હળવદ : હળવદમાં દર વર્ષની માફ્ક આ વર્ષે પણ તા. 14મી એપ્રિલના રોજ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક હળવદ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ઉજવણી કરી હતી. હાજર સૌ લોકો દ્વારા બાબાસાહેબની પ્રતિમાને નમન કરી જય ભીમ, બાબા સાહેબ અમર રહોના નારા લગાવ્યા હતા. આ કાર્યક્રમાં દરેક સમાજના વરિષ્ઠ આગેવાનો તેમજ રાજકીય આગેવાનોની સાથે સાથે વેપારીઓ પણ જોડાયા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નમન કરી જન્મ જયંતી પર હાર્દિક શુભકામનાઓ અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન હળવદ સમગ્ર અનુસુચિત જાતિ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: