હળવદના કોયબા રોડ ઉપરથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ગતકાલે મોડી સાંજના અદાણી પાવર લાઈનમાં કામ કરતો બિહારનો 27 વર્ષીય યુવાન ડૂબી ગયો હોવાને લઈ હળવદ ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હળવદ નજીક કોયબા રોડ પર ખાવડા થી હળવદ સુધીની અદાણી કંપનીની 765 કેવી ટ્રાન્સમિશન લાઈનનું કામ ચાલુ છે. જેમાં બિહાર રાજ્યના જુદા જુદા 35 જેટલા યુવાનો કામ કરે છે.

જોકે આ મજદુરો જે જગ્યાએ રહે છે ત્યાં રૂમ સિવાય બીજી કોઈ વ્યવસ્થા ન હોય જેથી મુકેશકુમાર શર્મા નામનો 27 વર્ષીય યુવાન ગતરોજ મોડી સાંજના 8:30 વાગ્યાની આસપાસ કુદરતી હાજતે જવા માટે કેનાલમાં પાણી ભરવા ઉતરતા તેનો પગ લપસી ગયો હતો અને આ યુવાન કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેથી આ બનાવની જાણ હળવદ ફાયરની ટીમને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કેનાલમાં શોધખોળ કરી રહી છે. જોકે ગતરોજ બીજા દિવસે બપોર સુધી પણ આ યુવકનો કોઈપણ પ્રકારનો પતો લાગ્યો નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: