હળવદ : મોરબી જિલ્લાના જેતપર ખાતે ખેડૂતો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને ચલાવવામાં આવી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આંદોલનના 14માં દિવસે હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની લડતને ટેકો જાહેર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે તા. 1લીને બુધવારે માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું હતું અને સાંજે યાર્ડના વેપારીઓ અને ખેડૂતોએ વિશાળ બાઈક - કાર રેલી કાઢી જેતપર છાવણીમાં પહોંચ્યા હતા. બુધવારે ખેડૂતો પોતાની જણસી વેચાણ અર્થે યાર્ડમાં ન પહોંચતા સમગ્ર દિવસ દરમિયાન માર્કેટ યાર્ડમાં સન્નાટો જોવા મળ્યો હતો.
