હાલોલ તાલુકાના રામેશરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ઘણા દિવસોથી ગાબડું પડયું હોવાનું સાંભળવા મળી રહ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા આ ગાબડું પૂરવાની તસ્દી લેવામાં આવતી ન હોય સ્થાનિકો લાગતા વળગતા તંત્ર સામે ફ્ટિકાર વરસાવી રહ્યા છે.
હાલોલ તાલુકાના રામેશરા નજીકથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે જેને 82, સી.આર તરીકે ઓળખવામાં આવે છે આ મુખ્ય કેનાલમાં સતત પાણી ભરેલું રહે છે, આ કેનાલમાં રામેશરા ગામની સામેની સાઈડની કેનાલની પાળ પર પાણી વાળા ભાગમાં મસ મોટા બે ગાબડા જોવા મળી રહ્યા છે. એક તરફ્ વરસાદની સિઝન માથા પર છે વધુ અને કેનાલમાં તેમજ કેરલના પાળા ઉપર પાણીનું પ્રમાણ વધશે ત્યારે કોઈક હોનારત થાય તે તે પહેલા તંત્ર દ્વારા કેનાલમાં પડેલ ગાબડાને રીપેરીંગ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.










