હળવદ તાલુકાના રણછોડગઢ ગામ નજીક આવેલા બાપા સીતારામ મંદિરની આશરે 30 વર્ષ જૂની ધર્મશાળા બિનઅધિકૃત રીતે તોડી પાડવામાં આવી હોવાના આક્ષેપોને લઈને ભક્તોમાં ભારે રોષ ફટી નીકળ્યો છે. સમગ્ર મામલે મોટી સંખ્યામાં ભક્તો હળવદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે ભક્તોના જણાવ્યા મુજબ, મંદિરની બાજુમાં આવેલી વાડીના માલિકે કોઈપણ કાયદાકીય મંજૂરી અથવા સંબંધિત પક્ષની સંમતિ વિના વર્ષોથી ભક્તો અને યાત્રાળુઓના ઉપયોગમાં આવતી ધર્મશાળા તોડી પાડી હતી. આ ઘટનાથી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોવાનું ભક્તોએ જણાવ્યું હતું.રજૂઆતમાં ભક્તોએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ધાર્મિક મિલકતને થયેલા નુકસાન અંગે યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે.હાલ સમગ્ર મામલો હળવદ પોલીસ સમક્ષ પહોંચ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો