હાલોલ : ડીટીએચઓ પંચમહાલ અને ડીઆઇએસએચએ - ડીએપીસીયુના સહયોગથી હાલોલ રેફરલ હોસ્પિટલ અને સારથી ટી.આઈ અને વિહાન દ્વારા હાલોલના ગોધરા રોડ સ્થિત એમ.એન્ડ વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે મંગળવારે રેડ રિબીન ક્લબ તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે અંતર્ગત એચઆઈવી એડ્સ એસટીઆઈ ટીબી એચ ઈ પી બી-સી બ્લડ ડોનેશન અવેરનેસ,એચઆઈવી હેલ્પ લાઈન 1097, બ્રેક ફરી ક્યુઆર સ્કેનિંગ, એચઆઈવી એક્ટ 2017ની માહિતી અને અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડૉ એ.કે તાવીયાડ, ડીટીએચઓ પંચમહાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલ કાર્યક્રમમાં 190 ઉપરાંત વિદ્યાર્થીઓ અને સ્વયંસેવક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 65 વિદ્યાર્થીઓનું HIV-RPR, HEP B-C ટેસ્ટિંગ કરાયું. આચાર્ય ડૉ.યશવંત શર્માએ જાગૃતિલક્ષી કાર્ય કરીને સમાજને ઉન્નત કરવાની કામગીરીમાં યુવા વર્ગ જોડાય તેવી અપીલ કરી હતી. એનએસએસ પ્રોગ્રામ કૉ-ઓર્ડીનેટર ડૉ.સંજયભાઈ જોશી અને પ્રોગ્રામ ઓફ્સિર ડૉ. જયેશભાઈ વાઘેલાએ સંચાલન તેમજ આભારવિધિ કરી હતી.
