હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે 1 આરોપીને ઝડપી લેવા સાથે સ્થળ પરથી બિયરના 25 ટીન, આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 1.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અન્ય 1 મહિલા સહિત બે આરોપી ફરાર થઇ ગયા હતા

હળવદ પોલીસે રાત્રીના સુમારે બાતમીને આધારે ભવાનીનગર વિસ્તારમાં માનસિંગ ઉર્ફે હદીયો વિહાભાઈ રાતોજાના મકાનમાં દરોડો પાડતા દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ હતી. બનાવ સ્થળેસુનિલ દિલીપભાઈ રાબડીયા રહે ખેરાડી તા.વઢવાણ વાળો દારૂ બનાવતો હોય પોલીસે 300 લીટર ગરમ આથો, 1800 લીટર ઠંડો આથો, 350 લીટર દેશી દારૂ, બિયરના 25 ટીન, ભઠ્ઠીના સાધનોમાં બકડીયા, મોટાગેસના ચૂલા તેમજ રાંધણ ગેસના બાટલા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી માનસિંગ ઉર્ફે હદીયો વીહાભાઈ રાતોજા અને આરોપી ઊર્મિલા માનસિંગ ઉર્ફે હદીયો રાતોજા હાજર નહીં મળી આવતા બન્નેને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.