
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Jan 02, 2026 10:38 pm
અમદાવાદમાં દબાણ હટાવવા મુદ્દે બબાલ
અમદાવાદમાં દબાણ હટાવવા મુદ્દે બબાલ થઈ છે. ઠક્કરનગર હાઈવે પર દબાણ હટાવવા દરમિયાન ઘર્ષણ થયું હતું. મનપા કર્મીઓ અને લારી ગલ્લા વાળા વચ્ચે ઘર્ષણ થયું હતું. મનપાની ગાડીઓ પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતાં.
Jan 02, 2026 10:27 pm
ધોરડોમાં રજિસ્ટ્રેશન વિનાની ઘોડા અને ઊંટની સવારી પર પ્રતિબંધ
કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની હદમાં આવેલ ભુજ તાલુકાના ધોરડો રણ ઉત્સવ વિસ્તાર ખાતે નિયત સમિતિ પાસે રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાય અનઅધિકૃત રીતે ચાલતી ઘોડે સવારી/ઊંટ સવારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે.આ જાહેરનામું તા.૨૮/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
Jan 02, 2026 09:59 pm
૩.૫ લાખ લોકો સીધી રોજગારી મેળવી રહ્યા છે
મોરબીના સિરામિક ઉત્પાદનોની યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, જર્મની, ઓમાન, શ્રીલંકા, ઇજિપ્ત, યુકે તથા જાપાન સહિતના દેશોમાં વિશેષ માંગ રહેલી છે. રોજગારીના સર્જન માટે મોરબીના ઉદ્યોગો સવિશેષ મહત્વ ધરાવે છે. જ્યાં દેશના અનેક રાજ્યોમાંથી યુવાઓ રોજગારી માટે મોરબી આવે છે. મોરબીના સિરામિક ઉદ્યોગોમાં અંદાજિત ૩.૫ લાખ લોકો સીધી રોજગારી મેળવી રહ્યા છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ, પેકેજીંગ, લેમીનેટ્સ, માર્કેટિંગ, રો-મટીરીયલ અને લોજિસ્ટિક સહિતના ઉદ્યોગો સિરામિક ઉદ્યોગના વિકાસની સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોવાથી તેમનો વિકાસ થયો છે અને આ ઉદ્યોગોમાં પ્રત્યક્ષ/પરોક્ષ રીતે અંદાજિત ૫ લાખ લોકો રોજગારી મેળવે છે.
Jan 02, 2026 09:45 pm
સરકારે મોરબીના ઉદ્યોગોને ૨ વર્ષમાં રૂ. ૪૬૦ કરોડથી વધુની સહાય ચૂકવી
ગુજરાતના વિકાસમાં અહીંના સ્થાનિક અને પ્રાદેશિક ઔદ્યોગિક એકમોએ આ વિકાસની ગતિમાં પ્રેરકબળ બનવાનું કામ કર્યું છે. ઔદ્યોગિક હબ ગણાતા મોરબી જિલ્લાએ ગુજરાતને વિશ્વસ્તરે નામાંકિત કર્યું છે. સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ ક્ષેત્રે સાધેલા અનન્ય વિકાસ થકી વિકાસનું મોડલ બન્યું છે મોરબી. અહીંના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા ગત ૨ વર્ષમાં ૧૨૦૦ થી વધુ ઔદ્યોગિક એકમોને રૂ. ૪૬૦ કરોડથી વધુની નાણાકીય સહાય પૂરી પાડી છે.
Jan 02, 2026 09:37 pm
પાટણમાં આયુષ્માન યોજનાનો વ્યાપ વધ્યો
વર્ષ 2025 દરમિયાન પણ યોજનાનો વ્યાપ સતત વધતો રહ્યો છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં 72,786 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્ડના માધ્યમથી 48 કરોડ રૂપિયાથી વધુની સારવારનો લાભ જિલ્લાવાસીઓને મળી ચૂક્યો છે. યોજનાને વધુ સમાવેશક બનાવવા માટે 70 વર્ષથી ઉપરના વડીલો માટે વયવંદના યોજના અંતર્ગત વિશેષ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે પાટણ જિલ્લામાં અત્યાર સુધી 57,554 વડીલોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના પેન્શનરોને પણ આ યોજનાનો લાભ આપવા માટે કાર્ડ વિતરણની કામગીરી ચાલુ છે.
Jan 02, 2026 09:25 pm
નવરચિત શામળાજી તાલુકામાં મુખ્યમંત્રી 150 કરોડના વિકાસ કામોની ભેટ આપશે
અરવલ્લી જિલ્લાના નવરચિત શામળાજી તાલુકામાં આવેલા પ્રાચીન તીર્થસ્થાન શામળાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય જોવા મળશે.તા. ૮ અને ૯ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ બે દિવસીય શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપી અંદાજિત 150 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.
Jan 02, 2026 09:07 pm
સુરતના વેસુ અકસ્માત કેસમાં બીજા નબીરાની ધરપકડ
સુરતના વેસુમાં અકસ્માત કેસમાં બીજા નબીરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બીએમડબલ્યૂ કાર ચાલક ઝલક નકુમની ધરપકડ કરી છે. આ પહેલા કાર ચાલક મંથન પટેલની ધરપકડ થઈ ચૂકી છે. સ્પીડ લીમીટ સહિતની વિગતો ચેક કરવામાં આવશે, પોલીસે અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.
Jan 02, 2026 08:35 pm
રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર
સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલના સાતમી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જમીન કૌભાંડ કેસમાં સાતમી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. ઈડીએ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતાં.
Jan 02, 2026 08:24 pm
સુરતના અમરોલીમાં સીટી બસમાં આગ
સુરતના અમરોલીમાં સિટી બસમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બસમા 15થી 20 મુસાફરો સવાર હતાં. તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.
Jan 02, 2026 08:15 pm
45 હજારથી વધુ ઉમેદવારોને સરકારી નોકરી માટે વિવિધ વિભાગોમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા
આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એસ.ટી. નિગમે અનેક નવા આયામો હાંસલ કર્યા છે.આવનારા સમયમાં એસ.ટી. નિગમ 100 ટકા ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધશે, જેના પરિણામે નાગરિકોને છુટ્ટા પૈસા સાથે લાવવામાંથી મુક્તિ મળશે. છેલ્લા અંદાજિત 40 દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં 45 હજારથી વધુ ઉમેદવારોને સરકારી નોકરી માટે વિવિધ વિભાગોમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. સરકારી નોકરી માટે શરૂ કરાયેલી 100 ટકા પારદર્શક રીતે, પરીક્ષાઓ યોજીને વધુને વધુ ઉમેદવારો નોકરી મળી રહે તે પ્રકારનું આયોજન ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં થઈ રહ્યું છે.રાજ્યમાં ગુડ ગવર્નન્સના પરિણામે છેવાડાના યુવાનો પણ પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે.
Jan 02, 2026 07:57 pm
રાજકોટ સિવિલમાં ડોક્ટર સાથે મારામારીનો કેસ
રાજકોટ સિવિલમાં ડોક્ટર સાથે મારામારીના કેસમાં નેપાળી દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. નેપાળી દર્દી વિનય થાપાને જયદીપ ચાવડા બ્લડ આપવા માટે આવ્યો હતો. આ દરમિયાન જયદીપ ચાવડાએ ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં આરોપી અને ડોક્ટર વચ્ચે મારા મારી થઈ હતી. જેના કારણે જયદીપ ચાવડા બ્લડ આપી શક્યો નહોતો. જેને બ્લડ આપવાનું હતું તે દર્દીનું મોત થયું.
Jan 02, 2026 07:37 pm
અશોક બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર
અશોક બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટમાં 30 દિવસના રિમાન્ડની માગ કરાઈ હતી. અશોક બિશ્નોઈને ઘાયલ અવસ્થામાં કોર્ટમાં લવાયો હતો. આરોપીએ દાહોદમાં એસએમસીના પીએસઈનું ગળુ દબાવ્યું હતું. ગાડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમા બિશ્નોઈને પગમાં ગોળી વાગી હતી.
Jan 02, 2026 07:26 pm
સુરતમાં ટ્રાફિક ક્રેઇનના માણસોની દાદાગીરી
સુરતમાં વરાછાના માતાવાડી વિસ્તારમાં વાહનો ટો કરતા ટ્રાફિક ક્રેઈનના માણસોની દાદાગીરી સામે આવી છે. એક યુવકે મોબાઈલમા વીડિયો ઉતારતા વિવાદ થયો હતો. ક્રેઈનના માણસોએ યુવકને માર મારીને ક્રેઈનમાં બેસાડી દીધો હતો.
Jan 02, 2026 07:22 pm
અમદાવાદના વટવામાં આવતીકાલે મેગા ડિમોલિશન
અમદાવાદના વટવામાં આવતીકાલે મેગા ડિમોલિશન યોજાશે. વાનર વટ તળાવમાં મેગા ડિમોલિશન કરાશે. 500 પોલીસ કર્મચારીઓ ડિમોલિશનમાં જોડાશે. 300 મનપા અધિકારીઓ પણ જોડાશે.
Jan 02, 2026 07:11 pm
અમદાવાદ શહેરના કોર્પોરેશનના ગાર્ડન વિભાગમાં વિવાદ
અમદાવાદ શહેરના કોર્પોરેશનના ગાર્ડન વિભાગમાં વિવાદ થયો છે ટેન્ડરની શરતનો ભંગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સાથેનો પાત્ર મનપા કમિશનરને લખવામાં આવ્યો છે.નીલકંઠ એજન્સી દ્વારા પત્ર લખીને આક્ષેપ કરવામાં આવ્યા છે કે મનપા દ્વારા નિયમોનો ઉલાળિયો કરવામાં આવ્યો છે જે મામલે તપાસ કરવામાં આવે ટ્રેકટર ટ્રોલી સહિતની વસ્તુ માટે 250 કરોડનું ટેન્ડર કરવામાં આવ્યું હતું જેમાં નિયમનું પાલન કરવામાં નથી આવ્યું ત્યારે આ મામલે મનપા સત્તાધીશોનું કહેવું છે કે આક્ષેપ ખોટા છે આ મામલે અધિકારીને તમામ મુદ્દા સાથે તાપસ કરવા કહ્યું છે પરંતુ પ્રાથમિક તબક્કે આક્ષેપો ફગાવવામાં આવ્યા છે
Jan 02, 2026 06:59 pm
ઉમરેઠ શહેરના પ્લેટિનિયમ પ્લાઝા સામે જાહેરમાં મેડિકલ વેસ્ટનો ખડકલો
ઉમરેઠ શહેરના પ્લેટિનિયમ પ્લાઝા શોપિંગ સેન્ટર સામે આવેલા કાંસમાં અજાણ્યા શખ્સો દ્વારા ગંભીર પ્રકારનો મેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ ફેંકવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ કચરામાં વપરાયેલી સોય (નીડલ્સ), ઇન્જેક્શનની બોટલો અને પ્લાસ્ટિકની પાઇપો જેવા જોખમી સાધનોનો સમાવેશ થાય છે.
Jan 02, 2026 06:47 pm
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગની અંતિમ તક
શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અમલી 'મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના' અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટેની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પરંતુ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પોર્ટલ પુન: ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
Jan 02, 2026 06:36 pm
નવનીત બાલધીયા સામે સુરતની મહિલાનો આરોપ
માયાભાઇ કેસમાં ફરિયાદી સામે મહિલાના આરોપ,નવનીત બાલધીયા સામે સુરતની મહિલાનો આરોપ, પાયલ વઘાસિયા નામની મહિલાના આક્ષેપ, નવનીત બાલધીયાએ માટી ખનન કર્યું હોવાના આરોપ, મહિલાની માતાની બગદાણાની બેડા ગામમાં જમીન,જમીનમાં મહિલાની માતા સહિત 5 બહેનનો ભાગ, દોઢ વર્ષ પહેલા નવનીતભાઈએ માટી ખનન કર્યું હતું, સત્તત ચારથી પાંચ મહિના સુધી માટી ખનન કર્યું, મહિલાએ જે તે સમયે ટકોર કરતા ખનન બંધ કર્યું, થોડા સમય બાદ ફરી માટી ખનન શરૂ કર્યું હતું, નવનીતભાઇએ મહિલાને ધમકી આપ્યાનો આરોપ, સમગ્ર મામલે મહિલાએ ન્યાયની કરી માંગ.
Jan 02, 2026 06:24 pm
સુરેન્દ્રનગર તત્કાલીન કલેક્ટર અંગે નિવેદન
ACBના DYSP આર.બી દેસાઇનું નિવેદન, સુરેન્દ્રનગર તત્કાલીન કલેક્ટર અંગે નિવેદન, રાજેન્દ્ર પટેલ સામે હમણાં ગુનો નોંધાયો:ACB,વિગતો મેળવાઇ રહી છે, તપાસ ચાલુઃACB.
Jan 02, 2026 06:23 pm
500ની નોટ બંધ જશે તેવી વાત માત્ર અફવા
માર્ચ મહિનાથી 500ની નોટ બંધ જશે તેવી વાત માત્ર અફવા, સરકારે સોશિયલ મીડિયામાં ચાલતા સમાચારોને ફગાવ્યા, સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે સમાચારો, માર્ચથી 500ની નોટ બંધ થઇ જવાના કરાયા છે દાવા, સરકાર કે રિઝર્વ બેંકે નથી કરી આવી કોઇ જાહેરાત.
Jan 02, 2026 06:06 pm
2025માં ACBની કામગીરીના આંકડા સામે આવ્યા
વર્ષ 2025માં એસીબીની કામગીરીના આંકડા સામે આવ્યા છે. 171 ટ્રેપ, 19 ડિકોય અને 16 ડીએની કામગીરી કરવામાં આવી છે. સત્તાના દુરૂપયોગના 4 કેસ કરવામાં આવ્યા છે. ક્લાસ 1 અધિકારી વિરૂદ્ધ 13 કેસ કરાયા, ક્લાસ 2 અધિકારી પર 35 કેસ કરાયા, ક્લાસ 3 કર્મચારી પર 134, ક્લાસ 4 કર્મચારી પર 5 કેસ, ખાનગી વ્યક્તિ સામે 123 કેસ કરાયા, કુલ 310 અધિકારી, ખાનગી વ્યક્તિ સામે કેસ થયા છે.કુલ 1 કરોડ 72 લાખ 91 હજાર 598ની રકમના કેસ થયા છે.સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા છે. જ્યારે મહેસૂલ વિભાગમાં 24 કેસ થયા છે.
Jan 02, 2026 05:53 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
1. PM Kisan Samman Nidhi 22st Installment: ક્યારે આવશે 22મો હપ્તો? તે પહેલા કરી લો આ કામ નહી તો..
4. Vadodara News: આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલમાંથી વડોદરાની બાદબાકી થતા રોષ
5. IND U19 vs SA U19 : Vaibhav Suryavanshi કેપ્ટન બન્યા પછી પહેલીવાર ટીમ ઈન્ડિયાની જર્સીમાં રમશે
6. Ambaji: મંત્રીઓના ભાષણ વચ્ચે આચાર્યોની 'ઘોર નિંદ્રા', વીડિયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ
7. Indiaમાં બુલેટ ટ્રેનનો યુગ: 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે પહેલો સફર
8. Gandhinagar: મહાત્મા મંદિર ખાતે GSRTCનો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, 4,700થી વધુ યુવાનોને મળી નોકરી
9. World News : અરે બાપ રે! ચીનમાં એક વાંદરાની કિંમત 25 લાખ રૂપિયા, માંગ કેમ વધી?
10. Indian Economy : 2047 સુધીમાં ભારતમાં માથાદીઠ આવક કેટલી થશે? આંકડો સાંભળીને તમે પણ ચોંકી જશો!
Jan 02, 2026 05:42 pm
મુશ્કેલીઓ આવે પણ મગજને શાંત રાખવું
ગુજરાત એસટીના ડ્રાઈવર અને કંડક્ટરના નિમણૂક પત્રોના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આંગળી ચિંધ્યાનું પુણ્ય મળે તો આ ખૂબ મોટો અવસર છે. વડાપ્રધાન મોદીએ લોકો સુધી પહોંચવા હંમેશા પ્રયત્નો કર્યા છે. તેમાં સારી રીતે સહભાગી થવાનો પ્રયત્ન થવો જોઈએ. સરકારી સારી બસોની વ્યવસ્થા કરી છે. હવે આ બસો ચલાવવાની જવાબદારી તમારા સૌની છે. અમે ક્યાંય પહોંચીએ તે પહેલા રીલ પહોંચી જાય છે. કોઈ વસ્તુને નકારાત્મક લેવાની જરૂર નથી. બસના તમામ મુસાફરોને તમારા પર ભરોસો છે. મુશ્કેલીઓ આવે પણ મગજને શાંત રાખવું.
Jan 02, 2026 05:31 pm
એસ.ટીના નવા કર્મીઓને ડિજીટલ નિમણૂંક પત્ર એનાયત
ગુજરાત એસટીના નવા કર્મચારીઓને ડિજિટલ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે. પ્રથમવાર ટેકનોલોજીના માધ્યમથી નિમણૂક પત્રો એનાયત કરાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેજ પરથી ઉમેદવારોને જાણ કરી હતી.
Jan 02, 2026 05:18 pm
ગાંધીનગરમાં DYCM હર્ષ સંઘવીનું નિવેદન
ગુજરાતમાં એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરના નિમણૂક પત્રોના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, એસટી વિભાગ 24 કલાક કામ કરે છે. મુખ્યમંત્રીના હસ્તે આજે નિમણૂક પત્રો એનાયત કરાયા છે. એસટીના ડ્રાઈવર અને કંડક્ટર બીજાના પરિવાર માટે કામ કરે છે. 27 લાખ પેસેન્જરનો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. 30 લાખ લોકોને સેવા આપવાનો એસટી વિભાગનો ટાર્ગેટ છે. નવી બસો ઉમેરાતા આ ટાર્ગેટ પણ પૂર્ણ થશે. હાઈવે અને શહેરમા ટ્રાફિકનું પ્રમાણ ઘટી જશે. 2025માં રાજ્યમાં એસટીની 1714 નવી બસ મુકાઈ છે. 962 સુપર એક્સપ્રેસ અને 30 વોલ્વો અને 100 AC બસ મુકાઇ છે.
Jan 02, 2026 04:39 pm
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં તત્કાલિન કલેક્ટરની ધરપકડ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ થયા બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. ઈડીએ તેમના નિવાસ સ્થાને તપાસ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી.
Jan 02, 2026 04:26 pm
સુરેન્દ્રનગરમાં સોની સાથે ઠગાઇ કરનારો ઝડપાયો
સુરેન્દ્રનગરમાં સોની સાથે ઠગાઈ કરનારો ઝડપાયો છે. મંદિરમા લગડી દાન આપવાના નામે ધ્રાંગધ્રામાં વેપારી સાથે 100 ગ્રામ સોનાની ઠગાઈ કરી હતી. આરોપી 13.47 લાખનો ચેક આપી ફરાર થયો હતો.પોલીસે શૈલેષ ઉધાડની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે.
Jan 02, 2026 04:20 pm
સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળની ચિમકી
સસ્તા અનાજના દુકાનદારોએ ફરી હડતાળની ચીમકી ઉચ્ચારી છે. કમિશન વધારા સહિત વિવિધ મુદ્દાઓને લઈને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સરકારે મંજૂરી નહીં આપતાં આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. સમાધાનમાં બાકી રહેલા મુદ્દા પર સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. 14 પડતર મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે.
Jan 02, 2026 04:03 pm
અમદાવાદમાં ફ્લાવર શોને લઇ PM મોદીની પોસ્ટ
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયામાં ફ્લાવર શોને લઈને પોસ્ટ કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, અમદાવાદનો ફ્લાવર શો ચોક્કસ બધાને મોહિત કરશે. સર્જનાત્મકતા અને જનભાગીદારીનું તે ઉત્તમ ઉદાહરણ છે. જીવંત ભાવના અને પ્રકૃતિના જોડાણને દર્શાવે છે. ફ્લાવર શોની વધતી ભવ્ય જોવી એ પ્રેરણાદાયક છે.
Jan 02, 2026 03:46 pm
બાવળામાં 22 વર્ષના યુવકની લટકતી લાશ મળી
રાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં યુવકની લાશ મળી, મૃતક યુવક બનારસી કુમાર બિહારનો વતની, ચાંગોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Jan 02, 2026 03:40 pm
સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળની ચિમકી
કમિશન વધારા સહિત વિવિધ મુદ્દાઓને લઇ ચિમકી, સરકારે મંજૂરી ન આપતા આંદોલનની ચીમકી ઉચ્ચારી, સમાધાનમાં બાકી રહેલા મુદ્દા પર સરકાર સામે નારાજગી, 14 પડતર મુદ્દાઓને લઈ સરકાર સમક્ષ રજૂઆત.
Jan 02, 2026 03:34 pm
રાજ્યમાં ગ્રીન કવર વધારવા મહત્વનો નિર્ણય
185 નદીઓના બંને કાંઠે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે, વન સંરક્ષણ-સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપાઈ, GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર-જમીનની ઓળખ કરાશે, ઓળખ કરેલી જમીનનો ઉપયોગ ગ્રીન કવર માટે કરાશે, રક્ષણ-જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે, દબાણો દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે, ઝુંબેશ થકી નદીઓના કાંઠાની જમીનનુ ધોવાણ અટકશે.
Jan 02, 2026 03:26 pm
અમદાવાદના દિલ્હી દરવાજામાં દબાણો હટાવાયા
દુકાન બહાર રહેલા દબાણો હટાવવામાં આવ્યા, સિઝનલ સ્ટોર્સ દ્વારા કરાયેલા દબાણો હટાવાયા, સામાન્ય રીતે તહેવારોમાં થતી હોય છે ભીડ.
Jan 02, 2026 03:21 pm
સુરતમાં રેસના ચક્કરમાં નબીરાએ કર્યો અકસ્માત
ઓવર સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો, રિતેશ જૈન, તેની પત્ની અને બાળકનો બચાવ, અકસ્માતનો ભોગ બનનાર રિતેશ જૈનનું નિવેદન, અચાનક જ પાછળથી કારને ટક્કર લાગીઃ રિતેશ જૈન, પત્નીને કમરના ભાગે ગંભીર ઇજા પહોંચીઃ રિતેશ જૈન, કોઇ હેરાન થાય તે રીતે કાર-બાઇક ન ચલાવેઃ રિતેશ જૈન, રેસિંગ ટ્રેક સમજનાર નબીરાઓ સામે પરિવારમાં રોષ.
Jan 02, 2026 03:13 pm
ભાવનગરના વલ્લભીપુરમાં ઓફિસમાં ભીષણ આગ
બુધેશ્વર શોપિંગમાં એડવોકેટની ઓફિસમાં આગ, આગમાં તમામ વકીલના ડોક્યુમેન્ટ બળીને ખાખ, ફાયર ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન.
Jan 02, 2026 03:11 pm
છરી વડે હુમલો કરતા ભાઈનું મોત થયું
મૃતકનું નામ રામુ કુશવાહ છે જે મૂળ રહેવાસી મોરેના, મધ્યપ્રદેશનો છે અને આરોપીનું નામ વિષ્ણુ કુશવાહ છે અને મૂળ રહેવાસી મોરેના, મધ્યપ્રદેશ છે. મૃતક અને આરોપી બંને માસીયાઈ ભાઈઓ છે. બંનેનો વ્યવસાય કલરકામનો હતો અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, પ્રાથમિક તપાસ મુજબ જમવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન આરોપી વિષ્ણુ કુશવાહે રસોડામાં વપરાતી છરી વડે પોતાના ભાઈ રામુ કુશવાહ પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે વધુ રક્તસ્ત્રાવ થતા રામુ કુશવાહનું મૃત્યુ થયું હતું.
Jan 02, 2026 03:10 pm
મૃતક અને આરોપી કલર કામ કરતા હતા
બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે હત્યાની એક ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આરોપીની પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ મામલે બોપલ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS)કલમ 103 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
Jan 02, 2026 03:10 pm
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં બોપલમાં પિતરાઈ ભાઈએ કરી ભાઈની હત્યા
અમદાવાદના બોપલમાં યુવકની હત્યા કરવામાં આવી છે, અને બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, મૃતક અને આરોપી બન્ને માસીયાઈ ભાઈ થાય છે અને નાની વાતમાં હત્યા કરી નાખી છે. બોપલમાં પિતરાઇ ભાઇએ ભાઈની હત્યા કરી નાખી છે અને તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા, રામુ કુશવાહની વિષ્ણુ કુશવાહે કરી હત્યા અને સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, આ ઘટના ગઈકાલે સાંજે બની છે અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
Jan 02, 2026 02:51 pm
ભરુચમાં દુષ્કર્મના કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
પરણિત પ્રેમિકાની સગીર દીકરીને બનાવી હતી શિકાર, હવસનો શિકાર બનાવનારને આજીવન કેદની સજા, અલ્તાફહુસેન દીવાનને આજીવન કેદની સજા, આરોપીએ સગીરાને વેચવાનું કાવતરું ઘડ્યું હતું, પીડિતાની માતા પુરાવાના અભાવે છૂટી ગઈ.
Jan 02, 2026 02:47 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
06 - Sports : બાંગ્લાદેશની T20I લીગમાં એક વર્ષથી પગાર ન મળ્યો છતાં રમવા પહોંચ્યો પાકિસ્તાની ખેલાડી
07 - Bangladeshએ યુરોપને નકારીને અમેરિકન કંપની પસંદ કરી, 14 બોઇંગ વિમાન ખરીદશે
08 - MP Parrot Death: ખરગોનમાં 72 કલાકમાં 150 પોપટના મોત, વનવિભાગ થયુ દોડતું
09 - Auto News: ફેબ્રુઆરીમાં Nissan લોન્ચ કરશે Tekton, ટાટા અને હ્યુન્ડાઈવનું વધ્યું ટેન્શન
Jan 02, 2026 02:38 pm
ત્રણ આઈએએસ અધિકારીને વધારાના ચાર્જ અપાયા
રાજેન્દ્ર કુમારને જીએસએફસીના એમડીનો ચાર્જ અપાયો, રાજકુમાર બેનીવાલને સચિવ શહેરી વિકાસ વિભાગનો ચાર્જ સોંપાયો, કે એલ બચાણીને સિવિલ એવિએશન કમિશનરનો વધારાનો ચાર્જ સોપાયો.
Jan 02, 2026 02:37 pm
જામનગરમાં 5 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા
3 મહિલા અને 2 પુરુષની પોલીસે કરી અટકાયત, પ્રાથમિક તપાસમાં 5 બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું, પોલીસની તપાસમાં કંઇ વાંધાજનક મળ્યું નથી.
Jan 02, 2026 02:12 pm
સુરતના ડીંડોલીમાં વિદ્યાર્થિનીનો આપઘાત
વિદ્યાર્થિનીનો ગળે ફાંસો ખાઇ આપઘાત, ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થિની, વિદ્યાર્થિની ઘણાં સમયથી હતાશ રહેતી હતી, પરિવારે ટ્યુશન ક્લાસ સંચાલક પર લગાવ્યા આક્ષેપ, પોલીસ ટ્યુશન ક્લાસ સંચાલકની પૂછપરછ કરશે.
Jan 02, 2026 01:39 pm
અમદાવાદમાં વાડજ બ્રિજ પરથી યુવકે ઝંપલાવ્યું
બ્રિજ પર લગાવેલી જાળી પરથી કૂદી આપઘાતનો પ્રયાસ, વાહનચાલકો, ફાયર વિભાગ દ્વારા યુવકને બચાવી લેવાયો.
Jan 02, 2026 01:26 pm
રાજ્યમાં ઠંડીથી ઠુંઠવાવા રહેજો તૈયાર
રાજ્યમાં 3 જાન્યુઆરીથી વધશે ઠંડીનું જોર, પવનોની દિશા બદલાતા વધશે ઠંડીનું જોર, રાજ્યના હવામાન વિભાગની આગાહી, લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે, નલીયામાં સૌથી નીચું 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું, અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેશે, ગાંધીનગરમાં પણ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેશે.
Jan 02, 2026 01:22 pm
અમદાવાદના શીલજમાં કાફેટેરિયા સાથે સ્મશાન ગૃહ
શીલજમાં વિશેષ સુવિધા સાથેનું સ્મશાન ગૃહ તૈયાર, શીલજમાં રૂ .17 કરોડના ખર્ચે તૈયાર કરાયું સ્મશાન ગૃહ, નવી સુવિધા સાથે 12 હજાર ચોરસ મીટરમાં સ્મશાન ગૃહ, વાડજ, જમાલપુર સહિતના 10 સ્મશાન વિકસાવાશે, પરિસરમાં પ્રાર્થના ખંડ, અસ્થિ મેળવવાની વિશેષ વ્યવસ્થા, સ્મશાન ગૃહમાં ચા - કોફી માટે કેફેટરિયાની વ્યવસ્થા, 2 CNG ભઠ્ઠી, 4 લાકડાની ભઠ્ઠી, પાર્કિંગ, વેઇટિંગ એરિયા.
Jan 02, 2026 01:06 pm
અમદાવાદમાં વધુ એક બ્રિજમાં સળિયા દેખાયા
સુભાષબ્રિજ બાદ દધિચી બ્રિજમાં સળિયા દેખાયા, સુભાષબ્રિજ બંધ થતા ટ્રાફિક વાડજમાં ડાયવર્ટ કરાયો, વર્ષ 2011માં ખુલ્લો મુકાયો હતો દધિચી બ્રિજ, મનપા બ્રિજ પ્રોજેક્ટની ગંભીર બેદરકારી સામે આવી.
Jan 02, 2026 01:02 pm
ગુજરાતના પાંચ સેટેલાઇટ ટાઉન
રાજ્ય સરકારે શરૂઆતના તબક્કામાં અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આ પાંચ શહેરોમાં માસ્ટર ટાઉન પ્લાનિંગ સાથે પરિવહન, ઉદ્યોગો, પ્રવાસન, શિક્ષણ અને આરોગ્યને લગતી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.
Jan 02, 2026 01:02 pm
શું છે સેટેલાઇટ ટાઉન ?
સેટેલાઇટ ટાઉન એટલે મોટા શહેર અથવા મહાનગરની નજીક સ્થિત એવું શહેર જ્યાં મોટા શહેરથી એક કલાકમાં પહોંચી શકાય છે. આવા શહેરોની ઓળખ કરીને તેમને આર્થિક રીતે ધમધમતા કેન્દ્રો બનાવવાનો ઉદ્દેશ છે, જેથી મોટા શહેરો પર ભારણ ઘટે અને આ શહેરોમાં રોજગારીની નવી તકો ખુલે. આ શહેરોમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.
Jan 02, 2026 01:02 pm
આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક કરવામાં આવશે
વર્ષ 2030 સુધીમાં આ શહેરોમાં મહાનગરો જેવી સુવિધાઓ વિકસિત કરીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનું આયોજન છે, જેથી મોટા શહેરો પરથી ભારણ ઘટાડી શકાય. શહેરી વિકાસ વર્ષ-2025માં ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’નો મંત્ર સાકાર કરવાના ઉદ્દેશથી રાજ્ય સરકારે અમદાવાદ પાસે સાણંદ, વડોદરા પાસે સાવલી, ગાંધીનગર પાસે કલોલ, સુરત પાસે બારડોલી અને રાજકોટ પાસે હીરાસરને ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે દરખાસ્ત રજૂ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનુભવ ધરાવતા અર્બન પ્લાનર્સને માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આમંત્રિત કર્યા છે. આગામી બે મહિનામાં કન્સલટન્ટની નિમણૂક કરવામાં આવશે, જેઓ એક વર્ષની અંદર શહેરો માટે માસ્ટર પ્લાન તૈયાર કરીને રજૂ કરશે.
Jan 02, 2026 01:01 pm
વર્ષ 2030 સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવામાં આવશે
વર્ષ 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ભારતના દરેક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિયર-2 અને ટિયર-3 શહેરોના વ્યૂહાત્મક વિકાસને વેગ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2025માં પાંચ સેટેલાઇટ ટાઉન વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે હવે શહેરોના માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેના માટે ટેન્ડર દ્વારા અર્બન પ્લાનર્સની નિમણૂક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Jan 02, 2026 12:48 pm
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડના પણ ભણકારા વાગી રહ્યા છે
સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે, પૂર્વ કલેકટ રાજેન્દ્ર પટેલના ઘરે મોડી રાતથી ઈડીએ સર્ચ ઓપરેશન કર્યુ હતુ અને અલગ-અલગ ફાઈલો પણ તપાસ માટે લીધી છે, ત્યારે આ કેસમાં પૂર્વ કલેકટરની ધરપકડ થવાના પણ ભણકારા છે, પૂર્વ કલેકટરની ઈડી પૂછપરછ કરી શકે છે અને અત્યાર સુધી કઈ જમીનને લઈ શું કૌભાંડ કરાયું છે તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે.
Jan 02, 2026 12:47 pm
સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઇ મોટા સમાચાર, તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલની EDએ કરી અટકાયત : સૂત્ર
સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે, સૂત્રો તરફથી માહિતી સામે આવી છે કે, EDએ રાજેન્દ્ર પટેલની અટકાયત કરી અને સવારથી સુરેન્દ્રનગરમાં તત્કાલિન કલેકટરના નિવાસસ્થાને તપાસ કરી હતી, તપાસ બાદ EDએ અટકાયત કરી હોવાની વાત સામે આવી છે. સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌંભાડ તત્કાલિન કલેકટ અને નાયબ મામલતદાર વિરુદ્ધ ગાળીયો કસાયો છે, તો ઈડીએ ગઈકાલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે, 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કસ્ટડીમાં મોકલાયો છે, અને ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કર્યો હતો.
Jan 02, 2026 12:35 pm
IPS અધિકારી શમશેરસિંઘ ગુજરાત પરત આવશે
હાલ BSFમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે છે કાર્યરત, કાયમી DGPની ચર્ચા વચ્ચે શમશેરસિંઘ ગુજરાત પરત આવશે, શમશેરસિંઘ 1991ની ગુજરાત કેડરના IPS અધિકારી છે.
Jan 02, 2026 12:27 pm
અમદાવાદમાં હિટ એન્ડ રનમાં 1નું મોત
ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસેની ઘટના, અજાણી કારે બાઇકને ટક્કર મારતા અકસ્માત, અકસ્માતમાં બાઇકચાલક ચંદ્રકાંત પંચાલનું મોત, ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
Jan 02, 2026 12:13 pm
12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 30 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 28 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.
Jan 02, 2026 12:13 pm
ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા સૂચના : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના ખેડૂતોને છે કે, ઘઉં, શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે, ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે.
Jan 02, 2026 12:13 pm
વાદળછાયું વાતાવરણ થતા ઠંડી ઘટશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને 10 જાન્યુઆરીથી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે. જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉ.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે, ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે.
Jan 02, 2026 12:01 pm
પંચમહાલ અને સાબરકાંઠામાં પણ તીવ્ર ઠંડી પડશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉ.ગુજરાતમાં 8 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને રેલવે યાતાયાત પર ધુમ્મસની અસર રહશે, કચ્છના નલિયામાં ઠંડા પવનો ફૂંકાશે અને નલિયામાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે અને ઉત્તરાયણમાં પવન સાનુકુળ રહેશે અને સવારે 5 થી 6 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અને 18 થી 21 જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ આવશે અને પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં હવામાન પલટાશે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે અને 24 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે.
Jan 02, 2026 12:01 pm
અંબાલાલ પટેલે કહ્યું, ઉત્તરાયણમાં પતંગ રસિકોને મોજ પડી જશે, ઉત્તરાયણના દિવસે 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે
હવામન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, આ વખતે ઉત્તરાયણમાં સારો પવન રહી શકે છે અને ઉત્તરાયણમાં 6 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાશે અને બપોર બાદ 10 થી 12 કિલોમીટર પવનની ગતિ રહશે અને ઉત્તરાયણમાં બપોરે પવનની ગતિમાં વધઘટ રહી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા આકરી ઠંડી પડી શકે છે અને કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતાઓ છે અને એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવશે, પાટણ, સમી, હારીજ, સાબરકાંઠામાં તીવ્ર ઠંડી પડી શકે છે.
Jan 02, 2026 11:46 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે
PM મોદી સાથે કરી શકે છે CM મુલાકાત, પ્રવર્તમાન સ્થિતિ અંગે થઇ શકે છે ચર્ચા, મોડી સાંજે મુખ્યમંત્રી ગુજરાત પરત આવશે.
Jan 02, 2026 11:46 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
06 - Entertainment : પિતા ગુમાવ્યા, સસરાનું પણ અચાનક અવસાન થતાં ભાંગી પડયો અર્જુન બિજલાની
08 - Gold Silver Price Today: ચાંદીએ પકડી રફતાર, સોનામાં પણ તેજી, જાણો 2 જાન્યુઆરીના લેટેસ્ટ રેટ
10 - Petrol Diesel Price Today: 2જી જાન્યુઆરીએ અમદાવાદ સહિત મોટા શહેરોમાં બદલાયો પેટ્રોલ ડીઝલનો ભાવ
Jan 02, 2026 11:38 am
દ્વારકામાં ગોમતી નદીમાં ઝંપલાવી યુવકનો આપઘાત
વહેલી સવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયો.
Jan 02, 2026 11:38 am
સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનનો મોડી રાત્રે ઘેરાવ
પાટીદાર સમાજની સગીરાનું અપહરણ કરતા રોષ, પાટીદાર સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો, મોટી સંખ્યામાં પાટીદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, આરોપીને પકડીને વિશેષ ગુનો દાખલ કરવા માંગ, દિકરીની શોધખોળ માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરાશે, જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ, છેલ્લા 35 દિવસથી દિકરી પરિવારથી અળગી, પોલીસે કોઇ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ.
Jan 02, 2026 11:37 am
BMW કાર ચાલાક પોલીસ પકડથી દૂર
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મંથન પટેલ કાર ચલાવતો હતો અને સાથે ઋષિ પટેલ પણ સાથે હતો અને દારૂની પાર્ટી પતાવીને પરત ફરતા હતા તે સમયે આ અકસ્માત થયો છે અને મહત્વની વાત તો એ છે કે, આ સમગ્ર ઘટનામાં સ્થળ પરથી દારૂના ગ્લાસ તો મળી આવ્યા પણ બોટલ ગાયબ થઈ ગઈ છે, પોલીસે બોટલ છુપાવી કે કોઈ અન્યએ આ બોટલ છુપાવી તેને લઈ રહસ્ય છે.
Jan 02, 2026 11:05 am
અકસ્માત સર્જેલી કારની સાફ સફાઈ કરવામાં આવી
સુરત શહેરમાં નબીરાઓએ ફરી બેફામ બની અકસ્માત સર્જ્યો છે, વેસુ VIP રોડ પર બેફામ મહિન્દ્રા BE-6 અને BMW સાથે સ્વીફ્ટ કારનો અકસ્માત થયો છે, અકસ્માત થતાની સાથે જ BE-6 અને BMWની એરબેગ પણ ખુલી ગઈ હતી, આ અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પર રહેલ ઈલેકટ્રીક પોલ પણ ઢળી પડયા હતા, તો પોલીસ તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે, સ્વીફટ કારમાં જે મહિલા બેઠી હતી તેને ગંભીર ઈજા પહોંચી છે.
Jan 02, 2026 11:05 am
વેસુ VIP રોડ પર 3 જેટલા લાઈટ પોલને નુકસાન
નબીરો મંથન પટેલ કાર ચલાવતો હોવાનું ખુલ્યું છે અને રોડ પર રહેલા લાઈટના પોલને પણ નુકસાન થયું છે, મંથન પટેલ સાથે ઋષિ પટેલ કારમાં સવાર હતો અને YPD મેરેજ હોલમાં સગાઇમાં દારૂ પાર્ટી કરી હતી કે નહી તેને લઈ પોલીસ તપાસ કરી રી છે, અમેરિકાથી આવેલો મિત્ર દારૂની બોટલ લાવ્યો હતો તેવી વાત પણ સામે આવી છે અને અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ ગાયબ થઇ છે, અકસ્માત સ્થળેથી માત્ર ગ્લાસ મળી આવતા પોલીસ પર પણ સવાલો ઉભા થયા છે.
Jan 02, 2026 11:05 am
સુરતમાં નબીરાએ 150થી વધુની સ્પીડે કાર હંકારી સર્જાયો અકસ્માત, પૈસાદાર બાપના છોકરાઓએ રોડ લીધો હતો માથે
સુરતના વેસુ વિસ્તારમાં રેસના ચક્કરમાં નબીરાઓએ અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, બેફામ લક્ઝુરીયસ કારચાલકે સર્જ્યો અકસ્માત અને પોલીસે અકસ્માત સર્જનાર મંથન પટેલની ધરપકડ કરી છે. નબીરા મંથન પટેલ સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો વેસુ પોલીસે નોંધ્યો છે અને રેસના ચક્કરમાં 3 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત અને 150થી વધુની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો હોવાની વાત છે, કાર વચ્ચે રેસ લાગી હતી અને તેમાં આ અકસ્માત સર્જાયો છે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને કોઈ મોત પણ થયું ન હોવાથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Jan 02, 2026 10:46 am
ઉત્તરાયણ પહેલા હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ
પ્રતિબંધિત વસ્તુઓના અમલ માટે કડક આદેશ આપ્યો છે, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ પર રોક અને વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે, સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે અને 59 FIR નોંધી 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ સરકાર, 'ચાઈનીઝ વસ્તુઓ રાખનાર, વેચનાર સામે કાર્યવાહી કરાઇ અને ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણને લઇ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને જિલ્લા પોલીસ વડાને ડે-ટુ-ડે રિપોર્ટ કરવા કોર્ટે આપ્યા નિર્દેશ.
Jan 02, 2026 10:45 am
મહીસાગરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સ ઝડપાયો, SOG પોલીસે 36 રીલ ઝડપી પાડી
મહીસાગર જીલ્લામાં ચાઈનીઝ દોરીનું ખાનગીમાં વેચાણ કરનાર શખ્સ ઝડપાયો છે અને પોલીસે બાતમીના આધારે આ શખ્સને ઝડપી પાડી 36 નંગ ચાઈનીઝ રીલ જપ્ત કરી છે. મહીસાગર જિલ્લામાં વધુ એક ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સ ઝડપાયો છે, કોઠંબા પોલીસ મથક વિસ્તારમાં ચાઈનીઝ દોરી સાથે એક ઝડપાયો છે અને મહીસાગર SOGએ બાતમીના આધારે મહારાજ ઢાબા નજીક રોડ ઉપર ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારને ઝડપી પાડયો છે, મહેન્દ્ર નામના યુવકને 36 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા સાથે ઝડપી પોલીસે 42 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Jan 02, 2026 10:31 am
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો પરેશાન
ફ્લાઇટ મોડી અને રદ થતા મુસાફરો પરેશાન, એર ઇન્ડિયાની દિલ્હી જતી 2 ફ્લાઇટ રદ કરાઈ, કોઇ કારણ વગર ફ્લાઇટ રદ કરતા મુસાફરો પરેશાન, ઇન્ડિગોની 4થી વધુ ફ્લાઈટ મોડી પડતા હેરાનગતિ.
Jan 02, 2026 10:27 am
આરોપીને માનકુવા પોલીસને સોંપવામાં આવ્યા
જેથી તેમના વિરૂધ્ધ માનકુવા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪) મુજબનો ગુનો સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરાવવામાં આવેલ. ઉપરોક્ત ગુના કામના આરોપી (૧) પ્રકાશ ખીમજીભાઇ બારોટ રહે. જુની રાવલવાડી, રામદેવપીર મંદીર પાસે ભુજ તથા (૨) ભાવેશ હિરજીભાઇ ગરવા રહે.રાધાક્રુષ્ણનગર ફકીરવાડી મીરઝાપર પોલીસ ચોકીની બાજુમાં તા.ભુજ વાળાને હસ્તગત કરી માનકુવા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
Jan 02, 2026 10:26 am
પોલીસે એકાઉન્ટની માહિતી મેળવીને કરી કાર્યવાહી
જે અન્વયે સમન્વય પોર્ટલ ઉપરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવી એનાલીસીસ કરી અને તે આધારે (૧) પ્રકાશ ખીમજીભાઇ બારોટ રહે. જુની રાવલવાડી, રામદેવપીર મંદીર પાસે ભુજ તથા (૨) ભાવેશ હિરજીભાઇ ગરવા રહે.રાધાક્રુષ્ણનગર ફકીરવાડી મીરઝાપર પોલીસ ચોકીની બાજુમાં તા.ભુજ વાળાના નિવેદન લઇ તપાસ કરતા તે લોકો સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવા આધારે સરકાર તરફે ફરીયાદી બની બન્ને આરોપીઓએ સાયબર ફોડ/છેતરપિંડીના રૂપિયા મેળવી ગુનો કર્યો હોવાની વાત સામે આવી છે.
Jan 02, 2026 10:26 am
મ્યુલ એકાઉન્ટને લઈ કાર્યવાહી કરવામાં આવી
પોલીસ મહાનિદેશક, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અનુસાર ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તથા ગૌતમ વિવેકાનંદન ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
Jan 02, 2026 10:26 am
કચ્છમાં સાયબર ફ્રોડના રૂપિયા કમિશનથી મેળવનાર સામે કાર્યવાહી, આરોપીના ખાતામાં રૂ. 33 લાખ જમા થયા હતા
કચ્છના સાયબર સેલે બે આરોપીની કરી ધરપકડ અને પ્રકાશ બારોટ અને ભાવેશ ગરવાની ધરપકડ કરી છે, આરોપીઓએ કમિશન લઈ પોતાનું બેંક ખાતું આપ્યું હતુ ભાડે, આરોપીના ખાતામાં રૂ. 33 લાખ જમા થયા હતા. અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવી તેમાં સાયબર ફ્રોડના નાણા મેળવી ચેકથી વિડો કરી તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરી કમિશન (લાભ) મેળનાર બે આરોપીઓ વિરૂધ્ધ ગૃનો દાખલ કરાવતી સાયબર સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ ભૂજ જીલ્લા પોલીસ.
Jan 02, 2026 10:15 am
કચ્છમાં સ્થાનિક લોકોની દેશી દારુના અડ્ડા પર રેડ
ભચાઉના આધોઇ ગામે દેશી દારુના અડ્ડા પર રેડ, દારુ સાથે લોકો સામખિયાળી પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસ સ્ટેશનમાં જ દેશી દારુનો ઢગલો કર્યો, પોલીસ અને આગેવાનો વચ્ચે તુતુ મેંમેં.
Jan 02, 2026 09:58 am
અમદાવાદની કિડની હોસ્પિટલમાં બોગસ ભરતી
ત્રણ કર્મચારીઓની સેવા સમાપ્ત કરવાનો નિર્ણય, સંદેશના અહેવાલ બાદ તંત્રએ કાર્યવાહી કરી, અનિયમિત રીતે તત્કાલીન નિયામકે નિમણૂંક કરી હતી, આઇકેડીઆરસી-કિડની હોસ્પિટલમાં બોગસ ભરતી, ડાયાલિસીસ ટેકનિશિયનની ભરતી કરાઇ હોવાના અહેવાલ, નિયમોની ઐસીતૈસી કરી ભરતી કરવામાં આવી હતી.
Jan 02, 2026 09:56 am
ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યકિતઓ સાથે અભિપ્રાય-સૂચનો મંગાવાયા હતા
ગુજરાત સરકાર દ્વારા ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ એક્ટ, ૨૦૦૬ કેન્દ્રિય અધિનિયમ નં. ૩૪ ઓફ ૨૦૦૬ના અસરકારક અમલ માટે રાજ્યના પરિપેક્ષ્યમાં ખાસ જરૂરિયાતો અનુરૂપ રાજ્યકક્ષાએ તેમાંની કેટલીક દંડનીય જોગવાઇઓમાં સુધારા તેમજ વિચારણા કરવામાં આવી છે. જેના ભાગરૂપે જાહેર જનતાને સલામત અને ગુણવતા સભર ખોરાક મળી રહે તે હેતુથી નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ-અસોસિયેશનના હોદ્દેદારો પાસેથી પોતાનો અભિપ્રાય-સૂચનો મંગાવવામાં આવ્યા હતા.
Jan 02, 2026 09:56 am
ભુજ કોર્ટનો ભેળસેળ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો
લોકોને છેતરીને ભેળસેળ કરી વધુ નફો વેપારીઓ કરતા હોય છે અને નગરપાલિકા અને કોર્પોરેશન ઘણી વાર ઓંચિતું ચેકીંગ કરીને ફૂડના નમૂના પણ લેતા હોય છે અને નમૂના પ્રમાણે જે રીપોર્ટ આવે તેના આધારે દંડ અને સજા વેપારીઓને પડતી હોય છે, ત્યારે આવા લાલચું વેપારીઓ કે જે રૂપિયા કમાવવા માટે અન્યના જીવ જોખમમાં મૂકતા હોય છે તેવોજ એક વેપારી ભુજનો પણ નીકળ્યો છે અને સાડા ચાર વર્ષ પહેલા નોંધેલા કેસમાં કોર્ટે ચુકાદો આપીને બન્નેને જેલ હવાલે કર્યા છે.
Jan 02, 2026 09:56 am
ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સાવધાન, ભુજમાં મીઠાઈમાં ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે છ માસની સજા ફટકારી
ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સાવધાન થઈ જજો, નહીતર તમને પણ જેલ થઈ શકે છે, ભુજ કોર્ટનો ભેળસેળ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે અને મીઠાઇના વેપારી પિતા-પુત્રને છ માસની કેદ કરવામાં આવી છે. ભુજમાં મીઠાઈના વેપારીને સજા ઉપરાંત કોર્ટે એક લાખનો દંડ ફટકાર્યો છે અને સાડા ચાર વર્ષ જૂના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો અને સંચાલક દયારામ અને મહેશ દાવડાને છ માસની સજા ફટકારવામાં આવી છે, ભુજમાં વેપારી ખાવડા સ્વીટ અને ફરસાણની દુકાન ચલાવી રહ્યાં હોવાની વાત સામે આવી છે.
Jan 02, 2026 09:41 am
સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો
1 કિલો ચાંદીનો ભાવ વધીને 2 લાખ 40 હજારને પાર, ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. 5 હજારનો વધારો, 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 37 હજારને પાર, સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે રૂ. 950નો વધારો, મલ્ટી કોમોડિટી એક્ષચેન્જમાં સોના-ચાંદીના ભાવ ખૂલ્યા.
Jan 02, 2026 09:40 am
નવા વર્ષે બલુચિસ્તાનનું ભારતને સમર્થન
પાક.ને જડમૂળથી ઉખેડી નાખો:બલુચિસ્તાન, અમે ભારતની સાથે છીએ:બલુચિસ્તાન, બલોચ નેતા મીર યારે જયશંકરને લખ્યો પત્ર, ‘પાકિસ્તાનને ઉથલાવી દો, અમે ભારત સાથે છીએ’, બલોચે ભારતીયોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.
Jan 02, 2026 09:39 am
સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવતા પોલીસે CPR આપી બચાવ્યો જીવ
ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં દર્શન દરમિયાન યાત્રિકને હાર્ટ એટેક આવ્યો હોવાની વાત સામે આવી છે અને યાત્રી બેભાન થતા હડકંપ મચ્યો હતો, પોલીસે સીપીઆર આપી યાત્રિકનો જીવ બચાવ્યો છે. ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં નૃત્ય મંડપ પાસે યાત્રિક બેભાન થતા હડકંપ મચ્યો હતો, મંદિરની સુરક્ષા પોલીસે સમય સૂચકતા દાખવી CPR આપી યાત્રિકનો જીવ બચાવ્યો હતો, ગોલ્ફ કાર અને 108 એમ્બ્યુલન્સથી યાત્રિક દવાખાને ખસેડાયા હતો અને ત્વરિત સારવારથી યાત્રિકનો જીવ બચ્યો છે, ગુજરાત પોલીસનું “મેં આઈ હેલ્પ યુ” સૂત્ર બન્યું સાર્થક.
Jan 02, 2026 09:33 am
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં ના. મામલતદાર જેલ હવાલે
8 દિવસના રિમાન્ડમાં ના. મામલતદારે કર્યા મોટા ખુલાસા. કલેકટર કચેરીના સ્ટાફની ED અધિકારીઓ પૂછપરછ કરશે. રિમાન્ડ દરમિયાન વહીવટદાર-બાબુઓના નામ ખૂલ્યા. ACB ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરે તેવી શક્યતા. ના.મામલતદારના મોબાઇલમાંથી પૈસાના હિસાબ મળ્યા.
Jan 02, 2026 09:27 am
ગુજરાતીઓના ફેફસાં નબળા પડ્યા લાગ્યા
2025માં શ્વાસની સમસ્યાના 1.29 લાખ કેસ નોંધાયા. અમદાવાદમાં સૌથી વધુ 31, 162 કેસ નોંધાયા. 2024માં શ્વાસની સમસ્યાના કેસ 1.24 લાખ હતા. વાયુ પ્રદુષણ, ઊડતી ધૂળની રજકણો સ્વાસ્થ્ય માટે જવાબદાર. કોરોના બાદ COPD કેસમાં 30 ટકાનો વધારો. શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાવો સહિતની સમસ્યા.
Jan 02, 2026 09:19 am
ધર્મગુરૂઓએ શાહરૂખ ખાન સામે મોરચો ખોલ્યો
અભિનેતા શાહરુખ ખાન સામે ધર્મગુરૂઓમાં રોષ. KKR ટીમમાં બાંગ્લાદેશી ખેલાડીઓના સમાવેશથી રોષ. દેવકીનંદન ઠાકુરની ટિપ્પણીઓને સમર્થન આપ્યું. ધીરેન્દ્ર શાસ્ત્રી અને સ્વામી રામભદ્રાચાર્યનું સમર્થન. બાંગ્લાદેશમાં હિન્દુત્વ વિરુદ્ધ ઘટના:ધીરેન્દ્ર શાસ્ત્રી.
Jan 02, 2026 09:12 am
જંબુસરના કાવા ગામે એક વ્યક્તિનો આપઘાત
ઘરમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો. નવીવસાહત વિસ્તારમાં આપઘાતનો બનાવ. પોલીસે આપઘાતને લઇ વધુ તપાસ હાથ ધરી.
Jan 02, 2026 09:06 am
રાજકોટમાં 11થી 13 જાન્યુઆરી વાયબ્રન્ટ સમિટ
22થી વધુ દેશોના પ્રતિનિધિઓ લેશે ભાગ, PM નરેન્દ્ર મોદી રોડ શો બાદ કરશે ઉદ્ઘાટન, સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટ માટે 6364 MOU, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા ભાગ લેશે, દક્ષિણ આફ્રિકા, ચીન સહિત દેશો ભાગ લેશે, વિદેશી મહેમાનો માટે હોટેલમાં રૂમ બુક કરાયા, કૃષિ ઉત્પાદકો અને ઉદ્યોગકારો માટે મોટી તક.
Jan 02, 2026 08:52 am
દાદાનું અવસાન થયુ હોવાની કહી હોસ્ટેલથી કિશોરીનું કર્યુ અપહરણ
કિશોરી હોસ્ટેલ પરત ન આવતા સ્ટાફે ઘરે ફોન કર્યો અને સમગ્ર ઘટના સામે આવી છે, કિશોરીની ઉંમર 15 વર્ષ છે અને કિશોરી સલામત રીતે વાલીને સોંપવામાં આવી છે, અપહરણ કરનાર આરોપી સાંજે વિધાર્થીને તેની હોસ્ટેલ પર મૂકી ગયો હતો અને પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી અને કિશોરી બન્ને કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી, સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ પોલીસે તપાસ્યા હતા.
Jan 02, 2026 08:52 am
સુરતના ઉત્રાણમાં વાલીની ઓળખ આપી કિશોરીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
સુરતના ઉત્રાણમાં કિશોરીનું અપહરણ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આરોપીએ વાલીની ઓળખ આપી કર્યુ કિશોરીનું અપહરણ અને પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં હોસ્ટેલમાં રહેતી કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હતુ અને આરોપીએ હોસ્ટેલમાં પહોંચી વાલીની ઓળખ આપી હતી અને અપહરણ કર્યુ હતુ, દાદાનું મરણ થયું છે અને કિશોરીને લઈ જવાની છે તેમ કહી અપહરણ કર્યુ હતુ, હોસ્ટેલના સંચાલકોને દાળમાં કાળુ દેખાતા વાલીનો સંપર્ક કરતા ભાંડો ફૂટયો હતો.
Jan 02, 2026 08:28 am
આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે
ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિ કરતાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. શિયાળાની સિઝનમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે, ઠંડી હવા પ્રદૂષકોને જમીનને વધુ નજીક રોકી રહે છે, જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને વાહનોમાંથી નીકળતાં ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વાસ નળીમાં બળતરા પેદાં કરે છે. ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, અસ્થમા અને બોંકાઈટિસ જેવી બીમારીમાં વધારો કરે છે. ઘરની બહાર માસ્ક પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં ઉપરનો તણાવ ઘટે છે.
Jan 02, 2026 08:28 am
નવેમ્બર મહિનામાં વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી થાય છે
આ તબક્કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે, લોકોએ જાગૃતિ, સમયસર ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. વાયુ પ્રદૂષણને લીધે ગુજરાતમાં સીઓપીડી કેસમાં વધારો થયો છે. ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વમાં લોકોના મૃત્યુ માટેના કારણમાં સીઓપીડી ચોથા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ, ઝડપી છે, જે વ્યક્તિના ફેફસાં હકીકતમાં કેટલી સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે, ઘણા દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ આવે છે, વહેલા પીએફટી સ્ક્રીનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે, જેમ ડાયાબિટિસ મેનેજ કરીએ તેમ યોગ્ય દવાથી સીઓપીડીને કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ.
Jan 02, 2026 08:28 am
શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે ફેફસાંના સ્વાસ્થ્યની અવગણના કરી શકાય નહી
એકંદરે ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૦થી ૫૦ વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન નહિ કરનારા યુવાનોના કેસ પણ જોવા મળી રહ્યા છે.
Jan 02, 2026 08:27 am
અમદાવાદની હવા દિવસેને દિવસે બની રહી છે ઝેરી, થલતેજ અને શાંતિગ્રામમાં AQI 200ને પાર પહોંચ્યો
દિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા બની ઝેરી અને અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં વધારો થયો છે, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ 200ને પાર પહોંચ્યું છે. સૌથી વધુ થલતેજ,શાંતિગ્રામમાં AQI 200ને પાર પહોંચ્યો છે, થલતેજમાં 207 અને શાંતિગ્રામ AQI 250, શાહીબાગમાં 165, સોલામાં 196 AQI નોંધાયો છે, બોપલમાં 172, સ્ટેડિયમમાં 169 AQI નોંધાયો છે, ઉષ્માનપુરામાં 173, મણિનગરમાં AQI 165, કઠવાડામાં 168 , રખિયાલમાં 165 AQI, ઘુમામાં 167, ઇસનપુરમાં 169, વટવામાં 170 AQI નોંધાયો છે.
Jan 02, 2026 08:20 am
યુપી CM આજે પ્રયાગરાજની મુલાકાતે
CM યોગી આદિન્યનાથ માઘ મેળાની કરશે સમીક્ષા, માઘ મેળાનો પહેલો સ્નાન મહોત્સવ આવતીકાલે યોજાશે, તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા અંગે કરશે સમીક્ષા.
Jan 02, 2026 08:15 am
આજે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષાની શક્યતા, ઊંચા વિસ્તારોમાં હળવા હિમવર્ષા થવાની શક્યતા, પંજાબ,હરિયાણા,દિલ્હી NCRમાં રહેશે ગાઢ ધુમ્મસ, યુપી-બિહાર અને રાજસ્થાનમાં પણ ધુમ્મસ રહેશે, શીત લહેરની સ્થિતિ રહેવાની હવામાન વિભાગની આગાહી.
Jan 02, 2026 08:14 am
નકલી રબ્બર સ્ટેમ્પ અને નકલી અધિકારીની સહીવાળો દસ્તાવેજ મળ્યો
આ કેસની વાત કરવામાં આવે તો જમીન કૌંભાડના કેસમાં બે મહિલા સહિત નવ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. જેમાંથી 4 આરોપી હાલ પોલીસના સકંજામાં છે. ખોટા રબ્બર સ્ટેમ્પ અને અધિકારીઓની નકલી સહીઓ વાળા દસ્તાવેજોને આધારે કૌભાંડ પાર આચરવામાં આવ્યું છે. દસ્તાવેજ જે ખોટા કરવામાં આવ્યો છે તેને રદ પણ કરવામાં આવ્યો છે.
Jan 02, 2026 08:14 am
હળવદમાં જમીન કૌભાંડ કર્યુ હતુ
મામલતદારે મહિલા સહિત 9 સામે કરી હતી ફરિયાદ અને પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીની આ કેસમાં ધરપકડ કરી છે, વાત એવી છે કે, આરોપીઓએ કોયબા, સુંદરીભવાની અને ઘનશ્યામપુર ગામે સરકારી જમીન પચાવી પાડી હતી અને આરોપીઓએ આ જમીન પોતાના નામે કરી દીધી હતી અને સમગ્ર ઘટનાની જાણ મામલતદારને થતા મામલતદારે તપાસ કરતા કૌભાંડ સામે આવ્યું હતુ. આ કેસમાં 9 માંથી 2 તો મહિલા આરોપી હોવાની પણ વાત છે.
Jan 02, 2026 08:14 am
મોરબીના હળવદમાં 3 ગામની 344 વીઘા જમીન કૌભાંડમાં બે તત્કાલીન પટાવાળાની કરાઈ ધરપકડ
મોરબીના હળવદમાં જમીનમાં કૌભાંડ કરનાર ઝડપાયા છે, કૌભાંડમાં બે તત્કાલીન પટાવાળાની ધરપકડ કરવામાં આવી છે, ગોવિંદ કુરિયા અને મનસુખ કાંટિયાની પોલીસે ધરપકડ કરી છે. મોરબીના હળવદમાં 3 ગામની 344 વીઘા જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને બનાવટી દસ્તાવેજ બનાવવામાં આ આરોપીઓએ મદદ કરી હોવાની વાત સામે આવી છે, સિક્કા અને રાઉન્ડ સિલમાં મદદ કરવાનો ગુનો આ ઝડપાયેલ આરોપી સામે નોંધાયો છે અને પોતાના કાર્યકાળ દરમિયાન આચર્યુ કૌભાંડ.
Jan 02, 2026 07:51 am
શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે.
Jan 02, 2026 07:51 am
18 ડિસેમ્બર 2025ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો
રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં જોવા મળી વધ-ઘટ અને સિંગતેલના ભાવમાં વધારો જ્યારે કપાસિયામાં થયો ઘટાડો થયો હતો. સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2555-2605 રૂપિયાએ પહોંચ્યો હતો, કપાસીયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2160-2210 રૂપિયાએ પહોંચ્યો હતો, આ ભાવ છેલ્લે 18 ડિસેમ્બર 2025ના રોજ હતો.
Jan 02, 2026 07:43 am
સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 20નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2660થી વધી 2680 રૂપિયા થયો
નવા વર્ષના પ્રારંભે સિંગતેલના ભાવમાં રૂ.20નો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ રૂ.2660 થી વધીને રૂ. 2680 થયો છે. ચાલુ વર્ષે હજુ પણ સિંગતેલના ભાવ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા સેવાઈ રહી છે. ગુજરાતમાં સિંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ લોકો વધારે કરતા હોય છે અને આ બન્ને તેલના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે, ત્યારે સિંગતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે, અગાઉ 18 ડિસેમ્બર 2025ના રોજ ભાવમાં વધારો થયો હતો, ત્યારે અન્ય રાજયોમાં પણ સિંગતેલની માગ વધી છે જેના કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, તો આ વખતે સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે મગફળી પકવતા ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે.
Jan 02, 2026 07:25 am
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી
ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડીના ઈતેજાર વચ્ચે બે દિવસ કમોસમી વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેત આપવામાં આવ્યાં છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. રાજયના વિવિધ વિસ્તારોમા વાદળો ઘેરાવાની સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
Jan 02, 2026 07:25 am
આ વખતે ગુજરાતમાં જોઈએ એવી ઠંડી હજી પડી નથી
24 કલાકમાં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. એ સિવાય આજ રોજ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમા દ્વારકા, જામનગર અને મોરબી તેમજ કચ્છ પંથકમા હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડી હજુ સુધી શરૂ થઈ જ નથી. ડિસેમ્બર મહિનાના અંતમા ગાત્રો થિજવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હતો.
Jan 02, 2026 07:24 am
ગુજરાતમાં ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીમાં થયો વધારો, આગામી સમયમાં હજી પણ વધી શકે છે ઠંડી
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે અને ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું તાપમાન નલીયામાં 12.2 ડિગ્રી નોંધાયું છે, અમદાવાદમાં 16.1, ડીસામાં 13.1 ડિગ્રી, ગાંધીનગરમાં 15.1, વડોદરામાં 16.4 ડિગ્રી, સુરતમાં 18.6, દમણમાં 17.8 ડિગ્રી તાપમાન, ભુજમાં 14.8, કંડલા એરપોર્ટમાં 14.3 ડિગ્રી, અમરેલીમાં 17.6, ભાવનગરમાં 19.6 ડિગ્રી, દ્વારકામાં 19.7, ઓખામાં 20.4 ડિગ્રી, પોરબંદરમાં 16, રાજકોટમાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 02, 2026 07:07 am
સુરતમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો કેસ
પિતાએ કરેલી અરજી પર આજે સુનાવણી, દીક્ષા રોકવા પિતાએ ફેમિલી કોર્ટમાં કરી છે અરજી, માતાએ જાણ વગર દિક્ષા અપાવવાનું નક્કી કર્યાનો આક્ષેપ, પિતાએ દીકરીને દિક્ષા લેતી રોકવા કરી છે અરજી, પિતાની અરજી પર આજે કોર્ટમાં થશે સુનાવણી.
Jan 02, 2026 07:06 am
HUDA અંગે રાજ્ય સરકારે કર્યો પત્ર
HUDAમાંથી 11 ગામોને દૂર કરાયા, HUDA હિંમતનગરમાં થયો હતો વિરોધ, ખેડૂતો અને હર્ષ સંઘવી વચ્ચે થઇ હતી બેઠક, બેઠકમાં HUDA સ્થગિત કરવા થયો હતો નિર્ણય, શહેરી વિકાસ વિભાગે HUDA માંથી ગામોને દૂર કર્યા.
Jan 02, 2026 07:06 am
સુરતના અમરોલીમાં યુવતી સાથે ઠગાઇ
લંડનમાં નોકરી અપાવવાના બહાને ઠગાઇ, ઠગબાજે યુવતી પાસેથી રૂ.4 લાખ પડાવ્યા, વર્કપરમીટ અને વીઝા અપાવવાના બહાને પૈસા ખંખેર્યા, અમરોલી પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી.
Jan 02, 2026 07:05 am
રાજકોટ સિવિલમાં હડતાળનો અંત
રેસિડેન્ટ ડોક્ટરોએ કરી હતી હડતાળ, હુમલો કરનાર આરોપી ઝડપાતા હડતાળ સમેટાઇ, 26 કલાકથી રેસિડેન્ટ ડોક્ટરો હતા હડતાળ પર ન્યૂરો સર્જન વિભાગના ડોક્ટર પર થયો હતો હુમલો, જયદીપના નામના શખ્સે કર્યો હતો હુમલો, આરોપીની ધરપકડની માગ સાથે કરી હતી હડતાળ, આખરે આરપી ઝડપાતા તબીબોએ હડતાળ સમેટી.
Jan 02, 2026 07:05 am
દિલ્હીમાં મણિપુર અંગે આજે ઉચ્ચ સ્તરીય બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં બેઠક, ઉચ્ચ સ્તરીય બેઠકમાં મણિપુર અંગે ચર્ચા થશે, મણિપુરના રાજ્યપાલ અજયકુમાર ભલ્લા રહેશે હાજર, સલાહકાર કુલદીપ સિંહ, મુખ્ય સચિવ પીકે ગોયલ રહેશે હાજર, કાયદો અને વ્યવસ્થા,સુરક્ષા સ્થિતિ મુદ્દે થશે ચર્ચા, વિકાસના કાર્ય પર પણ ચર્ચા કરવામાં આવશે.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!