
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Dec 29, 2025 11:51 pm
ભાંડુપ રેલ્વે સ્ટેશન નજીક અકસ્માત
મુંબઈના ભાંડુપ રેલ્વે સ્ટેશન નજીક 29 ડિસેમ્બરના રોજ રાત્રે બસ પાછળ લેતા સમયે મુસાફરો સાથે અથડાઈ જતાં ચાર લોકોના મોત થયા હતા અને નવ લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, બેસ્ટ કર્મચારીઓ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી.
Dec 29, 2025 11:44 pm
ભારતમાલા હાઇવે પર ટ્રકમાં આગ
થરાદ નજીક ભારતમાલા હાઇવે પર ટ્રકમાં આગ, કંડલા તરફથી આવતી ટ્રકમાં લાગી ભીષણ આગ, ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન, ટ્રકમાં ભરેલો સામાન અને ટ્રક આગમાં બળીને ખાખ.
Dec 29, 2025 11:09 pm
સુરતમાં આરતી સાંગાણીના કાર્યક્રમનો વિરોધ
પાટીદાર સિંગરના પ્રેમ લગ્ન બાદ વિવાદ વકર્યો, સુરતમાં આરતી સાંગાણીના કાર્યક્રમનો વિરોધ, આરતી સાંગાણી ગીત ગાવા પહોંચે તે પહેલા વિરોધ, પાટીદાર યુવાનોનો કાર્યક્રમ સ્થળ બહાર વિરોધ, આરતી સાંગાણીએ પ્રેમ લગ્ન કરતા વિરોધ નોંધાવ્યો, વિરોધ જોતા લગ્નમાં આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ, તાત્કાલિક આરતીને રદ કરી ગીતા પટેલને નક્કી કર્યા.
Dec 29, 2025 10:42 pm
ગાંધીનગર જતી આદિવાસી સમાજની યાત્રા અટકી
પાલનપુરથી ગાંધીનગર જતી આદિવાસી સમાજની યાત્રા અટકી, કાણોદર પાસે MLA કાંતિ ખરાડી સહિત આગેવાનની અટકાયત, કાંતિ ખરાડી સહિત અટકાયત કરતા મામલો ઉગ્ર બન્યો, કાણોદર પાસે પરમિશન ન હોવાનું કહીને યાત્રા અટકાવાઈ હતી, કલાકોથી આદિવાસી સમાજના લોકોના કાણોદર નજીક ધામા, ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના ધામા, આદિવાસી સમાજ સાથે કાણોદર નજીક પોલીસના ધામા, જાતિના દાખલા ન મળતા આદિવાસીઓમાં રોષ.
Dec 29, 2025 10:05 pm
અપ્રમાણસર મિલકતના કેસમાં અમદાવાદ CBI કોર્ટનો ચુકાદો
અપ્રમાણસર મિલકતના કેસમાં અમદાવાદ CBI કોર્ટનો ચુકાદો, સેન્ટ્રલ એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ ઇન્સ્પેક્ટરને સજા, કૌશિક કરેલિયાને 5 વર્ષની જેલની સજા, 63 લાખનો દંડ, આરોપીની પત્ની પૂજા કરેલિયાને 1 વર્ષની જેલ, 50,000નો દંડ, આરોપીની વર્ષ 2004 થી 2013 સુધીની મિલકતોની તપાસ થઈ, આવક કરતા સંપત્તિ 183% વધુ હોવાનું સાબિત થયુ, 2013માં CBIએ દોષિત અધિકારી સામે નોંધ્યો હતો ગુનો, આરોપીઓએ 57.60 લાખની અપ્રમાણસર સંપતિ એકઠી કરી.
Dec 29, 2025 10:04 pm
વલસાડમાં દુકાનમાં વૃદ્ધાને હાર્ટ એટેક
વલસાડમાં ફરસાણની દુકાનમાં વૃદ્ધાને હાર્ટ એટેક, અયોધ્યા જવા માટે શોપિંગ માટે આવ્યા હતા વૃદ્ધા, અચાનક હાર્ટ એટેક આવતા વૃદ્ધાનું થયું મોત, સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ.
Dec 29, 2025 09:37 pm
જામનગરમાં કોર્પોરેટર પર હુમલો
જામનગરમાં કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો, વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો, હુમલામાં કોર્પોરેટરને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા, અજાણ્યા શખ્સો કોર્પોરેટર પર હુમલો કરીને ફરાર, અસલમ ખીલજી કોંગ્રેસમાંથી જોડાયા છે AAPમાં, હુમલાનું કારણ શું, હુમલાખોર કોણ તે અંગે તપાસ, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Dec 29, 2025 09:21 pm
પોલીસ જવાન દારૂની હેરાફેરીમાં ઝડપાયો
થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસ જવાન દારૂની હેરાફેરીમાં ઝડપાયો, અરવલ્લીનો પોલીસકર્મી બોર્ડર વિસ્તારમાં દારૂ કટિંગ કરતો, પોલીસકર્મી પોપટ ભરવાડ, SRP જવાન રાહુલ દેસાઈ ઝડપાયો, જિલ્લા LCBએ શામળાજી બોર્ડર વિસ્તારમાં રંગે હાથ ઝડપ્યા, રિક્ષામાં 27 પેટી દારૂ લાવીને કારમાં મૂકતી વખતે ઝડપાયા, છેલ્લા કેટલાક સમયથી દારૂ કટિંગ કરતા હોવાની માહિતી.
Dec 29, 2025 09:01 pm
પાલનપુરથી ગાંધીનગર જતી આદિવાસી સમાજની યાત્રા અટકી
પાલનપુરથી ગાંધીનગર જતી આદિવાસી સમાજની યાત્રા અટકી, કાણોદર પાસે પરમિશન ન હોવાનું કહીને યાત્રા અટકાવાઈ, કલાકોથી આદિવાસી સમાજના લોકોના કાણોદર નજીક ધામા, ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના ધામા, આદિવાસી સમાજ સાથે કાણોદર નજીક પોલીસના ધામા, જાતિના દાખલા ન મળતા આદિવાસીઓમાં રોષ.
Dec 29, 2025 09:00 pm
થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ચેકિંગ
થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં થતી નશીલા દ્રવ્યોની હેરાફેરી રોકવા માટે બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતની અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
Dec 29, 2025 08:50 pm
ભુજના રામનગરીમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
ભુજના રામનગરીમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ, મહિલા કોંગ્રેસે 3 દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી, દેશી દારૂનો જથ્થો તેમજ આથો ઝડપી પાડ્યો, જનતા રેડ બાદ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પોલીસે રામનગરીમાંથી દારૂનો જથ્થો કબ્જે કર્યો.
Dec 29, 2025 08:35 pm
સુરત પોલીસ એક્શનમાં
થર્ટી ફર્સ્ટ પહેલા સુરત પોલીસ એક્શનમાં, ડુમસ Y જંક્શન પર પોલીસ દ્વારા ચેકિંગ, ડ્રગ્સ ટેસ્ટિંગ મશીન, FSL વાન સાથે તપાસ, કાયદામાં રહીને જશ્ન મનાવવા પોલીસની અપીલ.
Dec 29, 2025 08:24 pm
ડેસર પાસે અકસ્માતમાં 2 યુવકોના મોત
વડોદરાના ડેસર પાસે અકસ્માતમાં 2 યુવકોના મોત, પેટ્રોલ પંપ પાસે ડમ્પરચાલકે એક્ટિવાને ટક્કર મારી, ભૈયાપુરા નજીક બન્ને યુવકોના ઘટનાસ્થળે મોત, ડમ્પરચાલક અકસ્માત સર્જીને થયો ફરાર, બન્ને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા.
Dec 29, 2025 08:18 pm
સુરતમાં 13 સ્થળોએ નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ
સુરતમાં 31 ડિસેમ્બરે નશો કરનારા સામે થશે કાર્યવાહી, સુરતમાં 13 સ્થળોએ નવા વર્ષની ઉજવણીનો કાર્યક્રમ, પોલીસે પ્રોહિબિશનના 1,100 કેસ કર્યા, 7,000 પોલીસ જવાનો રહેશે હાજર, ડ્રોનથી નજર રખાશે, 45 સ્થળે પોલીસ પોઇન્ટ, 12 સ્થળે એન્ટ્રી એકઝીટ પોઇન્ટ, 50થી વધુ AI કેમેરાથી નજર રાખવામાં આવશે, અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Dec 29, 2025 07:54 pm
કાંકરિયા કાર્નિવલમાં મનપા આરોગ્ય વિભાગની તપાસ
કાંકરિયા કાર્નિવલમાં મનપા આરોગ્ય વિભાગની તપાસ, મનપાએ 19 ફૂડ સ્ટોલમાંથી ખાદ્ય નમૂનાઓ લીધા, ઢોકળા, ખીચું, છાશ, મોમોઝ સહિતના નમૂના લીધા, ખીરુ, દાબેલી માવો, મિલ્ક શેકના નમૂના લીધા, નમૂના ફૂડ વિભાગની લેબમાં મોકલવામાં આવ્યા.
Dec 29, 2025 07:51 pm
INSV કૌન્ડિન્ય પોરબંદરથી મસ્કતની સફર પર નીકળ્યું
INSV કૌન્ડિન્ય પોરબંદરથી મસ્કતની સફર પર નીકળ્યું, એન્જિન વગરનું જહાજ તેની પ્રથમ મુસાફરીએ નીકળ્યું, જહાજ ભારતના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરે છે, PM નરેન્દ્ર મોદીએ જહાજ બનાવનારને પાઠવી શુભેચ્છા, શિપબિલ્ડર્સ, ભારતીય નેવીને પણ પાઠવી શુભેચ્છા, ક્રૂ મેમ્બરને સુરક્ષિત, યાદગાર પ્રવાસ માટે શુભેચ્છા: PM, જહાજ લગભગ બે સપ્તાહમાં ઓમાનના મસ્કત પહોંચશે, કૌન્ડિન્ય ઐતિહાસિક સમુદ્ર માર્ગ પરથી ઓમાન જશે.
Dec 29, 2025 07:51 pm
વરાછામાં અસામાજિક તત્વોનો વરઘોડો
સુરતના વરાછામાં અસામાજિક તત્વોનો વરઘોડો, અભયનગરમાં દાદાગીરી કરનાર રાણા દેવાનું સરઘસ, પોલીસે આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન, રાણા દેવા સાટીયાએ એક યુવકને ઢોર માર માર્યો હતો, અગાઉ પણ આરોપી સામે 3 થી 4 ગુના નોંધાયા છે.
Dec 29, 2025 07:05 pm
કણજરીમાં એલીશા સ્નેકમાં શ્રમિકનું મોત
ખેડાના કણજરીમાં એલીશા સ્નેકમાં શ્રમિકનું મોત, ગુડસ ચડાવતી વખતે લિફ્ટ તૂટતા શ્રમિકનું મોત, 22 વર્ષીય શ્રમિક કમલેશ પરમારનું મોત, નડિયાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી.
Dec 29, 2025 07:04 pm
જમ્મુ અને કાશ્મીરમાં નવા વર્ષ પહેલા હાઇ એલર્ટ
જમ્મુ અને કાશ્મીરમાં નવા વર્ષ પહેલા હાઇ એલર્ટ, પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો હોવાથી હાઇ એલર્ટ, હિમવર્ષાને લઈ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં એલર્ટ, જમ્મુ અને કાશ્મીરમાં 2026 માટે હાઇ એલર્ટ, આતંકવાદી ગુપ્તચર ચેતવણીઓ પગલે સુરક્ષા વધારી, LoC થી શહેરો સુધી સુરક્ષા વધારી દેવાઈ.
Dec 29, 2025 06:49 pm
વડોદરામાં ડ્રેનેજના ખાડામાં પડતા મોત મુદ્દે કાર્યવાહી
વડોદરામાં ડ્રેનેજના ખાડામાં પડતા મોત મુદ્દે કાર્યવાહી, એડિશનલ આસી. ઈજનેર અતુલ ભલગામિયા સસ્પેન્ડ, નાયબ કાર્યપાલક ઈજનેરને શો કોઝ નોટિસ ફટકારી, હરિકૃષ્ણ મનાનીને શો કોઝ નોટિસ ફટકારી, બેદરકાર દાખવવા બદલ મ્યુનિ. કમિશનરે લીધા પગલાં, ડ્રેનેજની કામગીરી વખતે બેરિકેડિંગ ન લગાવ્યા હતા.
Dec 29, 2025 06:48 pm
જુનાગઢ જિલ્લા AAP પ્રમુખ જેલ હવાલે
જુનાગઢ જિલ્લા AAP પ્રમુખ હરેશ સાવલિયા જેલ હવાલે, છેડતી અને મારામારીના કેસમાં 3 આરોપીઓ જેલ હવાલે, વંથલી કોર્ટે રિમાન્ડ ફગાવતા જેલમાં મોકલાયા.
Dec 29, 2025 06:46 pm
વ્યારામાં વિદ્યાર્થિનીનું રહસ્યમ સંજોગોમાં મોત
તાપીના વ્યારામાં વિદ્યાર્થિનીનું રહસ્યમ સંજોગોમાં મોત, એકલવ્ય મોડલ સ્કૂલની ધો.11ની વિદ્યાર્થિનીનું મોત, જેતવાડી ગામની વિદ્યાર્થિની નાસ્તો કરવા ગઇ હતી, હોસ્ટેલમાં નાસ્તો કરતી વખતે ચક્કર આવતા પડી ગઇ હતી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિદ્યાર્થિનીનું મોત, મૃતક વિદ્યાર્થિનીના પીએમની કાર્યવાહી હાથ ધરાઇ.
Dec 29, 2025 06:38 pm
ખેડામાં એસિડ એટેક કરનાર મહિલાને 5 વર્ષની કેદ
ખેડામાં એસિડ એટેક કરનાર મહિલાને 5 વર્ષની કેદ, આરોપી સપના ઝાલાને 5 વર્ષની કેદ, 11 હજાર દંડ, નડિયાદ એડિશનલ સેસન્જ જજે ફટકારી સઝા, નજીવી તકરારમાં આરોપી મહિલાએ એસિડ ફેંક્યો હતો, મહિલાએ એસિડ ફેંકતા 3 લોકો દાઝ્યા હતા, ઠાસરાના ઢુનાદરા ગામમાં બન્યો હતો બનાવ.
Dec 29, 2025 06:33 pm
થરાદમાં હુમલાનો આરોપી ઝડપાયો
થરાદમાં 5 મહિના પહેલા થયેલા હુમલાનો આરોપી ઝડપાયો, ગત જુલાઇમાં 11 લોકોએ કર્યો હતો જુની અદાવતમાં હુમલો, 11 લોકો વિરુદ્ધ નોંધાઇ હતી પોલીસ ફરિયાદ, મુખ્ય આરોપી આર્યન ઉર્ફે કિલર રાજપૂતની ધરપકડ, પોલીસે આરોપીનું ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કર્યું.
Dec 29, 2025 06:19 pm
મોરબી સાયબર પોલીસની કાર્યવાહી
સાયબર માફિયાઓના એજન્ટ બની પૈસા માટે કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપનારા મ્યુલ એકાઉન્ટ પ્રકરણમાં સાયબર પોલીસે વધુ ત્રણ આરોપીને ધરપકડ કરી છે આ ત્રણેય સાયબર માફિયાઓના 21.74 કરોડ જેટલી રકમ સગેવગે કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Dec 29, 2025 06:07 pm
વડોદરામાં 2025માં પ્રોહિબિશનના કેસોમાં કાર્યવાહી
વડોદરામાં 2025માં પ્રોહિબિશનના કેસોમાં કાર્યવાહી, દેશી દારુના 2,077 કેસમાં 2,101 આરોપીની ધરપકડ, વિદેશી દારુના 1,105 કેસમાં 1,016 આરોપીની ધરપકડ, વડોદરામાં કુલ 9.25 કરોડનો વિદેશી દારુ ઝડપાયો, 6.21 કરોડના 190 વાહન, 193 મોબાઇલ કબજે, 146 બુટલેગર પર પાસા, 11 ગુનેગારો તડિપાર કરાયા, અલ્પુ સિંધી ગેંગના 8 સભ્યો પર ગુજસીટોક લગાવાયો.
Dec 29, 2025 05:58 pm
રાજ્યમાં શિયાળા વચ્ચે માવઠાની આગાહી
રાજ્યમાં શિયાળા વચ્ચે માવઠાની આગાહી, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી, 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ માવઠાની આગાહી, રાજ્યમાં છૂટાછવાયા માવઠાના વારસાદની શક્યતા.
Dec 29, 2025 05:58 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
2.Suratમાં રૂ.3.80 કરોડના સાયબર ફ્રોડના ઈનામી આરોપી શૈવિન પુંભડિયાની ધરપકડ
3.Ankleshwarમાં કચરાના પહાડો હવે થશે દૂર; માત્ર રૂ.2.75 કરોડના ખર્ચે તૈયાર થયો સોલિડ વેસ્ટ પ્રોજેક્ટ
4.Vaibhav Suryavanshiએ 10 બોલમાં મચાવી ધૂમ, 310ના સ્ટ્રાઈક રેટથી કરી બેટિંગ
5.US: અમેરિકામાં ભયંકર માર્ગ અકસ્માત,બે ભારતીય વિદ્યાર્થીનીઓના મોત
6.Rajkot સિવિલમાં ન્યૂરો સર્જન ડો. પાર્થ પંડ્યા પર દર્દીના પરિવારનો હુમલો
7.Mehsana: ONGC ના ક્રૂડ ઓઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, ટેન્કર ચાલક જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ
8.Business News : આ સરકારી કંપનીની માર્કેટ કેપ પહોંચી 50,000 કરોડ રૂપિયાને પાર
9.Flash Back 2025 : વર્ષોથી ટીવીથી દૂર રહ્યા આ સ્ટાર્સ, વર્ષ 2025માં પુનરાગમન કર્યું, શોને ફેમ અપાવી
Dec 29, 2025 05:24 pm
લીંબડીમાં સોલાર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
લીંબડીમાં સોલાર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ,રાસકા ગામે સોલર પ્લાન્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, આશરે 450 વિઘા જમીનમાં 160 એકરમાં પ્લાન્ટ, સાથણીની જમીનમાં પ્રીમિયમના નામે જમીન ખરીદી, સર્વે નંબરમાં પણ મોટા ગોટાળાના આક્ષેપ, નર્મદા કેનાલનાની લાઈનોમાં તોડફોડનો આક્ષેપ.
Dec 29, 2025 05:19 pm
2000 વર્ષ જૂની ટેકનિકથી તૈયાર કરાયેલું જહાજ
અજંતાની ગુફાઓમાં મળેલા ચિત્રોના આધારે 2000 વર્ષ જૂની ટેકનિકથી તૈયાર કરાયેલું જહાજ INSV કૌંડિન્યા આજે 29 ડિસેમ્બરના પોરબંદરથી ઓમાન માટે રવાના થઈ, લાકડાના પાટિયામાંથી બનેલા આ જહાજને નાળિયેરની દોરીઓથી સીવવામાં આવ્યું છે, તેમાં ક્યાંય પણ ખીલાનો ઉપયોગ થયો નથી.
Dec 29, 2025 05:10 pm
વડોદરા પોલીસ કમિશનરનું નિવેદન
31 ડિસેમ્બરને લઇને વડોદરા પોલીસ કમિશનરનું નિવેદન, ‘દરેક ભીડભાડવાળા સ્થળોએ પોલીસ તૈનાત રહેશે,‘અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સજ્જ,‘ફાર્મહાઉસ, હોટલોને નિયમ ભંગ ન થાય તે માટે સૂચના, ભીડ હશે ત્યાં શી ટીમ, ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે,પોલીસની ડ્રિંક એન્ડ ડ્રાઇવ કવાયત ચાલુ છેઃ CP, ‘હજુ સુધી ફાર્મ હાઉસ, હોટલોએ મંજૂરી નથી માંગી.
Dec 29, 2025 04:55 pm
ખોખરામાં DCP જીતેન્દ્ર અગ્રવાલ દ્વારા ‘દાન પુન કેન્દ્ર’નો પ્રારંભ
સામાન્ય રીતે પોલીસની છબી કડક શિસ્ત અને ગુનાખોરી ડામવા માટે જાણીતી હોય છે, પરંતુ અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસનો એક અલગ જ ‘માનવીય અભિગમ’ જોવા મળ્યો છે. શહેરના ઝોન-5 DCP જીતેન્દ્ર અગ્રવાલની પ્રેરણાથી ખોખરા સ્થિત ‘I’ ડિવિઝન ACP ઓફિસ ખાતે એક અનોખા દાન પુન દાન કેન્દ્ર’ની શરૂઆત કરવામાં આવી છે.
Dec 29, 2025 04:50 pm
અંકલેશ્વર નગરપાલિકા 80 ટન સોલિડ વેસ્ટનો નિકાલ કરી રહી
અંકલેશ્વર નગરપાલિકા માત્ર 2.75 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા ઇન્ફ્રાસ્ટ્રક્સચરની મદદથી દરરોજના 80 ટન સોલિડ વેસ્ટનો નિકાલ કરી રહી છે. અંકલેશ્વર નગરમાં 42000 પ્રોપર્ટિમાંથી દરરોજ 40 ટન ઘન કચરો નીકળે છે. પાલિકા 18 વહિકલની મદદથી આ વેસ્ટ એકઠો કરી તેને સુકવલી સ્થિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટની સાઈટ પર પહોંચાડે છે.
Dec 29, 2025 04:49 pm
79,000 કરોડના રક્ષા કરારને DACની મંજૂરી
79,000 કરોડના રક્ષા કરારને DACની મંજૂરી, સંરક્ષણ ખરીદી અને અપગ્રેડ દરખાસ્તોને મંજૂરી , ટેન્કનું સ્વદેશીકરણ , Mi-17 હેલિકોપ્ટર અપગ્રેડ કરાશે, લોઇટરિંગ મ્યુનિશન, MRSAM મિસાઇલનો સમાવેશ, એસ્ટ્રા માર્ક-2, પિનાકા રોકેટ વિકાસનો અપગ્રેડમાં સમાવેશ, અમેરિકા પાસેથી બે MQ-9B ડ્રોન લીઝનો સમાવેશ, ભારતીય સેના, વાયુસેના, નૌકાદળની વધશે તાકાત, સશસ્ત્ર દળોની આધુનિક ક્ષમતાઓમાં વધારો થશે.
Dec 29, 2025 04:41 pm
બ્રહ્મ સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક
ભાગેડુ લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની માંગણી, બ્રહ્મ સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે બેઠક, બ્રહ્મ સમાજના આગેવાનો સચિવાલયમાં CMને મળ્યા, દીકરીના લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાતની માગ, પાટીદાર સમાજની માંગને બ્રહ્મ સમાજનુ સંપૂર્ણ સમર્થન, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકર CMને મળ્યા.
Dec 29, 2025 04:40 pm
બનાસકાંઠામાં જાતિના દાખલા કઢાવવામાં મુશ્કેલી
બનાસકાંઠા જિલ્લામાં અનુ સૂચિત જન જાતિ (આદિવાસી સમાજ)ના યુવાનોને જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીને લઈ આજે જિલ્લાના દાંતા, અમીરગઢ સહીત વિસ્તારના આદિવાસી સમાજના લોકો ધારાસભ્ય કાંતિ ખરાડી ની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે પાલનપુર થી ગાંધીનગર કુચ કરી હતી.
Dec 29, 2025 04:28 pm
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મારામારી
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મારામારી, દર્દીના પરિવારે ડોક્ટરને ઢોર માર માર્યો, ન્યૂરો સર્જન ડો.પાર્થ પંડ્યાને માર્યો માર, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે.
Dec 29, 2025 04:28 pm
મહેસાણામાં ક્રૂડ ઓઈલ ચોરીનું કૌભાંડ
મહેસાણા જિલ્લામાં ફરી એકવાર ONGC ની લાઈન અને ટેન્કરોમાંથી ક્રૂડ ઓઈલ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. સાંથલ પોલીસે બાતમીના આધારે જોટાણા તાલુકાના માંકણજ ગામે દરોડા પાડીને ઓઈલ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ONGC ના ક્રૂડ ઓઈલ ભરેલા ટેન્કરનો ડ્રાઈવર જ આ ચોરીનો મુખ્ય આરોપી નીકળ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Dec 29, 2025 03:53 pm
જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનનો કેસ
ગણેશ ગોંડલ અને સંજય સોલંકી વચ્ચે થઈ હતી માથાકૂટ , થોડા દિવસ પહેલા બંને પક્ષ વચ્ચે થયું સમાધાન, અનુસુચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત, આરોપીઓ સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ પી.પી.ની માંગ, સ્પેશિયલ પી.પીની નિમણૂક કરી કેસ ચલાવવાની રજૂઆત, એટ્રોસિટી, અપહરણ સહિતની કલમો હેઠળ નોંધાઈ હતી ફરિયાદ, અનુસુચિત જાતિના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.
Dec 29, 2025 03:50 pm
તાલાલા પાસે ભૂકંપનો બીજો આંચકો
2.7 ની તીવ્રતાનો આંચકો નોંધાયો, બપોરે 2.32 કલાકે નોંધાયો આંચકો, તાલાલાથી કેન્દ્ર બિંદુ 24 કિમી દૂર, સવારે 6.07 કલાકે પણ આંચકો નોંધાયો હતો.
Dec 29, 2025 03:40 pm
ભાજપ સંગઠનની બેઠકમાં CM અને વિશ્વકર્માની ટકોર
જૂની ટીમને નવી ટીમ સાથે સંકલનમાં કામ કરવા ટકોર, હોદ્દેદારોને જવાબદારી સમજીને કામ કરવા સલાહ, પાર્ટીને મજબૂત કરવા પર ધ્યાન આપવા સલાહ, નવી ટીમ વધુ સારી રીતે કામ કરે તેની પર ભાર મૂકાયો.
Dec 29, 2025 03:30 pm
ગુજરાત ATSની રાજસ્થાનમાં મોટી કાર્યવાહી
ભીવાડીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમા ફેક્ટરીમાં કરી રેડ, જયપુર પોલીસ સાથે મળી ATSના દરોડા, ગેરકાયદે ઉત્પાદિત સાયકોટ્રોપિકનો 22 કિલો જથ્થો જપ્ત, અલ્પ્રાઝોલમ પ્રીકર્સર કેમિકલ સહિતનો જથ્થો જપ્ત કરાયો, દવાનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી, ઉત્તરપ્રદેશના 3 આરોપીની કરી ધરપકડ, અશુંલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય, ક્રિષ્ના યાદવની ધરપકડ, 140 કિલો રો મટિરીયલ પણ મળ્યું: ATS, સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સી સાથે સંકલનમાં કામગીરીઃ ATS, 5 કિલો અલ્પ્રાઝોલમ સાથે 22 કિલો રો મટીરીયલ મળ્યુઃ ATS, 8 ડિસેમ્બરે જોધપુરમા એક યુનિટ ઝડપ્યું હતું: ATS, રાજસ્થાન SOG અને સ્થાનિક પોલીસને સાથે રાખી રેડ, અલ્પ્રાઝોલમની 30 થી 40 લાખની કિંમત છે: ATS, APL ફાર્માના નામે કંપની ચાલુ હતી: ATS, 'કિશન કેમિસ્ટ છે, તેનો કોઈ ગુનાઈત ઈતિહાસ નથી'.
Dec 29, 2025 03:22 pm
જસદણમાં પરીણિતાની લાજ લેવાનો પ્રયાસ કરનાર ઝડપાયો
લાલા અજા ઉર્ફે અરજણ સાકરીયાની પોલીસે કરી ધરપકડ, આરોપી દીવાલ ઘુસી પરીણિતાના ઘરમાં ઘૂસ્યો હતો, મહિલા પાસે શરીર સંબંધની માંગણી કરી માર માર્યો હતો, મહિલા તાબે ન થતા મારમારી અર્ધબેભાન કરી દીધી હતી, જાતીય સતામણી, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ.
Dec 29, 2025 03:09 pm
સુરતનું પાલ ખાતેનું એક્વેરિયમ 9 મહિનાથી બંધ
ઓનલાઇન એક્વેરિયમ ચાલુ હોવાનું બતાવે છે, માહિતી અપડેટ ન થતા સહેલાણીઓને ધક્કા, એક્વેરિયમ જોવા આવતા લોકોમાં રોષ, 10 વર્ષમાં એક્વેરિયમનું બિલ્ડિંગ ખખડધજ બન્યું, છેલ્લા નવ મહિનાથી રીપેરીંગ માટે બંધ હાલતમાં.
Dec 29, 2025 02:44 pm
વલસાડના વાપીમાં કોંગ્રેસની આક્રોશ રેલી
રેલીમાં વાંસદાના MLA અનંત પટેલનું નિવેદન, ચૂંટણી પહેલાં AAP-ભાજપમાં ગાબડું પાડીશું, AAPના અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાશેઃ અનંત પટેલ, ‘કપરાડા MLA જીતુ ચૌધરીને કોંગ્રેસમાં લાવીશું’, જીતુભાઇ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશેઃ અનંત પટેલ.
Dec 29, 2025 02:36 pm
રાજકોટના અર્જુન જ્વેલર્સમાં કેશિયરે કરી ઠગાઇ
કેશિયર હિતેશ પરમારે કરી 1.99 કરોડની ઠગાઇ, અર્જૂન જ્વેલર્સના મનીષ પટેલે કરી પોલીસ ફરિયાદ, ગ્રાહકોને ઊંચા નફાની લાલચ આપી કરી ઠગાઇ, જ્વેલર્સના નામે પૈસા ઉઘરાવી કેશિયર ફરાર, પોલીસે કેશિયર હિતેશની તપાસ હાથ ધરી.
Dec 29, 2025 02:35 pm
DGP વિકાસ સહાય પંચમહાલ જિલ્લાની મુલાકાતે
નિવૃતિના એક દિવસ પહેલા પંચમહાલની મુલાકાતે, વિકાસ સહાયનું પ્રથમ પોસ્ટિંગ પંચમહાલમાં હતું, ગોધરામાં ASP તરીકે પ્રથમ પોસ્ટિંગ થયું હતું, વિકાસ સહાયે ગોધરામાં કામગીરીની યાદો વાગોળી, અહીથી DGP તરીકેની સફર યાદગાર રહીઃ DGP, મુલાકાત લેવાનું મન થયું એટલે આવ્યો છુઃ DGP, આવતીકાલથી વિકાસ સહાય વયનિવૃત થશે, રાજ્યમાં નવા DGP તરીકે બે નામો ચર્ચામાં, કે.એન.રાવ અને જી.એસ.મલિકનું નામ ચર્ચામાં.
Dec 29, 2025 02:34 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
04 - Vadodara News : વડોદરામાં ST બસના ચાલકે 3 લોકોને લીધા અડફેટે, અકસ્માતમાં એકની હાલત ગંભીર
06 - Sports : શું રોહિત અને વિરાટ વિજય હજારે ટ્રોફીની ત્રીજી મેચ નહીં રમે, જાણો કારણ
08 - Vijay Hazare Trophyમાં ધ્રુવ જુરેલે કર્યો કમાલ, 78 બોલમાં સદી ફટકારી
09 - Indonesia Fire: ઇન્ડોનેશિયાના વૃદ્ધાશ્રમમાં લાગી ભીષણ આગ, 16 વૃદ્ધોના મોત
10 - Sajid Khan Accident : સાજિદ ખાનનો અકસ્માત થયો, બહેન ફરાહે સર્જરી પછી સ્વાસ્થ્ય અપડેટ આપ્યું
Dec 29, 2025 02:21 pm
યુવાનોમાં પણ હૃદય રોગની બીમારીના કિસ્સા વધ્યા છે
હૃદયની તકલીફથી પીડાતાં હોય તેવા દર્દીએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને તબીબી સલાહને અનુસરી હળવી કસરત કરવી જોઈએ. આજે પણ આકસ્મિક મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. તબીબોનું કહેવું છે કે, છાતીમાં ભારે લાગવું, ધબકારા વધી જવા અથવા ધબકારા સંભળાય, પરસેવો થાય, કમજોરી લાગે, આંખે અંધારા આવે, જડબામાં દુઃખે, હાથ ભારે લાગે, શ્વાસ લેવામાં તકલીફ થાય તો એ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે.
Dec 29, 2025 02:20 pm
કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં 26,823 કોલ્સ આવ્યા હતા
જે ૨૦૨૪માં ૨૪,૮૩૬ કેસ હતા. સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગરમાં પણ મોટી સંખ્યામાં દર્દીઓ નોંધાયા હતા, જેમને તાબડતોબ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. તબીબોનું કહેવું છે કે, ઝડપી અને અનિયમિત જીવન શૈલી, તણાવ, આલ્કોહોલનું સેવન, સ્મોકિંગ, ફાસ્ટ ફૂડ સહિતના જુદા જુદા કારણો આ બીમારી માટે જવાબદાર મનાય છે.
Dec 29, 2025 02:20 pm
ગુજરાતમાં કેલેન્ડર વર્ષ 2025માં હૃદય રોગને લગતી ઈમરજન્સીના 99,789 કેસ નોંધાયા છે
જે ગત વર્ષ ૨૦૨૪માં ૮૪,૭૩૮ કેસ હતા, આમ ગુજરાતમાં હૃદય રોગને લગતી ઈમરજન્સીમાં એક વર્ષમાં ૧૨.૪૬ ટકાનો વધારો નોંધાયો છે. ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને મળેલા કોલ્સના આ ૨૫મી ડિસેમ્બર સુધીના લેટેસ્ટ આંકડા છે. એક રીતે ગુજરાતમાં હૃદયરોગની ઈમરજન્સીના ગત વર્ષે રોજના ૨૩૨ કેસ હતા, જે આ વર્ષે રોજના ૨૬૫ કેસ થયા છે. ઈમરજન્સી એમ્બ્યુલન્સ વિના હોસ્પિટલે સારવાર માટે દોડનારા દર્દીના આંકડા પણ મોટા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં જ હૃદય રોગની બીમારીને કારણે ૭૪,૭૭૭ દર્દીઓનાં મોત થયાં છે, આમ રોજના ૨૦૪થી ૨૦૫ લોકોએ આ બીમારીથી દમ તોડયો છે, જે ચિંતાજનક છે.
Dec 29, 2025 02:20 pm
ગુજરાતમાં "દિલનું દર્દ" વધ્યું ! રાજયમાં હૃદયને લગતા ઇમરજન્સી કેસમાં 12.46 ટકાનો ચિંતાજનક વધારો
ગુજરાતમાં હૃદયને લગતા ઇમરજન્સી કેસમાં વધારો થયો છે અને ઇમરજન્સી કેસમાં 12.46 ટકાનો ચિંતાજનક વધારો થયો છે, એક વર્ષમાં હૃદયની બીમારીના 96,789 કેસ નોંધાયા છે. વર્ષ 2024માં રાજ્યમાં 84,738 કેસ નોંધાયા હતા અને રોજના સરેરાશ 265 ઇમરજન્સી કોલ નોંધાયા હતા, હૃદય રોગની બીમારીથી રોજ 200થી વધુના મોત થયા છે અને અમદાવાદમાં સૌથી વધુ 26,823 કેસ નોંધાયા છે, ઝડપી અને અનિયમિત જીવનશૈલી, તણાવ મુખ્ય કારણ સામે આવ્યું છે, આલ્કોહોલનું સેવન, સ્મોકિંગ પણ હૃદય માટે જોખમી છે, યુવાનોમાં હૃદય રોગના વધતા કેસ ચિંતાજનક.
Dec 29, 2025 02:02 pm
ભાગેડુ લલિત મોદીના સૂર બદલાયા
વાયરલ વીડિયો મુદ્દે લલિત મોદીએ માગી માફી, લલિત મોદીએ ભારત સરકારની માફી માગી, ‘કોઇની ભાવનાને ઠેસ પહોંચી હોય તો માફી માગુ છુ’, હું ભારત સરકારનું ખૂબ સન્માન કરૂ છુઃ લલિત મોદી, મારા નિવેદનનું ખોટુ અર્થઘટન કરાયું છેઃ લલિત મોદી, લલિત મોદીની બર્થ ડે પાર્ટીના વીડિયો થયા હતા વાયરલ, વીડિયોમાં પોતાને સૌથી મોટા ભાગેડૂ ગણાવ્યા હતા, X પર પોસ્ટ કરીને લલિત મોદીએ માફી માગી.
Dec 29, 2025 02:00 pm
અમદાવાદના ખોખરામાં મારામારી કેસમાં કાર્યવાહી
પોલીસે બંને પક્ષના 7 આરોપીઓની કરી ધરપકડ, સિગારેટ અને નાસ્તાના પૈસા મુદ્દે થઇ હતી માથાકૂટ, મોન્ટુ નામના શખ્સનો મિત્રો સાથે થઇ હતી માથાકૂટ, પોલીસની હાજરીમાં મહિલા પર હુમલા મુદ્દે ACPનું નિવેદન, ‘112 કંટ્રોલ રૂમમાં કોલ આવતા PCR વાન મોકલી હતી’, એક પોલીસકર્મી આરોપીઓને પકડી રહ્યા હતાઃ ACP, બીજા પોલીસકર્મી ભીડ કંટ્રોલ કરી રહ્યા હતાઃ ACP, તે સમયે એક આરોપીએ મહિલા પર હુમલો કર્યો હતોઃ ACP.
Dec 29, 2025 01:57 pm
સુરતમાં મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતની પ્રથમ એલિવેટેડ શાક માર્કેટનું લોકાર્પણ કરાયું હતુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતમાં APMC દ્વારા તૈયાર કરવામાં આવેલી રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક 'એલિવેટેડ શાક માર્કેટ'નું લોકાર્પણ 13 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવ્યું છે. જમીનની અછત અને આધુનિકીકરણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ માર્કેટને સામાન્ય બજારોથી વિપરીત પ્રથમ માળ પર તૈયાર કરીને ગુજરાતમાં એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે, આ એલિવેટેડ માર્કેટને વેપારીઓ અને ખેડૂતોની સુવિધા માટે અત્યંત આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવી છે.મોટા અને ભારે વાહનો માલસામાન સાથે સરળતાથી ઉપરના માળે પહોંચી શકે તે માટે એરપોર્ટની જેમ 100 ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે.વેપારીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને બે ઓફિસની વ્યવસ્થા કરવામાં આવી છે.
Dec 29, 2025 01:57 pm
સુરતના પાંડેસરાના શિવાજી શાકભાજી માર્કેટના વેપારીઓનો વિરોધ
સુરતના ઉધના સાઉથ ઝોન ખાતે 400 થી વધુ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે, શિવાજી ફ્રૂટ માર્કેટના વેપારીઓને પાંડેસરા જીઆઈડીસીમાં જગ્યા આપતા વિરોધ કરાયો છે, પાંડેસરા જીઆઈડીસી વાળી જગ્યાએ ગંદકી અને પ્રદૂષણ હોવાને કારણે વિરોધ નોંધાવ્યો છે, ગ્રાહકો પણ ન આવી શકશે તે પ્રકારની જગ્યા છે તેવો આક્ષેપ વેપારીઓનો છે, અને વેપારીઓનું કહેવું છે કે, અમને અલગ અને સારી જગ્યા ફાળવવામાં આવે.
Dec 29, 2025 01:57 pm
સુરતમાં શાકભાજી માર્કેટના વેપારીઓનો ઉગ્ર વિરોધ, વેપારીઓેને ફાળવેલ જગ્યામાં ગંદકી અને પ્રદૂષણની મોટી સમસ્યા હોવાનો આક્ષેપ
સુરતમાં શાકભાજી માર્કેટના વેપારીઓનો વિરોધ સામે આવ્યો છે અને પાંડેસરાના શિવાજી માર્કેટના વેપારીઓનો વિરોધ છે અને ઉધનામાં 400થી વધુ વેપારીઓએ વિરોધ નોંધાવી પ્રદર્શન કર્યુ છે. સુરતના વેપારીઓને પાંડેસરા GIDCમાં જગ્યા આપતા વિરોધ કરવામાં આવ્યો છે, ફાળવેલ જગ્યામાં ગંદકી-પ્રદૂષણને લઇ વિરોધ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે, વેપારીઓનો આક્ષેપ છે કે, ગ્રાહકો ન આવી શકે તે પ્રકારની જગ્યા અમને ફાળવવામાં આવી છે, અને અન્ય જગ્યા આપવા વેપારીઓએ કરી માગ.
Dec 29, 2025 01:26 pm
અરવલ્લીની ગિરિમાળા વિસ્તારમાં ખનન પર સ્ટે
સુપ્રીમ કોર્ટે પોતાના જુના નિર્ણય પર આપ્યો સ્ટે, SCએ 20 નવેમ્બર સુધી આદેશ પર લગાવી રોક, હાઇલેવલ કમિટીની રચના કરવા માટે SCનો નિર્દેશ, નિર્દેશ લાગુ થયા પહેલા સ્વતંત્ર સમીક્ષા જરૂરીઃ SC, કમિટી ખનનથી પર્યાવરણ પર અસર મુદ્દે તપાસ કરશે, પરિભાષાની સીમાઓ, સંરક્ષણની નિરંતતા મુદ્દે તપાસ કરશે, CJIની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ થઇ સુનાવણી, સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને ફટકારી નોટિસ, 21 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી થશે.
Dec 29, 2025 01:19 pm
સુરતના અલથાણમાં મેડિકલ શોપમાં ચોરી
મેડિકલ શોપમાંથી 50 હજાર રૂપિયાની કરી ચોરી, શટર તોડીને મોડી રાત્રે દુકાનમાં પ્રવેશ્યા હતા, CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Dec 29, 2025 12:51 pm
એક જ પાટે બે ટ્રેનો આવી જશે તો પણ જોખમ ઘટશે
પશ્ચિમ રેલવેમાં પ્રથમવાર આ પ્રણાલી કાર્યરત કરાઈ છે 96 કિલોમીટરના આ રેલવે લાઇન પર હવે અકસ્માત થવાની શક્યતા લગભગ નહીવત થશે, કવચ સિસ્ટમને સલામતી અખંડિતતા માટે પ્રમાણિત કરવામાં આવ્યું છે કવચને વિશ્વમાં ઉપલબ્ધ સૌથી સસ્તી એટીપી સિસ્ટમ તરીકે પ્રમોટ કરવામાં આવી છે, લોકો પાયલેટ ભૂલ કરે કે રેડ સિગ્નલ પાર કરવાની ના છૂટકે નોબત આવે તો સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવે છે એટલે કે તે ટ્રેક સિગ્નલ અને ટ્રેન વચ્ચે સતત સંવાદ સાથે છે જો એક જ પાટા પર બે ટ્રેનો આવી જાય તેવી સ્થિતિ હોય તો પણ તે જોખમ પણ કવચ ઘટાડી દે છે.
Dec 29, 2025 12:51 pm
ભારતમાં બનેલી આ 'કવચ 4.0' ટેકનોલોજી ટ્રેનોની સામસામે થતી ટક્કર રોકશે
રેલવેમાં મુસાફરોને સુરક્ષાની સૌથી વધુ મહત્વની ગણવામાં આવતી હોવાથી ટ્રેન અકસ્માત નિવારવા માટે કવચ સુવિધા વડોદરા ડિવિઝનના બાજવા થી અમદાવાદ વચ્ચે 96 km માં કાર્યરત કરી દેવામાં આવી છે, કવર સિસ્ટમ બે ટ્રેનો વચ્ચે નીકળતા શોધી કાઢે છે એક જ લાઈન ઉપર એકબીજા તરફ ટ્રેન આવતી હોય ત્યારે ટ્રેનને આપમેળે બ્રેક લાગુ કરે છે તે ઓપરેટર અથવા તો લોકો પાયલોટ ને ટ્રેન નો કંટ્રોલ લેવા માટે પણ એલર્ટ કરે છે.
Dec 29, 2025 12:51 pm
ખરાબ વાતાવરણ અને ધુમ્મસમાં પણ ટ્રેનો હવે સુરક્ષિત રીતે દોડશે, અત્યાધુનિક 'કવચ 4.0' સિસ્ટમનો પ્રારંભ
વડોદરાના બાજવાથી અમદાવાદ વચ્ચે દેશની અત્યાધુનિક 'કવચ 4.0' સિસ્ટમનો પ્રારંભ થયો છે, લાલ સિગ્નલ ઓળંગતા જ ટ્રેનમાં આપોઆપ બ્રેક લાગી જશે. ખરાબ વાતાવરણ અને ધુમ્મસમાં પણ ટ્રેનો હવે સુરક્ષિત રીતે દોડશે અને ભારતીય રેલવેની સુરક્ષા માટે 'કવચ 4.0' સિસ્ટમ હવે કાર્યરત છે, પશ્ચિમ રેલવેના બાજવા-અમદાવાદ સેક્શન (96 કિમી) પર સુરક્ષા કવચ સક્રિય કરવામાં આવ્યું છે અને હવે માનવીય ભૂલને કારણે થતા રેલ અકસ્માતો ભૂતકાળ બની જશે.
Dec 29, 2025 12:43 pm
ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સેંગરને SCનો મોટો ઝટકો
સેંગરને જામીનના હાઇકોર્ટના ઓર્ડર પર SCનો સ્ટે, કુલદીપ સેંગરને જામીન નહીં મળેઃ સુપ્રીમ કોર્ટ, અમે હાલ સ્ટે આપવાના પક્ષમાં છીએઃ SC, સેંગરે બે સપ્તાહમાં જવાબ રજૂ કરવાનો રહેશે, સેંગર સામે પોક્સો હેઠળ ગુનો દાખલ છેઃ CBI વકીલ, આ મુદ્દો ખૂબ જ ગંભીર છેઃ CBI વકીલ, ચાર અઠવાડિયા પછી સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી.
Dec 29, 2025 12:35 pm
ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે બીજી બેઠક મળશે
સંગઠન હોદ્દેદારોની નિયુક્તી બાદ મળશે બેઠક, બપોરે 1.30 કલાકે કમલમ ખાતે મળશે બેઠક, CM ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં રહેશે હાજર, DyCM હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહેશે, ભાજપના નવા અને જુના હોદ્દેદારો સાથે બેઠક.
Dec 29, 2025 12:23 pm
અમદાવાદમાં મંજૂરી વગર ઝાડ કાપનારને દંડ
ઇસનપુરની સવિતા પાર્ક સોસાયટીમાં કાપ્યા હતા ઝાડ, સ્થાનિકે મંજૂરી વગર ઝાડ કાપતા 1 લાખનો દંડ, મનપાની મંજૂરી વગર ઝાડ કાપતા કાર્યવાહી.
Dec 29, 2025 12:12 pm
AMC કમિશનર દ્વારા ફૂડ અધિકારીની બદલી કરી દેવાઇ છે
AMC કમિશનર દ્વારા ફૂડ અધિકારીની બદલી કરી દેવાઇ છે. આમ છતાં ફૂડ વિભાગની કામગીરીમાં કોઈ ફરક દેખાતો નથી. મ્યુનિ. ફુડ વિભાગે છેલ્લા બે મહિનામાં ૪૨ હજારના ખર્ચે લીધેલા એન્ફોર્સમેન્ટના ૯૫ સેમ્પલમાંથી એકેયમાં ભેળસેળ હોવાનું સાબિત થયું નથી. જ્યારે સર્વેન્સ સેમ્પલો અપ્રમાણિત જાહેર થયા છે. એટલું જ નહીં આરટીઆઇમાં બોડીવોન કેમેરાનું રેકોર્ડિંગ ન અપાતા ફૂડ અધિકારી સામે આશંકા સેવાઈ રહી છે. હોટેલની ગ્રેવી, પનીર, ગાવનું ધી, પામોલીન તેલ, બન, પાણીપુરીનું પાણી, કઢી સબસ્ટાન્ડર્ડ તેમજ સિંગપાક-દાબેલી અનસેફ હોવાનું બહાર આવ્યું છે.
Dec 29, 2025 12:12 pm
અમદાવાદમાં કોર્પોરેશને લીધેલા નમૂનામાં ભેળસેળ ના આવી, કોર્પોરેશને લીધેલા 95 ફૂડ સેમ્પલ ચેકિંગમાં પાસ
અમદાવાદમાં કોર્પોરેશને લીધેલા ફૂડ સેમ્પલ પાસ થયા હોવાની વાત સામે આવી છે, કોર્પોરેશને લીધેલા 95 ફૂડ સેમ્પલ ચેકિંગમાં પાસ થયા છે, અને 17 ઓક્ટોબરથી 20 ડિસેમ્બર વચ્ચે લેવાયા હતા સેમ્પલ. અમદાવાદ કોર્પોરેશને લીધેલા તમામ ફૂડ સેમ્પલમાં ચેકિંગમાં પાસ થયા છે, 95 ફૂડ સેમ્પલમાંથી એકપણ ફૂડ સેમ્પલમાં ભેળસેળ ન પકડાઈ અને 42 હજારના ખર્ચે AMCએ 17 ઓક્ટોબર થી 20 ડિસેમ્બર દરમ્યાન લીધા હતા સેમ્પલ, RTIમાં પૂછવામાં આવેલા સવાલમાં AMCના ફૂડ વિભાગે આપ્યો જવાબ અને RTIમાં મળેલા જવાબથી શહેરીજનોમાં ગણગણાટ વ્યાપ્યો છે.
Dec 29, 2025 12:01 pm
વડોદરામાં એસ. ટી. બસ ચાલકે સર્જયો અકસ્માત
વડોદરામાં એસટી બસના ચાલકે અકસ્માત સર્જયો છે અને અકસ્માતમાં એક વ્યકિતને ગંભીર ઈજા પહોંચી છે અને 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે, સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોઈ શકે છે, ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે.
Dec 29, 2025 11:57 am
વડોદરામાં ST બસના ચાલકે 3 લોકોને લીધા અડફેટે, અકસ્માતમાં એકની હાલત ગંભીર
વડોદરામાં એસટી બસ ચાલકે અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, એસટી બસના ડ્રાઈવરે અકસ્માત કરી 3 લોકોનો અડફેટે લીધા છે, સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વડોદરામાં ST બસ ચાલકે અકસ્માત સર્જયો છે અને એસટી બસના ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા છે અને અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે, પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, અને અકસ્માતને લઈ સીસીટીવી પણ પોલીસે લીધા છે.
Dec 29, 2025 11:46 am
નર્મદા જિલ્લામાં 150 કરતા વધુ લોકોની ઘરવાપસી
ખ્રિસ્તી બનેલા લોકોએ ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો, આદિવાસી સમાજના લોકોએ ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો, લોકોને ફોસલાવી ખ્રિસ્તી બનાવ્યાનો આક્ષેપ, પાસ્તરો, પાદરીઓ કરાવતા હતા ધર્માંતરણ.
Dec 29, 2025 11:46 am
કોલેજો અને યુનિવર્સિટીઓને લઇ મોટા સમાચાર
યુનિવર્સિટીઓ-કોલેજોમાં મેન્ટર હેલ્થ પોલિસી લાગુ થશે, વિદ્યાર્થીઓની આત્મહત્યાને લઇ દિશા-નિર્દેશ જાહેર, વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવા સરકારની સૂચના, પ્રતિ 100 વિદ્યાર્થી એક કાઉન્સિલર રાખવા પડશે, શિક્ષણ વિભાગની કોલેજો-યુનિ. માટે ગાઇડલાઇન, ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યુટને લઇ મહત્વનો નિર્દેશ, વિદ્યાર્થીઓને પર્ફોમન્સના આધારે અલગ નહી રાખી શકાય.
Dec 29, 2025 11:45 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
06 - Bollywood Superstar : બોલીવુડનો એ સુપરસ્ટાર, જેણે 15 વર્ષની છોકરી સાથે કર્યા હતા લગ્ન!
09 - Gold Silver Price: સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી, 1 કિલો ચાંદી 2.52 લાખને પાર
Dec 29, 2025 11:39 am
હિંમતનગરની હાથમતી નદીમાંથી યુવકની લાશ
ફાયર ટીમે ભારે જહેમતે લાશને બહાર કાઢી, પોલીસે યુવકની ઓળખ અંગે તપાસ હાથ ધરી.
Dec 29, 2025 11:02 am
નશાની હાલતમાં વાહન હંકારતા 1000 ચાલકોને પોલીસે ઝડપી લીધાં હતાં
બીજી તરફ, ૩૧મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી માટે તાલુકા અને વાઘોડિયા સહિત વિવિધ સ્થળે પાર્ટીનું આયોજન કરાયું છે. ફાર્મ અને રિસોર્ટમાં આયોજિત ૬ પાર્ટી માટે અત્યાર સુધી પોલીસ દ્વારા પોઝિટિવ અભિપ્રાય આપવામાં આવ્યો છે. જે પૈકી ચાર પાર્ટી વડોદરા તાલુકા અને બે પાર્ટી વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં છે. ૩૧મી ડિસેમ્બરે જિલ્લાના વિવિધ ફાર્મ અને રિસોર્ટ પર પોલીસ બાજ નજર રાખશે. એસ.એસ.જી.ની ટીમે ફાર્મ હાઉસની યાદી એકત્ર કરી છે. જેમાં નાના-મોટા ૧૦૦ જેટલા ફાર્મનો સમાવેશ થયો છે.
Dec 29, 2025 11:02 am
વડોદરા પોલીસે 31 ડિસેમ્બર પહેલા વાહન ચેકિંગ કર્યુ શરૂ
વડોદરા જિલ્લામાં ૩૧મી ડિસેમ્બર પહેલાં પોલીસ દ્વારા શરૂ વિવિધ સ્થળે ચેકિંગ દરમિયાન છેલ્લાં ચાર દિવસમાં ૧,૦૦૦ વાહન ચાલકોને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા ઝડપી લીધાં હતાં. બીજી તરફ, નવા વર્ષની ઉજવણી માટે પોલીસે તાલુકામાં ચાર સહિત કુલ ૬ પાર્ટી આયોજનને પોઝિટિવ અભિપ્રાય આપ્યો છે. જિલ્લામાં ૩૧ ડિસેમ્બર પહેલાં જ પોલીસ દ્વારા અસરકારક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ૧૪ પોલીસ સ્ટેશનની હદમાં ચોક્કસ પોઈન્ટ પર પોલીસ દ્વારા ચાર દિવસથી ચેકિંગ કરવામાં આવે છે.
Dec 29, 2025 11:02 am
બુટલેગર દારૂનું કટીંગ કરી રહ્યો હતો અને પોલીસ ત્રાટકી, વડોદરાની મકરપુરા પોલીસે કન્ટેનરમાંથી ઝડપ્યો વિદેશી દારૂનો જથ્થો
વડોદરાના મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે, 31 ડિસેમ્બર પહેલા પોલીસે સપાટો બોલાવ્યો હતો, તો દારૂનું કટીંગ ચાલતું હતુ તે દરમિયાન પોલીસ ત્રાટકી અને કન્ટેન્ટર ચાલકની પણ અટકાયત કરી છે. વડોદરાની મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે, 31 ડિસેમ્બર પહેલા બુટલેગરોનો શહેરમાં દારૂ ઘૂસાડવાનો કીમિયો બનાવ્યો નિષ્ફળ અને માણેજા વિસ્તારમાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે અંદાજિત 200થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પાડયો છે, પોલીસે કન્ટેનર તેમજ બોલેરો અને ટેમ્પો સહિત બાઇક કરી જપ્ત.
Dec 29, 2025 10:45 am
SOU વ્યૂ ગેલેરીને લઇને તંત્રનો મોટો નિર્ણય
એક દિવસમાં 7 હજાર લોકોને પ્રવેશ મળશે, પ્રવાસીઓની સંખ્યા વધતા લેવાયો નિર્ણય, અગાઉ પ્રતિ દિન 5500ની સંખ્યા નક્કી કરાઇ હતી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવાનો લોકોમાં ક્રેઝ, પ્રતિદિન 50 થી 60 હજાર લોકો લઇ રહ્યા છે મુલાકાત, 7 વર્ષમાં 2.75 કરોડ પ્રવાસીઓએ SOUની મુલાકાત લીધી, યાત્રિકોની સંખ્યાને ધ્યાને રાખી સુવિધામાં વધારો, નવા વર્ષના સમયમાં બસોની સંખ્યામાં કરાયો વધારો.
Dec 29, 2025 10:40 am
ગુજરાત ATSની રાજસ્થાનમાં મોટી કાર્યવાહી
ભીવાડીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમા ફેક્ટરીમાં કરી રેડ, જયપુર પોલીસ સાથે મળી ATSના દરોડા, ગેરકાયદે ઉત્પાદિત સાયકોટ્રોપિકનો 22 કિલો જથ્થો જપ્ત, અલ્પ્રાઝોલમ પ્રીકર્સર કેમિકલ સહિતનો જથ્થો જપ્ત કરાયો, દવાનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી, ઉત્તરપ્રદેશના 3 આરોપીની કરી ધરપકડ, અશુંલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય, ક્રિષ્ના યાદવને ઝડપી પાડ્યા.
Dec 29, 2025 10:37 am
ઉત્તરાયણ પહેલા હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ
પ્રતિબંધિત વસ્તુઓના અમલ માટે કડક આદેશ આપ્યો છે, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ પર રોક અને વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે, સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે અને 59 FIR નોંધી 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ સરકાર, 'ચાઈનીઝ વસ્તુઓ રાખનાર, વેચનાર સામે કાર્યવાહી કરાઇ અને ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણને લઇ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને જિલ્લા પોલીસ વડાને ડે-ટુ-ડે રિપોર્ટ કરવા કોર્ટે આપ્યા નિર્દેશ.
Dec 29, 2025 10:37 am
27 ડિસેમ્બર 2025ના રોજ દાહોદનાસંજેલી તાલુકામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ
દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ આવતા જ જિલ્લાનું પોલીસ તંત્ર સજાગ બન્યું છે. ઉપરાછાપરી દાહોદ જિલ્લામાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના ગળા કપાઈ રહ્યા છે. કાં તો અન્યજીવલેણ ઇજાઓ થઈ રહી છે. નિર્દોષ પક્ષીઓ પણ તેનો ભોગ બને છે. દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ આવતા જ જિલ્લાનું પોલીસ તંત્ર સજાગ બન્યું છે. ઉપરાછાપરી દાહોદ જિલ્લામાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના ગળા કપાઈ રહ્યા છે. કાં તો અન્યજીવલેણ ઇજાઓ થઈ રહી છે. નિર્દોષ પક્ષીઓ પણ તેનો ભોગ બને છે.
Dec 29, 2025 10:36 am
દાહોદમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર વેપારી ઝડપાયો, પોલીસે રેડ કરીને 43 હજારનો મુદ્દામાલ ઝડપ્યો
દાહોદમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, દાહોદ બી ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર વેપારીને ઝડપી પાડયો છે. દાહોદમાં ગોદીરોડ ગણેશ સોસાયટીમાં રહેણાંક મકાનમાં સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે, પોલીસે ખાનગી બાતમીના આધારે રેડ કરી મુદામાલ જપ્ત કર્યો છે અને પોલીસે વેપારી પાસે થી કુલ 86 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા ઝડપી કુલ 43 હજારનો મુદામાલ કબજે કર્યો છે. વેપારી જયેશભાઈ ધોબી સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Dec 29, 2025 10:17 am
31 જુલાઈ 2025ના રોજ યુવકો ડોકટરને હિસાબ આપી નીકળ્યા હતા
તો આ સમગ્ર ઘટનામાં 31 જુલાઈ 2025ના રોજ ડોકટરને હિસાબ આપી નીકળ્યા હતા અને ત્યારબાદ રાત્રીના સમયે ડોકટરે તેમને ઘરે બોલાવ્યા હતા. જ્યાં ડો. જયપાલસિંહ મહીડા અને મેહુલ શાહ તથા રણજીતસિંહ મહીડા, ડો. અવધેશ અને અન્ય યુવક હાજર હતા. ડો. જયપાલની કેબિનમાં યુવકને લઈ જવામાં આવ્યો હતો અને ફાર્મસીમાં થયેલી ચોરી બાબતનો આક્ષેપ કરીને બંને તબીબ મેહુલ અને જયપાલસિંહે તેને ગમે તેમ અપશબ્દ બોલી બેરહેમીપૂર્વક માર માર્યો હતો.
Dec 29, 2025 10:16 am
બોરસદ પોલીસે ડોકટર સામે ગુનો નોંધ્યો
બોરસદની અશ્મિન હોસ્પિટલમાં ફાર્મસીમાં થયેલી ચોરીને લઈ પહેલા 3 યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ હવે ડોકટરોએ માર મારતા ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ કરનાર યુવકનું કહેવું છે કે, તે 3 વર્ષ અગાઉ બોરસદની અશ્મિન હોસ્પિટલમાં કામ કરતો હતો અને ફાર્મસીમાં નોકરી કરતો હોવાની વાત સામે આવી હતી અને આ યુવકની સાથે અન્ય બે યુવકો પણ હતો.
Dec 29, 2025 10:16 am
બોરસદમાં ચોરીના આક્ષેપને લઇ 3 યુવકોને બે ડોકટરે માર્યો માર, ડોકટરો વિરુદ્ધ પોલીસે નોંધી ફરિયાદ
બોરસદમાં ચોરીના આક્ષેપને લઇ 3 યુવકોને માર મારવામાં આવ્યો છે અને ડોકટરોએ 3 યુવકને માર માર્યો હોવાની વાત સામે આવી છે, અશ્મિ હોસ્પિટલના બે ડોકટરે માર માર્યો છે, હોસ્પિટલના પૂર્વ કર્મચારીઓને બેરહેમીપૂર્વક માર માર્યો. ફાર્મસીમાં થયેલ ચોરીનો આક્ષેપ મૂકી ડોકટરોએ ચેક લખાવી લીધો અને ડૉ.જયપાલસિંહ મહીડા, મેહુલ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, બોરસદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, ઈજાગ્રસ્તોને થાપાના ભાગે વધુ ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે.
Dec 29, 2025 10:05 am
ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો આંચકો
3.2 ની તીવ્રતાનો નોંધાયો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 18 કિમી દૂર નોંધાયું, વહેલી સવારે 6.07 કલાકે નોંધાયો આંચકો.
Dec 29, 2025 10:04 am
ગુજરાત ATSની રાજસ્થાનમાં મોટી કાર્યવાહી
ભીવાડીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમા ફેક્ટરીમાં કરી રેડ, જયપુર પોલીસ સાથે મળી ATSના દરોડા, ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવા બનાવતા હતા, દવાનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી, ઉત્તરપ્રદેશના 3 આરોપીની કરી ધરપકડ.
Dec 29, 2025 09:57 am
માઉન્ટ આબુમાં ઠંડીનું પ્રમાણ વધ્યું
માઉન્ટ આબુમાં તાપમાન -3 ડિગ્રી નોંધાયું, હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા, આજે લઘુત્તમ તાપમાન શીત બિંદુ નજીક રહેવાની શક્યતા, આબુમાં ઠંડી વધતા તાપણાનો સહારો લેતા લોકો, વાહનો અને મકાનો પર જામી બરફની પતલી પરત.
Dec 29, 2025 09:50 am
સુરતમાં DyCM સંઘવીની યુવાઓને અપીલ
ડ્રગ્સના દૂષણમાંથી યુવાઓને બહાર લાવવા અપીલ, મિત્ર ડ્રગ્સના રવાડે ચડે તો પોલીસને માહિતી આપો, મિત્રોને ડ્રગ્સના કેસમાં અંદર નહીં કરીએઃ DyCM, મિત્રોને ડ્રગ્સમાંથી બહાર લાવવા પ્રયત્ન કરીશું : DyCM, તમે સાચા મિત્રો બનીને મિત્રતા નિભાવોઃ DyCM.
Dec 29, 2025 09:49 am
વલસાડ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં એક કરોડથી વધુનો દારૂ ઝડપાયો
વલસાડ જીલ્લા પોલીસ દ્રારા રોજે રોજ સંવેદનશીલ વિસ્તારો તથા હાઇરાઇઝ બીલ્ડીંગો ઉપર પણ ડ્રોન કેમેરા દ્રારા સર્વેલન્સ કરવામાં આવનાર છે, વધુમા જીલ્લા પોલીસ દ્રારા Q.R.T, ડોગ સ્કવોડ, બી.ડી.ડી.એસ. દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં તથા દરિયાકાંઠાના વિસ્તારમાં કોંમ્બીંગ/પેટ્રોલીંગ કરવામા આવનાર છે, વલસાડ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં એક કરોડથી વધુનો દારૂ ઝડપાઈ ચુકયો છે જેમાં 4 પોલીસે અલગ અલગ દારૂના ગુનામાં 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Dec 29, 2025 09:49 am
કલબ તથા હોટલોમાં પણ ચેકીંગ કરાઈ રહ્યું છે
31stની ઉજવણી શાંતિ મય માહોલમાં થાય તે માટે જિલ્લા પોલીસ વડાએ લોકોને અપીલ કરી છે અને પોલીસે એક્સન પ્લાન તૈયાર કર્યો છે જેમાં જીલ્લા એલ.સી.બી./એસ.ઓ.જી./પેરોલ ફર્લો તથા પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓ દ્રારા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો વિસ્તારોમાં આવેલ ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, કલબ તથા હોટલોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવનાર છે.
Dec 29, 2025 09:49 am
31 ડિસેમ્બરની ઉજવણી પહેલા વલસાડ પોલીસનું સઘન વાહન ચેકિંગ, દારૂનું સેવન કર્યુ હશે તો નોંધાશે ગુનો
આગામી 31st ડિસેમ્બરની ઉજવણી પહેલા વલસાડ જિલ્લા પોલીસની પોલીસની કડક કાર્યવાહી એક્શન પ્લાન સાથે વલસાડ જિલ્લા પોલીસ તૈયાર મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસની બોર્ડર શીલ કરાઈ નવી 17 ચેકપોસ્ટ ઉભી કરાઈ. 36 પોઇન્ટ ચેકીંગના ઉભા કરાયા ત્યાં 31st પેહલા સઘન ચેકીંગ હાથ ધરાયું. સંઘ પ્રદેશ દમણ, સેલવાસ તથા મહારાષ્ટ્ર રાજય તરફથી દારૂની હેરાફેરી કરતા તથા દારૂનુ સેવન કરી ગુજરાતની હદમાં પ્રવેશતા વાહન ચાલકોને બ્રેથ એનાલાયઝર મશીન દ્રારા ચકાસણી કરવામાં આવી તેમજ વાહનો ચેક કરાઈ રહ્યાં છે.
Dec 29, 2025 09:36 am
ડાંગમાં બાળક પર હુમલો કરનાર દીપડો પાંજેર પુરાઇ
સુબીર તાલુકાના બરડીપાડા વિસ્તારમાં દીપડો પુરાઇ, એક જ દિવસમાં બે દીપડા પાંજરે પુરાતા હાશકારો, દીપડાએ હુમલો કરતા બાળકનું મોત થયું હતું, વન વિભાગે દીપડા માટે 6 પાંજરા ગોઠવ્યા હતા.
Dec 29, 2025 09:35 am
ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરશે
ઈડીના અધિકારીઓએ દરોડા દરમ્યાન મોરી અને મોરી સાથે કામ કરતા સ્ટાફના ત્યાંથી મળેલા દસ્તાવેજોમાં કેટલા પાસેથી નાણાં મળ્યા અને કેટલાના બાકી છે તે બાબતે પણ એસીબીને જાણ કરી હોવાનું જાણવા મળે છે. એસીબીના અધિકારીઓ દ્વારા નોંધેલ ફરિયાદના આધારે સરકાર પાસે તપાસ માટે મંજૂરી મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જયારે ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલની તપાસ પણ કરાશે.
Dec 29, 2025 09:35 am
સુરેન્દ્રનગરના કલેક્ટરને પદ પરથી હટાવી જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરનો ચાર્જ સોંપ્યો હતો
સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ED)એ આઠ દિવસની રિમાન્ડ મેળવીને તપાસ માટે દીલ્હી લઈ ગયા છે. ઈડીના અધિકારીઓ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે અને ઓફિસમાંથી નામ સાથે મળેલી સીટો અંગે પુછપરછ ચાલુ કરી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળેલા વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓ ઈડીની તપાસમાં સામેલ થવાનો વારો આવે તેમ છે.
Dec 29, 2025 09:35 am
જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું
તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ધમધમતુ હતું. આ પહેલા ઈડીએ ૧૬ કલાક સુધી તપાસ કરીને કલેક્ટરના નિવાસસ્થાનેથી ૧૦૦ થી વધુ ફાઈલ જપ્ત કરી હતી અને નાયબ મામલતદારના ઘરેથી ૬૭.૫૦ લાખની રોકડ ઝડપી હતી. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ ૧ કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે.
Dec 29, 2025 09:34 am
કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો
ઈડીની સુરેન્દ્રનગરમાં તપાસ બાદ હવે કરોડો રૂપિયાનાં જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ચાર લોકો સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીન રૂપાંતરણમાં આશરે ૧૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો આરોપ છે. ઈડીની તપાસના આધારે એસીબીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત ૪ સરકારી કર્મી સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
Dec 29, 2025 09:34 am
સુરેન્દ્રનગરમાં કરોડોના જમીન કૌભાંડ કેસમાં તમામ ફાઇલોનો ડેટા ED સમક્ષ રજૂ કરવામાં આવશે
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂરી કરેલી ફાઇલોની તપાસ કરવામાં આવી રહી છે, દસ્તાવેજોની ફાઇલ, સોલાર પ્લાન્ટ મંજૂરીની ફાઇલોની તપાસ કરવામાં આવી રહી છે. ક્લાર્ક અને પીએ સહિત 4 સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. લીઝ પર જમીન ફળવણીની ફાઇલો EDને સોંપાશે અને NA કરાયેલ જમીનોની ફાઇલોની પણ તપાસ ચાલુ છે, જમીન કૌભાંડ મુદ્દે ED અને ACB સાથે કરી રહ્યાં છે તપાસ અને શનિવાર અને રવિવારે પણ ફાઇલોની તપાસ કરાઇ છે, તમામ ફાઇલોનો ડેટા ED સમક્ષ રજૂ કરવામાં આવશે અને રાજેન્દ્ર પટેલ, ચંદ્રસિંહ મોરી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે.
Dec 29, 2025 09:23 am
સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી યથાવત
1 કિલો ચાંદીનો ભાવ 2.52 લાખને પાર, સોનાનો 10 ગ્રામનો ભાવ 1.41 લાખને પાર, ચાંદીના ભાવમાં 30 દિવસમાં 50 હજારનો વધારો, સોનામાં 30 દિવસમાં રૂ. 10 હજારનો વધારો, સોના-ચાંદીના ભાવમાં અવિતર તેજી ચાલુ.
Dec 29, 2025 09:20 am
પરંપરાગત રમતોને જાળવી રાખવા બદલ ક્રીડા ભારતીના પ્રયાસોને બિરદાવ્યા
તેમણે ઉપસ્થિત તમામ ખેલાડીઅને અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અચૂક મુલાકાત લેવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. યુવા શક્તિમાં આત્મવિશ્વાસ, ખેલભાવના અને દેશભક્તિ વિકસાવવા માટે આ પ્રકારના આયોજનો અત્યંત મહત્ત્વના સાબિત થશે તેમ જણાવતાં સંઘવીએ કહ્યું કે, ગુજરાત પણ નશામુક્ત, સ્વસ્થ અને અનુશાસનબદ્ધ સમાજના નિર્માણ માટેના સંકલ્પ સાથે સતત પ્રયત્નશીલ છે. નાયબ મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃતિની પરંપરાગત રમતોને જાળવી રાખવા બદલ ક્રીડા ભારતીના પ્રયાસોને બિરદાવ્યા હતા.
Dec 29, 2025 09:20 am
આગામી સમયમાં યોજાનારી કોમનવેલ્થ ટૂર્નામેન્ટના આયોજન માટે અમદાવાદ-ગુજરાત સજ્જ
રાજ્યના ખેલાડીઓને સ્પોર્ટ્સ ઇન્જરી માટે વિદેશ ન જવું પડે તે હેતુથી ગુજરાતમાં AI અને સંશોધન આધારિત અત્યાધુનિક 'સ્પોર્ટ્સ મેડિસિટી' વિકસાવવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું. સંઘવીએ કહ્યું કે ગુજરાતે નેશનલ ગેમ્સનું આયોજન માત્ર ૧૦૦ દિવસમાં કર્યું હતું. તાજેતરમાં જ લોકાર્પણ કરવામાં આવેલા અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ અને એશિયન એક્વેટિક્સ જેવી સ્પર્ધાઓનું સફળ આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આગામી સમયમાં યોજાનારી કોમનવેલ્થ ટૂર્નામેન્ટના આયોજન માટે અમદાવાદ-ગુજરાત સજ્જ છે.
Dec 29, 2025 09:19 am
ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક હબ બનવા સજ્જ, ખેલ મહાકુંભ 2025માં રેકોર્ડબ્રેક 73 લાખ ખેલાડીઓની ભાગીદારી: નાયબ મુખ્યમંત્રી
અમદાવાદના કલ્કી તીર્થધામ, પ્રેરણપીઠ ખાતે આયોજિત 'ક્રીડા ભારતી'ના ત્રિ-દિવસીય પાંચમા રાષ્ટ્રીય અધિવેશનનો સમાપન સમારોહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે તેમણે સંસ્થાની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે ક્રીડા ભારતી માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ દેશપ્રેમના સંસ્કારો દ્વારા શ્રેષ્ઠ ભાવિ નાગરિકો તૈયાર કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ખેલ મહાકુંભના પરિણામે આજે છેવાડાના ખેલાડીઓને પ્લેટફોર્મ મળ્યું છે. વર્ષ ૨૦૨૫માં આ આયોજનમાં કુલ ૭૩ લાખ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
Dec 29, 2025 09:06 am
વડોદરાના સ્થાનિકોએ કહ્યું, રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે
આ બનાવના પગલે ઘટના સ્થળે ઉમટી પડેલા લોકટોળામાં રખડતા પશુઓ સામે મ્યુ કોર્પોરેશન દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નહી હોવાથી અવારનવાર શહેરીજનો તેઓના ભોગ બનતા હોય છે. અત્રે ઉલ્લેખનીયછેકે ન્યુ સમારોડ પરની મંગલ દર્શન સોસાયટીમાં રહેતા સંદિપ સત્યેન્દ્રસિંહ (ઉ.વ.૩૭)ગત મહિને મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે રસ્તા પર બેઠેલી ગાય સાથે ભટકાયા હતા.જેમાં તેઓનું મોત નિપજયુ હતુ.આ રખડતા ઢોરના માલિક સામે હજી સુધી કોઈ ગુનો પણ નોંધવામાં આવ્યો નથી. જેના પગલે લોકોમાં રોષ ની લાગણી પ્રવર્તી રહી છે.
Dec 29, 2025 09:06 am
ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો
યાત્રાએથી પરત આવીને રવિવારે વિનુભાઈ બપોરે ખોડીયારનગર પાસે રહેતા તેમના સબંધીને પ્રસાદ આપવા માટે આવતા હતા. ત્યારે ખોડીયારનગર ચાર રસ્તા પાસે પંચમ ઇલાઈટ ફલેટ પાસે તેમના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો હતો. આથી તેમને ટુ વ્હીલર ઉભુ રાખીને ફોન રીસીવ કરીને વાત કરતા હતા. દરમિયાનમાં આજ સમયે નજીકમાં એક ગાય અચાનક વિફરી હતી. તેને દોટ મુકતા વચ્ચે આવનાર રહીશોને અડફેટમાં લીધા હતા. જેમાં વિનુભાઈ ડાભીને શીંગડુ મારતા ગંભીર ઈજા પહોંચી હતી. તેમને ૧૦૮ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે અન્ય એક યુવાનને પણ શીંગડુ મારતા તેને ઈજા પહોંચી હતી. આ યુવાન સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ગયો હોવાનુ જાણવા મળે છે.
Dec 29, 2025 09:06 am
પ્રસાદ આપવા જતા હતા તે દરમિયાન બની ઘટના
શહેરના ખોડીયારનગર ચાર રસ્તા પાસે રવિવારે બપોરે ગાય અચાનક વીફરતા ટુ વ્હીલર સવાર પ્રૌઢ અને યુવાનને ગાથે શીંગડુ માર્યુ હતુ. પ્રૌઢને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે યુવાનનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. શહેરનજીક માણેજાના ગાયત્રીનગરમાં રહેતા વિનુભાઈ પીતાંબરભાઈ ડાભી (ઉ.વ.૫૮) ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના એજન્ટ તરીકેનું કામ કરે છે. તેઓ તાજેતરમાંજ અયોધ્યા મથુરા સહિતના યાત્રા સ્થળોએ દર્શન માટે ગયા હતા.
Dec 29, 2025 09:05 am
વડોદરાના ખોડિયારનગરમાં રખડતા ઢોરે 2 લોકોને લીધા અડફેટે, ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા
વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે, ખોડિયારનગરમાં ઢોરે બે લોકોને અડફેટે લીધા છે અને પંચમ ઇલાઇટ ફ્લેટ પાસે રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે, પ્રસાદ આપવા નીકળેલા વિનુ ડાભીને ગંભીર ઇજા પહોંચી છે. વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે અને ખોડિયારનગર વિસ્તારમાં રખડતા ઢોરે બે વ્યક્તિઓને લીધા અડફેટે અને પંચમ ઇલાઇટ ફ્લેટ પાસે રખડતા ઢોરે મચાવ્યું તોફાન, વિફરેલી ગાયે શિંગડુ માર્યુ હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા હતા.
Dec 29, 2025 08:57 am
રાજકોટના મેટોડા GIDCમાંથી નકલી ડૉક્ટર ઝડપાયો
નકલી ડૉક્ટર ડિગ્રી વગર લોકોને સારવાર કરતો, છેલ્લા 1 વર્ષથી રાજમંગલ સહાની ક્લિનિક ચલાવતો, SOGએ નકલી ડૉક્ટર રાજમંગલ સહાનીને ઝડપી પાડ્યો, અલગ-અલગ એલોપેથીની દવાઓનો જથ્થો જપ્ત કરાયો.
Dec 29, 2025 08:46 am
આંધ્રપ્રદેશમાં ટ્રેનમાં આગ લાગતા એકનુંમોત
આજે સવારે એલામંચીલી નજીક લાગી આગ, ટાટા એર્નાકુલમ એક્સપ્રેસના બે ડબ્બામાં આગ, આગ લાગતા લોકો પાઇલટે તાત્કાલિક ટ્રેન રોકી, તમામ 158 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા, ટ્રેન દુવવાડા પાર કર્યા પછી રાત્રે 1.30 વાગ્યે લાગી આગ, B1 અને M2 એસી કોચમાં લાગી હતી આગ, ફાયરની ટીમે આગ પર મેળવ્યો કાબૂ.
Dec 29, 2025 08:35 am
ગુજરાતમાં વેપારનું મોટું હબ છે
જેમાં કાર, એક્ટિવા, ટીવી, મોબાઇલ, મિક્સર અને અનેકો ઇનામો આપ્યા હતા અને ગ્રાહકોને ઘણો બધો લાભ પણ થયો હતો અને દુકાનદારોને સારો વેપાર મળ્યો હતો અને એ અનુસંધાનમાં અમદાવાદ વેપારી મહાસંગઠન તરફથી એક લેટર GSTના જુના ચીફ કમિશનર રાજીવ ટોપનોને આપ્યો હતો જેમાં કહ્યું હતુ કે, એક વર્ષ માટે મ્યુનિસિપલ ટેક્સ જે મેમ્બર બન્યા છે એમાં અને રાહત આપશો અથવા જીએસટીમાં જે પાંચ ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી જે કસ્ટમર ને વેચાણ કરે છે એમાં લાભ આપશો.
Dec 29, 2025 08:35 am
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ગુજરાત સરકારે આયોજન કર્યું છે
એમાં તમામ કસ્ટમર અને વેપારીઓ ને ઘણું બધો લાભ થયો છે અને થશે અને અમદાવાદ વેપારી મહાસંગઠન તરફથી વિનંતી કરવામાં આવે છે, વર્ષ 2019માં જ્યારે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ એમાં અસરે 16000 કરતા વધારે મેમ્બર બન્યા હતા અને ઘણી બધી સફળતા પણ મળી હતી અને વડાપ્રધાન નરેન્દ્રમોદી પણ આવ્યા હતા અને ઈ કૂપન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને 500 રૂપિયાથી લઈ પાંચ લાખ રૂપિયા સુધીના ઇનામો પણ આપ્યા હતા.
Dec 29, 2025 08:30 am
અમદાવાદમાં ગિફ્ટ સ્કીમના અભાવે શોપિંગ ફેસ્ટિવલ ફિયાસ્કો થવાની ભીતિ, વેપારી મહાસંઘે મુખ્યમંત્રી અને રાજ્ય વેરા કમિશનરને લખ્યો પત્ર
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને લઈ વેપારી મહાસંઘે મુખ્યમંત્રી અને રાજ્ય વેરા કમિશનરને લખ્યો પત્ર, અને ગ્રાહકોને ઇ કૂપન તેમજ ડિસ્કાઉન્ટ સ્કીમની જાહેરાત કરવામાં આવે તેવી વાત પત્રમાં કરી છે. ઈ કૂપન તેમજ ડિસ્કાઉન્ટ જેવી સ્કિમથી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ સફળ થશે અને ગિફ્ટ સ્કીમના અભાવે શોપિંગ ફેસ્ટિવલ ફિયાસ્કો થવાની ભીતિ છે, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાનાર વેપારીઓ-ગ્રાહકોને GSTમાં છૂટ આપવાની માગ છે અને વેપારીઓ માટે નક્કી સમયગાળા માટે ટેક્સમાં છૂટ આપવામાં આવે તો મોટી સંખ્યામાં વેપારીઓ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાશે.
Dec 29, 2025 08:21 am
સુરતના પાલનપુર બિઝનેસ પ્લાઝામાં મોડી રાત્રે આગ
સોફાના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ, હોટલમાંથી 7થી 8 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ફાયર વિભાગે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી, આગની ઘટનામાં કોઇ જાનહાનિ નહી.
Dec 29, 2025 08:15 am
તમે તમારી સ્કૂલની કેવી રીતે ફી જોઈ શકશો
FRCની સત્તાવાર વેબસાઇટ 'fregujarat.org' પર તમામ ખાનગી સ્કૂલોની ફી જાહેર કરવામાં આવી છે. આ વેબસાઈટ પર જિલ્લો-મ્યુનિ, બોર્ડ, માધ્યમ અને સ્કૂલનું નામ નાખવાથી FRCએ નક્કી કરેલી ફીનો ઓર્ડર ખુલશે. આ ઓર્ડરમાં ધોરણ તેમજ વર્ષ વાઇઝ ફીનું માળખુ હશે. આથી વિદ્યાર્થી તેમજ વાલી FRCએ નક્કી કરેલી ફી જાણી શકશે.
Dec 29, 2025 08:14 am
નોટિસ બોર્ડ પર ફીનો ઓર્ડર લગાવવાની સૂચનાને સ્કૂલો ઘોળીને પી જાય છે
પરંતુ હવે અમદાવાદ સહિત રાજ્યની તમામ ખાનગી સ્કૂલોની નક્કી થતી ફી FRCની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરાય છે. જેથી વાલી-વિદ્યાર્થી ફી અંગે સરળતાથી વાકેફ થઈ શકશે. નિયત ફી કરતાં જો સ્કૂલ દ્વારા વધુ ફી વસુલાતી હશે તો વાલીઓ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી શકશે. જેથી નિયત ફી કરતાં વધુ ફી વસૂલનારા સંચાલકોની આપ મેળે પોલ ઉઘાડી પડશે અને અધિકારી તેમજ નેતાઓ પણ આવી સ્કૂલોને બચાવી નહીં શકે.
Dec 29, 2025 08:14 am
પહેલા કેટલી ફી નક્કી થઈ એ અંગે વાલી તેમજ વિદ્યાર્થીઓ અજાણ રહેતા હતા
પરંતુ છેલ્લે સુપ્રીમ કોર્ટે આપેલ ચુકાદા મુજબ હવે FRCએ નક્કી કરેલ ફી સિવાલ સ્કૂલો વધારાનો એકપણ રૂપિયો વસૂલી શકતી નથી. એટલું જ નહીં, અગાઉ FRC દ્વારા સ્કૂલની ફી અંગેના જે ઓર્ડર જાહેર કરાતા હતા, એમાં એડમિશન અને ટર્મ ફી વસૂલવાની સ્કૂલોને છૂટ અપાતી હતી. પરંતુ હવે જાહેર થતાં ઓર્ડરમાં આ પ્રકારનો કોઈ જ ઉલ્લેખ કરાતો નથી. એનો મતલબ એ થાય થે કે, ઓર્ડરમા નક્કી કરેલી ફી સિવાય સ્કૂલો વધારાનો એકપણ રૂપિયો વસૂલી નહીં શકે. બીજી મહત્ત્વની વાત એ છે કે, FRC ફી નક્કી કરી દેતી. પરંતુ કેટલી ફી નક્કી થઈ એ અંગે વાલી તેમજ વિદ્યાર્થીઓ અજાણ રહેતા હતા.
Dec 29, 2025 08:14 am
અમદાવાદ શહેરની 2310 અને ગ્રામ્યની 394 ખાનગી સ્કૂલોની ફી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે
ધોરણ, માધ્યમ અને સંલગ્ન બોર્ડ મુજબ તમામ ખાનગી સ્કૂલોની ફી ઓનલાઈન જાહેર કરાઈ રહી છે. વાલીઓની ખિસ્સા ખંખેરતી ખાનગી સ્કૂલોને કંટ્રોલ કરવા માટે સરકાર દ્વારા વર્ષ-૨૦૧૭માં ફી નિર્ધારણ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. કાયદો લાગુ થયો ત્યારથી લઈને આજદીન સુધી ખાનગી સ્કૂલો દ્વારા યેનકેન રીતે વાલીઓ પાસેથી વધુ ફી વસૂલવાના કારસ્તાન આચર્યા હોવાની ફરિયાદો ઊઠી હતી. સ્કૂલો દ્વારા અન્ય પ્રવૃત્તિઓના નામે, એડમિશન ફી તેમજ ટર્મ ફીના નામે વાલીઓ પાસેથી તોતિંગ ફી વસૂલવામાં આવતી હતી.
Dec 29, 2025 08:12 am
ખાનગી સ્કૂલ FRCએ નક્કી કરેલી ફી છુપાવી શકશે નહીં
ફી રેગ્યુલેટરી કમિટી (FRC) દ્વારા નક્કી કરાતી ફીના ઓર્ડર છૂપાવી વાલીઓ પાસેથી વધુ ફી વસૂલાતી હોવાની ફરિયાદો ખાનગી સ્કૂલોની સામે આવતી હોય છે. પરંતુ હવે અમદાવાદ સહિત રાજ્યની એક પણ ખાનગી સ્કૂલ FRCએ નક્કી કરેલી ફી છુપાવી શકશે નહીં. વાલી અને વિદ્યાર્થીઓ સરળતાથી તેમની સ્કૂલની ઓનલાઇન જ ફી જોઈ શકશે. અમદાવાદ ઝોનની FRC દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ પર અત્યાર સુધીમાં ૫.૭૮૦ ખાનગી સ્કૂલોની ફ્રી જાહેર કરી છે.
Dec 29, 2025 08:12 am
અમદાવાદ ઝોનની શાળાઓની ફી વેબસાઇટ પર જાહેર, વાલીઓ છેતરાય નહીં તે માટે FRCએ કર્યો નિર્ણય
અમદાવાદ ઝોનની શાળાઓની ફી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે, FRCની વેબસાઇટ પર મુકાઇ શાળા અને તેની ફીની વિગતો 5780 ખાનગી શાળાઓની ફી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. અગાઉ મોટાભાગની શાળાઓ નિયત ફી છુપાવતી હતી અને ફી છુપાવીને વાલીઓ પાસેથી વસૂલાતી હતી વધુ ફી અને વાલીઓ છેતરાય નહીં તે માટે FRCએ કર્યો નિર્ણય, 5780 ખાનગી શાળાઓની ફી frcgujarat.org પર જાહેર કરવામાં આવી છે.
Dec 29, 2025 07:57 am
નવા સંગઠનની જાહેરાત બાદ આજે મળશે પ્રથમ બેઠક
ગાંધીનગરમાં કમલમમાં બેઠકનું કરાયું આયોજન, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક, નવ નિયુક્ત તમામ પદાધિકારીઓ સાથે બેઠક થશે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચર્ચા થશે.
Dec 29, 2025 07:54 am
મહત્તમ તાપમાનમાં 1.06 ડિગ્રીનો વધારો થયો છે
રવિવારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ હતું, જે ઘટીને 18.02 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. પરિણામે રાત્રિના સમયે 0.8 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો છે. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટયું છે. ભેજ ઘટીને 39 ટકા નોંધાયો છે. ઉત્તરના પવનોને સાન હવામાન વિભાગ દ્વારા ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી તો કરી છે. પરંતુ તેની અસર ગુજરાતના શહેરમાં દેખાશે કે કેમ તે અંગે શંકા કુશંકા સેવવામાં આવી રહી છે. કારણ કે ભુતકાળમાં પણ આવી આગાહી કરવામાં આવ્યા બાદ પણ ધાર્યા પ્રમાણેની ઠંડીનો અનુભવ થતો ન હતો.
Dec 29, 2025 07:54 am
આગામી દિવસોમાં વધી શકે છે ઠંડી
છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો યથાવત રહેવાના કારણે દિવસે ગરમી અને રાત્રે ધાર્યા પ્રમાણેની ઠંડકનો અનુભવ થઈ રહ્યો નથી. પરંતુ સતત ઉત્તરના પવનો ફૂંકાવાના કારણે આગામી દિવસોમાં ઠંડીનો ફરી ચમકારો જોવા મળે તેવી શક્યતા હવામાન વિભાગના જાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ શહેરનું મહત્તમ તાપમાન 31.02 ડિગ્રી સેલ્સિયસ હતું. જે 25 ડિસેમ્બરે વધીને 32.08 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
Dec 29, 2025 07:53 am
શિયાળાની સીઝનમાં ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ, મોટાભાગના શહેરોમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ
શિયાળાની સીઝનમાં રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે, મોટાભાગના શહેરોમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ શહેરીજનો કરી રહ્યા છે, તો 10.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદમાં 14.8, વડોદરામાં 14.4 ડિગ્રી, સુરતમાં 19, ગાંધીનગરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 12.8, વલ્લભ વિદ્યાનગરમાં 14.8 ડિગ્રી, દમણમાં 16.4, ભુજમાં 14 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 12.2 ડિગ્રી, ભાવનગરમાં 16.6, દ્વારકામાં 18.8 ડિગ્રી, પોરબંદરમાં 16 અને રાજકોટ 14.6 ડિગ્રી, વેરાવળમાં 18.8, દીવમાં 16.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 16, મહુવામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન પણ 28 ડિગ્રીને પાર છે.
Dec 29, 2025 07:47 am
આજથી કેન્દ્રિય ગૃહમંત્રી 3 દિવસ કોલકત્તાની મુલાકાતે
અમિત શાહ આગામી ચૂંટણી મુદ્દે કરશે મેરાથોન બેઠક, પાર્ટીના ટોચના નેતાઓ સાથે મહત્વની બેઠકોમાં ભાગ લેશે, અમિત શાહ ભાજપના મુખ્ય નેતાઓ સાથે પણ કરશે બેઠક, ચૂંટણી રણનીતિ અને સંગઠનાત્મક તૈયારીઓ પર ચર્ચા કરાશે, પ.બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહનો પ્રવાસ.
Dec 29, 2025 07:36 am
સાઈબર ક્રિમિનલોએ મુંબઈ પોલીસનો નકલી લોગો બનાવ્યો
નાગરિકો સાથે ઠગાઈ કરવા માટે સાઈબર વૉટસએપ નંબરના ડીપીમા પણ મુંબઈ પોલીસનો નકલી લોગો લગાવ્યો હતો. સામાન્ય રીતે વૉટસએપ કોલિંગમાં મુંબઈ પોલીસનો લોગો જોઈને ભલભલાને પરસેવો છૂટે છે. પરંતુ યોગેશ પટેલને પ્રથમ નજરે જ લાગ્યુ કે આ લોગો નકલી છે અને સામેના છેડેથી વાત કરનાર વ્યકિત સાઈબર ક્રિમિનલ હોઈ શકે છે.
Dec 29, 2025 07:36 am
આ વાત સાંભળતાની સાથે યોગેશ પટેલ સમજી ગયા હતા કે ફોડ કૉલ છે
ધારાસભ્યએ અજાણ્યા વ્યકિતની વાત કાપી નાંખી હતી અને અધવચ્ચે રોકડું સંભળાવ્યું હતું કે ભાઈ તું જે સ્કૂલમાં ભણે છે તે સ્કૂલનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું. આ વાત સાંભળીને સામેવાળી વ્યક્તિએ ફોન ડિસકનેક્ટ કર્યો હતો. ત્યારપછી યોગેશ પટેલે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરને ફોન જોડયો હતો અને હકીકત કહી હતી. સીપીની સૂચનાથી સાઈબર ક્રાઈમ સેલે તપાસ શરૂ કરી છે. યોગેશ પટેલે બીજો કૉલ રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જોડયો હતો અને શહેરમાં આડેધડ રીતે વેચાતા મોબાઈલ ફોનના સિમકાર્ડ ઉપર કડક નિયંત્રણ લાવવા સૂચન કર્યુ હતું.
Dec 29, 2025 07:35 am
સાઈબર ક્રિમિનલે ફોન ડિસકનેક્ટ કર્યો હતો
ધારાસભ્યએ રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ જાણ કરી હતી. પોલીસ કમિશનરના હુકમથી સાઈબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, રવિવારે સવારે ૧૧-૨૭ વાગે મારા મોબાઈલ ઉપર અજાણ્યા નંબર ઉપરથી રિંગ આવી હતી. ફોન રિસીવ કરતાંની સાથે સામેના છેડેથી વ્યક્તિએ હિંદીમાં જણાવ્યું હતું કે, હું મુંબઈ પોલીસમાંથી વાત કરું છું. તમારું નામ વોગેશ પટેલ છે ? આ નંબર તમે યૂઝ કરો છો ? તમારા નામ ઉપર એક નોટિસ ઈશ્યૂ કરી છે તેમ કહ્યું હતું.
Dec 29, 2025 07:35 am
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ, ધારાસભ્યએ કહ્યું, તું જે સ્કૂલમાં ભણ્યો છે, એનો પ્રિન્સિપાલ રહ્યો છું
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને આવ્યો ફ્રોડ કોલ અને ફ્રોડ કોલ પર નોટિસ મોકલવાની મળી ધમકી, જેમાં ઠગબાજે મુંબઈથી બોલું છું કહી નોટિસ આપવાનું કહ્યું હતુ. સાઈબર માફિયાઓએ રાજ્યના પૂર્વ મંત્રી અને વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલને મુંબઈ પોલીસના નામે ફોન કરીને હાઉસ એરેસ્ટની જાળમાં ફસાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નિષ્ફળ નીવડયાં હતાં. તમારું નામ યોગેશ પટેલ છે ? તમારા નામે નોટિસ નીકળી છે તેવું જણાવતાની સાથે ધારાસભ્યએ આગળની વાત સાંભળ્યાં સિવાય પરખાવ્યું હતું કે, તું જે સ્કૂલમાં ભણે છે તે સ્કૂલનો હું પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું.
Dec 29, 2025 07:16 am
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને આવ્યો ફ્રોડ કોલ
ફ્રોડ કોલ પર નોટિસ મોકલવાની મળી ધમકી, ઠગબાજે મુંબઈથી બોલું છું કહી નોટિસ આપવાનું કહ્યું, ધારાસભ્યને ડિજિટલ એરેસ્ટ કરવાની આશંકા, યોગેશ પટેલે પોલીસ અને નાયબ મુખ્યમંત્રીને કરી જાણ.
Dec 29, 2025 07:16 am
અમેરિકામાં બે હેલિકોપ્ટર હવામાં અથડાયા
અકસ્માતની ઘટનાાં એક પાયલોટનું મોત, ન્યુ જર્સીના હેમોન્ટનમાં બે હેલિકોપ્ટર અથડાયા, એક પાયલોટનું મોત,બીજો ગંભીર રીતે ઘાયલ, ટક્કર થવા પાછળનુ કારણ હાલ અકબંધ.
Dec 29, 2025 07:15 am
અરવલ્લીની ગિરિમાળા વિવાદમાં SCની એન્ટ્રી
સ્વતઃ સંજ્ઞાન લઇ કેસ 3 જ્જોની બેન્ચને સોંપ્યો, આજે રિટ પિટિશન પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચ કરશે સુનાવણી, SCએ નવી લીઝ આપવા પર મૂક્યો છે પ્રતિબંધ, યોગ્ય પ્લાન તૈયાર ન થાય ત્યાં સુધી રોક યથાવત.
Dec 29, 2025 07:15 am
કુલદીપસિંહ સેંગરની સજા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
ઉન્નાવ બળાત્કાર કેસમાં પડી હતી આજીવન કેદની સજા, હાઇકોર્ટે સેંગરની આજીવન કેદની સજા કરી હતી સ્થગિત, હાઇકોર્ટના નિર્ણયને CBIએ સુપ્રિમકોર્ટમાં પડકાર્યો, આજે CBIની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી.
Dec 29, 2025 07:14 am
INSV કૌંડિન્યા આજથી પ્રથમ વિદેશ સફર શરુ કરશે
પોરબંદરથી ઓમાનના મસ્કત જશે INSV કૌંડિન્યા, ભારતીય નૌકાદળનું જહાજ INSV કૌંડિન્યા થશે રવાના, INSV કૌંડિન્યા એ ભારતીય નૌકાદળનું એક અનોખું જહાજ, INSV કૌંડિન્યા ભારતીય નૌકાદળનું પ્રથમ સ્ટીચ્ડ સેલિંગ વેસલ.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!