હળવદ : મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા અને કડીયાણા ગામ વચ્ચે હીરાવન ફાર્મ પાસે બુધવારે વહેલી સવારે એક ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનામાં ટ્રકને આગે પોતાની ચપેટમાં લેતા ભારે નુકસાન થયું હતું અને ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. સદ્દનસીબે આ અકસ્માતમાં સમયસૂચકતાને કારણે ટ્રક ડ્રાઈવરનો બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતા જ હળવદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો