ઝાલાવાડ સહિત રાજ્યના વિવિધ તાલુકા અને જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને હળવદ તાલુકા પંચાયતની વીસ અને જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે ત્રીપાંખીયા જંગમાં 76 ઉમેદવારોએ ઉનાળાના આકરા તાપ વચ્ચે મતદારોને રીઝવવા પરસેવો પાડવો પાડશે સાથે સાથે ચૂંટણી લડી રહેલા નવા ઉમેદવારો માટે પોતાની ઓળખ ઊભી કરવાનો પડકાર સામે આવ્યો છે.


હળવદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાની કાર્યવાહી પૂરી થઈ જતા ચૂંટણી લડી રહેલા 76 ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉમેદવારો માટે 'રાત થોડીને વેશ ઝાઝા' જેવી પરિસ્થિતિ સર્જાઈ છે બીજી તરફ્ મુખ્ય પક્ષો ના ખાસ ભાજપ ના ઉમેદવારો માટે નો રીપીટ ની થિયરી અપનાવી ને નવા ચહેરાઓ ને મેદાન માં ઉતારવામાં આવતા અને વર્ષો થી સત્તા ભોગવતા નેતાઓ ના પત્તા કપાતા રાજકીય સમીકરણો બદલાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તાલુકા પંચાયત ની વીસ બેઠકો પૈકી ભાજપ ને સત્તર, કોંગ્રેસે બે જ્યારે એક અપક્ષ ને ફળે ગઈ હતી ત્યારે હાલ આવતી ચૂંટણી માં ત્રિપાંખિયો જંગ આગામી દિવસો માં કેવા પરિણામ સર્જે છે તેના ઉપર સો ની નઝર મંડરાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: