પવિત્ર એકાદશીના બીજા દિવસે દિવ્ય ફાઉન્ડેશનના સંયોજક કાંકરોલી યુવરાજ પૂ.વેદાંત કુમાર મહોદય હાલોલ ખાતે આવેલ બંને પુષિમાર્ગીય મંદિરમાં પધારતા તેઓનું વૈષણવો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. છોટે કાંકરોલી ગણાતા હાલોલ નગરમાં બસ્ટેન્ડ સ્થિત ધરી દ્વારકાધીશ હવેલી ખાતે તેમજ મંદિર ફ્ળીયાના છગન મગન લાલજી મંદિર ખાતે પુષ્ટિ તહેવારોની ભવ્ય ઉજવણી કરાય છે. હાલ પવિત્ર શ્રાવણ માસમાં અવનવા હિંડોળા સજાવી શ્રી ઠાકોરજીને ઝુલાવાય છે, તેમાં પણ પવિત્ર એકાદશી બાદ પૂ.વેદાંતકુમારજી પધારતા વૈષ્ણવોમાં ઉત્સાહ વ્યાપ્યો હતો. તેઓના હસ્તે શ્રી છગન મગનલાલ મંદિરમાં મચકીના હિંડોળે તેમજ શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે શાકભાજીના હિંડોળે શ્રીજીને ઝુલાવાયા હતાં. તેઓએ પ્રભુની આરતી ઉતારી હતી. આ સમયે કીર્તનોની રમઝટ જામી હતી. પૂ.વેદાંતકુમારજીનો પવિત્ર અંગીકાર કરવા વૈષ્ણવોની કતારો જામી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો