ગુજરાત માટે આજે એક સુવર્ણ અક્ષરે લખવા જેવી ક્ષણ છે. ભારતના અંતરિક્ષ ઈતિહાસમાં પ્રથમ વખત, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવેલ 'સંસ્કારસેટ-1' સ્ટુડન્ટ સેટેલાઇટ આજે સવારે 10.17 કલાકે શ્રીહરિકોટાથી અવકાશમાં ઝંપલાવશે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના ભરોસાપાત્ર રોકેટ PSLV C-62 દ્વારા આ ગૌરવવંતા મિશનને લોન્ચ કરવામાં આવી.
અમદાવાદનું ગૌરવ
સંસ્કારધામ સંસ્થા આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ અમદાવાદની સંસ્કારધામ સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓની મહેનત રહેલી છે. આ પ્રોજેક્ટની સૌથી વિશેષ વાત એ છે કે ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓએ આ મિશનમાં શરૂઆતથી અંત સુધી પ્રત્યક્ષ કામ કર્યું છે. જે ઉંમરે બાળકો સામાન્ય રીતે પાઠ્યપુસ્તકો વાંચતા હોય છે, તે ઉંમરે આ વિદ્યાર્થીઓએ જટિલ સેટેલાઇટ ટેકનોલોજી પર કામ કરીને વિશ્વને પોતાની તાકાત બતાવી છે.
શું છે ‘સંસ્કારસેટ-1’?
આ એક લઘુ ક્યુબસેટ (CubeSat) છે. તે કદમાં નાનો અને ક્યુબ આકારનો હોવાથી તેને અન્ય મોટા ઉપગ્રહો સાથે 'પિગીબેક પેલોડ' તરીકે સરળતાથી મોકલી શકાય છે. આ સેટેલાઇટ મુખ્યત્વે વિદ્યાર્થીઓને સ્પેસ સાયન્સનું વાસ્તવિક જ્ઞાન આપવા. અંતરિક્ષમાંથી મળતા ડેટાનું પૃથ્થકરણ કેવી રીતે કરવું તે શીખવા. પૃથ્વી અને સેટેલાઈટ વચ્ચેના સંવાદની પ્રક્રિયા સમજવા માટે તૈયાર કરાયો છે.
ભવિષ્યની પેઢી માટે પ્રેરણા
આ મિશન માત્ર એક લોન્ચિંગ નથી, પરંતુ ભારતની આવનારી પેઢીના વૈજ્ઞાનિક અભિગમનું પ્રતીક છે. આના માધ્યમથી વિદ્યાર્થીઓ ડેટા પ્રાપ્તિ અને વિશ્લેષણની પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મેળવશે, જે ભવિષ્યમાં ભારતના સ્પેસ સેક્ટરમાં નવા ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે સક્ષમ બનશે.
આ પણ વાંચોઃ Surat News : સુરત પોલીસને મળી સફળતા, 19 વર્ષથી નાસતો ફરતો લૂંટનો આરોપી MPના ઝાબુંઆથી ઝડપાયો