
Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Jan 16, 2026 11:11 pm
વલસાડ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંઘ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.પી.સિંઘના માર્ગદર્શન હેઠળ ગત ડિસેમ્બર મહિનામાં કુલ ૧૪ જેટલા પુરૂષ નસબંધી ઓપરેશનો કરવામાં આવ્યા છે.જેમાં ધરમપુર તાલુકાના સાત અને કપરાડા તાલુકાના સાત પુરૂષ ઓપરેશન કરવામાં આવ્યા છે.જે પ્રશંસનીય કામગીરી બદલ ધરમપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જિજ્ઞેશ માહલા અને કપરાડાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.મહેશ પટેલ દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા હતા.
Jan 16, 2026 10:35 pm
મોરબીના હળવદમાં બીમારીથી કંટાળી ખેડૂતે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ખેડૂતે આગ લગાવી અગ્નિ સ્નાન કર્યું હતું. છેલ્લા 12 વર્ષથી ખેડૂત મોઢાના કેન્સરથી પીડાતા હતાં. ખેડૂતના આપઘાતથી હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Jan 16, 2026 10:10 pm
રાજ્યમાં વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. વસતી ગણતરી નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. સ્ટાફ, તાલીમ, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘરયાદી તૈયાર થશે. ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ થશે.વસતી ગણતરી માટે કર્મચારીઓ પોતાનો મોબાઇલ વાપરશે.કર્મચારીઓને એક નિશ્ચિત માનદ વેતન ચૂકવાશે
Jan 16, 2026 08:58 pm
સુરતના ઓલપાલમાં ખંડણીખોર પત્રકારો ઝડપાયા છે. ઓલપાડના તેના ગામે બે તોડબાજ પત્રકાર ઝડપાયા છે. વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને ખંડણી માંગી હતી. ગુજરાત અસ્મિતાના નામે સોશિયલ મીડિયા પેજ ચલાવતા હતાં. ફરિયાદીને ધાક ધમકી આપીને 10 હજાર પડાવ્યા હતાં.
Jan 16, 2026 08:38 pm
VS હોસ્પિટલના રિનોવેશન માટે AMCને HCની લીલી ઝંડી,ગુજરાત હાઈકોર્ટે રીનોવેશન કરવા આપી પરવાનગી,હોસ્પિટલના રીનોવેશન પર રોક લગાવવા થઇ હતી અરજી,રીનોવેશન સમયે હોસ્પિટલની સુવિધામાં રહેશે ફેરફાર : સરકાર,રીનોવેશનને લઇ હોસ્પિટલમાં બેડ ઓછા રખાશે : સરકાર.હોસ્પિટલમાં રીનોવેશનને લઇ 230 બેડ રખાશે : સરકાર,‘રીનોવેશન બાદ 500 બેડની સુવિધા કરાશે ઉપલબ્ધ,1 થી 6 વોર્ડ જર્જરીત હોવાથી ઝડપી રીનોવેશન થશે : AMC.
Jan 16, 2026 08:37 pm
ભારતે એપલને આપી લાસ્ટ વોર્નિંગ,એપલે 3 લાખ કરોડ ભરવો પડી શકે દંડ,એપલ અને CCI કોર્ટમાં આમનેસામને,એપલ જલદી જવાબ નહીં આપે તો કાર્યવાહી,IOS એપલ સ્ટોર સાથે સંકળાયેલો છે કેસ,એપલ પર બજારમાં વર્ચસ્વ જમાવવાનો છે આરોપ,ભારતીય સ્ટાર્ટઅપ્સને એપલ સામે CCIમાં ફરિયાદ,એપલે તેની ડોમિનેન્ટ પોઝિશનનો ખોટો ઉપયોગ કર્યોઃ CCI.
Jan 16, 2026 08:21 pm
અમદાવાદના સેટેલાઇટમાં 1.47 કરોડની ચોરી,માણેકબાગ સોસાયટીમાં ડોક્ટરના ઘરમાં ચોરી,તહેવારમાં ડોક્ટર પરિજનો સાથે દુબઇ ગયા હતા,તસ્કરોએ લોકર તોડી સોના, રોકડની કરી ચોરી,203.5 તોલા સોનાના દાગીના, 45 લાખ રોકડની ચોરી,તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી ગયા,સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી.
Jan 16, 2026 08:21 pm
મહારાષ્ટ્રના પરિણામો પર પ્રધાનમંત્રીની પોસ્ટ.NDAની જીતને જનતાનું સમર્થનઃ PM,વિકાસના વિઝને લોકોનું દિલ જીત્યું: PM,જનવિશ્વાસ અને સુશાસનની જીતઃ PM,મહારાષ્ટ્રની જનતા અને NDA વચ્ચેનો સંબંધ મજબૂત થયોઃ PM.
Jan 16, 2026 08:20 pm
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં સુધારો
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં સુધારો, સુધારો થતા નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા, GRAP-3 હેઠળના નિયંત્રણો હટાવી લેવાયા,દિલ્હીનો AQI 380 થી ઘટી 236 પર પહોચ્યો.
Jan 16, 2026 07:51 pm
રાજકોટના ભાજપના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ કડવી વાસ્તવિકતા વર્ણવી બંધારણ ઘડવા પર ભાર મુક્યો હતો. તેમણે સુરતમાં યોજાયેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના સંમેલનમાં સમાજના આગેવાનોને આકરી ટકોર કરી હતી. રૂપાલાએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, આપણે ભવનો બનાવવાના છે અને સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાનું છે. તેમણે સમાજને સવાલ કર્યો હતો કે આપણે કોઈ નિયમો રાખ્યા છે આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે ચાલવું છે? આપણે ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણ કે અન્ય સમાજો આપણા કરતાં આગળ થઈ ગયાં છે. પાંચ પચીસ વર્ષ પહેલા એવું હતું કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજા સમાજ એને ફોલો કરતાં. આજે બીજા સમાજે નિર્ણય કરી નાંખ્યા પણ આપણે તો હજી વિચારણા પણ શરૂ નથી કરી.
Jan 16, 2026 07:13 pm
ગીર સોમનાથના રોણાજમાં શેરડીના ખેતરમાં આગ લાગી હતી. અંદાજે 3 વીઘા શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો હતો. તૈયાર પાકમાં આગ લાગવાથી ખેડૂતોને લાખોનું નુકસાન થયું હતું. પીજીવીસીએલના વાયરમા સ્પાર્ક થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. ગ્રામજનોએ તાત્કાલિક આગને કાબુમાં લીધી હતી.
Jan 16, 2026 06:48 pm
અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં યોજાયેલા ફ્લાવર શોની મુદ્દતમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદીઓ વધુ સાત દિવસ ફ્લાવર શો માણી શકશે. હવે 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. અગાઉ 22 જાન્યુઆરી સુધી ફલાવર શો ચાલવાનો હતો. અત્યાર સુધીમાં 5.25 લાખ લોકોએ ફલાવર શોની મુલાકાત લીધી છે. ફ્લાવરશોથી એએમસીને 1.60 કરોડની આવક થવા પામી છે.
Jan 16, 2026 06:41 pm
વડોદરા ભાજપનો કાર્યકર પ્રોહિબિશન કેસમાં ઝડપાયો છે. ભાજપનો કાર્યકર દિપેન ભટ્ટ સહિત ત્ણ આરોપીઓ પાસેથી 12.34 લાખનો દારુ ઝડપાયો હતો. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને 17.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Jan 16, 2026 06:20 pm
મહેસાણામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. આરોપી સત્યનારાયણ ગોસ્વામીને 30 વર્ષની સજા ફટકારી છે. આરોપીએ આંબલિયાસણમાં 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ કર્યું હતું.આરોપી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો.15 વર્ષની દીકરીના પિતાએ સગીરા પર દુષ્કર્મ કર્યું હતું.કોર્ટે કેસને 'રેરેસ્ટ ઓફ રેર' ગણી ફટકારી 30 વર્ષની કેદ.પીડિતાને 1 લાખનું વળતર ચૂકવવા પણ કોર્ટનો આદેશ
Jan 16, 2026 05:59 pm
1. Border 2ના ટ્રેલરે મચાવી ધૂમ! કરણ જોહર પણ થયા સની પાજીના ફેન, પોસ્ટ શેર કરી મોટી ભવિષ્યવાણી!
2. Gandhinagar News: ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું
3. Gandhinagar News : સેક્ટર 1 પાસે ગમખ્વાર અકસ્માત, કારચાલકે મોપેડ સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધા
4. Traffic Challan નહીં ભરો તો RC અને ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ: જાણો રોડ પરિવહન મંત્રાલયના નવા નિયમો
5. T20I વર્લ્ડકપ પહેલાં ઇયાન હાર્વે નેપાળની ટીમના સલાહકાર બોલિંગ કોચ તરીકે નિયુક્ત થયા
Jan 16, 2026 05:37 pm
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકારની ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી નીતિઓના પરિણામે ગુજરાતને નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટનો દરજ્જો મળ્યો છે.આ એવોર્ડ વર્ષ ૨૦૨૪માં સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ એનાયત કરવામાં આવ્યો છે.
Jan 16, 2026 05:21 pm
આવતીકાલે દેશને પ્રથમ વંદેભારત સ્લીપર ટ્રેનની ભેટ મળશે. વડાપ્રધાન મોદી આ ટ્રેનને લીલીઝંડી આપશે. હાવડાથી ગુવાહાટી વચ્ચે આ વંદેભારત ટ્રેન દોડશે. વડાપ્રધાન 19 જાન્યુઆરીએ 9 અમૃત ભારત ટ્રેનને લીલીઝંડી આપશે.
Jan 16, 2026 05:16 pm
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આગામી 17અને 18 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારો પોતાની નૃત્ય પ્રસ્તુતિ કરશે. આ મહોત્સવ બંને દિવસ સાંજે ૦૬:૩૦ વાગ્યાથી શરૂ થશે અને કલા રસિકોને શાસ્ત્રીય નૃત્યરસનું પાન કરાવશે.
Jan 16, 2026 04:50 pm
સુરતના રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટી સામે કાર્યવાહી કરવામાં આવી છે. વરાછાની ગંગેશ્વર સોસાયટીમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દુકાન, ગોડાઉન અને નર્સરીને સીલ મારવામાં આવ્યું છે. સ્થાનિક લોકોએ ફરિયાદ કરતાં કાર્યવાહી કરવામાં આવી છે. નર્સરીને મંજૂરી આપતાં સવાલો ઉભા થયા છે.
Jan 16, 2026 04:35 pm
પાટણના સમીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. પૈસાની લેવડ દેવડમાં છાપરા અને રિક્ષામાં આગચંપી કરવામાં આવી છે. ઉછીના પૈસા પરત નહીં આપતા આતંક મચાવ્યો છે. પોલીસે ઈમરાન ઉર્ફે મોન્ટી સૈયદની ધરપકડ કરી છે. પોલીસે એક આરોપીને ઝડપીને રિકન્સ્ટ્રક્શન કર્યું છે.
Jan 16, 2026 04:15 pm
અમદાવાદના સારંગપુરમાં પાણીની ટાંકી તોડવા મુદ્દે નાયબ મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે કહ્યું હતું કે, પાણીની ટાંકી જેસીબીની મદદથી તોડાઈ છે. પહેલા આસપાસની દિવાલો તોડવામાં આવી હતી. આ ટાંકી 15 ટન પાણીનું વજન સહન કરી શકે તેમ નહોતુ. 7 થી 8 ટનનું JCB ક્રેનની મદદથી ઉપર ચડાવાયું હતું. સતત ટ્રાફિક હોવાથી પિલ્લર તોડવું શક્ય નહોતુ. સામાન્ય રીતે પીલ્લર તોડી પાણીની ટાંકી ને નીચે બેસાડી દેવામાં આવે છે.
Jan 16, 2026 04:03 pm
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતમાંથી 30 જેટલા ભાજપના નેતાઓ દિલ્હી જશે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને દિલીપ સાંઘાણી સહિતના નેતાઓ રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં ભાગ લેશે. રાજ્યમાંથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીમાં રહેલા નેતાઓ દિલ્હી જઈને નવા પ્રમુખની ચૂંટણીમાં ભાગ લેશે.
Jan 16, 2026 03:35 pm
ટ્રેનમાંથી સરકારી અનાજ ચોરવામાં આવ્યું, રેલવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી, વીડિયો વાયરલ થતા તપાસ હાથ ધરાઇ, વીડિયોના આધારે આરોપીઓની તપાસ હાથ ધરાઇ.
Jan 16, 2026 03:30 pm
ગુજરાતથી 30 જેટલા નેતાઓ જશે દિલ્હી, રાષ્ટ્રીય ચૂંટણી પ્રક્રિયામાં લેશે હિસ્સો, પ્રદેશ અધ્યક્ષ, CM, DYCM દિલ્હી જશે, રાષ્ટ્રીય પરિષદનાં સભ્ય દિલીપ સંઘાણી જશે દિલ્હી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જશે દિલ્હી.
Jan 16, 2026 03:22 pm
કોસ્ટગાર્ડે જખૌ બંદર નજીક પાકિસ્તાની બોટ પકડી હતી, બોટમાં કુલ 9 ક્રૂ મેમ્બર હતા સવાર, એજન્સીઓ દ્વારા બોટને પોરબંદર લવાઇ, નવીબંદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો.
Jan 16, 2026 03:11 pm
ચાંદીમાં કિલોએ રૂપિયા 11, 000નો ઘટાડો, 1 કિલો ચાંદીનો ભાવ રૂ. 2.81 લાખ, રાજકોટમાં ચાંદીનો ભાવ 2.84 થી 2.92 લાખની વચ્ચે, સોનાના ભાવમાં પણ રૂ. 500નો ઘટાડો, 10 ગ્રામ સોનાનો ભાવ રુ. 1.45 લાખ.
Jan 16, 2026 02:58 pm
અમદાવાદના NIDએ ગણતંત્ર દિવસની પત્રિકા કરી તૈયાર, 26 જાન્યુઆરીની પત્રિકામાં NIDની ડિઝાઇનિંગ છાપ, નોર્થ ઇસ્ટની ઓળખ દર્શાવતી થીમ સાથેની પત્રિકા તૈયાર, કલાત્મક સંસ્કૃતિ અને આધુનિક ડિઝાઇનનું અનોખું સંયોજન, રાષ્ટ્રીય એકતા, બંધુત્વ, ગૌરવનો સંદેશ પત્રિકામાં અપાયો, NIDને આમંત્રણ પત્રિકા બનાવવાની જવાબદારી અપાઇ.
Jan 16, 2026 02:47 pm
પ્રથમવાર મુંબઇમાં ભાજપના મેયર બનશે, ભાજપ ગઠબંધન 118થી વધુ સીટો પર આગળ, મુંબઇ મનપામાં ભાજપ - શિવસેનાનું ગઠબંધન આગળ, નાગપુર અને પૂણે મનપામાં ભાજપ જીત તરફ, ઠાણે, નાગપુર, નાસિક, પૂણેમાં ભાજપ આગળ, ઉદ્ધવ ઠાકરે જૂથ 70 બેઠકો પર આગળ, પરિણામમાં કોંગ્રેસ 12 બેઠકો પર આગળ.
Jan 16, 2026 02:47 pm
પાકિસ્તાની ડ્રોન દેખાવાથી ગ્રામજનોમાં દહેશત, રાત્રીના સમયે સંદિગ્ધ પાકિસ્તાની ડ્રોન દેખાયું, ગ્રામજનોએ તરત ઘરની લાઇટ બંધ કરી દીધી, સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું, કોઇપણ જાતના નુકસાનના કોઇ સામાચાર નહીં, અમે ડરના માહોલમાં જીવી રહ્યા છીએઃ ગ્રામજન.
Jan 16, 2026 02:46 pm
06 - BMC Election Result 2026: મુંબઈમાં સત્તાનો ઇતિહાસ બદલાયો, ભાજપે પહેલીવાર બહુમતી મેળવી
07 - સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલનો એક દાયકો પૂર્ણ, PM Modiએ એક્ઝિબિશનની લીધી મુલાકાત
08 -કોણ છે અલી લારીજાની? જેના કારણે Iran પર અમેરિકી હુમલો અટકી ગયો
09 - Sports : અર્શદીપ સિંહ સાથેના વર્તનને લઈ આર અશ્વિન કોના પર થયો ગુસ્સે?
10 - BMC Election Results: અજિત પવાર જૂથને ઝટકો, નવાબ મલિકના ભાઇ કપ્તાન મલિક હાર્યા
Jan 16, 2026 02:30 pm
16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર
25 માર્ચ સુધી ચાલશે બજેટ સત્ર
23 દિવસમાં 26 બેઠકો યોજાશે
Jan 16, 2026 02:23 pm
સુરતના ગોડાદરામાં હત્યાની અદાવત રાખીને યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે, અને અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે અને ભોગ બનનારના શરીર માંથી ગોળી બહાર કાઢવામાં આવી છે, હત્યાના ઈરાદે આ ફાયરિંગ કર્યુ હોવાની પોલીસને શંકા છે અને પોલીસે ફાયરિંગ કરનારની પણ અટકાયત કરી છે અને ભોગ બનનારની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
Jan 16, 2026 02:22 pm
સુરતના ગોડાદરામાં અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે અને પોલીસે ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી છે, અગાઉ થયેલ હત્યાની અદાવતમાં ફાયરિંગ કર્યુ હોવાની વાત છે. સુરતના ગોડાદરામાં હત્યાની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ફાયરિંગમાં યુવકને ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગોડદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Jan 16, 2026 02:09 pm
અમદાવાદના NIDએ ગણતંત્ર દિવસની પત્રિકા કરી તૈયાર, 26 જાન્યુઆરીની પત્રિકામાં NIDની ડિઝાઇનિંગ છાપ, નોર્થ ઇસ્ટની ઓળખ દર્શાવતી થીમ સાથેની પત્રિકા તૈયાર, કલાત્મક સંસ્કૃતિ અને આધુનિક ડિઝાઇનનું અનોખું સંયોજન, રાષ્ટ્રીય એકતા, બંધુત્વ, ગૌરવનો સંદેશ પત્રિકામાં અપાયો, NIDને આમંત્રણ પત્રિકા બનાવવાની જવાબદારી અપાઇ.
Jan 16, 2026 01:59 pm
મુંબઇ મનપામાં ભાજપ - શિવસેનાનું ગઠબંધન આગળ, BMCમાં ભાજપ - શિંદે જૂથ 115 બેઠકો પર આગળ, ઉદ્ધવ ઠાકરેનું ગઠબંધન 68 બેઠકો પર આગળ, નાગપુર અને પૂણે મનપામાં ભાજપ જીત ભણી, નાગપુર મનપાની 151માંથી 88 બેઠકો પર ભાજપ આગળ, પુણેમાં ભાજપ - શિંદે જૂથ 90 બેઠકો પર આગળ, ઠાણેમાં ભાજપ - શિંદે જૂથ 24 બેઠકો પર આગળ, ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ખરાખરીનો જંગ.
Jan 16, 2026 01:51 pm
3 શખ્સોએ ઈંટો સાથે આવી બાઈકમાં તોડફોડ કરી, વહેલી સવારમાં ઘર બંધ હતું ત્યારે બાઈકમાં તોડફોડ, મકરપુરા જીઆઇડીસી કોલોનીમાં બાઈકમાં તોડફોડ.
Jan 16, 2026 01:29 pm
જસ્ટિસ યશવંત વર્માની અરજી ફગાવાઈ, લોકસભા સ્પીકરની સમિતિને પડકારી હતી, સ્પીકરનો નિર્ણય ભૂલભરેલો હોવાનો આક્ષેપ, SCએ જસ્ટિસ યશવંત વર્માની અરજી નામંજૂર કરી.
Jan 16, 2026 01:14 pm
COVID-19 મહામારી દરમિયાન, દેશને વિવિધ પ્રકારના એવા રોગકારક સંક્રામક સૂક્ષ્મજીવોને સમજવા માટે બાયોસેફ્ટી કન્ટેઇનમેન્ટ સુવિધાઓની તાત્કાલિક જરૂરિયાતનો સામનો કરવો પડયો હતો,જેમના માટે કોઈ રસી અથવા સારવાર ઉપલબ્ધ ન હતી. COVID-19 ઉપરાંત, ગુજરાતમાં તાજેતરમાં ચાંદીપુરા વાયરસ (માનવમાં) અને લમ્પી સ્કિન ડિસીઝ વાયરસ (પશુઓમાં) જેવા રોગો જોવા મળ્યા છે, જે બંને માટે બાયોસેફ્ટી લેવલ - 3 (BSL-3) અને તેથી ઉપરની સુવિધાઓ જરૂરી છે.
Jan 16, 2026 01:14 pm
ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો કન્ટેઈનમેન્ટ ફેસિલિટિ, સંક્રામક અને જીવલેણ બીમારીઓ સામે અસરકારક રસીઓ વિકસાવવામાં બનશે ઉપયોગી. જીવાણુઓ ઉપર અદ્યતન સંશોધન, અસરકારક સારવારના વિકાસ, રોગચાળા સામે ઝડપી પ્રતિક્રિયા આપી રાજ્ય અને રાષ્ટ્રની બાયો સિક્યુરિટીને બનાવશે મજબૂત, છેલ્લા થોડા વર્ષોમાં આપણે અનેક પ્રકારના પશુથી સંક્રમિત રોગોનો સામનો કર્યો છે. કોવિડ 19 પેન્ડેમિકએ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. કોરોના સમયે તમામ લોકોના સેમ્પલની તપાસ કરવા માટે આપણે ભારતની એકમાત્ર પૂણે સ્થિત બી.એસ.એલ.-4 લેબનો ઉપયોગ કર્યો હતો.
Jan 16, 2026 12:56 pm
નવસારીમાં પાણી પુરવઠા અને નવું ડ્રેનેજ નેટવર્ક માત્ર માળખાકીય સુવિધાઓમાં સુધારો નહીં કરે, પરંતુ શહેરને સ્વચ્છ, સલામત અને આધુનિક બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું પણ સાબિત થશે. નવસારી મનપા વિસ્તારમાં જે ચાર ગામો જોડવામાં આવ્યા છે તેમાં રોડ, લાઇટ, ડ્રેનેજ પાણીના નવા નેટવર્ક ઉપરાંત ગાર્ડન, તળાવોનો વિકાસ કરી વિહારધામનું નિર્માણ, સિવિક સેન્ટર અને સફાઈ માટે ડસ્ટબિન વિતરણનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરના આ આઉટર વિસ્તારોમાં ચોખ્ખા પીવાના પાણીની અને ડ્રેનેજ લાઇનના અભાવના કારણે પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનની ગંભીર સમસ્યા હતી. આ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં આશરે ₹112 કરોડના ખર્ચે એક નવું પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે.
Jan 16, 2026 12:53 pm
આ પ્રોજેક્ટ હેઠળ, મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર નવી પાણી અને ડ્રેનેજ પાઇપલાઇન, ઓવરહેડ ટાંકી અને અંડરગ્રાઉન્ડ સંપ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), નવો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેના કારણે 25,000થી વધુ સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા તેમજ ગંદા પાણીના નિકાલની સમસ્યા માંથી મોટી રાહત મળશે. ખાસ તો, બાળકોમાં આરોગ્યને લગતી સમસ્યાઓનો પણ અંત આવશે.
Jan 16, 2026 12:52 pm
1 જાન્યુઆરી 2025ના રોજ નવસારીમાં મહાપાલિકા અમલી બની હતી, જેમાં અગાઉના નવસારી વિજલપોર પાલિકા વિસ્તાર સાથે નજીકના 4 ગામો એરુ, ધારાગીરી, દાંતેજ અને હાંસાપોરને સમાવી લેવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરીકરણને વેગ આપવાની સાથે નાગરિકોના ઇઝ ઑફ લિવિંગને વધારવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર શહેરોના વિસ્તરણ સાથે નવા જોડાતા વિસ્તારોમાં પાણી પુરવઠો, ડ્રેનેજ પાઇપલાઇન, રોડ અને સ્વચ્છતા જેવી મૂળભૂત નાગરિક સુવિધાઓ સુનિશ્ચિત કરી રહી છે. આ અંતર્ગત તાજેતરમાં નવસારી મહાનગરપાલિકાએ ₹112 કરોડ રૂપિયાનો પાણી પુરવઠા અને ડ્રેનેજ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.
Jan 16, 2026 12:41 pm
પતંગના ભાવ બાબતે યુવકને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને યુવકને માર મારતા વીડિયો આવ્યા સામે જેમાં કથીરિયા, પોલીસની હાજરીમાં યુવકને ઢોર માર માર્યો હતો અને અલ્પેશના ભાઇ મિલનને યુવક સાથે થયો હતો ઝગડો જેમાં અલ્પેશ કથીરિયાએ મિત્ર સાથે પહોંચીને માર માર્યો હતો અને ઘટના સમયે પોલીસ મુકપ્રેક્ષપ બનીને ઉભી રહી હતી અને સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Jan 16, 2026 12:34 pm
નર્સિંગ વિદ્યાર્થીને માર મારતા બંધનું એલાન, નર્સિંગના વિદ્યાર્થીને મારતા બજાર સજ્જડ બંધ, ભાજપ યુવા મોરચા દેવાંગ બારોટે યુવકને માર માર્યો, પોલીસે એટ્રોસિટીની ફરિયાદના આધારે ધરપકડ કરી, આદિવાસી સમાજ દ્વારા અપાયું છે બંધનું એલાન,
Jan 16, 2026 12:15 pm
20 જાન્યુઆરીએ ભાજપના અધ્યક્ષની થશે જાહેરાત, 19 જાન્યુઆરીએ દાવેદારી ફોર્મ ભરવામાં આવશે, 19 જાન્યુઆરીએ જ ફોર્મ ચકાસણી કરાશે, હાલમાં નિતિન નબીન છે કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ, નિતિન નબીનની ભાજપ અધ્યક્ષ બનવાની સંભાવના.
Jan 16, 2026 12:09 pm
JN રૂપરેલ સ્વામિનારાયણ MBA કોલેજની બેદરકારી, GTUના એક્સઝમ ફોર્મ નહિ ભરતા હાલત કફોડી, કોલેજના પ્રિન્સિપાલ પોતાની ભૂલ સ્વીકારી, 42 વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાથી વંચિત, વાલીઓ-વિદ્યાર્થીઓએ કોલેજમાં હોબાળો કર્યો.
Jan 16, 2026 11:55 am
ભાજપ અને શિંદે જૂથ મતગણતરીમાં આગળ, મુંબઈના 227 વોર્ડની બેઠકોની મતગણતરી, BMCમાં ભાજપ - શિંદે જૂથ 52 બેઠકો પર આગળ, BMC, નાગપુર, પૂણે, થાણેમાં ભાજપ આગળ, પુણેમાં ભાજપ - શિંદે જૂથ 45 બેઠકો પર આગળ, નાગપુરમાં ભાજપ - શિંદે જૂથ 63 બેઠકો પર આગળ, ઠાણેમાં ભાજપ - શિંદે જૂથ 35 બેઠકો પર આગળ, BMCમાં ઉદ્ધવ જૂથ - NCP 31 બેઠકો પર આગળ, ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ખરાખરીનો જંગ.
Jan 16, 2026 11:51 am
અલ્પેશના ભાઈ મિલન કથીરિયા સાથે પતંગના ભાવ બાબતે દુકાન પર ઝગડો થયો હતો અને ત્યારબાદ અલ્પેશ અને અન્ય એક યુવકે ફરિયાદીને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને સરથાણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, સરથાણાના કિરણ ચોક પાસે આવેલી પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ પર આ સમગ્ર ઘટના બની હતી. પતંગના ભાવને લઈને ગ્રાહક અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો.
Jan 16, 2026 11:51 am
પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, પતંગના ભાવ બાબતે યુવકને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને અલ્પેશના ભાઇ મિલનને યુવક સાથે થયો હતો ઝગડો. સુરતમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં પતંગની ખરીદીને લઈ મારમારી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, અલ્પેશના ભાઈએ તેને ફોન કર્યો અને બાદમાં અલ્પેશ કથીરિયાએ પહોંચીને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 16, 2026 11:38 am
કુંભારવાડામાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા, 23 વર્ષીય યુવક સાહિલ સૈયદની હત્યાથી ચકચાર, એક્ટિવા આપવાની ના પાડતા 5 લોકોએ હત્યા કરી, બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Jan 16, 2026 11:37 am
07 - India-China Export: ભારતમાંથી ચીનને નિકાસમાં 67% ઉછાળો, જાણો ભારતમાંથી ચીને કઇ કઇ ચીજો મંગાવી
10 - Petrol Diesel Price Today: શુક્રવારે કેટલો બદલાયો પેટ્રોલ ડીઝલનો ભાવ ? જાણો આજનો લેટેસ્ટ રેટ
Jan 16, 2026 11:28 am
કુકરમાં કઠોળ બાફવા મુક્યા બાદ બ્લાસ્ટ, ખીચડી ઘરમાં થયેલ બ્લાસ્ટના CCTV સામે આવ્યા, રસોડામાં ધડાકો થતા પતરા અને રસોડામાં નુકસાન, રસોડામાં કામ કરતા સેવાભાવી લોકોનો બચાવ, ખીચડી ધર વૃદ્ધ, નિરાધાર માટે ભોજનનું આશ્રય કેન્દ્ર.
Jan 16, 2026 11:27 am
સીટ પર બેસવા બાબતે યુવક પર ચપ્પુથી હુમલો, બેથી ત્રણ લોકોનો હેમરાજ પાટિલ પર હુમલો, ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો.
Jan 16, 2026 10:56 am
કતારગામમાં શાળા ખસેડતા AAP કોર્પોરેટરોના ધરણાં, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ઓફિસ બહાર ધરણાં, વોર્ડ 7ની શાળા વોર્ડ નં-8 માં ખસેડતાં વિરોધ, છેલ્લા બે દિવસથી AAP કોર્પોરેટરો ધરણાં પર બેઠા, બિલ્ડરો-ભાજપ મળતિયાઓની નજર શાળાની જમીન પર, બિલ્ડરના ફાયદા માટે સ્થળ બદલ્યું હોવાનો આક્ષેપ, વર્ક ઓર્ડર બાદ સ્થળ બદલ્યું હોવાનો પણ આક્ષેપ, યોગ્ય નિર્ણય નહી કરાય તો આંદોલનની ઉચ્ચારી ચીમકી, ભાજપ કોર્પોરેટરે પણ વિરોધ કરી CMને રજૂઆત કરી હતી, નિર્ણયથી બાળકોના ભવિષ્યને અસર થશે: ડૉ. કિશોર.
Jan 16, 2026 10:50 am
દારૂ મહેફીલ સ્થળેથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝના કેમેરામાં બિયરની ખાલી બોટલો કેદ, નબીરાઓએ યોજેલી પાર્ટીના પુરાવા કેમેરામાં કેદ, પોલીસની તપાસ બાદ પણ ધાબા પર ખાલી બોટલો, સેન્ટેરિયન વિસ્ટા બિલ્ડિંગના ધાબામાં દારૂ પાર્ટી કરી.
Jan 16, 2026 10:38 am
33 વર્ષીય પ્રતિમાદેવીના રંજિત દિલીપ સાથે લગભગ ત્રણ વર્ષ અગાઉ થયા હતા લગ્ન અને પતિ રંજિત દ્વારા નાની-નાની વાતોમાં ઝઘડા કરી મારપીટ અને માનસિક ત્રાસ આપતો હતો અને ઝઘડાની પરાકાષ્ઠાએ પ્રતિમાદેવીએ ગુસ્સા અને હતાશામાં “મરી જાઉં" એવું કહેતાં પતિ રંજિતે તેને ‘ઘરમાં તેલ પડયું છે, તેનાથી સળગી જા' તેમ કહી આપઘાત કરવા માટે ઉશ્કેરી હતી. ઉશ્કેરણીના પગલે પ્રતિમાદેવીએ ઘરમાં રાખેલું ડિઝલ પોતાના શરીર પર ઢોળી દીધું અને દિવાસળી ચાંપી દેતાં તે સળગી ઉઠી હતી.
Jan 16, 2026 10:38 am
પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે, મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો 3 વર્ષ અગાઉ પતિ-પત્નીના લગ્ન થયા હતા અને પતિ વારંવાર હેરાન કરતો હોવાથી લગ્ન જીવનમાં તકલીફ ઉભી થઈ હતી અને કંટાળીને પતિએ પોતાની જાતને મોત સાથે વ્હાલી કરી દીધી હતી, સમગ્ર ઘટનામાં આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
Jan 16, 2026 10:37 am
સુરતમાં પત્નીનો સળગતી હાલતનો વીડિયો વાયરલ થયો છે અને પતિના સતત ત્રાસથી કંટાળી પરિણીતાએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, સુરતના ઈચ્છાપોરમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. સુરતમાં પતિએ બચાવવાને બદલે પત્નીનો વીડિયો બનાવ્યો અને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પતિ નાની-નાની વાતોમાં ઝઘડો કરી મારપીટ કરતો હતો અને સળગી જા તેમ કહી આપઘાત કરવા પતિએ પત્નીને ઉશ્કેરી હતી અને પત્નીએ ઘરમાં રહેલ ડિઝલ પોતાના શરીર પર ઢોળ્યું હતુ.
Jan 16, 2026 10:22 am
સાબરમતી રેલવે સ્ટેશન પર પુનર્વિકાસ કાર્ય ઝડપી ગતિએ પ્રગતિ પર છે. સાબરમતી (ધર્મનગર સાઇડ) નવી સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય પુનર્વિકાસ કાર્યો પ્રગતિ પર છે. મુસાફરોની સુવિધા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવાના હેતુથી 20 જાન્યુઆરી 2026થી 15 એપ્રિલ 2026 સુધી આગમન અને પ્રસ્થાન માટે નવા પ્રવેશ તથા નિકાસ દ્વાર તેમજ પિક-અપ અને ડ્રોપની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી રહી છે. તમામ મુસાફરોને વિનંતી છે કે તેઓ નવી ટ્રાફિક વ્યવસ્થા, સૂચક ચિહ્નો તેમજ રેલવે, આરપીએફ અને રેલકર્મીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
Jan 16, 2026 10:22 am
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 12010/12009 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસમાં એક વધારાનો એસી ચેરકાર કોચ અસ્થાયી રીતે જોડવામાં આવશે.ટ્રેન નંબર 12010/12009 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં એક વધારાનો એસી ચેરકાર કોચ તારીખ 01.02.2026 થી 28.02.2026 સુધી અસ્થાયી રીતે લગાવવામાં આવશે.
Jan 16, 2026 10:13 am
રૂઝાનમાં ભાજપ - શિંદે જૂથ આગળ
893 વોર્ડની 2869 બેઠકોના આવશે પરિણામ
15, 931 ઉમેદવારોના ભવિષ્યનો થશે ફેંસલો
મહારાષ્ટ્રમાં 29 નપાની ચૂંટણી માટે મતગણતરી
મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Jan 16, 2026 10:08 am
ગુજરાતના શહેરો હવે ટ્રાફિક નહીં પરંતુ ટ્રાન્ઝિટની નવી ઓળખ સાથે આગળ વધી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ રાજ્યના આધુનિક પરિવહન સ્વપ્નને સાકાર કરતી એક મજબૂત કડી બની છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો નવેમ્બર ૨૦૧૪માં મંજૂર થયો હતો. માર્ચ ૨૦૧૯માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી ૬.૫ કિમીનો પ્રથમ ભાગ શરૂ થતાં અમદાવાદના નગરજનોને નવી સફરની શરૂઆત મળી. વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૨ કિમીની લાઈનનું લોકાર્પણ થતાં મેટ્રો અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી.
Jan 16, 2026 10:08 am
ગાંધીનગરમાં આજથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રૂટ શરૂ કરવામાં આવી છે અને મહાત્મા મંદિરથી સવારે 8 વાગ્યે પહેલી ટ્રેન ઉપડી છે અને છેલ્લી ટ્રેન રાતે 8:09 વાગ્યે મહાત્મા મંદિરથી ઉપડશે જેમાં 20 થી 25 મિનિટના અંતરે એક મેટ્રો ટ્રેન ઉપડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને હાલ સચિવાલય સુધી દોડવવામાં આવતી મેટ્રો રેલને વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16 અને સેક્ટર-24 તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન પહેલા શરૂ કરાયો હતો. આ ટ્રાયલ રન પૂર્ણ થયા પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી – CMRS સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવી હતી, આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ સસ્તી આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે.
Jan 16, 2026 09:52 am
લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે મારામારીનો બનાવ આવ્યો સામે જેમાં સામાન્ય બોલાચાલી ઉગ્ર થતા મારામારી થઈ હતી અને પૂર્વ સરપંચના દીકરાના કારણે આ મારામારી થઈ હોવાની વાત સામે આવી છે, એક જ સમાજના બે લોકો સામસામે આવી જતા આ ધિંગાણું સર્જાયુ હતુ અને ઠંડીમાં તાપણું કરી બેસેલા વ્યક્તિઓની વચ્ચે આવી લીલાપુર ગામના પૂર્વ સરપંચ છેલાભાઈના દીકરાએ દારૂ પીને દારૂની પોટલી આગમાં ફેકતા બબાલ થઈ હતી.
Jan 16, 2026 09:51 am
સુરેન્દ્રનગરના લખતરમાં દારૂડિયાઓનો આતંક સામે આવ્યો છે જેમાં લીલાપુરમાં દારૂડિયાએ મચાવ્યો આતંક અને તાપણામાં દારૂની પોટલી ફેંકતા ભભૂકી આગ જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ અને 4 વર્ષની બાળકી દાઝી ગઈ છે. પૂર્વ સરપંચના દીકરાની કરતૂતથી મચ્યો હોબાળો અને આગમાં 4 વર્ષની નિર્દોષ બાળકીનો આબાદ બચાવ થયો હતો અને ત્યારબાદ 2 પરિવારો વચ્ચે લોહિયાળ જંગ જામ્યો હતો જેમાં મારામારીમાં 2 વ્યક્તિઓ લોહીલુહાણ થયા છે અને એક વ્યકિતની હાલત ગંભીર થઈ છે, પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી છે.
Jan 16, 2026 09:40 am
ઇન્દ્રાડ-કરણનગર ગામની DDOએ મુલાકાત લીધી, DDOએ ડાયાબિટીસ પીડિત બાળકોની મુલાકાત લીધી, DDOએ બાળકો સાથે અભ્યાસ અંગે ચર્ચા પણ કરી, ઇન્દ્રાડના ખેડૂતોની પ્રદૂષણ-દૂષિત પાણી મામલે રજૂઆત, કરણનગર-મેડા આદરજમાં ડૉક્ટર ફાળવવા માગ, નાની કડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા રજૂઆત.
Jan 16, 2026 09:28 am
આવતીકાલથી રવિ સિંચાઈ માટે પાણી છોડાશે, ભાદર-2 ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડાશે, ચણા ,ઘઉં, જીરુ, લસણ સહિત પાકમાં ફાયદો થશે, 3 દરવાજા 4 ફૂટ ખોલી 1,620 ક્યુસેક પાણી છોડાશે, હેઠવાસના લોકોને નદીના પટમાં ન જવા સૂચના.
Jan 16, 2026 09:24 am
અશાંતધારાને લઈ આ બંગલા માટે એલિસબ્રિજના ધારાસભ્યએ પણ ઘણી મહેનત કરી હતી અને તેમની આ મહેનત રંગ લાવી છે, વહેલી સવારથી જ આ બંગલો તોડવામાં આવી રહ્યો છે અને નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તુફા મણેકચંદનો આવેલો છે બંગલો. પાલડી વિસ્તારમાં અશાંતધારામાં કોચરબ આશ્રમની આસપાસની જગ્યામાં લઘુમતી સમાજના લોકો પ્રોપર્ટી ખરીદીને રહેવા આવી ગયા છે તેવી રજૂઆત અગાઉ પણ સંકલન સમિતિની બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે કરી હતી.
Jan 16, 2026 09:24 am
પાલડીના કોચરબ આશ્રમ પાછળના ગેરકાયદે બંગલાના બાંધકામને તોડી પડાયું છે અને નામાંકિત મુસ્તુફા માણેકચંદનો બંગલો તોડી પડાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પોલીસની ટીમ અને કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે હાજર છે પોલીસ બંદોબસ્ત સાથે આ બંગલો તોડી પાડવામાં આવ્યો છે અને જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે, અગાઉ આ બંગલાને લઈ એલિસબ્રિજના ધારાસભ્યએ પણ કોર્પોરેશનને રજૂઆત કરી હતી અને કોર્પોરેશનને જાણ થતા કાર્યવાહી કરવામાં આવી છે.
Jan 16, 2026 09:24 am
અમદાવાદમાં મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો છે અને એએમસી દ્વારા આ બંગલો ગેરકાયદે હોવાથી તોડી પડાયો છે, પાલડીના કોચરબ આશ્રમની પાછળ આ બંગલો આવ્યો હતો. અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી એએમસી દ્વારા કરવામાં આવી છે અને મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો છે, પાલડી કોચરબ આશ્રમ પાછળ AMCની કાર્યવાહી સામે આવી છે અને નૂતન સર્વોદય સોસાયટીમાં આવેલો છે બંગલો, અશાંતધારા મુદ્દે અગાઉ MLAએ લખ્યો હતો પત્ર.
Jan 16, 2026 08:57 am
સાઇબર માફિયાઓએ કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે ઓળખ આપી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને NRI વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરીને 1.11 કરોડ રૂપિયા પડાવી લીધા છે, તમારી સામે મની લોન્ડરિંગ કેસ થયો હોવાનું કહીને વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા અને નવ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી એફડી સહિતની તમામ રકમ ટ્રાન્સફર કરાવી લીધી છે, બોર્ડર રેન્જ સાઇબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Jan 16, 2026 08:57 am
કચ્છમાં NRI વૃદ્ધ બન્યા ડિજિટલ એરેસ્ટનો ભોગ અને સાયબર માફિયાઓએ રૂ. 1.11 કરોડ પડાવ્યા છે, મની લોન્ડરિંગ કેસ થયાનું કહી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને કેરા ગામના વૃદ્ધને 9 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા છે. કચ્છમાં એનઆરઆઈ વૃદ્ધ ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે અને કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારીની ઓળખ આપી વૃદ્ધ પાસેથી ટુકટે ટુકડે રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી છે, બોર્ડર રેન્જ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઠગબાજોએ એફડી સહિતની તમામ રકમ પડાવી લીધી છે.
Jan 16, 2026 08:48 am
ત્રણ વ્યક્તિઓનો પિતા-પુત્ર પર હુમલો, બિભત્સ શબ્દો બોલી પિતા-પુત્રને માર માર્યો, હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
Jan 16, 2026 08:44 am
તો પોલીસ અધિક્ષક દ્વારા આ બદલીઓ કરાઈ છે અને ઈન્ટરનલ બદલીઓ છે તો કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે, જે અધિકારીઓની બદલી કરાઈ છે તેમને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા માટે આદેશ કરાયો છે, વડોદરા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન, એજન્સી તથા લીવરીઝર્વમા ફરજ બજાવતા હોય તેવા 9 પીઆઇની સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સ્થાનિક પીઆઇની લીવ લીઝર્વ સહિતના સ્થળ પર નિમણૂંક કરાઇ છે.
Jan 16, 2026 08:44 am
વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા 9 પીઆઈની વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા બદલી કરવામાં આવી છે જેમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના પીઆઈની બદલી કરાઈ છે, લાંબા સમયથી આ બદલીઓ અટકી પડી હતી અને બદલી કરાતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે. વડોદરા જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 9 પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, પીઆઈની બદલીના ઓર્ડરો આવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે અને બદલી પામેલ તમામ પીઆઈને તાત્કાલિક હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે, ભાદરવા, ડેસર, ડભોઇ, વાઘોડિયા, સિનોર, કરજણ સહિત પોલીસ મથકના પીઆઈની બદલી કરાઈ છે.
Jan 16, 2026 08:28 am
આજથી અમદાવાદમાં પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન, ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલમાં DEOએ નિરીક્ષણ કર્યું, પરીક્ષાનો હાઉ દૂર કરવા યોજાય છે પ્રિ-બોર્ડ પરીક્ષા, અમદાવાદમાં 47 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, અમદાવાદની 551 શાળાઓમાં પરીક્ષાનું આયોજન, ગુજરાતી માધ્યમમાં 26000 વિદ્યાર્થીઓ જોડાયા, અંગ્રેજી માધ્યમમાં 14000, હિન્દીમાં 7000 વિદ્યાર્થીઓ.
Jan 16, 2026 08:14 am
પોલીસ પાર્ટી પર ત્રાટકે તે પહેલાં એક બિલ્ડરનો પુત્ર ફરાર થઈ ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. તેને બચાવવા માટે સિનિયર અધિકારીઓ દ્વારા ભલામણો થતી હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે, જોકે પોલીસ દ્વારા આ બાબતનો ઈનકાર કરવામાં આવ્યો છે. હાઈપ્રોફાઈલ પાર્ટી પર થયેલા દરોડા અંગે મળતી માહિતી અનુસાર, વાસી ઉત્તરાયણની ઉજવણી દરમિયાન સેન્ટેનિયલ વિસ્ટા એપાર્ટમેન્ટના ટેરેસ પર DJ પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં હાજર કેટલાક મિત્રો દારૂના નશામાં બૂમાબૂમ અને ઉછાળકૂદ કરતા હોવાથી આસપાસના રહેવાસીઓ પરેશાન બન્યા હતા. કંટ્રોલ રૂમમાં મળેલી ફરિયાદ બાદ પોલીસ જયારે ટેરેસ પર પહોંચી ત્યારે ત્યાં બિયર બાર તૈયાર હતો, જેમાં મોંથી વિદેશી દારૂની બોટલો જોવા મળી હતી. સાથે લીચી, કાચી કેરી, ઈલાયચી સહિતના ફળો અને અન્ય ખાણીપીણી પણ રાખવામાં આવી હતી. હુક્કાબાર જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Jan 16, 2026 08:14 am
જેમાં મોંઘી વિલાયતી દારૂની 20 બોટલો ઉપરાંત હુક્કા, સિગારેટ તેમજ ખાણીપીણીની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાર્ટીમાં આવનાર મહેમાનોને જે માંગે તે ખાવા-પીવાનું તરત મળી જાય તેવી ગોઠવણ કરાઈ હતી. DJના ઉંચા અવાજ અને નશામાં ધૂત યુવકો દ્વારા ધમાલ શરૂ થતાં સ્થાનિક રહેવાસીઓએ કંટ્રોલ મેસેજ કર્યો હતો. ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરોડો પાડયો હતો. પોલીસે દારૂની પાર્ટી કરતાં ચાર યુવતીઓ સહિત કુલ 16 લોકોને ઝડપી લીધા હતા.
Jan 16, 2026 08:13 am
ભલે ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોય, પરંતુ કેટલાક લોકો માટે ઉત્તરાયણ દારૂની પાર્ટી વગર અધૂરી રહેતી હોય એવું માનવામાં આવે છે. તેવી જ એક ઘટનામાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકના નાક નીચે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી શ્રી સોસાયટી નજીકના સેન્ટેરિયન વિસ્ટા નામના લક્ઝરી એપાર્ટમેન્ટના ટેરેસ પર ચાલી રહેલી દારૂની DJ પાર્ટી અંગે સ્થાનિક લોકોએ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરતા પોલીસે દરોડો પાડયો હતો. ચર્ચા મુજબ આ એપાર્ટમેન્ટમાં કુશલ શાહ દ્વારા ટેરેસ પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
Jan 16, 2026 08:13 am
અમદાવાદમાં દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડયા છે અને દરોડા દરમિયાન પોલીસને દારૂની બોટલ, બાઈટીંગ, વિવિધ ફ્લેવરના હુક્કા મળી આવ્યા છે, અમદાવાદના યુનિવર્સિટી વિસ્તારમાં આ દારૂની પાર્ટી ઝડપાઈ છે અને ધાબા પર દારૂ પાર્ટીનું આયોજન કરાયું હતુ. બિલ્ડરના પુત્રએ દારૂની પાર્ટીનુ કર્યુ હતું આયોજન અને કુશલ શાહ નામના વ્યકિતએ પાર્ટી આયોજીત કરી હતી અને સેન્ટેનિયલ વિસ્ટા એપાર્ટમેન્ટના ટેરેસ પર દારૂ પાર્ટી ઝડપાઈ હતી, પોલીસે દારૂની બોટલો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે અને હાઈપ્રોફાઈલ પાર્ટીમાં 4 યુવતી સહિત 16 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Jan 16, 2026 07:53 am
સમગ્ર ઘટનામાં મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને પોલીસ પણ થોડો સમય યુવતી આગળ લાચાર બની હતી, સૂત્રો તરફથી એવી પણ માહિતી સામે આવી છે કે યુવતીના પરિજનો પણ આ યુવતીથી ત્રાસી ગયા છે, ત્યારે પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે અને પરિજનોને પણ જાણ કરવામાં આવી છે, આવી રીતે નશો કરીને લોકોને અને પોલીસને હેરાન કરવા એ કેટલું યોગ્ય ગણાય ! દારૂ પીવો તો ગુનો જ છે અને તેના પછી દંગલ કરવું એ વધારે ગુનો છે.
Jan 16, 2026 07:53 am
સંસ્કારી નગરીમાં છોકરા બાદ હવે છોકરીઓ પણ બેફામ બની ગઈ છે અને નશાની હાલતમાં યુવતીએ ગામ માથે લીધુ હતુ અને પીસીઆર વાન પર બેસીને યુવતી પોલીસને અને લોકોને બોલી રહી હતી અને આસપાસના લોકો પણ આ યુવતીથી ત્રાસી ગયા હતા અને પોલીસને બોલાવી પડી હતી, પોલીસ આવતાની સાથે યુવતી પોલીસની પીસીઆર વાન પર બેસી ગઈ હતી અને હંગામો કરતી હતી, તો પ્રેમી સાથે ઝઘડો થતા આવું કર્યુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
Jan 16, 2026 07:51 am
વડોદરામાં નશાખોર યુવતીનો ડ્રામા સામે આવ્યો છે, નશો કરીને યુવતીએ પોલીસને પણ હેરાન કરી નાખ્યા હતા અને પોલીસની પીસીઆર વાન પર બેસીને ગામ માથે લીધુ હતુ. સંસ્કારી નગરીમાં નશાખોર યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા સામે આવ્યો હતો જેમાં મકરપુરા વિસ્તારમાં યુવતીએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસની PCR વાન પર બેસી ડ્રામા કર્યો હતો, નશાની હાલતમાં યુવતી પાસે પોલીસ લાચાર બની હતી અને એક સાથે ત્રણ થી ચાર પીસીઆર વાન હતી અને લોકો પણ હતા તો પણ યુવતી ડ્રામા કરતી રહી.
Jan 16, 2026 07:34 am
વહીવટી કારણોસર 9 PIની બદલી, ભાદરવા, ડેસર, ડભોઇના PI બદલાયા, વાઘોડિયા, સિનોર, કરજણના PI બદલાયા.
Jan 16, 2026 07:23 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Jan 16, 2026 07:22 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 16, 2026 07:21 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 16, 2026 07:20 am
આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Jan 16, 2026 07:20 am
ઘણા પહાડી વિસ્તારોમાં બરફની ચાદર છવાઇ ગઇ છે તો મેદાન વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીએ લોકોને કંપારી છોડાવી દીધી છે. દેશના ઘણા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે પારો શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી ગયો છે અને ઘણા સ્થળોએ ઠંડીએ રેકોર્ડ તોડયો છે. ઉત્તર ભારતમાં આકરી ઠંડી પડી રહી છે. અહીં બે દિવસ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં શીતલહેરની ચેતવણી અપાઈ છે. ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં 14 જાન્યુઆરીએ પણ ભારે ઠંડી પડશે. જોકે, તે બાદ તેમાં રાહત મળશે અને ઠંડીમાં કમી આવશે.
Jan 16, 2026 07:20 am
સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી, દીવમાં 10 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, ડીસામાં 9.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 12.6 ડિગ્રી, વડોદરામાં 10, સુરતમાં 13.2, દમણમાં 13.4 ડિગ્રી, ભુજમાં 12.4, ભાવનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 16, 2026 07:18 am
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે અને પવનોની દિશાના બદલાતા ઠંડીમાં વધારો થયો હોવાની વાત સામે આવી છે, અમરેલી 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે અને પવનોની દિશા બદલાતા ઠંડી વધી છે. રાજ્યમાં પવનની ગતિ વધતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે, રાજ્યમાં સૌથી નીચું તાપમાન અમરેલીમાં 6 ડિગ્રી નોંધાયું છે, કંડલા એરપોર્ટમાં 7.9 ડિગ્રી, નલિયામાં 9.6 ડિગ્રી, રાજકોટમાં 8.4 ડિગ્રી અને કેશોદમાં 7.4 ડિગ્રી, પોરબંદરમાં 8.9 ડિગ્રી અને મહુવામાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 16, 2026 07:04 am
ભારત અને અમેરિકા વચ્ચે ડીલના સંકેત, બંન્ને પક્ષ વ્યાપાર વાટાધાટો કરી રહી છે, વ્યાપાર સમજૂતી સંભવ છે : વાણિજ્ય સચિવ, બંન્ને પક્ષે વ્યાપાર સમજૂતી દિશામાં પ્રયાસો તેજ કર્યાં, વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે માહિતી આપી, અમેરીકામાં જતી ભારતીય નિકાસોમાં સકારાત્મક વૃદ્ધિ થઈ.
Jan 16, 2026 07:03 am
માઈનસ 5 ડીગ્રી તાપમાનમાં લોકો ઠુંઠવાયા, વાહનો પર બરફના થર જામી ગયા, હાડ થીજવતી ઠંડીમાં લોકોએ મોજ માણી.
Jan 16, 2026 07:03 am
ગ્રોક AI પર અશ્લીલ કન્ટેન્ટ નહીં બનાવી શકાય, કેન્દ્ર સરકારની સખત પગલાંની ચિમકી, X દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું, હજારો મહિલાઓની ફરીયાદ બાદ કેન્દ્રનું પગલું, યૂઝર્સ ગ્રોક AI ખોટો ઉપયોગ કરતાનું સામે આવ્યું, X દ્વારા ગ્રોક AI અશ્લીલ કન્ટેન્ટની રોક લગાવી.
Jan 16, 2026 07:02 am
સવારે 5:47 વાગ્યે 2.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, ભૂકંપનું એપિ સેન્ટર કચ્છથી 19 કિમી દૂર નોંધાયું.
Jan 16, 2026 07:01 am
રાત્રે 11 વાગ્યા સુધીમાં 5464 ઇમરજન્સી કેસ, વાસી ઉત્તરાયણે 108 એમ્બ્યુલન્સ દોડતી રહી, સામાન્ય દિવસ કરતા 1212 કેસ વધુ નોંધાયા, સામાન્ય દિવસોમાં 4252 કેસ નોંધાય છે, પતંગની દોરીથી ઈજા, ઊંચાઈથી પડવાના કેસ, વાહન અકસ્માત સહિત કેસમાં વધારો નોંધાયો.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો