હળવદ : હળવદ ખાતે આવેલા સુપ્રસિદ્ધ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિવારે વદ પક્ષની તેરસ ના દિવસે શિવરાત્રી અને પ્રદોષ ઘણા વર્ષો બાદ એક જ દિવસે આવતા શિવ-પાર્વતીની કૃપા મેળવવા હળવદ શરણનાથ સેવા મંડળ દ્વારા આયોજિત રવિવારે રાત્રે વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવ અભિષેકાત્મક મહાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હિન્દુ ધર્મમાં ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત ત્રયોદશી (તેરસ) તિથિએ આવે છે. આ વ્રત અને પૂજા સૂર્યાસ્ત પછીના દોઢ કલાક પછી યોગ્ય સમયે (પ્રદોષ કાળ) કરવામાં આવે છે ત્યારે હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે સર્વજન કલ્યાણ અર્થે શિવ પ્રદોષ - શિવરાત્રી મહાયોગના પાવન અવસરે 11 દ્રવ્યથી શિવ અભિષેકાત્મક મહાપૂજન શ્રાદ્ધા, ભક્તિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સફ્ળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ના ભાવિકો અને શિવભક્તો મોટી સંખ્યામાં પૂજા અર્ચનામાં અને મહાદેવના દર્શન માટે જોડાયા હતા.
