં બેના મોત
રિંગ રોડ પર બાઈક સવાર વૃદ્ધ પતિ પત્નીના મોત, બાઇકના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત, બાઇક ટેન્કરના પાછળના ટાયરમાં ઘુસી જતા મોત, દંપતી લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યું હતું, અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી
Nov 25, 2025 03:33 pm
હત્યાનો આરોપી 22 વર્ષ પછી સુરતમાં ઝડપાયો
ઓડિશામાં હત્યા કરી આરોપી સુરત આવી ગયો હતો, આરોપી સુરતના પાંડેસરામાં લુમ્સમાં કામ કરતો હતો, 2003માં મિત્રો સાથે મળી એક વ્યક્તિની કરી હતી હત્યા, સુરત LCBએ સચિન્દ્ર ઉર્ફે રાહુલ સાહનીની ધરપકડ કરી, આરોપી પોલીસથી બચવા ઓડિશા નહોતો જતો
Nov 25, 2025 03:33 pm
ખંભાતમાં સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયો
કોલેજ રોડ પરથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો, સરકારી અનાજના જથ્થાને મામલતદારે સીઝ કર્યો , પોલીસે ટેમ્પા ચાલકની અટકાયત કરી પૂછપરછ કરી , 120 કટ્ટા ઘઉં અને ચોખાનો જથ્થો કબજે કરાયો , સરકારી અનાજને કાળા બજારમાં વેચવા લઈ જતો હતો
Nov 25, 2025 03:32 pm
ડીસા ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં HCમાં સુનાવણી
ફટકડાની ફેકટરીમાં કોઈ પરવાનગી હતી કે કેમ, ફાયર સેફટી સહિતનો રિપોર્ટ આપવા HCનો આદેશ, ફાયર વિભાગે ઇન્સ્પેકશન આટલા દિવસ સુધી કેમ ન કર્યું’, બેદરકારી બદલ અત્યાર સુધીમાં શુ કાર્યવાહી કરી, આ મુદ્દે જવાબ રજૂ કરવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ
Nov 25, 2025 03:31 pm
અમદાવાદમાં SIRને લઈને ભાજપની બેઠક
રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષની સૂચના, હોદ્દેદારો MLA સાથે સંકલન કરી યાદી તૈયાર કરે, કેટલા મતદારો બહાર તેની યાદી તૈયાર કરો , સક્રિય, નિષ્ક્રિય મતદારોની યાદી તૈયાર કરવા સૂચના, સૌથી વધુ નિષ્ક્રિય મતદારો એલિસબ્રિજ વિધાનસભામાં, અસારવામાં નિષ્ક્રિય મતદારોનો ડેટા નથી બન્યો, ભાજપના મતદારો જે બૂથમાં ઘટ્યા હોય ત્યાં ફોર્મ ભરો
Nov 25, 2025 03:14 pm
અમદાવાદમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી
ન્યૂસન્સ ફેલાવનાર સામે મહિલા સેલની કાર્યવાહી, જાહેર સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા યોજાઈ રહી છે ડ્રાઇવ, ડ્રાઇવ દરમ્યાન “ટપોરી” અને “રોમિયો” ટાર્ગેટ કરાયા , પાંચ દિવસ દરમ્યાન કુલ 28 કેસ નોંધાયા, હેરાનગતિવાળા હોટસ્પોટ્સ પર રેડ અને પેટ્રોલિંગ કરાયું , પોલીસે ડ્રાઇવ દરમિયાન 45થી વધુ વાહનો જપ્ત કર્યા
Nov 25, 2025 03:13 pm
જામ ખંભાળીયામાં ટ્રેક્ટર પલટી ખાતા એકનું મોત
રસ્તો તૂટેલો હોવાથી ટ્રેકટર ચાલકે કાબૂ ગુમાવ્યો, ભાડથરથી ગોલણ શેરડી તરફના રોડનો બનાવ, ખરાબ રોડ રસ્તાના કારણે અકસ્માતનો આરોપ, તાત્કાલિક રોડ રસ્તા રીપેર કરવા સ્થાનિકોની માગ
Nov 25, 2025 03:12 pm
વડોદરામાં પત્ની દ્વારા પતિની હત્યાનો કેસ
આરોપી ગુલબાનુને સાથે રાખી કરાયું રિકન્સ્ટ્રક્શન, પત્ની ગુલબાનુએ પ્રેમી સાથે મળી કરી હતી પતિની હત્યા ,પરિવારજનોએ કુદરતી મૃત્યુ થયાનું માની દફનવિધિ કરી હતી, પોલીસ તપાસમાં પતિ ઇર્શાદની હત્યા થયાનું ખુલ્યું હતું, આરોપી ગુલબાનોનો પ્રેમી અને અન્ય વ્યક્તિ હજુ ફરાર
Nov 25, 2025 02:51 pm
સાબરકાંઠામાં નિવૃત કર્મચારીની બેનામી મિલકતના ખુલાસા
નિવૃત સિટી સર્વેયર પાસેથી આવક કરતા વધુ મિલકત મળી, નિવૃત સર્વેયર નલીન સોની પાસેથી 105% વધુ મિલકત મળી, મહેસાણા ACBએ નલીન સોનીની કરી હતી અટકાયત, બેનામી સંપત્તિ મામલે વર્ગ-3ના કર્મચારી સામે થઇ હતી ફરિયાદ, નલીન સોનીના બેંક લોકરમાંથી 48 લાખના દાગીના મળ્યા
Nov 25, 2025 02:24 pm
ભાવનગરમાં સગીરા પર વિધર્મીનું દુષ્કર્મ
સગીરાને બ્લેકમેલ કરી 5 વર્ષ સુધી દુષ્કર્મ કર્યું, સગીરા સોશિયલ મીડિયાથી આરોપીના સંપર્કમાં આવી, આરોપીએ સગીરા સાથે પ્રેમસંબંધ બાંધી ફોટા પાડ્યા, સગીરાના ન્યૂડ ફોટા પાડી બ્લેકમેલ કરી દુષ્કર્મ કર્યું, સગીરાના ઘર સુધી પહોંચી માનસિક ત્રાસ આપતો, સગીરાની ફરિયાદના આધારે અતીક પરમારની ધરપકડ
Nov 25, 2025 02:07 pm
સાયબર સ્લેવરી નેટવર્કમાં વધુ એક આરોપી ઝડપાયો
નીલ પુરોહિતની સબ એજન્ટ પાયલ ચૌહાણની ધરપકડ, અગાઉ માસ્ટરમાઇન્ડ નીલ પુરોહિત કરી હતી ધરપકડ, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SPનું નિવેદન
મ્યાનમાર લઈ જઈને લોકોને ફસાવતા, પાયલે 3 લોકોને અત્યાર સુધી મોકલ્યા, મોબાઈલમાંથી પાકિસ્તાન, અન્ય દેશના પાસપોર્ટ મળ્યા, સોશિયલ મીડિયા મારફતે નોકરી માટે આકર્ષતી હતી , વડોદરાની રહેવાસી પાયલ ચૌહાણ 30 વર્ષની છે
Nov 25, 2025 02:05 pm
ઇથોપિયામાં ફાટેલા જ્વાળામુખી અંગે હવામાન વિભાગનું નિવેદન
રાખનું વાદળ 14થી 15 કિમીસુધી આકાશમાં પહોંચ્યું હતું, વાદળ ચીન તરફ આગળ વધી રહ્યુ છે, ભારતના અવકાશમાંથી સાંજે 7:30 સુધી પસાર થઇ જશે , IMD જ્વાળામુખીના વાદળને સતત મોનિટરિંગ કરે છે
Nov 25, 2025 01:50 pm
કલોલના પૂર્વ વિસ્તારમાં ઔડા દ્વારા મેગા ડિમોલિશન
દીવડા તલાવડી પાસે ગેરકાયદે દબાણો હટાવાયા , પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાયા, દબાણો હટાવવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ , કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું, ઔડાની જગ્યા ઉપર પાકા દબાણો ખડકાઈ ગયા હતા , 24 મીટરનો રોડ ખુલ્લો કરાવવા માટે દબાણો હટાવાયા
Nov 25, 2025 01:49 pm
સુરતમાં ST બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારી
રોંગ સાઈડમાં ST બસ દોડાવતો વીડિયો વાયરલ, રેલ્વે સ્ટેશનથી રિંગરોડ બ્રિજ બેફામ બસ ચલાવી, 3 કિમી સુધી રોંગ સાઈડમાં બસ દોડાવ્યાનું અનુમાન, સુરત ST વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
Nov 25, 2025 01:48 pm
ગુજરાત યુનિ.માં પેપરમાં છબરડાને લઈ વિરોધ
MMCJના પેપરમાં છબરડાને લઈ ABVPનો વિરોધ, બેદરકારીને લઈ પરીક્ષા નિયામક સામે પગલાની માંગ , ભવિષ્યમાં બેદરકારી ન સર્જાય તે માટે પગલાની માંગ
Nov 25, 2025 01:15 pm
સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ
ઓરમાં ગામની સીમમાં ઝફરાબાદમાં ચોરી, રાધે અને વેદિકા સોસાયટીમાં કરી ચોરી , 5 તસ્કરો સોસાયટીમાં લાગેલા CCTVમાં કેદ , સ્થાનિકો જાગી જતા તસ્કરો ભાગી છૂટ્યા
Nov 25, 2025 01:14 pm
જામનગરમાં દબાણ હટાવ્યા બાદ ફરી ત્યાં દબાણ
મ્યુનિ. કમિશનરના ચેકિંગમાં ફાર્મ હાઉસ ઝડપાયું, કમિશનરના આદેશ બાદ ફરી ડિમોલિશન કરાયું, ઘોડા રાખી, વૃક્ષો વાવી ગેરકાયદે ફાર્મ હાઉસ બનાવ્યું
Nov 25, 2025 01:01 pm
હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીનો વિરોધ
પોલીસ પરિવાર અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી, રેલીમાં જિગ્નેશ મેવાણીના નામે હાય હાયના નારા લાગ્યા , કોંગ્રેસની યાત્રામાં જિગ્રેશ મેવાણી, ગેની ઠાકોર ગેરહાજર, હિંમતનગરમાં પોલીસ પરીવાર મહિલાઓનો સૂત્રોચ્ચાર , મહાવીરનગરમાં મહિલાઓએ જન આક્રોશ યાત્રા અટકાવી , મહિલાઓએ દ્વારા યાત્રા અટકાવી રસ્તો કર્યો ચક્કાજામ
Nov 25, 2025 01:00 pm
અમદાવાદમાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો
સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના 700 કેસ, સોલા સિવિલમાં છેલ્લા સપ્તાહમાં OPD 14122, 1081 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી, ડેન્ગ્યુના 14 દર્દીને સોલા સિવિલમાં દાખલ, સોલા સિવિલમાં બાળકોની OPD 50ને પાર, 50માંથી 15 બાળકોને દાખલ કરવાની ફરજ પડી, દૂષિત હવાને લીધે શ્વાસ ન લેવાના કેસમાં વધારો, શ્વાસ ન લેવાના કેસમાં 10થી 15 ટકાનો વધારો
Nov 25, 2025 12:59 pm
સૌરાષ્ટ્રમાં મગફળીની આવક વચ્ચે તેલના ભાવ વધ્યા
લગ્નની સિઝન વચ્ચે સિંગતેલના ભાવમાં વધારો, 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2625 થયો, અગાઉ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2415 હતો, યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ મણે રૂ. 200 વધ્યા, ઓર્ગેનિક અને ઘાણી સિંગતેલનો ભાવ રૂ. 3000
Nov 25, 2025 12:28 pm
રાજકોટમાં 3 શખ્સોએ દુકાનમાં કરી તોડફોડ
સોની બજારમાં ટૂલ્સની દુકાનમાં તોડફોડ, સામાનને લઇ થયેલી માથાકૂટ બાદ મારમારી , મારામારી કરીને દુકાનમાં કરી તોડફોડ , સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ , ટૂલ્સનો છુટો ઘા કરી મહિલાને પહોચાડી ગંભીર ઈજા , પોલીસે 1 સગીર સહિત 3 સામે નોંધ્યો ગુનો
Nov 25, 2025 12:27 pm
બોટાદની ગઢડા નગરપાલિકાના પ્રમુખની વરણી
નપાના પ્રમુખ તરીકે કિશોર ખાચરની બિનહરીફ વરણી , હિતેશ પટેલે પ્રમુખ પદેથી આપ્યું હતું રાજીનામું , પ્રાંત અધિકારી અધ્યક્ષતામાં યોજાઈ પ્રમુખની ચુંટણી , ગઢડા નપામાં ભાજપના 18 અને કોંગ્રેસના 10 સભ્યો
Nov 25, 2025 11:59 am
ગાંધીનગરના કરાઈમાં ક્રાઈમ કોન્ફરન્સ
DGPની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ , તમામ રેન્જ IG અને એજન્સીના વડા હાજર , ક્રાઈમ કોન્ફરન્સમાં મહિનાની કામગીરીની સમીક્ષા , કોન્ફરન્સમાં આગામી મહિનાના રોડમેપ પર ચર્ચા
Nov 25, 2025 11:58 am
જુનાગઢમાં સફારી પાર્કમાં એકસાથે 11 સિંહ દેખાયા
અભયારણ્યના રૂટ પર જોવા મળ્યા 11 સિંહ , જીપ્સીમાંથી પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
Nov 25, 2025 11:57 am
અયોધ્યામાં રામ મંદિર પર ધર્મધ્વજારોહણ
PM મોદીના હસ્તે ધર્મધ્વજારોહણ કરાયું, વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ સમારોહ, RSS વડા મોહન ભાગવત રહ્યાં હાજર, PM મોદીએ રામ દરબાર ગર્ભગૃહમાં પૂજા કરી
Nov 25, 2025 11:24 am
વિજાપુરમાં બાળકીને ઈન્જેક્શન આપવાને લઈ રોષ
ન્યાયની માંગ સાથે બજાર બંધ પાડીને કર્યો વિરોધ, જુના બજાર, ટાવર બજાર, ખત્રીકુવા વિસ્તાર બંધ, 12 કલાકમાં આરોપીની ધરપકડ કરવાની માંગ, અજાણ્યાએ 8 વર્ષની બાળકીને આપ્યું હતું ઈન્જેક્શન, સ્વામિનારાયણ સ્કૂલ આગળ બંદોબસ્ત ગોઠવાયો
Nov 25, 2025 11:23 am
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં
એરપોર્ટ આસપાસની ઊંચી બિલ્ડિંગો તોડવા સૂચના, સુરક્ષાને ધ્યાનમાં રાખીને 13 બિલ્ડિંગોને તોડી પડાશે , ઊંચાઈના નિયમ ઉલ્લંઘન સામે AAI-DGCAની કાર્યવાહી , AMC, AUDA સહિતને એરપોર્ટ ઓથોરિટીની સૂચના, ટેકઓફ, લેન્ડિંગ, વિઝિબિલિટીમાં જોખમનો ભય
Nov 25, 2025 10:44 am
નવસારીમાં નિવૃત્ત અધિકારી સામે ACBની કાર્યવાહી
અપ્રમાણસર મિલકત મળતા સંદીપ ખોપકરની ધરપકડ, ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત અધિકારી સામે તપાસ, વર્ગ-2ના નિવૃત્ત અધિકારી પાસે 1 કરોડથી વધુની મિલકત, આવક કરતા 63 ટકા વધુ મિલકત મળતા કાર્યવાહી
Nov 25, 2025 10:43 am
અરવલ્લીના મેઘરજમાં ખાતર માટે ખેડૂતોનો હોબાળો
સંઘની ઓફિસે રજાનું બોર્ડ લાગતા ખેડૂતો વિફર્યાં, ઉશ્કેરાયેલા ખેડૂતોએ ગોડાઉનનું લોક તોડી નાખ્યું, ગોડાઉનમાં યુરિયાનો સ્ટોક હોવાનો ખેડૂતોનો આક્ષેપ, યુરિયા રાજસ્થાન મોકલી ત્યાં વેચાતું હોવાનો આક્ષેપ, છેલ્લા 15 દિવસથી ખાતર માટે ખેડૂતોના વલખાં
Nov 25, 2025 10:42 am
પાલીતાણાના પાટી ગામ પાસે રોડ અત્યંત બિસ્માર
પાટી ગામેથી વલભીપુર સુધીનો બિસ્માર હાલતમાં, ખરાબ રોડ રસ્તાને લઈ ગ્રામજનોમાં ભારે આક્રોશ, માર્ગ અને મકાન વિભાગમાં ગ્રામજનોની રજૂઆત, 2 દિવસમાં કામ શરૂ કરવા કાર્યપાલક ઈજનેરે કહ્યું, કામગીરી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી
Nov 25, 2025 10:19 am
સુરતમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો રિપોર્ટ
નકલી પનીર નીકળતા સંચાલક સામે કાર્યવાહી, પોલીસે સંચાલક શૈલેષ પટેલની કરી ધરપકડ, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા કરી કાર્યવાહી, અન્ય સંચાલક કૌશિક પટેલ ભૂગર્ભમાં ઉતર્યો, સુરતમાં એક હજાર કિલો નકલી પનીર વેચતા હતા
Nov 25, 2025 10:17 am
અમદાવાદ શહેરમાં હવા બની ઝેરીલી
અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ને પાર, મોટાભાગના વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચ્યો, બોપલમાં 218 AQI, ગોતામાં 218 AQI નોંધાયો, થલતેજમાં 215 AQI, સોનીની ચાલીમાં 212 AQI, સેટેલાઈટમાં 205 AQI, ઉસ્માનપુરામાં 210 AQI, મણિનગરમાં 209 AQI, ગ્યાસપુરમાં 207 AQI નોંધાયો
Nov 25, 2025 10:10 am
મોરબી અને હળવદમાં 7 વ્યાજખોર સામે ફરિયાદ
કોરા ચેકમાં સહી કરાવીને પઠાણી ઉઘરાણી કરતા, ફરિયાદીએ રૂ. 15.30 લાખ લેતા પઠાણી ઉઘરાણી, પૈસાની જરૂરિયાત થતા ઉંચા વ્યાજે નાણાં લીધાં , ધમકી આપીને પઠાણી ઉઘરાણી કરતા કરી ફરિયાદ
Nov 25, 2025 09:52 am
સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં ચોરી કરનાર ઝડપાયો
અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયો ચોર, 2 દુકાનની દીવાલમાં બાકોરું પાડી ચોરી કરી હતી, દેવું થઇ જતા લાખસીંગે ચોરીનો પ્લાન બનાવ્યો હતો, પુણા વિસ્તારમાં 2 દુકાનમાં ચોરીને આપ્યો હતો અંજામ
Nov 25, 2025 09:50 am
વડોદરાના સાવલીમાં છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ
સરકારી સ્કીમોના નામે સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા, સાવલી પોલીસે 3 ઠગબાજ આરોપીને ઝડપી પાડ્યા, ઠગબાજો બેન્ક સ્ટાફ તરીકે ઓળખ આપી છેતરતા હતા, સરકારી યોજનાના નામે પૈસા તથા દાગીના લઈ ફરાર થતા, બેન્કમાં ચોરી છૂપીથી વૃદ્ધા, મહિલાઓના ફોટા લઈ લેતા, ત્યારબાદ લોન અને લોકર ખોલવાના બહાને છેતરતા હતા, અગાઉ વડોદરા અને છાણીમાં નોંધાયા હતા ગુના
Nov 25, 2025 09:45 am
ડીસા-રાધનપુર હાઈવે પર અકસ્માતમાં 1નું મોત
ડમ્પર પાછળ ટ્રેલર ઘૂસી જતા સર્જાયો અકસ્માત, થરા બ્રિજ ઉતરતી વખતે અકસ્માત સર્જાયો, અકસ્માતમાં ટ્રેલરચાલકનું કમકમાટીભર્યું મોત, સમગ્ર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા
Nov 25, 2025 09:25 am
રાજકોટના જામનગર રોડ ઉપર મંદિરમાં ચોરી
મંદિરમાંથી રીઢો ગુનેગાર ચોરી કરીને થયો ફરાર, રીઢો તસ્કર અગાઉ 16 ચોરીઓમાં સંડોવાયેલો, અગાઉ પણ મંદિરમાં ચોરીને આપી ચૂક્યો છે અંજામ, ચોરીની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
Nov 25, 2025 09:24 am
જામ ખંભાળિયામાં પાલિકાની ડમ્પિંગ સાઈટમાં આગ
ધુમાડાના ગોટેગોટાથી આસપાસના રહીશો ત્રાહિમામ, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ, વારંવાર આગ છતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, ડમ્પિંગ સાઈટમાં આગ લાગવાનું કારણ અકબંધ
Nov 25, 2025 09:23 am
સૌરાષ્ટ્રમાં મગફળીની આવક વચ્ચે તેલના ભાવ વધ્યા
લગ્નની સિઝન વચ્ચે સિંગતેલના ભાવ રૂ. 210 વધ્યા, 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2625 થયો, અગાઉ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2415 હતો, યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ મણે રૂ. 200 વધ્યા, ઓર્ગેનિક અને ઘાણી સિંગતેલનો ભાવ રૂ. 3000
Nov 25, 2025 09:03 am
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છબરડા ઉપર છબરડો
યુનિ.ના પરીક્ષા વિભાગની વધુ એક બેદરકારી, રદ થયેલી પરીક્ષા બાદ પણ એ જ પેપર અપાયું, , જામનગરનું બેઠું પેપર આપતા રદ કરવું પડ્યું હતું, 22મી એ ફરીથી પરીક્ષા લીધી તેમાં એ જ પેપર, કોલેજના સંચાલકોએ પરીક્ષા વિભાગને જાણ કરી, અડધો કલાક બગડયા બાદ નવું પેપર અપાયું, પેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે પહેલા જાણ કરી, બાદમાં પરીક્ષા વિભાગે તાત્કાલિક નવું પેપર મોકલ્યું
Nov 25, 2025 09:02 am
ઇથોપિયાના જ્વાળામુખી ફાટતા રાખ ભારત પહોંચી
રાખનું વાદળ પશ્ચિમથી ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ તરફ આગળ વધશે, હિમાલયના પ્રદેશો પર પણ તેની અસર થવાની ધારણા, એરલાઇન્સને ફ્લાઇટ રૂટ બદલવા માટે સૂચના અપાઈ, વધારાનું ઇંધણ, વૈકલ્પિક રૂટની યોજના બનાવવા સૂચના, કોચી એરપોર્ટથી બે ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી
Nov 25, 2025 08:25 am
અરવલ્લીમાં વીજ કરન્ટથી 2 જીવતા ભડથું
ભેસાવાડા ગામે સાકરી પુલ પાસે લાગ્યો કરન્ટ, વીજપોલના જીવંત તારથી કરન્ટ લાગતા મોત, છોટા હાથી વાહન લઈ આવેલા બે શખ્સોના મોત, મૃતકો ચોરીના ઇરાદે આવેલા હોવાની લોક ચર્ચા
Nov 25, 2025 08:24 am
તિલકવાડામાં વીજ કરન્ટથી મોતમાં સહાય જાહેર
મોતને ભેટનાર બન્ને શ્રમિકોને 50- 50 લાખની સહાય, રેલ્વે સ્ટેશનમાં કામગીરી બન્નેને લાગ્યો હતો કરન્ટ, અંડર ગ્રાઉન્ડ કામગીરી વખતે કરન્ટ લાગ્યો હતો , રેલવેનું કામ કરનાર કંપની બન્ને મૃતકને કરશે સહાય
Nov 25, 2025 08:07 am
રાજકોટમાં વોલીબોલ રમતા રમતા વિદ્યાર્થીને આવ્યો એટેક
ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, SNK સ્કૂલનો વિદ્યાર્થી વોલીબોલ રમતા રમતા ઢળી પડ્યો, હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યો, એકના એક પુત્રનું અચાનક મોતથી પરિવાર પર આભ તૂટ્યું
Nov 25, 2025 08:03 am
જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવરબ્રિજ
ફ્લાય ઓવરબ્રિજ લોકો માટે બન્યો સેલ્ફી પોઈન્ટ, લોકાર્પણ થતાં જ સાંજથી મોડી રાત સુધી લોકો ઉમટ્યા, લાઈટિંગમાં લોકો સેલ્ફી, ફોટોશૂટ કરતા નજરે પડ્યા, લાઈટિંગ વચ્ચે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
Nov 25, 2025 08:02 am
રાજકોટમાં પરિણીતાના મૃતદેહને લઈ મોટો ખુલાસો
પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો, પત્ની અવારનવાર પતિ પર કરતી હતી શંકા, પત્ની દોઢ વર્ષથી પતિ સાથે રોજ કરતી હતી માથાકૂટ, પતિએ કંટાળીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી, 4 ફૂટનો લોખંડનો સળિયો માથા, મોઢાના ભાગે માર્યો, પતિએ પત્નીને બહાર જવાનું કહીને બોલાવી હતી, વિધિ કરવા જવાનું કહી અવાવરુ સ્થળે દાગીના કઢાવ્યા, સ્કૂટી અને કપડાં પર લોહીના ડાઘથી પોલીસને શંકા, પતિ પાણીપુરી ખાવા ગઈ હોવાની વાત ઉપજાવી હતી, પાણીપુરી ખાઈને પરત ન ફર્યાની વાત ઉપજાવી હતી
Nov 25, 2025 08:00 am
ભાવનગરના હાદાનગરમાં અશાંતધારો લાગુ કરવા માંગ
સ્થાનિકોએ નાયબ પોલીસ અધિક્ષકને કરી રજૂઆત, અશાંતધારા હેઠળ સમાવેશ કરવા માટે સ્થાનિકોની માંગ, નાયબ પોલીસ અધિક્ષકને સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું
Nov 25, 2025 07:59 am
ગાંધીનગરમાં સવારે 10 વાગ્યે મળશે કેબિનેટ બેઠક
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક , ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી અંગે સમીક્ષા , કેબિનેટ બેઠકમાં રાહત સહાય પર થશે સમીક્ષા , રાજ્યમાં ખાતરની અછત સંદર્ભે સમીક્ષા થશે , એકતા યાત્રાના કાર્યક્રમ સંદર્ભે થશે સમીક્ષા , રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર પર ચર્ચા , આગામી કાર્યક્રમો અને નીતિગત વિષયો પર ચર્ચા
Nov 25, 2025 07:57 am
રાજ્યમાં ઠંડીના ચમકારાથી આંશિક રાહત
મોટાભાગના જિલ્લામાં તાપમાન 1-2 ડિગ્રી ઉચકાયું, નલિયામાં સૌથી ઓછું 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું , અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, રાજકોટમાં 13.2 ડિગ્રી, કંડલામાં 13.6 ડિગ્રી, અમરેલીમાં 13.9 ડિગ્રી, ડીસામાં 14.6 ડિગ્રી , કેશોદ અને પોરબંદરમાં 14.3 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી, ભુજમાં 15.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 16.4, મહુવામાં 16.6 ડિગ્રી, ભાવનગરમાં 18 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી, દીવમાં 18 ડિગ્રી, વેરાવળમાં 18.8 ડિગ્રી, સુરતમાં 19.1 ડિગ્રી, દમણમાં 20.8 ડિગ્રી

Panchmahal: ગુજરાતનો પ્રથમ રાજવાસણા રબર ડેમ અંતિમ ચરણમાં

Dabhoi: પલાસવાડા ફાટક પાસે કારમાંથી રૂા.4.42 લાખનો દારૂ ઝડપાયો

Vadodara: લામડાપુરા-કુનપાડ રોડ પર ફેંકાયેલા કેમિકલ વેસ્ટમાં આગથી દોડધામ

Dahod: સંજેલી અર્બન કો-ઓ. સોસા.ની ચૂંટણીમાં 10 સભ્યની પેનલનો વિજય

Panchmahal: જાંબુઘોડા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ શિબિર સંપન્ન

ભીની ભીની મોસમ છે અને તમે યાદ આવી ગયા

GPSC: દ્વોણાચાર્યે તો એક અંગૂઠો લીધો હતો, અહીં પાંચે પાંચ..

IRE Vs IND: હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐયરે કર્યો મોટો ખુલાસો, આ વાતને લઈને છે નિરાશ

'કેપ્ટન ન બનાવો તો રિલીઝ કરી દો...' સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સને અલ્ટીમેટમ આપ્યું!

PM મોદીની સેશેલ્સ મુલાકાત દરમિયાન મોરીશિયસ PM સાથે બેઠક, દ્વિપક્ષીય સહકાર પર કરી ચર્ચા

Panchmahal: ગુજરાતનો પ્રથમ રાજવાસણા રબર ડેમ અંતિમ ચરણમાં