હળવદ : મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર ગામની અને હાલમાં કચ્છ ખાતે રહેતી યુવતી પ્રેમી સાથે ઘર છોડી હાલમાં હળવદ તાલુકાના રણમલપુર ગામે પોતાના પ્રેમી સાથે મૈત્રી કરારથી રહેતા હોય જેમાં યુવતીના પરિવારજનો યુવતીને લેવા આવતા હોવાની જાણ થતા પ્રેમી યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું મોત નીપજ્યું હતું. જ્યારે યુવકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના રાપર ખાતે રહેતા મૂળ પાટણ જિલ્લાના સાંતલપુરના વતની સોરબભાઈ હસનભાઈ મદારીએ હળવદ પોલીસ મથકમાં વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, તેમની બહેન શોભના તેના પ્રેમી માલદેવભાઈ સાથે ભાગીને હળવદ તાલુકાના રણમલપુર ખાતે આવી ગઈ હતી અને અહીં બન્ને મૈત્રીકરાર કરી રહેતા હોય જેમાં શોભનાને લેવા માટે આવી રહ્યા હોવાની જાણથતા બન્નેએ ઝેરી દવા પી લીધી હતી.આ બનાવમાં શોભનાનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
