સિંગર કિંજલ દવેએ બિઝનેસમેન અને એક્ટર ધ્રુવીન શાહ સાથે કરી સગાઇ અને કિંજલ-ધ્રુવીન ઘણા સમયથી કરતા હતા એકબીજાને ડેટ કરતા હતા, કિંજલ દવેએ સગાઇનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે અને આ સગાઈ પ્રસંગમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી પટેલ પણ આશીર્વાદ આપવામાં માટે પહોંચ્યા હતા, ગઈકાલે સગાઈ કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે.
લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ ગયા
મહત્વની વાત એ છે કે, કિંજલ દવેએ અગાઉ વર્ષ 2018માં પવન જોષી સાથે સગાઈ હતી અને 5 વર્ષ જેટલી સગાઈ રહ્યાં બાદ વર્ષ 2023માં કિંદલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી અને ત્યારબાદ બે વર્ષે કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે, 5 ડિસેમ્બરના રોજ ગોળધાણાનો પ્રસંગ યોજાયો હતો અને 6 ડિસેમ્બરના રોજ સગાઈ કરી હતી, કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક એક્ટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે.
જાણો કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ કોણ છે
કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક બિઝનેસ મેનની સાથે અભિનેતા પણ છે, અને ધ્રુવિન શાહ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન જોજો એપ (JoJo App)ના ફાઉન્ડર પણ છે. કિંજલ દવે તેના જાણીતા ગીત ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં ત્યારેથી તેઓ પ્રખ્યાત બન્યા હતા.
કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1998ના રોજ પાટણ જિલ્લામાં થયો હતો
વર્ષ 2017માં કિંજલ દવેએ ચાર ચાર બંગડી વાળુ ગીત ગાઈને ખ્યાતનામના મેળવી હતી અને કિંજલ દવેએ ગુજરાત સિવાય વિદેશમાં પણ અનેક મ્યુઝિક કોન્સર્ટ યોજયા છે. ગુજરાતની ચાર ચાર બંગડીવાળી સિંગરે તેના જીવનના આ નવા પ્રકરણની શરૂઆત કરી છે, જેને તેના પ્રશંસકોએ દિલથી વધાવી લીધી છે.









