હળવદ : હળવદ વિસ્તારમાં બુધવારે મોડી સાંજે ઘુડખર અભયારણ્ય રેન્જ હળવદના રણ વિસ્તાર નજીક ગેરકાયદેસર રેતી ખનનની બાતમીના આધારે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. મનીષ ઓડેદરા (એ.સી.એફ્.)ના માર્ગદર્શન હેઠળ હળવદ આર.એફ્.ઓ. દ્વારા બે અલગ ટીમો બનાવી રણ વિસ્તારની બોર્ડર તેમજ અંતરિયાળ રસ્તાઓ પરથી એજાર, માલણિયાદ અને કોપરણી ગામોમાં સઘન કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાત્રિના સમયે એજાર ગામ નજીકના અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા 4 ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા. વન વિભાગે તમામ ટ્રેક્ટરોકબજે લઈ રેતી ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ ગુનો નોંધ્યો છે.
