હાલોલ તાલુકાના નારાયણ ધામ તાજપુરા ખાતે અઘિક માસને લઈને આજે શનિવારે શ્રી વિષ્ણુ યાગ મહોત્સવ યોજાયો હતો. જેમાં વહેલી સવારે 8.30 કલાકે પ્રારંભ થયો હતો .જ્યારે યજ્ઞ પુર્ણાહુતિ સાંજે 5.30 કલાકે કરવામાં આવી હતી. જેનો લાહવો મોટીસંખ્યામાં ભાવીકો ભક્તોએ લીધો હતો. વૈદિક પરંપરા અનુસાર યોજાયેલ આ યજ્ઞમાં વિશ્વશાંતિ, લોકકલ્યાણ, સુખ-સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. યજ્ઞ દરમિયાન વૈદિકમંત્રોચ્ચાર, પૂજન-અર્ચન, Sંતોના આશીર્વચન, ધાર્મિક પ્રવચનો તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: