
Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

Jan 03, 2026 10:46 pm
વેનેઝુએલાને લઇને ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન
વેનેઝુએલાને લઇને ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન,US કોર્ટમાં માદુરો પર કેસ ચાલશે: ટ્રમ્પ,વેનેઝુએલા પર હવે અમારુ નિયંત્રણ: ટ્રમ્પ,સ્ટીલ બેરિયર્સમાં છુપાયા હતા માદુરો: ટ્રમ્પ,બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી મોટું ઓપરેશન: ટ્રમ્પ, માદુરો અને તેમના પત્નીને કડક સજા કરાશે: ટ્રમ્પ, સૈનિકોએ સફળ ઓપરેશન કર્યું: ટ્રમ્પ, દરિયાઇ માર્ગે આવતું 97 ડ્રગ્સ નષ્ટ કર્યું : ટ્રમ્પ, વેનેઝુએલાના હિતમાં કામ કરીશું: ટ્રમ્પ, ઓપરેશનમાં ત્રણેય સેનાઓ સામેલ હતી: ટ્રમ્પ, વેનેઝુએલાનો તાનાશાહ હતો માદુરો: ટ્રમ્પ.
Jan 03, 2026 10:26 pm
કાલાવડ જામનગર હાઈવે પર એસટી બસ પલટી
કાલાવડ જામનગર હાઈવે પર એસટી બસ પલટી, 30 મુસાફરો ઘાયલ,4 મુસાફરોને ગંભીર ઈજાઓ , ખંઢેરા ગામ પાસે એસટી બસનો અકસ્માત, જૂનાગઢ-જામનગર રૂટની એસટી બસનો અકસ્માત, ઘાયલોને કાલાવડ અને જામનગર હોસ્પિટલ ખસેડાયા.
Jan 03, 2026 10:25 pm
ચીખલી ગામેથી મોરના અવશેષો મળ્યા
ઉનાના ચીખલી ગામેથી મોરના અવશેષો મળ્યા, ખારા વિસ્તારમાંથી અવશેષો મળી આવ્યા, ચોરીના ગુનાના આરોપી પકડાતા અવશેષો મળ્યા, વનવિભાગે મોરના શિકારની આશંકા વ્યક્ત કરી, થેલીમાંથી માંસ પણ કબજે કરવામાં આવ્યું, પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ, બન્ને આરોપી ચોરી, લૂંટના ગુનામાં સંડોવાયેલા, આરોપીઓ પાસેથી સોનાના દાગીના કબજે લેવાયા, વન વિભાગે મોરના શિકાર અંગે તપાસ હાથ ધરી, સ્થળ પરથી ગિલોલ અને દાતરડા જેવી વસ્તુઓ મળી.
Jan 03, 2026 10:24 pm
રાજકોટમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટમાં, સોમવારે વાઇબ્રન્ટ સમિટ સ્થળ પર જશે, PM મોદીના રૂટનું નિરીક્ષણ અને તૈયારીઓની સમીક્ષા કરશે, સોમવારે 11 વાગ્યે DYCM પત્રકાર પરિષદ યોજે તેવી શક્યતા.PM અને કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ.
Jan 03, 2026 10:24 pm
નવસારીમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર ઝડપાયો
નવસારીમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર ઝડપાયો, 59 નકલી લાયસન્સ સાથે વાંસદાથી ઝડપાયો. SOGએ બાતમીના આધારે હાથ ધરી હતી કાર્યવાહી, મોબાઇલમાં એપની મદદથી બનાવતો હતો નકલી લાયસન્સ, લોકોનો અસલીના નામે નકલી લાયસન્સ પધરાવતો હતો, ચાર થી પાંચ હજારમાં લાયસન્સ બનાવી આપતો હતો, ઝેરોક્ષની દુકાનમાંથી PVC પ્રિન્ટ કઢાવી બનાવતો લાયસન્સ, ચીખલી પોલીસે આરોપી જીગર પટેલની કરી ધરપકડ.
Jan 03, 2026 09:37 pm
ભાવનગરમાં સગાઇ તૂટી જતા યુવતી પર જીવલેણ હુમલો
ભાવનગરમાં સગાઇ તૂટી જતા યુવતી પર જીવલેણ હુમલો, પૂર્વ મંગેતરે યુવતીને છરીના ઘા ઝીંક્યા, 5 દિવસ પહેલા જ યુવતીની સગાઇ તૂટી ગઇ હતી, ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ, યુવતીની માતાએ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ.
Jan 03, 2026 08:51 pm
સૌરાષ્ટ્ર યુનિ.ના ગેટ પાસે અકસ્માત
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ગેટ પાસે અકસ્માત, BMW કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત થતા ચાલક કાર મૂકીને થયો ફરાર. યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળ પર પોહચી તપાસ શરૂ કરી.સદનસીબે કોઈ જાનહાની નહીં.
Jan 03, 2026 08:40 pm
ડભોઇ જિ.પંચાયત ભાજપ ઉપપ્રમુખનો વીડિયો વાયરલ
ડભોઇ જિ.પંચાયત ભાજપ ઉપપ્રમુખનો વીડિયો વાયરલ, ભાજપ ઉપપ્રમુખ અશ્વિનનો AAP નેતા સાથેનો વીડિયો, AAP ના સભાસ્થળે જતો ભાજપ ઉપ પ્રમુખનો વીડિયો, વીડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો.
Jan 03, 2026 08:24 pm
પાલીતાણા ઓવરબ્રિજ કામગીરીના સ્થળે દુર્ઘટના
પાલીતાણા ઓવરબ્રિજ કામગીરીના સ્થળે દુર્ઘટના, સ્થાનિક યુવક બાઇક સહિત ખાડામાં પડ્યો, કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં બેરીકેટ નહોતું લગાવ્યું, યુવકને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો, સ્થાનિકો દ્વારા સલામતી પગલાં માંગ કરાઈ.
Jan 03, 2026 08:12 pm
સુરતમાં કાર્યક્રમમાં મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન
સુરતમાં પાટીદાર સમાજનો સન્માન સમારોહ, કાર્યક્રમમાં મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન,આ અમારું નહીં પણ પદનું સન્માનઃ વાઘાણી, સમાજના અગ્રણીઓએ સૌરાષ્ટ્રને જીવંત રાખ્યું, ખેડૂતોને 10 હજાર કરોડનું પેકેજ મળ્યુંઃ વાઘાણી, 8,700 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયાઃ વાઘાણી, ભાજપ સરકારે લુખ્ખાઓને દરમાં નાખવાનું કામ કર્યું ,રાજ્યમાં ભૂપેન્દ્ર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છેઃ વાઘાણી.
Jan 03, 2026 07:59 pm
વલ્લભીપુર ઘાંઘળી રોડ પર અકસ્માત
ભાવનગરના વલ્લભીપુર ઘાંઘળી રોડ પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરથી બાઇકચાલકનું મોત, રાઘવ પેટ્રોલ પંપ પાસેના નાળામાં બની ઘટના, અકસ્માતમાં શિક્ષક દીપક જયપાલનું મોત, એક ગંભીર, મૃતદેહને પીએમ અર્થે સિહોર હોસ્પિટલ ખસેડાયો.
Jan 03, 2026 07:32 pm
સુરતના મોટા વરાછામાં પાટીદારોનું શક્તિ પ્રદર્શન
સુરતના મોટા વરાછામાં પાટીદારોનું શક્તિ પ્રદર્શન, સમસ્ત લેઉવા પાટીદાર સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન, એક મંચ પર નેતા, સામાજીક અગ્રણીઓ દેખાયા, સમારોહમા 20 હજારથી વધુ લોકોએ આપી હાજરી, CM, DYCM, CR પાટીલ, જગદીશ વિશ્વકર્માની હાજરી, મનસુખ માંડવીયા, જીતુ વાઘાણી, પ્રફુલ પાનસેરિયા હાજર, સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે કાર્યક્રમ, પ્રશાંત કોરાટ અને અંજુ વેકરીયા સહિતનું સન્માન કરાયું.
Jan 03, 2026 07:31 pm
બગદાણાના નવનીત બાલધિયા પર હુમલાનો કેસ
બગદાણાના નવનીત બાલધિયા પર હુમલાનો કેસ, મંત્રી કુંવરજી બાવળીયા પીડીતને મળવા પહોંચ્યા, મહુવાની હનુમંત હોસ્પિટલમાં પીડિતને મળ્યા, સાંસદ રાજેશ ચુડાસમા, ભારતી શિયાળ પીડિતને મળ્યા, માયાભાઇને મળ્યા હોવાની વાત પર કુંવરજીનું નિવેદન, સરકારી કાર્યક્રમને લઈને ઔપચારિક મુલાકાત થઈ, નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે તેવી આશાઃ કુંવરજી.
Jan 03, 2026 07:30 pm
અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માતમાં એકનું મોત, વેપારી મહામંડળ કટ પાસે ટ્રકની રાહદારીને ટક્કર, 28 વર્ષીય યુવક સાગર યાદવનું મોત, પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી.
Jan 03, 2026 06:59 pm
લિંબાયત પોલીસ સ્ટેશને 100 આરોપી પર પાસા લગાવ્યો
2025માં સુરતની લિંબાયત પોલીસે સૌથી વધુ પાસા કર્યા, લિંબાયત પોલીસ સ્ટેશને 100 આરોપી પર પાસા લગાવ્યો, રાજ્યમાં પાસા હેઠળ સૌથી વધુ કાર્યવાહી લિંબાયતમાં, ડિસેમ્બરમાં 39 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી, શરીર અને મિલકત સંબંધી, પ્રોહીબિશન કેસમાં પાસા, 100 આરોપીને ગુજરાતની જુદીજુદી જેલમાં મોકલાયા.
Jan 03, 2026 06:58 pm
વડોદરા પતંગ બજારમાં પોલીસનું ચેકીંગ
વડોદરા પતંગ બજારમાં પોલીસનું ચેકીંગ, વાડી પોલીસનું માંડવી પતંગ બજારમાં ચેકીંગ, ચાઈનીઝ દોરી, તુક્કલ મામલે ચેકીંગ,ચેકીંગ સાથે જાગૃતિ પણ ફેલાવવામાં આવી,વેપારીઓને ચાઈનીઝ દોરી ન વેચવા સમજણ આપી.
Jan 03, 2026 06:57 pm
ભાવનગરના મેઘાણી સર્કલ વિસ્તારમાં હોર્ડિંગ તૂટ્યું
ભાવનગરના મેઘાણી સર્કલ વિસ્તારમાં હોર્ડિંગ તૂટ્યું, જાહેરાત માટે લગાવેલું હોર્ડિંગ ધરાશાયી, ખાનગી વાહનની ટક્કરથી હોર્ડિંગ તૂટી પડ્યું, સદનસીબે કોઈ મોટી દુર્ઘટના નહીં.
Jan 03, 2026 06:29 pm
વડોદરામાં ડિલિવરી બોય લૂંટ કરી ફરાર
વડોદરામાં લૂંટારાઓ હવે નવા-નવા કીમિયા અપનાવી રહ્યા છે. શહેરના પોશ ગણાતા અકોટા વિસ્તારમાં 74 વર્ષીય વૃદ્ધને ટાર્ગેટ કરી એક ગઠિયો ડિલિવરી બોય બનીને આવ્યો હતો અને સોનાની ચેઇન લૂંટીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) માં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.
Jan 03, 2026 06:11 pm
થરાદમાં શાળાના વિદ્યાર્થીઓની જોખમી સવારી
થરાદમાં શાળાના વિદ્યાર્થીઓની જોખમી સવારી, વિદ્યાર્થીઓ ભરેલી પીકઅપ વાનનો વીડિયો વાયરલ, ગડસીસરની પ્રા.શાળાના વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ, શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા આપવા આવ્યા હતા વિદ્યાર્થીઓ, પીકઅપ વાનમાં ઘેટા-બકરાંની જેમ બેસીને સેન્ટરે આવ્યા, વિદ્યાર્થીઓ સાથે કોઇ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ?, શું સ્કૂલના શિક્ષકોની કોઇ જવાબદારી નથી?.
Jan 03, 2026 06:04 pm
દિયોદરના ઓગડમાં ઠાકોર સમાજનું સંમેલન
દિયોદરના ઓગડમાં ઠાકોર સમાજનું સંમેલન મળશે, મહાસંમેલનમાં સામાજિક બંધારણની થશે રચના, ઉ.ગુ.ના 27 તાલુકામાંથી ઠાકોર સમાજના લોકો જોડાશે, પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લા માટે બંધારણ, 16 જેટલા વિવિધ મુદ્દાઓની ચર્ચા અને અમલીકરણ થશે, આવતીકાલના સંમેલનને લઈને તડામાર તૈયારીઓ શરૂ.
Jan 03, 2026 06:04 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
2.Porbandar: નેશનલ સમુદ્રી તરણ સ્પર્ધામાં અમદાવાદના વૃદ્ધાને હાર્ટ એટેક
3.Ahmedabadમાં બેવડી ઋતુનો માર: સોલા સિવિલમાં એક જ અઠવાડિયામાં 13,000થી વધુ OPD કેસ
4. Team Indiaની ન્યુઝીલેન્ડ સિરીઝ માટે જાહેરાત, કેપ્ટન ગિલ ફર્યો પરત, હાર્દિક અને બુમરાહ બહાર
7.Ahmedabad News: ટ્રાફિક નિયમો તોડતા 1250 સરકારી બાબુઓ દંડાયા
8.Raja Saab Budget Shock: પ્રભાસે લઈ લીધી કરોડોની ફી, દિગ્દર્શક થઇ ગયા ખાલી !
9.Morbi News : ઝઘડાની અદાવતમાં બાળકનો ભોગ લેવાયો, ટંકારામાં નરાધમ પાડોશીએ માનવતાની હદ વટાવી
10.Ahmedabad: રેલવે ડિવિઝનમાં ચેઇન પુલિંગનો આતંક, વર્ષ 2025માં લોકો પાસેથી 5.65 લાખનો દંડ વસૂલ્યો
Jan 03, 2026 06:03 pm
ઓલપાડમાં વિકાસના કામોના ખાતમહુર્ત
ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં વધુ વિકાસના કામોના ખાતમહુર્ત કરવામાં આવ્યા હતા. રાજ્યના પૂર્વ મંત્રી મુકેશ પટેલના હસ્તે બે કરોડના ખર્ચે વન વિશ્રામ ગૃહ અને અલગ અલગ રસ્તાના કામોના મુરત કરવામાં આવ્યા હતા. આ ખાતમહુર્ત પ્રસંગે માજી મંત્રીએ વિકાસના કામોમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવાની ટકોર કરી હતી.
Jan 03, 2026 05:50 pm
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બબાલ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બબાલ, રીક્ષા ચાલકો અને RPF વચ્ચે ઉગ્ર બોલાચાલી, RPF જવાનોએ રીક્ષા ચાલકને માર માર્યો, પેસેન્જર ભરવા બાબતે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ, પોલીસે રીક્ષા ચાલકો પર લાઠી ચાર્જ કર્યો, સમગ્ર ઘટનાનો વિડીયો થયો થયો વાયરલ.
Jan 03, 2026 05:39 pm
હિંમતનગર-ધનસુરા હાઇવે પર અકસ્માત
હિંમતનગર-ધનસુરા હાઇવે પર અકસ્માતમાં એકનું મોત, આકોદરા નજીક કાર સાથે સ્કૂલ બસ ટકરાઇ, 65 વર્ષીય કારચાલક વિઠ્ઠલ પટેલનું સ્થળ પર જ મોત, સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ ન હોવાથી દુર્ઘટના ટળી.
Jan 03, 2026 05:38 pm
NTPC પશ્ચિમ ક્ષેત્ર 1 અને GCRI વચ્ચે MoA પર હસ્તાક્ષર
NTPC પશ્ચિમ ક્ષેત્ર 1 અને GCRI વચ્ચે MoA પર હસ્તાક્ષર, રેડિયોથેરાપી સેવાઓને અપગ્રેડ કરવા માટે હસ્તાક્ષર કર્યા, GCRIના સિદ્ધપુર સેટેલાઇટ સેન્ટરમાં સેવા અપગ્રેડ થશે, CSR પહેલ હેઠળ અપગ્રેડેશન માટે 23.16 કરોડ મંજૂર, ફંડનો ઉપયોગ LINAC ખરીદવા અને ઇન્સ્ટોલ કરવા કરાશે.
Jan 03, 2026 05:18 pm
પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર
પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, 21 જાન્યુઆરીથી શરૂ થશે શારીરિક કસોટી, LRD અને PSIની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13591 જગ્યાઓ માટે લેવાશે શારીરિક કસોટી, 14 લાખ કરતા વધુ ફોર્મ ભરાયા છે.
Jan 03, 2026 05:17 pm
રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં વૃદ્ધાને હાર્ટ એટેક
પોરબંદરના સમુદ્રમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી અનેક સ્પર્ધકો ભાગ લેવા પહોંચ્યા છે. જોકે, સ્પર્ધા દરમિયાન અમદાવાદના એક વૃદ્ધાને અચાનક હાર્ટ એટેક આવતા સ્પર્ધાના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Jan 03, 2026 05:10 pm
ભારતીય ટીમની જાહેરાત
ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં ગિલ અને શ્રેયસ ઐય્યરની વાપસી, ગિલ કેપ્ટન અને શ્રેયસ ઐય્યર વાઇસ કેપ્ટન, રોહિત શર્મા, વિરોટ કોહલી, પંતનો સમાવેશ, કે એલ રાહુલ, વોશિંગ્ટન સુંદરનો સમાવેશ, જાડેજા, સિરાજ, હર્ષિત રાણાનો સમાવેશ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્નાનો સમાવેશ, અર્શદીપ સિંહ, નીતિશ કુમાર રેડ્ડીનો સમાવેશ, યશસ્વી જયસ્વાલનો પણ વન-ડે ટીમમાં સમાવેશ, ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ, પ્રથમ વન-ડે 11 જાન્યુઆરીએ વડોદરામાં રમાશેmબીજી વન-ડે 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે,ત્રીજી વન-ડે 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે.
Jan 03, 2026 04:58 pm
પ્રદેશ ઉપ-પ્રમુખનો સન્માન સમારોહ
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના ઉપપ્રમુખ તરીકે પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની નિયુક્તિ કરવામાં આવતા પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત પ્રદેશ ઉપ-પ્રમુખ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
Jan 03, 2026 04:58 pm
અમદાવાદમાં શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો
અમદાવાદમાં શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો, છેલ્લા 1 સપ્તાહમાં સોલા સિવિલમાં 13,446 OPD કેસ, ડેન્ગ્યુના 72 દર્દીના સેમ્પલ લેવાયા, 5 કેસ પોઝિટિવ, મલેરિયાના 480 સેમ્પલ લેવાયા, 6 કેસ પોઝિટિવ, ડેન્ગ્યુના રોજના શંકાસ્પદ 20થી વધુ કેસ નોંધાયા, મેલેરિયાના રોજના 30થી વધુ OPD કેસ , ઇન્ફેક્શનના કારણે તાવ, શરદીના કેસ, ટાઇફોઇડના 22 દર્દી સોલા સિવિલમાં દાખલ.
Jan 03, 2026 04:46 pm
અમદાવાદમાં અઢી મહિના બાદ સંકલન સમિતિની બેઠક
અમદાવાદમાં અઢી મહિના બાદ સંકલન સમિતિની બેઠક, બેઠકમાં વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકરની માંગ, એમજે યુનિ રોડને રામપથ નામ આપવા માંગ, ખાલી પડેલી સરકારી જગ્યામાં મેદાન બનાવવા માંગ, લારીધારકો માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવે, ફી વસૂલવામાં આવે જેથી ટ્રાફિક સમસ્યા ન થાય, જરુર ન હોય ત્યાં ફૂટપાથ બનાવવામાં ન આવે.
Jan 03, 2026 04:38 pm
આટકોટમાં નવા બનેલા રોડમાં તિરાડો
જસદણના આટકોટમાં નવા બનેલા રોડમાં તિરાડો, 85 લાખના ખર્ચે 1 કિમી રોડનું થયું છે નિર્માણ, સરદાર પટેલ ચોકડીથી અંબાજી ફાર્મ હાઉસ સુધી રોડ, માર્ગ મકાન વિભાગે બનાવેલા રોડમાં તિરાડો પડી, રોડનું કામ પૂર્ણ થાય તે પહેલાં જ રોડમાં તિરાડો પડી, નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના આક્ષેપો, રોડની બન્ને બાજુ કાટમાળ દૂર કરી માટી પૂરાણ કરવા માગ, માટી પૂરાણ ન થાય તો ગ્રામજનો કરશે આંદોલન.
Jan 03, 2026 04:35 pm
ટંકારામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
મોરબીના ટંકારામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, શ્રમિકના 2 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, બાળકના પિતા સાથે બોલાચાલી બાદ બની ઘટના, બદલો લેવા માટે પાડોશીના બાળક સાથે કુકર્મ, મૂળ બિહારના રામવિકાસ તૈલીની ધરપકડ, બાળકની સ્થિતિ સુધરતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ .
Jan 03, 2026 04:08 pm
અમદાવાદ ડિવિઝનમાં ચેઇન પુલિંગની 2,047 ઘટના
2025માં અમદાવાદ ડિવિઝનમાં ચેઇન પુલિંગની 2,047 ઘટના, પ.રેલવેના અમદાવાદ મંડળમાં એલાર્મ ચેઇન પુલિંગની ઘટના, બિનજરુરી ચેઇન પુલિંગના 1,844 કેસ, 1,813 સામે કાર્યવાહી, એલાર્મ ચેઇન પુલિંગ મુદ્દે 5.65 લાખથી વધુનો દંડ વસૂલાયો, 1,142 ચેઇન પુલિંગ ઘટનાઓ સ્ટેશનો પર બની, ચેઇન પુલિંગની 905 ઘટનાઓ સેક્શનમાં નોંધાઈ, અમદાવાદ, સાબરમતી, મહેસાણામાં સૌથી વધુ ઘટના, ગેરતપુર અમદાવાદ સેક્શનમાં વધુ ચેઇન પુલિંગ, અમદાવાદ વિરમગામ સેક્શનમાં વધુ ચેઇન પુલિંગ, આશ્રમ, કચ્છ, અરાવલ્લી એક્સપ્રેસમાં ચેઇન પુલિંગ વધુ, એલાર્મ ચેઇન આપાતકાળમાં ખેંચવા રેલવેની અપીલ.
Jan 03, 2026 04:08 pm
ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા બેઠક
ગાંધીનગરમાં ટાઇફોઇડના 67 કરતા વધુ કેસ, ટાઇફોઇડના કેસ વધતા DyCM એક્શનમાં, DyCMએ ટાઈફોડના કેસને લઈ બેઠક યોજી, ગાંધીનગર કલેક્ટર, મનપા કમિશનર સાથે બેઠક, બેઠક બાદ DyCM ગાંધીનગર સિવિલ પહોંચ્યા.
Jan 03, 2026 03:51 pm
વેનેઝુએલાની રાજધાનીમાં હવાઇ હુમલો
વેનેઝુએલામાં અમેરિકાનો હુમલો, વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં હવાઇ હુમલો, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો દાવો, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ, રાષ્ટ્રપતિ અને તેમના પત્નીને પકડ્યાઃ ટ્રમ્પ, ચીનના ડેલિગેશનને મળ્યા હતા રાષ્ટ્રપતિ, આખા ઓપરેશનની માહિતી આપીશું : ટ્રમ્પ.
Jan 03, 2026 03:46 pm
વેનેઝુએલામાં અમેરિકાનો હુમલો
વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં હવાઇ હુમલો, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો દાવો, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ, રાષ્ટ્રપતિ અને તેમના પત્નીને પકડ્યાઃ ટ્રમ્પ, ચીનના ડેલિગેશનને મળ્યા હતા રાષ્ટ્રપતિ, આખા ઓપરેશનની માહિતી આપીશું : ટ્રમ્પ.
Jan 03, 2026 03:45 pm
ગાંધીનગરમાં ટાઇફોઇડના 67 કરતા વધુ કેસ
ટાઇફોઇડના કેસ વધતા DyCM એક્શનમાં, DyCMએ ટાઈફોડના કેસને લઈ બેઠક યોજી, ગાંધીનગર કલેક્ટર, મનપા કમિશનર બેઠકમાં રહ્યા હાજર, મનપાના આરોગ્ય અધિકારી પણ બેઠકમાં રહ્યા હાજર, મનપાના પદાધિકારીઓ પણ બેઠકમાં રહ્યા હાજર.
Jan 03, 2026 03:40 pm
વલસાડમાં આઇસરે 3 વાહનોને અડફેટે લીધા
અબ્રામા રોડ પર આઇસર ચાલકે અકસ્માત સર્જ્યો, અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ, અકસ્માતની ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી.
Jan 03, 2026 03:30 pm
કોંગ્રેસ મનરેગા પર રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરશે
45 દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરુ કરશે, 8 જાન્યુઆરીએ તમામ રાજ્યોમાં બેઠક યોજાશે. 10 જાન્યુઆરીએ તમામ જિલ્લામાં પત્રકાર પરિષદ, 11 જાન્યુઆરીએ તમામ જિલ્લામાં એક દિવસના ઉપવાસ, 12 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી પંચાયતમાં ચોપાલ, કોંગ્રેસ પ્રમુખ અને રાહુલ ગાંધી ગામના વડાઓને પત્ર લખશે, 30 જાન્યુઆરીએ વોર્ડ અને બ્લોક સ્તરના કાર્યક્રમો યોજાશે, 31 જાન્યુ.થી 6 ફેબ્રુ. દરમિયાન કલેક્ટર કચેરીએ ધરણાં, 7 થી 15 ફેબ્રુ. દરમિયાન વિધાનસભા-રાજભવનનો ઘેરાવ, 16 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન મોટી રેલી યોજાશે.
Jan 03, 2026 03:23 pm
જામ ખંભાળીયામાં હિટ એન્ડ રનમાં ફૂવા-ભત્રીજાનું મોત
જામખંભાળીયા-જામનગર હાઇવે પર હિટ એન્ડ રન, દાતા નજીક કારે બાઇકને અડફેટે લેતા અકસ્માત, અકસ્માતમાં ફુવા અને ભત્રીજાનું મોત નીપજ્યું, ધાર્મિક પ્રસંગમાંથી પરત ફરતા અકસ્માત નડ્યો, અકસ્માતમાં 10 વર્ષીય બાળકને ગંભીર ઇજા, સાંસદ પૂનમ માડમે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા, પોતાની કાર રોકાવી ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા, પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો.
Jan 03, 2026 03:12 pm
ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં છબરડો
ઇમર્જિંગ સાયન્સ વિભાગમાં પરીક્ષામાં છબરડો, કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન અને આર્કિટેક્ચરનું પેપર હતું, પ્રશ્નપત્રમાં વિષયની બહારના સવાલો પૂછાયા, વિષયની બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓ મુંઝાયા, રિ-પ્રિન્ટ કરેલું પેપર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું, ABVP દ્વારા યુનિવર્સિટી રજીસ્ટ્રારને આવેદન અપાશે.
Jan 03, 2026 02:51 pm
ગાંધીનગરમાં યોજાઇ DDO કોન્ફરન્સ
મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં DDO કોંન્ફરન્સ, રાજ્યના તમામ જિલ્લાના DDO રહ્યાં હાજર, ગ્રામીણ યોજનાઓની પ્રગતિ અંગે સમીક્ષા કરાઇ, સરકારી મકાનો પર સોલાર રુફટોપ લગાવવા અપીલ, લોકોનો સ્માર્ટ મીટર લગાવવાની પણ અપીલ કરાઇ.
Jan 03, 2026 02:42 pm
રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયા ઠૂંઠવાયું
નલિયામાં 7 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન, ગત વર્ષે નલિયામાં 3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું, આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર ઘટશે, 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, ગુજરાતમાં હાલ માવઠાની શક્યતા નહીંવત, પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ ગતિમાન.
Jan 03, 2026 02:41 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
07 - Switzerlandમાં 40 લોકોના મોત બાદ બાર માલિકે મૌન તોડ્યું શું કહ્યું જાણો ?
08 - BCCI On Mustafizur: આ સનાતનીઓની જીત..મુસ્તફિઝુરની IPLમાં નો એન્ટ્રી બાદ BJP નેતાની પ્રતિક્રિયા
09 - Gold Price Today: સોના ચાંદીના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
10 - TMKOCના નવા વર્ષના એપિસોડનો પ્રોમો રિલીઝ, ધર્મેન્દ્રને યાદ કરી અપાઈ ખાસ શ્રદ્ધાંજલિ!
Jan 03, 2026 02:21 pm
આંગણવાડીમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં
દેવગઢબારિયામાં નાસ્તામાં ખરાબ ચણા અપાયા, પાણી વાસણ ગામની આંગણવાડીનો બનાવ, ખરાબ ચણાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ, પૌષ્ટિક આહાર યોજના છતાં ગુણવત્તા પર સવાલ, બાળકોને ખરાબ ચણા આપતા સ્થાનિકોમાં રોષ, તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ.
Jan 03, 2026 01:58 pm
અમદાવાદમાં સરકારીકર્મીઓ ટ્રાફિક ઉલ્લંઘનમાં દંડાયા
એક દિવસમાં 1250 કેસ, 10 વાહન ડિટેઈન કરાયા, સિવિલિયન કર્મચારી પાસેથી રૂ.5.77 લાખ દંડ વસૂલ્યો, પોલીસકર્મી સામે 80 ગુના નોંધીને દંડ વસૂલાયો, પોલીસકર્મીઓ પાસેથી 38 હજારથી વધુનો દંડ વસૂલ્યો.
Jan 03, 2026 01:51 pm
બીચ ફેસ્ટીવલમાં પરિવાર સાથે ઉજાણી અને દરિયાકિનારાનો આહ્લાદક આનંદ
બીચ ફેસ્ટીવલમાં સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ રહેશે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓ, વન વિભાગ તથા સખીમંડળોના સ્ટોલ્સ અને બાળકોના મનોરંજન માટે વિશેષ આયોજન છે. સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફુડકોર્ટની વ્યવસ્થામાં નાગલીની વાનગી-ડાંગી ડિશ-ઉંબાડિયુ જેવી પરંપરાગત, અવનવી વાનગીઓના ૧૨૫ જેટલા ફુડ સ્ટોલ અને શોપીંગ માટે ક્રાફ્ટ સ્ટોલ ઉભા કરાશે. પરિવાર-મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા ફોટો કોર્નર એટલે કે સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન હશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત, લોકડાયરાની રમઝટ અને દરિયાકિનારાનો આહ્લાદક માહોલ માણવાની તક મળશે.
Jan 03, 2026 01:51 pm
ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકારો રમઝટ બોલાવશે
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નાયબ પો.કમિશનર (ઝોન ૭) શેફાલી બરવાલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ડે. કલેક્ટર (પ્રોટોકોલ) એ.પી. ગોહિલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રખ્યાત ગાયક કલાકારો શ્રોતાઓને ગીતસંગીતથી ડોલાવશે, જેમાં તા.૯મીએ સાંજે ૬.૩૦ વાગ્યે ઓસમાણ મીર અને આમીર મીર, ૧૦મીએ સાંજે ૭.૦૦ વાગ્યે ભૂમિ ત્રિવેદી અને ૧૧મીએ સાંજે ૭.૦૦ વાગ્યે સાંત્વની ત્રિવેદી સૂરોની રમઝટ બોલાવશે.
Jan 03, 2026 01:51 pm
પ્રવાસીઓ ખાણીપીણીનીનો આનંદ માણી શકશે
સુવાલી જવા-આવવા સહેલાણીઓ માટે ત્રણેય દિવસે સિટી બસ અને એસ.ટી. બસની વ્યવસ્થા કરાશે. જિલ્લા કલેક્ટરે તૈયારીઓની સમીક્ષા કરી સંબધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. તેમણે ક્રાર્યક્રમ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ, તરવૈયા, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમોને સ્ટેન્ડ બાય રાખવી, પોલીસ દ્વારા સુવાલી બીચ જવાના તમામ રસ્તાઓ પર ટ્રાફિક નિયમન, પાર્કિંગ એરિયા જેવી આવશ્યક તૈયારીઓ પર ભાર મૂક્યો હતો. નોંધનીય છે કે, ઊંટ અને ઘોડેસવારી, ફુડ કોર્ટ, ક્રાફટ સ્ટોલ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો સાથે પ્રવાસીઓ દરિયાઈ ખુશનુમા માહોલમાં હરવા-ફરવાની સાથે ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.
Jan 03, 2026 01:50 pm
રાજ્ય સરકાર તથા જિલ્લા-તાલુકા વહીવટીતંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે
બીચ ફેસ્ટિવલને તા.૯મીએ સાંજે ૫.૦૦ વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. બેઠકમાં ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સુંવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે, સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તથા પ્રવાસી-સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયાકિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા-તાલુકા વહીવટીતંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.
Jan 03, 2026 01:50 pm
સુરતીઓેને પડી જશે જલસા, સુવાલી દરિયાકિનારે ત્રિ-દિવસીય ‘સુવાલી બીચ ફેસ્ટિવલ-2026’ યોજાશે
સુરતમાં તા 9 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનાર બીચ ફેસ્ટિવલના આયોજન અને તૈયારીના ભાગરૂપે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈની ઉપસ્થિતિ અને જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. રાજ્યના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચોના વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિયપણે પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે ત્રિ-દિવસીય સુંવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬ યોજાશે.
Jan 03, 2026 01:35 pm
સુરતમાં ખાડી નજીક કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ
સચિનમાં શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ, કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થયા ભયનો માહોલ, FSLની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, GIDCમાં અગાઉ કેટલાક લોકોના મોત થયા હતા, કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતા થયા હતા મોત.
Jan 03, 2026 01:33 pm
એક જગ્યાએથી બીજી જગ્યા પર પોઈન્ટ ગોઠવવા બદલી કરી હતી
જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, સ્થળ ઉપર પકડાઇ જઇ ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કર્યો હતો.
Jan 03, 2026 01:32 pm
મહેસાણામાં હોમગાર્ડ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડીંગ ઓફિસર રૂ.2000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો
મહેસાણામાં હોમગાર્ડ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડીંગ ઓફીસર બદલી કરવા માટે રૂ.2000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે, પોલીસે ઝડપાયેલાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી. આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા સારૂ અરજી કરેલ. જે અરજી આધારે ફરીયાદીની હોમગાર્ડ યુનિટ વિસનગરથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી થયેલ. જે બદલીની ફાઈલના કાગળો આરોપીએ ફરિયાદીને આપવા સારૂ રૂ.2000ની લાંચની માંગણી કરી હતી.
Jan 03, 2026 01:17 pm
વાઘોડિયામાં તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
નવી નગરી પાછળના તળાવમાંથી મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યાને લઇ પોલીસ દ્વારા તપાસ.
Jan 03, 2026 01:09 pm
દવાના 6 નમૂના લઈને લેબોરેટરીમાં મોકલાયા
વધુમાં ધર્મેશભાઈની સધન તપાસ કરતા તેઓ મેડિકેસસેલિસ હેલ્થ કેરના નામે હિલટાઉન લેન્ડમાર્ક, નિકોલ ખાતે દવાના પરવાના ધરાવતા હતા, પરંતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીને જગ્યા ફેરફારની જાણ કર્યા વિના અને કોઈ માન્ય પરવાના વગર આ જગ્યા ઉપર પોતાનો એલોપેથીક દવાનો સંપૂર્ણ જથ્થો સંગ્રહ કર્યો હતો. જેથી સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા દવાના જથ્થામાંથી કુલ ૬ દવાના નમૂના લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપી બાકીના આશરે રૂ. ૪૦ લાખની કિંમતનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. આ દવાઓના પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કમિશનરે ઉમેર્યું હતું.
Jan 03, 2026 01:09 pm
અમદાવાદમાં વગર પરવાને દવા વેચનાર વેપારી ઝડપાયો
જે અંતર્ગત તાજેતરમાં નાયબ કમિશનર (આઇ.બી) વાય. જી. દરજીની આગેવાની હેઠળ ઔષધ નિરીક્ષક ડૉ. પૂર્વા પટેલ સહિતના અધિકારીઓએ અમદાવાદ ખાતે આવેલા મનહર નગર શોપિંગ સેન્ટરના ઈ-૨૪ના પ્રથમ માળે આવેલ દુકાનમાં તપાસ કરતા ધર્મેશભાઈ જયંતીલાલ સથવારા દ્વારા વગર પરવાને દવાનો વેચાણ અર્થે સંગ્રહ કરાયેલો જથ્થો મળી આવ્યો હતો.
Jan 03, 2026 01:09 pm
અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર - બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. ૪૦ લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ અંગે વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે, રાજ્યના અલગ અલગ સ્થળોએ દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં અને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.
Jan 03, 2026 12:53 pm
વૃદ્ધોને ટાર્ગેટ કરી આરોપીઓ રૂપિયા પડાવે છે
ફરીયાદીને TRAI, મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકે કોલ કરી ફરીયાદી મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસરની પ્રવ્રૃતિમાં સંકળાયેલ છે. જે બાબતે મુંબઇ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે તેમ જણાવી ફરીયાદીને EDમાં વેરિફિકેશન કરવાના બહાને કુલ રૂ.7,12,84,000 (અંકે રૂપિયા સાત કરોડ બાર લાખ ચૌર્યાસી હજાર પુરા) ની છેતરપિંડી કરતી ગેંગના સભ્યો ઝડપાયા છે. અત્યાર સુધી ઝડપાયેલ આરોપીઓમાં મોટા ભાગની મોડસ ઓપરેન્ડી એવી છે કે, જેમાં વૃદ્ધોને ટાર્ગેટ કરી રૂપિયા પડાવવામાં આવ્યા છે.
Jan 03, 2026 12:52 pm
સિનિયર સિટિઝનને 10 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 7.12 કરોડની છેતરપિંડી કેસમાં 12 આરોપીની ધરપકડ કરાઈ
અમદાવાદ સાયબર ક્રાઈમે ડિજિટલ એરેસ્ટ કેસમાં 12 આરોપીની ધરપકડ કરી છે, 7.12 કરોડની છેતરપિંડી કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, સિનિયર સિટિઝનને 10 દિવસ ડીજીટલ એરેસ્ટ કરાયા હતા. આરોપીઓએ સિનિયર સિટિઝન સાથે 7.12 કરોડની છેતરપિંડી કરી હતી અને મની લોન્ડરિંગ, પોર્નોગ્રાફીની ધમકી આપી પૈસા પડાવ્યા હતા, અમદાવાદ અને સુરતના 12 ખાતા ધારકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઈમે આ ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય કોની સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.
Jan 03, 2026 12:39 pm
સુરતના ઓલપાડમાં પૂર્વ મંત્રી મુકેશ પટેલની ચિમકી
કીમમાં નપા આવશે એટલે દબાણ દૂર કરાશેઃ મુકેશ પટેલ, સરકારી જગ્યામાં કરેલા દબાણો હટાવાશેઃ મુકેશ પટેલ, ઓલપાડમાં પણ દબાણ કર્યા હશે તો દૂર કરીશું : મુકેશ પટેલ, ‘કીમથી કીમ ચાર રસ્તા સુધીનો હાઇવે 6 લેન બનાવાશે’.
Jan 03, 2026 12:36 pm
અમદાવાદના પાલડીના જનસેવા કેન્દ્રમાં સર્વર ડાઉન
જનસેવા કેન્દ્ર પર સર્વર ડાઉન થતા લોકોને હાલાકી, લોકો જનસેવા કેન્દ્રના ખાઈ રહ્યા છે ધરમ ધક્કા, જનસેવા કેન્દ્રની સંપૂર્ણ કામગીરી ઠપના લાગ્યા બોર્ડ, આવકના દાખલા સહિત કામગીરી ખોરવાઈ, વિધવા સહાય યોજનના ફોર્મની કામગીરી ખોરવાઈ, જનસેવા કેન્દ્ર પર સર્વર ડાઉન થતા લોકોમાં રોષ.
Jan 03, 2026 12:23 pm
ગાંધીનગરમાં બાળકી પર દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર
આરોપી સામે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી, ઘટનાના 17મા દિવસે જ ચાર્જશીટ ફાઇલ કરી, FSL રિપોર્ટ, વૈજ્ઞાનિક પુરાવાઓ ચાર્જશીટમાં સામેલ, ટેક્નિકલ એવીડન્સ સહિતના પુરાવાઓ ચાર્જશીટમાં સામેલ, 15 ડિસેમ્બરે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું, સેક્ટર-24માં બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી.
Jan 03, 2026 12:11 pm
સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો
ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ રુ. 2.30 લાખ, ચાંદીના ભાવમાં રુ. 4000નો ઘટાડો, 10 ગ્રામ સોનાનો ભાવ 1.36 લાખ, સોનાના ભાવમાં રૂ. 1000નો ઘટાડો.
Jan 03, 2026 11:56 am
દાહોદમાં યુવકને ગોંધી રાખી રુપિયાની માંગ
રાજસ્થાનના યુવકને ત્રણ લોકોએ ગોંધી રાખ્યો, યુવકને ગોંધી રાખી પરિવાર પાસે પૈસાની માંગ કરી, યુવકને પટ્ટા વડે માર મારી સિગારેટના ડામ આપ્યા, યુવકના પરિવાર પાસે 50 હજારની માંગ કરી, પોલીસે યુવકને છોડાવી 3 આરોપીની ધરપકડ કરી.
Jan 03, 2026 11:41 am
બાંગ્લાદેશી ખેલાડીના વિવાદ પર મોટા સમાચાર
BCCIએ મુસ્તફિઝુર રહેમાનને હટાવવા કહ્યું, BCCI સચિવ દેવજીતે આપી માહિતી, IPLમાં KKR ટીમમાંથી બહાર થશે મુસ્તફિઝુર રહેમાન, શાહરુખ ખાનની ટીમે ખરીદ્યો હતો મુસ્તફિઝુર રહેમાન, IPLમાં 9 કરોડથી વધુની કિંમતે ખરીદ્યો હતો મુસ્તફિઝુર રહેમાન, બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચારને લઇ રોષ હતો.
Jan 03, 2026 11:40 am
ગાંધીનગરમાં પણ ઇન્દોર જેવી સ્થિતિ
ટાઈફોડના 67 કરતાં વધુ કેસો નોંધાયા, સે. 24,25,26, આદિવાડામાં શંકાસ્પદ કેસ, ટાઈફોડના કેસો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું, તંત્રએ હાઉસ ટુ હાઉસ સર્વે શરુ કર્યો, કોર્પોરેટ ભરત ગોહિલનું નિવેદન, અમારા વોર્ડમાં ટાઈફોડના કેસ નોંધાયા:કોર્પોરેટર, હાલ કામગીરી ચાલી રહી છે :કોર્પોરેટર, ‘પાણીજન્ય રોગોના કારણે આ સ્થિતિનું અનુમાન'.
Jan 03, 2026 11:39 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
04 - Weather News : ગુજરાતમાં ઠંડીએ કરી જમાવટ, ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો
08 - BCCI એ બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિજુરને હટાવવાનો શાહરુખ ખાનની ટીમને કર્યો આદેશ
09 - નિવૃત્તિ પછી ₹50,000 પેન્શન અને ₹4 કરોડ એકસાથે, જાણો NPSનું સંપૂર્ણ ગણિત
Jan 03, 2026 11:31 am
અમદાવાદ રેલ મંડળે ડિસેમ્બર 2025માં માલ લોડીંગમાં ભારતીય રેલમા 7મું સ્થાન પ્રાપ્ત કર્યું
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ડિસેમ્બર 2025માં પરિચાલન અને વાણિજ્યિક બંને ક્ષેત્રોમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને માલ પરિવહન, આવક સર્જન તથા મુસાફર સેવાઓમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ રેકોર્ડ સ્થાપિત કર્યા છે. રેલવેએ ટિકિટ તપાસ અભિયાનોને વધુ સઘન બનાવી બિનટિકિટ તથા અનિયમિત મુસાફરી પર અસરકારક નિયંત્રણ લાવવામાં આવ્યું છે. ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપી મુસાફરોને સરળ, પારદર્શક અને સુલભ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેટરિંગ એકમો, OSOP સ્ટોલ, પે-એન્ડ-યૂઝ શૌચાલયો, પાર્કિંગ કરારો તથા જાહેરાત પહેલો દ્વારા આવકમાં વધારો કરવામાં આવ્યો છે તેમજ મુસાફર સુવિધાઓમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
Jan 03, 2026 11:27 am
વડોદરામાં જર્જરિત મકાન થયુ ધરાશાયી
દૂધવાળા મહોલ્લામાં જર્જરિત મકાન ધરાશાયી, મકાન ધરાશાયી થતા વાહનોમાં ભારે નુકસાન, ઘટનાને પગલે ફાયરની ટીમે કામગીરી હાથ ધરી, આસપાસના મકાનોને પણ નુકસાની પહોચી, અગાઉ મનપા દ્વારા મકાન માલીકને આપી હતી નોટિસ.
Jan 03, 2026 11:27 am
દ્વારકાના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો લાગી
ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર, વહેલી સવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા, 12 દિવસમાં 10 લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા.
Jan 03, 2026 10:45 am
સુરતના માંડવીમાં ધર્માંતરણ કેસમાં વધુ એકની ધરપકડ
ધર્માંતરણમાં શિક્ષિકા મીના ચૌધરીની પોલીસે કરી ધરપકડ, માસ્ટર માઈન્ડ રામજી ચૌધરીની નજીકની ગણાતી શિક્ષિકા, મીના ચૌધરીની મુખ્ય ભૂમિકાને લઇ પોલીસ દ્વારા તપાસ, અગાઉ માસ્ટર માઈન્ડ રામજી ચૌધરીની થઈ છે ધરપકડ, રામજી ચૌધરીના પુત્ર અંકિત ચૌધરીની પણ થઈ છે ધરપકડ, ગઈકાલે રાકેશ વસાવાની પણ પોલીસે કરી છે ધરપકડ, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને ધર્માંતરણ કરાવતા.
Jan 03, 2026 10:45 am
શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય ઉજવણી
પોષી પૂનમના પવિત્ર અવસરે પ્રાગટ્ય મહોત્સવ, પોષી પૂનમને લઇ અંબાજીમાં ભક્તિમય માહોલ, ગબ્બર પરથી દિવ્ય જ્યોત અંબાજી મંદિરમાં લવાઈ, હાથી પર સવાર થઇ માતાજી નગરચર્યાએ નીકળશે.
Jan 03, 2026 10:34 am
ATSએ પકડેલા 3 આતંકીની તપાસ NIAને સોંપાઈ
કેન્દ્રીય ગૃહ વિભાગનો તપાસ NIAને સોંપવા આદેશ, NIA અમદાવાદ યુનિટમાં કેસની તપાસ કરાશે, NIA અમદાવાદ યુનિટમાં નોંધાયો ગુનો, રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા હતા, નવેમ્બર 2025માં ATSએ 3 આતંકીઓને ઝડપ્યા હતા, ડો.અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન, સુહૈલની ધરપકડ, આતંકીઓની તપાસ NIAને સોંપવાનો આદેશ કરાયો, NIA અમદાવાદે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Jan 03, 2026 10:33 am
આરોપી જામીન પર છૂટીને છૂટક મજૂરી કરતો હતો
આરોપી વિવિધ જગ્યાએ છૂટક મજૂરી કરતો હોવાની વાત સામે આવી હતી, દહેગામ પોલીસના ડી-સ્ટાફ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને તેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે, દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા પેરોલ/ફર્લો જમ્પ અને વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
Jan 03, 2026 10:33 am
આરોપીએ સગીરાને લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતુ
આરોપીએ સગીરાને લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતુ અને જામીન મળતા આરોપી અલગ-અલગ જગ્યાએ કામ કરતો અને આરોપીને ઝડપી અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. હાઈકોર્ટ દ્વારા 27 જાન્યુઆરી 2023થી 4 ફેરબ્રુઆરી 2023 સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ જામીન પૂર્ણ થતા તે જેલમાં હાજર થયો ન હતો અને ફરાર રહેતો હતો. પોલીસે સમગ્ર ઘટનામાં ઓપરેશન પાર પાડતા પીઆઈ પણ ખુશ થયા હતા.
Jan 03, 2026 10:33 am
દહેગામ પોલીસે ફુગ્ગા અને શાકભાજી વેચનારનો ડ્રેસ ધારણ કરી પોકસોના આરોપીને ફિલ્મી રીતે ઝડપી પાડયો
દહેગામ પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં ત્રણ વર્ષથી વધુ સમયથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. દહેગામ પોલીસ ટીમે મહેસાણા શહેરમાંથી આ આરોપીને પકડવા માટે શાકભાજી, રમકડાં, કટલરી અને ફુગ્ગા વેચનારનો વેશ ધારણ કરી ઓપરેશ પાર પાડયું. આરોપીને પકડવા દહેગામ પોલીસનું ફિલ્મી ઓપરેશન સામે આવ્યું છે અને 3 વર્ષથી ફરાર પોક્સોના આરોપીને પોલીસે ઝડપ્યો છે, ફુગ્ગા, શાકભાજી વેચીને પોલીસે આરોપીને ઝડપ્યો છે અને મહેસાણાના ટીબી રોડ પર વોચ ગોઠવી આરોપીને ઝડપ્યો છે, પોલીસે પોક્સોના આરોપી ધનપાલસિંહ ચૌહાણને ઝડપી તપાસ હાથ ધરી છે.
Jan 03, 2026 10:11 am
સુરતમાં પાટીદાર સમાજનો સન્માન સમારોહ
મોટા વરાછામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, DyCM હર્ષ સંઘવી રહેશે હાજર, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કાર્યક્રમમાં રહેશે હાજર, ભાજપ સંગઠનમાં જવાબદારી મેળવનારનું સન્માન કરાશે.
Jan 03, 2026 10:09 am
દાદાને વિવિધ વસાણાનો અન્નકૂટ ધરાવાયો
દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા મુજબ કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના ફૂલની ડિઝાઈનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને રીયલ ડાયમંડનો મુગટ પહેરાવી, તાજા ગુલાબ અને શેવંતીના ફૂલોનો અદભૂત શણગાર કરી આખું મંદિર ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. આજના પવિત્ર શનિવારે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી અને ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.

Jan 03, 2026 10:08 am
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે વિવિધ વસાણાનો મિક્સ અન્નકૂટ ધરાવાયો
ધનુર્માસ પૂનમ એવમ્ શનિવાર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઈનવાળા વાઘાનો દિવ્ય શણગાર અને 251 કિલો ગુંદરપાક,ખજૂરપાક,અડદિયો અને મેંથીના લાડુંનો મિક્સ અન્નકૂટ ધરાવાયો છે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી ધનુર્માસ પૂનમ એવમ્ શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે તારીખ 03-01-2026, શનિવારના રોજ અત્યંત ભવ્ય અને પરંપરાગત "દક્ષિણી થીમ" (South Indian Theme) પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

Jan 03, 2026 09:52 am
અમેરિકામાં આતંકવાદી હુમલોનું કાવતરું નિષ્ફળ
ISISના શંકાસ્પદ 18 વર્ષીય યુવાનની કરી ધરપકડ, કાવતરાને FBI દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યું, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શરૂ કરાઈ હતી તપાસ, તપાસમાં એક ગુપ્ત એજન્ટની માહિતી હાથ લાગી હતી, શંકાસ્પદની ઓળખ ક્રિશ્ચિયન સ્ટર્ડિવન્ટ તરીકે થઈ, FBIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક પોસ્ટ મૂકી, ‘ઉત્તર કેરોલિનામાં આતંકવાદી હુમલાને અટકાવ્યો’, હુમલાખોર સીધા ISIS થી પ્રેરિત હતો : FBI, ‘હુમલો સીધી રીતે ઇસ્લામિક સ્ટેટથી પ્રેરિત હતો’, બેડરૂમમાંથી હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી.
Jan 03, 2026 09:46 am
પીઆઈ કક્ષાના અધિકારીના કારણે સ્થાનિક પોલીસવાળા વોરંટ બજવવામાં કાચા પડયા
પીઆઇ ઝાલા સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ થયા બાદ તેની બજવણી અંગે સુરતના સ્થાનિક લિંબાયત પોલીસનો સ્ટાફ કાયો પડયો હતો. સામે પીઆઇ હોવાથી સમન્સ-નોટીસની બજવણી કરનારો સ્ટાફ જાણે કે ગભરાયો હોય તેવી રીતે માત્ર પીઆઇ ઝાલાને ટેલીફોનિક જાણ કરી હતી અને તેઓને કોર્ટમાં હાજર રહેવા માટે જણાવ્યું હતું. આ જ શેરા સાથે વોરંટ કોર્ટમાં જમા કરી દેવાયું હતું. આજે કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન વોરંટમાં શેરા સાથે જમા કરનાર કોર્ટ ડ્યુટીને તેમજ લિંબાયતના પીઆઇને પણ તાત્કાલીક કોર્ટમાં હાજર રહેવા જણાવાયું હતું.
Jan 03, 2026 09:45 am
હત્યાના આ કેસમાં આરોપી સામેની ટ્રાયલ પૂર્ણ થવા ઉપર છે
કોર્ટમાં તપાસ કરનાર પીઆઈ એચ.બી. ઝાલાની જુબાની જ બાકી હતી. આ બાબતે ઝાલાને વારંવાર ફોન કરવામાં આવ્યો હતો અને સમન્સ પણ મોકલાયો હતો, પરંતુ તેઓ કોર્ટ સમક્ષ જુબાની માટે હાજર રહ્યા ન હતા. આ દરમિયાન બચાવપક્ષ તરફે વકીલ રાહુલ યાદવે દલીલો કરી હતી અને પીઆઈ સામે વોરંટ ઈસ્યુ કરવાની માંગ કરતા સેશન્સ જજ એચ.એમ.વ્યાસે પીઆઈ ઝાલાની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું. લિંબાયત પોલીસના કોર્ટ ડ્યુટીના સ્ટાફે આ વોરંટ અંગે પીઆઇ ઝાલાને ટેલીફોનીક જાણ કર્યાના શેરા સાથે વોરંટ કોર્ટમાં જમા કરાવ્યું હતું. આજે આ કેસની મુદ્દતમાં પીઆઈ ઝાલા કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટની સુનાવણી દરમિયાન બપોરે ૧ વાગ્યાના અરસામાં કોર્ટે બચાવપક્ષે ટાંકીને પોલીસ સામે કોઈ ફરિયાદ છે કે નહી..? તેવો સવાલ કર્યો હતો.
Jan 03, 2026 09:45 am
PI હાલમાં ભરૂચના દહેજમાં ફરજ બજાવી રહ્યા છે
આ કેસની વિગત મુજબ લિંબાયતમાં સને-૨૦૨૩માં લિંબાયતમાં રહેતો ચેતન ગુપ્તા તેમજ શબ્બીર ઉર્ફે પપ્પુ ખાન વચ્ચે જમવા બાબતે માથાકૂટ થઈ હતી. ચેતને પપ્પુને માથાના ભાગે હથોડી મારી દેતા તેને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયેલા શબ્બીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે લિંબાયત પોલીસે ચેતન ગુપ્તાની સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પીઆઈ એચ.બી. ઝાલા આ કેસની તપાસ કરી રહ્યા હતા ત્યારબાદ તેઓની બદલી થઇ હતી અને હાલમાં તેઓ ભરૂચના દહેજમાં ફરજ બજાવી રહ્યા છે.
Jan 03, 2026 09:45 am
સુરતમાં ફરજ બજાવી ચૂકેલા PIને કોર્ટના હુકમનો અનાદર કરવો ભારે પડયો, PI એચ.બી ઝાલાને કસ્ટડીમાં લેવા કોર્ટનો હુકમ
સુરતમાં કોર્ટના હુકમનો અનાદર કરવો PIને ભારે પડ્યો છે અને PI એચ.બી ઝાલાને કસ્ટડીમાં લેવા કોર્ટે હુકમ કર્યો છે, PIને હાજર થવા સમન્સ બાદ વોરંટ મોકલ્યું હતુ. હત્યાની સુનવણીમાં ગેરહાજર રહેતા કોર્ટે કાર્યવાહી કરી છે. જાન્યુઆરી-૨૦૨૩માં થયેલી એક હત્યાના કેસમાં તપાસ કરનાર પીઆઈ એચ.બી.ઝાલાને જુબાની માટે સમન્સ અને ત્યારબાદ વોરંટ મોકલવા છતાં તેઓ ગેરહાજર રહેતા કોર્ટ નારાજ થઈ હતી. આજે મુદ્દતમાં હાજર થયેલા પીઆઈ ઝાલાને કસ્ટડીમાં લેવાનો હુકમ કરતા કોર્ટમાં હાજર સૌકોઈ આશ્ચર્યમાં મુકાયા હતા. પીઆઈ ઝાલાએ આખરે માફી માંગતા વોરંટ રદ્દ કરીને પીઆઈ ની જુબાની લેવામાં આવી હતી.
Jan 03, 2026 09:30 am
અમદાવાદના દધિચી બ્રિજની દુર્દશા, તંત્રના મોંઘા દાવાઓ વચ્ચે દેખાયા લોખંડના સળિયા
અમદાવાદના દધિચી બ્રિજની કથળતી હાલતે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. બ્રિજ પર મોટા ગાબડા પડતા લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે, જે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. નવાઈની વાત એ છે કે, તંત્ર દ્વારા રિપેરિંગના નામે કરવામાં આવેલી લાલિયાવાડીમાં ગાબડાં પૂર્યાના ગણતરીના કલાકોમાં જ ફરી થીગડાં બેસી ગયા છે. મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દાવાઓ વચ્ચે તંત્રની આ આળસ અને વેઠ ઉતારવાની આદતને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, લોકો તેને ભ્રષ્ટાચાર અને બેદરકારીનું જીવંત ઉદાહરણ ગણાવી રહ્યા છે.
Jan 03, 2026 09:08 am
રાજકોટ: 'MLA ગુજરાત' લખેલી મર્સિડીઝના ચાલકની દાદાગીરી, વીડિયો વાયરલ
રાજકોટમાં સત્તાના નશામાં ચૂર એક કારચાલકની ઉધ્ધતાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 'MLA ગુજરાત' લખેલી સફેદ રંગની લક્ઝરી મર્સિડીઝ કાર (GJ 18 BJ 6763) ના ચાલકે પોતાની કાર પાર્ક કરવા માટે મહાનગરપાલિકાનું સરકારી બોર્ડ ઉખેડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, આ વાયરલ વીડિયોની સત્યતા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ સાર્વજનિક મિલકતને નુકસાન પહોંચાડવાની આ હરકતે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે.
Jan 03, 2026 09:08 am
અંબાજીમાં આસ્થાનું ઘોડાપૂર: પોષી પૂનમના પવિત્ર અવસરે મા અંબેનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો
યાત્રાધામ અંબાજી ખાતે પોષી પૂનમના પવિત્ર દિવસે માં આદ્યશક્તિનો પ્રાગટ્ય મહોત્સવ અત્યંત ભક્તિમય માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આ મંગલમય અવસરે માઈભક્તોનું કીડીયારું ઉભરાતા મંદિર પરિસર 'બોલ માડી અંબે, જય જય અંબે' ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. શક્તિપીઠમાં ચારેબાજુ આસ્થા અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર વાતાવરણ દિવ્યતાથી ભરાઈ ગયું હતું.
Jan 03, 2026 09:07 am
કોર્ટના આદેશની અવગણના PIને ભારે પડી: સુરત કોર્ટે કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો
સુરતમાં હત્યાના એક કેસની સુનાવણી દરમિયાન વારંવાર સમન્સ અને વોરંટ બજાવવા છતાં ગેરહાજર રહેવું PI એચ.બી. ઝાલાને મોંઘું પડ્યું છે. કોર્ટના હુકમનો અનાદર કરવા બદલ ન્યાયાધીશે કડક વલણ અપનાવી PIને કસ્ટડીમાં લેવાનો આદેશ કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, અંતે PIએ પોતાની ભૂલ સ્વીકારી બિનશરતી માફી માંગતા કોર્ટે માનવતાવાદી અભિગમ દાખવી વોરંટ રદ કર્યું હતું અને તેમની જુબાની નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Jan 03, 2026 09:05 am
જય ચામુંડાના નાદથી ગુંજી ઉઠ્યો ચોટીલાનો ડુંગર
ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓમાં હંમેશા ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે નવા વર્ષની પ્રથમ પૂનમના પવિત્ર અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં માઈભક્તો ડુંગર પર ચઢવા માટે કતારબદ્ધ થયા હતા. "જય ચામુંડા" ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. લોકોએ લાંબી લાઈનોમાં ઊભા રહીને માંના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને નવા વર્ષની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.
Jan 03, 2026 08:49 am
2 મોબાઈલ સહિત 12 ડિવાઈસ જપ્ત કરાયા છે
જ્યાં ઈડીના ખાસ એડવોકેટ રાજેશ કાનાણી અને અનિરુદ્ધ ખંભોજે કોર્ટને જણાવ્યું હતું કે, જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. ઈડીને રાજેન્દ્રકુમાર પટેલના ત્યાંથી હાર્ડડિસ્ક, ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ, બે મોબાઈલ સહિત કુલ 12 ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યા છે.
Jan 03, 2026 08:49 am
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં વહીવટદારો મારફતે લાંચ લેવામાં આવતી હતી
સુરેન્દ્રનગરના કલેક્ટરને રિમાન્ડ પર સોંપાતા તેમની સાથે સંકળાયેલા અન્ય બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)ની સ્પેશયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ દિલ્હીથી બુધવાર અમદાવાદ આવીને સુરેન્દ્રનગર અને અમદાવાદમાં વિવિધ જગ્યાએ તપાસ હાથ ધરી હતી. જેમાં કેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં વહીવટદારો મારફતે લાંચ લેવામાં આવતી હતી તેની વિગતો સ્ટાફ અને વકીલો પાસેથી મેળવી હતી.
Jan 03, 2026 08:49 am
પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ 7 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર
જ્યાં ડિસ્ટ્રિકટ જજ કે.એમ.સોજીત્રાએ પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને ૭ જાન્યુઆરી સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. ઈડીની પ્રાથમિક તપાસમાં ૧૦ કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જમીન એનએ કરવા માટે સિસ્ટેમિક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો ૫૦% હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો. જયારે અન્ય રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર. કે. ઓઝાને ૨૫ ટકા મળતો હતો. ઈડી દ્વારા આગામી દિવસોમાં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના અધિકારી અને સ્ટાફની ધરપકડ કરે તેવી શકયતાઓ છે.
Jan 03, 2026 08:48 am
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની લટકતી તલવાર, EDના રીપોર્ટના આધારે થશે કાર્યવાહી
સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની લટકતી તલવાર છે, રાજેન્દ્ર પટેલની ધરપકડ થતાં થશે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર પૂર્વ કલેક્ટર સામે કરશે સસ્પેન્શનની કાર્યવાહી અને સામાન્ય વહીવટ વિભાગ ધરપકડના રિપોર્ટ પર કરશે કાર્યવાહી ઈડીના રિપોર્ટના આધારે રાજેન્દ્ર પટેલ સામે થશે કાર્યવાહી, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા.
Jan 03, 2026 08:36 am
વલસાડમાં ભારે વાહનો દ્વારા નિયમોનું ઉલ્લંઘન
નાનાપોઢા-વાપી હાઇવેનો વીડિયો વાયરલ, ભારે વાહનો પર પ્રતિબંધ છતા નિયમોનું ઉલ્લંઘન, રાત્રે ભારે વાહનોની અવરજવરથી સ્થાનિકોમાં રોષ, કોલક નદીના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ છે, પ્રતિબંધ છતા ભારે વાહનોની અવરજવર યથાવત.
Jan 03, 2026 08:35 am
ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી રેલવે વહીવટીતંત્રે શહેરીજનોને પાટા ઉપર લગાવેલા હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરથી દૂર રહેવા અપીલ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના તમામ સેક્સનોમાં રેલવે લાઇન ઉપરથી 25,000 વોલ્ટ (25 kV)ની ઓવરહેડ ઇલેક્ટ્રિક (OHE) હાઈ વોલ્ટેજ વિદ્યુત તાર લગાવેલી છે, જે અત્યંત જીવલેણ છે. એ જોવામાં આવ્યું છે કે, ઉતરાયણ/મકરસંક્રાંતિ તહેવાર દરમ્યાન આ પતંગ ઉડાવતી વખતે પતંગ ની દોરી આ હાઈ વોલ્ટેજ તારોમાં ફસાઈ જાય છે. આ મામલામાં રેલવે કર્મચારી જ્યારે કામ કરે છે તો આ દોરીના સંપર્કમાં આવવાથી ગંભીર વિધ્યુત ઝટકાનો ખતરો રહે છે જેનાથી જીવને નુકસાન થઈ શકે છે. આ સિવાય કેટલીક વાર આમ નાગરીક પણ રેલવે ટ્રેક નજીક પતંગ ઉડાવે છે તથા ઓવેરહેડ તારોમાં ફસાયેલી પતંગને નીકાળવાનો પ્રયાસ કરે છે, જે અત્યંત ખતરનાક અને જીવલેણ થઈ શકે છે. રેલવે પ્રશાસન તમામ નાગરિકોને અપીલ કરે છે કે સામાજિક હિતને ધ્યાનમાં રાખીને જાતે સાવચેત રહેવા તથા વધુમાં વધુ લોકોને જાગૃત કરે.
Jan 03, 2026 08:29 am
અમદાવાદમાં દબાણ હટાવવા મુદ્દે બબાલ
ઠક્કરનગર હાઇવે પર દબાણ હટાવવા દરમિયાન ઘર્ષણ, મનપા કર્મીઓ અને લારી-ગલ્લાંવાળા વચ્ચે ઘર્ષણ, મનપાની ગાડીઓ પર ફેંકાયા પથ્થર, ઠક્કરનગર હાઇવે પર ઘણાં સમયથી દબાણની સમસ્યા.
Jan 03, 2026 08:22 am
મા અંબાના પ્રાગટ્ય દિવસની ખેડબ્રહ્મામાં ઉજવણી
નાના અંબાજીમાં હજારો ભક્તોએ માતાજીના કર્યા દર્શન, વહેલી સવારે ભવ્ય આરતીનું કરાયું આયોજન, મંદિર પરિસરમાં સુંદર શોભા યાત્રા કાઢવામાં આવી, રાત્રિ સુધી ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે.
Jan 03, 2026 08:15 am
અમદાવાદની હવામાં પ્રદૂષણ વધતું જાય છે, શહેરમાં AQI 200ને પાર પહોંચતા લોકોને શ્વાસ લેવામાં પડી શકે ચે તકલીફ
દિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા બની ઝેરી અને અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં વધારો થયો છે, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ 200ને પાર પહોંચ્યું છે. શહેરમાં AQI 200ને પાર પહોચ્યોં છે અને ઇસનપુરમાં 216, શાંતિગ્રામમાં 201 AQI, બોડકદેવમાં 192, ચાંદખેડામાં 187 AQI, જુહાપુરામાં 188, ગ્યાસપુરમાં 189 AQI, ઘાટલોડિયામાં 191, રખિયાલમાં 184 AQI, બોપલમાં 190, સેટેલાઇટમાં 186 AQI, થલતેજમાં 193, ઉસમાનપુરામાં 191 AQI પહોંચ્યો છે.
Jan 03, 2026 08:03 am
પોલીસની ટીમ ઘટના સ્થળે જઈ મામલો પાડયો થાળે
આ ઘટનાની ગંભીરતા જોઈને સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામકે પણ છાત્રાલયની મુલાકાત લીધી હતી. તંત્ર દ્વારા હવે હોસ્ટેલ પ્રશાસનને સખત તાકીદ કરવામાં આવી છે કે, રાત્રિના સમયે જવાબદાર સ્ટાફે ફરજિયાત હાજર રહેવું પડશે. વિદ્યાર્થિનીઓની સુરક્ષામાં ચૂક રાખનાર સામે પગલાં લેવાની પણ ખાતરી અપાઈ છે. બીજી તરફ પોલીસે પણ સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.
Jan 03, 2026 08:03 am
નડિયાદ અનુસૂચિત કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો ખૌફ
નડિયાદ પીજ રોડ કેનાલ ઉપર આવેલ છાત્રાલયમાં વિધાર્થીનીઓ અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળી ગઈ છે અને રાત્રે છાત્રાલયમાં પથરા ફેંકવાની અને લાઈટના ફોક્સની ઘટનાથી 50થી વધુ વિદ્યાર્થીનીઓને આખી રાત ઉજાગરો કરવો પડે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, છેલ્લા એક અઠવાડિયાથી અસામાજિક તત્વો હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, તો વિધાર્થીનીઓનું કહેવું છે કે, વોર્ડન સમક્ષ રજૂઆત છતાં અમારી વાત સાંભળવામાં આવતી નથી.
Jan 03, 2026 07:52 am
નડિયાદમાં કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વો આતંક, પીજ રોડ પર છાત્રાલયમાં મોડી રાત્રે કરાયો પથ્થરમારો
નડિયાદ કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હોવાની વાત સામે આવી છે, જેને લઈ પીજ રોડ પર છાત્રાલયમાં મોડી રાત્રે કરાયો પથ્થરમારો, લાઈટના ફોક્સથી વિદ્યાર્થીનીઓની પજવણી કરાઈ રહી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીઓનો છે. આ સમગ્ર મામલે વિધાર્થીનીઓનું કહેવું છે કે, વોર્ડને રજૂઆત કરવા છત્તા કોઈ પગલા ભરવામાં આવતા નથી અને વોર્ડનના વર્તનથી વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ ફેલાયો છે, છેલ્લા અઠવાડિયાથી પજવણી થતી હોવાનો આક્ષેપ વિધાર્થીનીઓ કરી રહી છે, નડિયાદ પીજ રોડ કેનાલા પર આ છાત્રાલય આવેલી છે.
Jan 03, 2026 07:43 am
સુરતના વેસુ અકસ્માત કેસમાં બીજા નબીરાની ધરપકડ
પોલીસે BMW કાર ચાલક ઝલક નકુમની ધરપકડ કરી, BE-6 કારચાલક મંથન પટેલની થઈ ચુકી છે ધરપકડ, સ્પીડ લિમિટ સહિતની વિગતો ચેક કરવામાં આવશે, પોલીસે અટકાયત કરી તપાસ શરૂ કરી, પોલીસે બંને કાર ચાલક સામે તપાસ શરૂ કરી.
Jan 03, 2026 07:19 am
ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠક
આજે ગૃહમંત્રી અમિત શાહ બેઠકની કરશે અધ્યક્ષતા, આંદામાન નિકોબારના વાંડૂરમાં યોજાશે બેઠક, સાંસદો સાથે મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થશે.
Jan 03, 2026 07:18 am
પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાનની સગાઇ
રેહાન અને અવિવાની થઈ સગાઈ. રેહાન-અવિવા બેગે રાજસ્થાનમાં કરી સગાઇ, રેહાન અને અવિવા છેલ્લા સાત વર્ષથી છે સાથે, પ્રિયંકા ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી બંન્ને આપી શુભેચ્છા, હંમેશા એકબીજાને પ્રેમ અને આદર આપો: પ્રિયંકા ગાંધી.
Jan 03, 2026 07:17 am
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના
હવામાન વિભાગ અનુસાર, 3 જાન્યુઆરી, 2026ના રોજ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશના મનાલી, ડેલહાઉસી અને લાહૌલ ખીણમાં હિમવર્ષા થવાની સંભાવના છે. ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનિતાલ અને અલ્મોડામાં પણ વરસાદની સંભાવના છે.
Jan 03, 2026 07:16 am
શિયાળો જમાવટ કરશે
અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં પણ ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગના મતે, આ બંને શહેરોમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની પૂરેપૂરી શક્યતા છે, જેના કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. વાતાવરણમાં ભેજ અને પવનોની ગતિ બદલાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળશે. નાગરિકોને ઠંડીથી બચવા જરૂરી સાવચેતી રાખવા અને ગરમ વસ્ત્રો તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે.
Jan 03, 2026 07:16 am
ગુજરાતમાં ઠંડીએ કરી જમાવટ, ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો
રાજ્યભરમાં ઠંડીએ જમાવટ કરી છે અને ઉ.પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે, સૌથી ઓછુ નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, આગામી દિવસોમાં હજી પણ ઠંડીમાં વધારો થશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. અમદાવાદમાં 15.3, ગાંધીનગરમાં 13.5 ડિગ્રી, ડીસામાં 13.3, વડોદરામાં 16.8 ડિગ્રી, ભુજમાં 13, કંડલામાં 12.1 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 13.5 ,રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન, કેશોદમાં 13.7, સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 03, 2026 06:59 am
આજે વર્ષ 2026નો પહેલો સુપરમૂન દેખાશે
સમગ્ર દેશમાં દેખાશે વૂલ્ફ સુપરમૂન, નરી આંખે જોઇ શકાશે સુપરમૂન, આ સમયે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવે છે, ચંદ્રનું 356,000 થી 406,000 કિમી સુધી બદલાય અંતર, આજે ચંદ્ર લગભગ 13-30% વધુ તેજસ્વી દેખાશે.
Jan 03, 2026 06:59 am
બગદાણાના નવનીતને માર મારવાનો કેસ
વિવાદમાં ઠાકોર સમાજ બાદ કોળી સમાજ મેદાને, સોમવારે કોળી ધારાસભ્યો CM સાથે કરશે મુલાકાત, સમગ્ર મુદ્દાને લઇ ધારાસભ્યો CMને કરશે રજૂઆત.
Jan 03, 2026 06:58 am
આજે પોષી પૂનમ નિમિત્તે સંતરામ મંદિરે ઉજવણી
નડિયાદના સંતરામ મંદિરે પરંપરાગત ઉજવણી થશે, પૂનમ નિમિત્તે પરંપરાગત રીતે બોરની ઉછામણી, ઉછામણી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવશે, 200 વર્ષથી ચાલી આવે છે આ પરંપરા, મોટી સંખ્યામાં ભક્તો ઉજવણીમાં થશે સામેલ.
Jan 03, 2026 06:58 am
શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય ઉજવણી
પોષી પૂનમના પવિત્ર અવસરે પ્રાગટ્ય મહોત્સવ, મહોત્સવને લઇ મંદિરમાં સુચારુ આયોજન, પોષ સુદ પૂનમ એટલે જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ, આજે અંબાજીમાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટશે.
Jan 03, 2026 06:57 am
11 જાન્યુઆરીથી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ
ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણી માટે ટીમની થશે જાહેરાત, આજે ભારતની ટીમ જાહેર થવાની શક્યતા, રોહિત શર્મા,વિરાટ કોહલીનો થઇ શકે છે સમાવેશ, હાર્દિક પંડ્યા,જસપ્રીત બુમરાહને અપાઇ શકે છે આરામ, મોહમ્મદ શમી અને ઋષભ પંતને લઈને ચાલી રહી છે અટકળો, કેપ્ટન શુભમન ગિલની પણ વાપસી થવાની અપેક્ષા, ઉપ-કપ્તાન શ્રેયસ ઐયર ફિટ ન હોવાથી થઇ શકે છે બહાર.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

India Weather Forecast : કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, જાણો દેશભરના હવામાનની સ્થિતિ

Bihar: મુઝફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ,3 દર્દી જીવતા ભુંજાયા,સ્ટાફ દર્દીઓને તડપતા છોડી ભાગી છૂટ્યો

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા