હાલોલ તાલુકાના નવાકુવા ચોકડી પાસે પૂરઝડપે દોડી રહેલી ટ્રકના ચાલકે બાઈક ચાલકને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલક 18 વર્ષના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું. ટ્રક ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટયો હતો. પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


પ્રાપ્ત માહતી મુજબ હાલોલ તાલુકાના વાંકડીયા ગામનો જયદીપ શાંતિલાલ રાઠવા ઉંમર વર્ષ 18 ગત રોજ રવિવારના સાંજના સમયે નવાકુવા ગામેથી પોતાની બાઈક લઇ ઘરનું અનાજ દળાવવા માટે ગયો હતો. જ્યાંથી કામ પતાવી પરત ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન હાલોલ તાલુકાના નવાકુવા ગામની ચોકડી પાસે એક બેફમ પૂરઝડપે ગફ્લત ભર્યું હંકારી રહેલા ટ્રકના ચાલકે બાઇક સવાર જયદીપને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક ઘટના સ્થળ મૂકી ભાગી છૂટયો હતો. અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્ત જયદીપને તાત્કાલિક સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવામાં આવ્યો હતો. જોકે જયદીપ પુરી સારવાર મળે ન મળે તે પહેલા ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યુ હતું. યુવકના મોતની જાણ તેના પરિવારને થતા પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો હતો.

બનાવ અંગેની જાણ પાવાગઢ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફ્રાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી મૃતક જયદીપની લાશનું પીએમ કરાવી તેના પરિવારને મૃતદેહ સોંપ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પડેલી ટ્રકના આધારે ટ્રક ચાલકની શોધખોળ આદરી આગળની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: