હાલોલ : હાલોલ તાલુકાના ઢીકવા ગામ ખાતે સન ફાર્મા કમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી, હાલોલ દ્વારા આદર્શ માતા સ્પર્ધા યોજાઈ હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ માતાઓમાં આરોગ્ય, સ્વચ્છતા, પોષણ અને પરિવાર પ્રત્યેની જવાબદારી અંગે જાગૃતિ લાવવાનો હતો. જેનું આયોજન ડૉ. સ્મૃતિબેન, ધર્મિષ્ઠાબેન, શિલ્પાબેન અને કૌશિકભાઈના માર્ગદર્શન અને સહયોગથી કરાયું હતું. સ્પર્ધામાં ગામની અનેક માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન માતાઓના આરોગ્ય જ્ઞાન, બાળકોની સંભાળ, પોષણયુક્ત આહાર, સ્વચ્છતા અને સકારાત્મક વાલીપણાના વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરાયું હતું. વિજેતા માતાઓને સન્માનિત કરાઈ હતી અને તમામ ભાગ લેનાર માતાઓને પ્રોત્સાહિત કરાયા હતા. આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ અપાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો