હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી બૈસાબગઢ નજીક આવેલા હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં અચાનક એક સાપ આડો ઉતરતા તેને બચાવવા જતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ બનાવ બન્યો હતો. કાર સીધી રોડની નીચે પાણીમાં ઉતરી ગઈ હતી. જોકે સદનસીબે આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો હતો. તેમની પાછળ જ અન્ય ગાડીમાં તેમના મિત્રો આવી રહ્યા હતા.
