રાજ્યભરમાં પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, બે સિસ્ટમ સક્રિય થતા રહેશે વરસાદ.

ડીસામાં ભર ઉનાળે કમોસમી વરસાદ

બનાસકાંઠાના ડીસામાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકયો છે અને વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે, વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો છે અને અચાનક વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે, બીજી તરફ વરસાદ વરસતા વાતાવારણમાં પ્રસરી ઠંડક.

અમદાવાદ ગ્રામ્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો છે અને વાતાવરણ પલટો આવ્યો છે, વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે મીની વાવાઝોડા સાથે પવન ફૂંકાયો છે, ચોતરફ આંધી અને ધુળની ડમરીઓ ઉડી હોવાની વાત સામે આવી છે.

મોરબીમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ

હળવદ, ટંકારા, મોરબી, માળિયામાં વરસાદ ખાબકયો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે, એક તરફ ઉનાળું પાકનું વાવેતર છે અને બીજી તરફ વરસાદ ખાબકવાના કારણે ખેડૂતો ચિંતામાં છે. જીરુ,ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, ભારે પવન સાથે વીજળીના ચમકારા જોવા મળ્યા હતા.

અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાયો

અમદાવાદ શહેરમાં પણ ભારે પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી, ભારે પવનથી ઠેરઠેર નુકસાન થયું છે, તો ઘણી જગ્યાએ ઝાડ તો વસ્ત્રાપુર લેક પાસે ટ્રાફિક બુથ ધરાશાયી થયું છે.

મહેસાણાના વાતાવરણમાં પલટો

મહેસાણા ભારે પવન સાથે વાવાઝોડું આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ અને ગાજવીજ સાથે ભારે પવન ફુંકાયો હતો, ભારે પવનથી વૃક્ષની ડાળી તૂટી કાર પર પડી હતી અને કાર પર ઝાડ પડતા કારને નુકસાન થયું છે.

વાવ થરાદના વાતાવરણમાં પલટો

વાવ થરાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો, ભારે પવનથી થરાદમાં વીજળી ગુલ થવાની ઘટના બની હતી અને ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થયો હતો.


આ પણ વાંચો : Narmada News : આજથી નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનો પ્રારંભ, રાજય સરકાર રૂ.10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ