હળવદ : હળવદ પોલીસે બાતમીના આધારે શહેરના ધરતીનગરમાં રહેતા જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમારની વાડીએ દરોડો પાડયો હતો. તેમજ વાડીની ઓરડીમાં જુગાર રમી રહેલા વાડી માલિક જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર ઉપરાંત લગધીરસિંહ હનુભા ઝાલા, પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા, કાળુભાઈ રત્નાભાઈ કણઝરીયા, મહેશભાઈ ટીનાભાઇ થરેસા, અનિલભાઈ જયંતીભાઈ સનુરા, સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશિયા, રાજુભાઈ સમરથભાઈ કાંકરેચા, જેસીંગભાઈ કરણાભાઈ ભુંભરીયા અને ઝાલાભાઇ હિન્દુભાઇ જાદવ સહિત કુલ 10ને ઝડપી લીધા હતા. પોલીસે રૂ. 1,03,300નો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
