ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન રાજ્યના ભૌગોલિક સીમાચિહ્નોને લઈને એક અત્યંત મહત્વનું અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધી આપણે પાઠ્યપુસ્તકો અને સરકારી દસ્તાવેજોમાં વાંચતા આવ્યા છીએ કે ગુજરાત 1600 કિમી લાંબો દરિયાઈ કિનારો ધરાવે છે, પરંતુ હવે આ આંકડો બદલાઈ ગયો છે.

ધારાસભ્ય ભગા બારડનું નિવેદન

વિધાનસભા ગૃહમાં દરિયાઈ સંરક્ષણ દિવાલ (Sea Wall) બનાવવા અંગેની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે ધારાસભ્ય ભગા બારડ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજી અને નવા સર્વેક્ષણ મુજબ ગુજરાતના દરિયાઈ કિનારાની લંબાઈમાં મોટો વધારો નોંધાયો છે. અગાઉ જે લંબાઈ 1600 કિમી માનવામાં આવતી હતી, તે નવા સર્વે પ્રમાણે હવે 2320 કિલોમીટર થઈ ગઈ છે.

શા માટે વધારો નોંધાયો?

દરિયાઈ કિનારાની લંબાઈમાં થયેલો આ 720 કિમીનો વધારો મુખ્યત્વે આધુનિક સેટેલાઈટ મેપિંગ અને દરિયાઈ ખાડીઓ તથા વળાંકોની ઝીણવટભરી માપણીને કારણે હોઈ શકે છે. ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયાઈ કિનારો પહેલેથી જ છે, પરંતુ આ નવા આંકડા સાથે ગુજરાતની દરિયાઈ તાકાત અને સુરક્ષાની જવાબદારી બંનેમાં વધારો થયો છે.

પ્રોટેક્શન વોલ બનાવવાની ચર્ચા તેજ બની

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દરિયાઈ ધોવાણ અટકાવવા માટે 'પ્રોટેક્શન વોલ' બનાવવાની ચર્ચા તેજ બની છે. વધતા જતા દરિયાઈ સ્તર અને વાવાઝોડાની સ્થિતિમાં ૨૩૨૦ કિમીના આ વિશાળ પટ્ટાનું રક્ષણ કરવું એ રાજ્ય સરકાર માટે આગામી સમયમાં મોટો પડકાર અને પ્રાથમિકતા બની રહેશે.





  • Follow us on: