હળવદ : મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાના નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત હળવદ તાલુકાના સુખપર ગામની સીમમાં વર્ષ 2025-26 દરમિયાન હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો રોડ રોલર ફેરવી કાયદેસર નાશ કરવામાં આવ્યો હતો. હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 67 પ્રોહિબિશન ગુનાઓમાં જપ્ત કરાયેલી 35,446 વિદેશી દારૂ અને બીયરની બોટલો, જેની કુલ કિંમત અંદાજે રૂ.1,08,98,266 થાય છે, તેનો મુદામાલ પર રોડ રોલર ફેરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો